lina books and stories free download online pdf in Gujarati

લીના

* " લીના "*
વાતાઁ........ 
લીના ત્રણ ભાઈ ઓ થી નાની હતી એના જન્મ પછી એક જ વષઁ મા એના પિતા અકસ્માત મા ગુજરી ગયા હતા . ઘર નો માહોલ એવો હતો કે કોન કોને સંભાળે. સગા વહાલા તો બે ચાર દિવસ આવી ને જતા રહ્યા. 
લીના ની મમ્મી એ નોકરી ચાલુ કરી છોકરાઓ ને ભણાવ્યા પોતે દુઃખ સહન કરી છોકરાઓ માટે જીવતી કે કાલે સુખ આવશે. 
મોટા છોકરા એ દશ ધોરણ પછી નોકરી ચાલુ કરી અને પરિવાર મા મદદ કરતો કે જેથી બીજા ભાઈઓ અને લીના ભણી શકે આમ દિવસો અને વર્ષ પસાર થતા રહ્યા. 
એક દિવસ મોટો દિકરો ઘરે આવ્યો સાથે એક છોકરી હતી મા એ પૂછયું કે કોન છે????? દિકરો કહે તારી વહુ છે મે  લગ્ન કરી લીધા છે આશીર્વાદ આપ અને  હુ આ ઘર છોડી ને જવુ છું મે એક ઘર રાખ્યુ છે અહીં નાના ઘરમાં અમને નહીં ફાવે એમ કહીને વિદાય લઈ જતો રહ્યો. મા અને બીજા બાળકો અને લીના ખૂબ જ રડયા અને સમય આમ પસાર થતો રહ્યો. 
એક દિવસ બીજા નંબરના દિકરા એ ઘરે આવી કહ્યુ કે મા મારી કંપની તરફથી હું વિદેશ જવુ છું અને ત્યાં જ હું રહેવા માગુ છું તો મારી આશા રાખશો નહીં અને હવે તમે ત્રણ શાંતિ થી રહજો અને એ પણ ઘર છોડીને જતો રહ્યો. 
આમ કરતા ત્રીજો દિકરો ભણી ને નોકરીમાં લાગ્યો મા ને એમ કે હવે તો સુખ આવશે અને હું નોકરી છોડી શકીશ પણ વિધાતા ના લેખ કોન વાંચી શકયુ છે. 
એક દિવસ ઓફીસ થી જ ત્રીજા દિકરા નો ફોન આવ્યો કે મારા બોસ ની દિકરી સાથે કોર્ટમાં મેરેજ છે અાજે પણ મારા બોસ ની શર્ત છે કે હું તમારા સાથે કોઈ સંબંધ ના રાખુ તો મને કંપની મા અડધો ભાગ આપશે અને એક બંગલો અને ગાડી આપશે તો મે એમની શર્ત મંજૂર રાખી છે આ જાણ કરવા જ ફોન કર્યો છે. આ સાંભળીને લીના ના મમ્મી આઘાત મા પડી ગયા લીના એ મા ને બેઠા કરવા કોશિશ કરી પણ મા નુ એકબાજુથી શરીર જ કામ કરતુ ન હતુ લીના એ મા ને મોટા દવાખાને લઈ ગઈ ડોક્ટર એ કહ્યું કે લકવો થયો છે. 
દવાખાને થી મા ને ઘરે લાવ્યા બાદ લીના એ નોકરી ચાલુ કરી અને મા ની સેવા ચાલુ કરી. 
રોજ સવારે મા ને માલિશ કરવી જમાડવા અને જોબ પર જવાનુ આવીને પથારિવશ મા ને કસરત કરાવાની અને જમવાનુ બનાવી મા ને સાચવવા ના રાતે સૂતા પહેલા મા ને ન્યુઝ પેપર અને ધાર્મિક પુસ્તક વાંચી સંભળાવવાના આમ લાના એકલા હાથે ઝઝુમતી રહી અને એ પણ પુરી લાગણી થી. કોઈ એની મદદ કરવા ના આવ્યુ. લીના એ નોકરી કરવા જાય ત્યારે મા ની દેખરેખ રાખવા માટે એક આયા રાખી જેથી મા ને કોઈ જ તકલીફ ન પડે. રોજ મા ની સાથે વાતચીત કરી મા ને ખુશ રાખવા કોશિશ કરતી. લીના નો તો એક જ મકસદ હતો કે મા ગમેતેમ કરી સાજી થાય એ માટે એ દવા અને દુવા બધુ જ કરતી. 
આમ કરતા મા ને પથારીવશ થયે એક દસકો વીત્યો અને લીના ની ઉંમર પણ લીના ની દુનિયા મા થી છે એને બીજા કશામા રસ નથી. લીના હાલ પોતાની મા ને ખુશ રાખવા બધુ જ કરે છે......... 
ભાવના ભટ્ટ અમદાવાદ........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED