* " અપઁણ " *
# વાતાઁ.....
અંજુ દવાખાનામાં બેચેની થી આંટા મારી રહી હતી અને ભગવાન ને પ્રાથના કરતી હતી કે બધુ હેમખેમ પાર પડે,
પિનાકીને કહ્યુ કે અંજુ શાંતિ થી બેસ ડોક્ટર અને ભગવાન પર ભરોસો રાખ બધુ સારૂ જ થશે. અંજુ કયાં એમ માનવાની હતી એ એમ જ બેચેની થી આંટા મારી રહી અને ભગવાન ને કરગરતી રહી કે મધુ અને અાવનાર બાળક બેવ હેમખેમ રહે.
ઓપરેશન થિયેટર મા થી નાના બાળકોનો રડવાનો અવાજ આવ્યો અને અંજુ ની આંખો મા આંસુ આવ્યા. તે દોડતી તેના દીકરા લોકેશ ને બોલાવા કે બાળક આવી ગયુ
લોકેશ બહાર ઊભો ફોન પર વાત કરતો હતો એ સાભળી એને ફોન જલદી પતાવી દીધો.
અંજુ અને લોકેશ ઓપરેશન થિયેટર ની બહાર આવી ઊભા અને થોડીવાર મા એક નસઁ આવી અને અંજુ ના હાથ મા બાળક મુકતા કહ્યુ કે લો બાબો આવ્યો છે અમને ખુશ કરજો. નોમઁલ ડિલીવરી થઈ છે થોડીવાર મા મધુ ને રૂમમાં લાવવામાં આવશે તમે તમારા રૂમમાં બેસો.
લોકેશ ને બાબો હાથમાં આપી અંજુ ભગવાન નો આભાર માનવા લાગી કે મારી ઈચ્છા પુરી થઈ.
મધુ ને રૂમમાં લાવવામાં આવી બેવ હેમખેમ છે એ જોઈને અંજુ ખૂબ જ ખુશ થઈ.
અને અતીત મા ખોવાઈ ગઈ કે એના લગ્ન પિનાકીન સાથે થયા ત્યારે કેવા સપના જોયેલા. લગ્ન પછી પાંચ વષેઁ સારા દિવસો હતા અને પુરા પાચ મહિના થયા હતા અને ગભઁપાત થઈ ગયો અે ખુબ જ રડી. કેટલાય દિવસો સુધી એ સૂનમૂન થઇને રહી અને દુઃખી રહી.
અંજુ થી નાનો ભાઈ રાહુલ હતો એના લગ્ન થયા એમા એ પોતાનુ દુઃખ ભુલી ગઈ. રાહુલ ના લગ્ન પ્રાચી સાથે થયા આમ અંજુ અને પ્રાચી ને ખુબ જ મનમેળ હતો.
અંજુ અને પિનાકીને બીજુ બાળક થાય એ માટે દવા અને દુવા બધુ કયુઁ પણ નિષ્ફળતા સિવાય કશું જ ના મળ્યુ.
આમ કરતા સાત વર્ષ થયા હવે એ લોકો નિરાશ થઇ ગયા હતા. અને સમાજ ના લોકો એને વાંઝણી કહી બોલવતા હતા અને એ દુર્ભાગ્યપૂર્ણ સાંભળી લેતી.
એક દિવસ રાહુલ નો ફોન આવ્યો કે મોટી બહેન તમે દવાખાને જલદીથી આવો તે અને પિનાકીન દવાખાને ગયા રાહુલ એ લોકોને પ્રાચી પાસે લઈ ગયો. પ્રાચી એ કહ્યું મોટી બહેન આ તમારો દિકરો લો અને ખુશ રહો. અંજુ અને પિનાકીને ઘણુ સમઝાવી પણ પ્રાચી એક જ વાત કરતી હતી આ તમને અપઁણ કયુઁ છે એ તમારૂ બાળક છે મારે એક દિકરો બસ છે આ તમારી અમાનત છે.
અંજુ અને પિનાકિન બાળક ને લઇ ને બીજા શહેરમાં રહેવા જતા રહ્યા અને આજે એ લોકેશ ને ત્યાં એક બાબો આવ્યો એ અંજુ માટે ખૂબ જ ખુશી ની વાત હતી. લોકેશ તો કશુ જાણતો જ નથી. પ્રાચી અને રાહુલ પ્રંસગ કે તહેવાર મા આવતા પણ કયારેય અંજુ ને અેવુ ના લાગવા દીધુ કે એમણે કોઈ ઉપકાર કયોઁ છે.
અંજુ અતીત મા થી બહાર આવી અને મધુ ને માથે હાથ ફેરવ્યો અને બાબા ને રમાડી અને મધુ માટે રસોઈ બનાવવા ઘરે ગઈ અને પ્રાચી ને ફોન કરીને સમાચાર આપ્યા.
અંજુ ભગવાન નો આભાર માની પ્રાચી ની મહાનતા ને વંદી રહી કે પ્રાચી એ જો અપઁણ ના કયુઁ હોત તો આજે જે સુખ મળ્યુ એ ના જ મળત. પ્રાચી એ વચન લીધુ હતું એટલે અંજુ પણ ચુપ હતી. પ્રાચી ના અપઁણ નુ જ આ ફળ હતુ.....
* ભાવના ભટ્ટ અમદાવાદ * .......