* અભણ *
# વાતાઁ........
લતા નાનપણથી જ એના મામા ના ઘરે મોટી થઈ હતી. એક અકસ્માત મા એના માતા પિતા પ્રભુધામ જતા રહ્યા હતા ત્યારે એ એક વર્ષ ની હતી એનો કુદરતી બચાવ થયો હતો. મામા તો સારુ રાખતા પણ મામી દેખાવ કરે અને ખાનગી મા લતા ને હેરાન કરે. મામા ને બે સંતાનો હતા. મામી એમને સારુ ખવડાવે પીવડાવે અને લતા ને એમનુ વધેલુ આપે અને કહે જો મામા ને ફરિયાદ કરી તો બહુ જ માર
મારીશ. લતા ને છુટકો જ ન હતો એ કયાં જાય. એના પિતા અનાથ આશ્રમ મા મોટા થયેલા. એના મામા રજા હોય ત્યારે ફરવા લઇ જાય અને અવનવી વાતો કહે.
લતા ઘર ના કામ કરી અને આજુબાજુના લોકો પાસેથી રચનાત્મક પ્રવૃત્તિઓ શીખતી.
આમ દુઃખે સુખે લતા એ દસ ધોરણ પાસ કયુઁ. પછી મામી અે તારે આગળ ભણી ને શુ કરવુ છે તુ ઘરકામ શીખ કાલે પારકા ઘરે જવાનુ છે. લતા ને ભણવુ હતુ એ મામા પાસે ખૂબ રડી. મામા અને મામી મા ઝઘડો થયો પણ જીત મામી ની જ થઈ. લતા આ જોઈ મનમા સમસમી જતી. એ ભગવાન ને પ્રાથના કરતી.
આમ ત્રણ વર્ષ પછી મામી એ એક સગા મારફત શહેર મા રહેતા અશોક સાથે નકકી કરી નાખ્યું. અશોક બાર ધોરણ ભણેલા હતો અને મિલ મા નોકરી કરતો હતો.
લતા ના લગ્ન થયા એ સાસરે આવી અને એની કરમ કઠણાઈ શરૂ થઈ. આશોક શહેર મા રહેતો હતો એટલે એ પોતાને શહેરી અને હોશિયાર સમજતો હતો અને લતા ને વાતે વાતે વાંકું પાડી અને અપમાન કરે અને કહે તુ તો અભણ છે ગમાર છે. લતા નવરાશ ના સમય મા હાથ પંખા અને ભરત ગૂંથણ કરી રૂપિયા કમાતી અને ભેગા કરતી. આમ કરતા લતા ચાર વર્ષ મા બે બાળકોની મા બની. મોટો દિકરો અને પછી દિકરી હતી. એક આશા સાથે લતા છોકરાને મોટા કરતી કે કાલે સુખનો દિવસ અાવશે અને સારુ થશે. છોકરાઆોને સારુ સારુ ખાવાનું બનાવી ખવડાવતી અને વાતાઁ ઓ કહેતી સાચુ સમજાવતી. આમ કરતા છોકરાઓ મોટા થયા અને ભણવા લાગયા. છોકરાઓ કોલેજ મા આવ્યા એટલે એમને મા અભણ લાગવા માંડી. વાતે વાતે લતા નુ અપમાન કરે અને કહે તને સમજણ ના પડે લતા ખૂબ દુઃખી થતી અને મનને સમજાવતી. અશોક તો એમ જ કહે કે બૈરા ની બુધ્ધિ પગની પાની મા હોય એ જોઈ છોકરા પણ બોલતા હતા.
આમ દિકરો કોલેજ મા ભણતી છોકરી ને પ્રેમ કરુ છુ કહી કોટઁ મેરેજ કરી લીધા અને વહુ ઘરમાં લઈ આવ્યો.
લગ્ન ના બીજે જ દિવસ થી વહુ ને સાસુ ગમાર અને અભણ લાગી અને એને લતા નુ અપમાન કર્યુ.
લતા કોને કહે એને દીકરી ને કહ્યું તો દીકરી કહે તારો જ વાક હશે તુ ચુપચાપ તારા ભગવાન નુ નામ લીધા કર.
લતા ની સામે દીકરો વહુ ઈંગ્લિશ મા વાતો કરે અને લતા ની સામે જોઈ હસે લતા અા ઝેર ના ઘુટડા ગળે ઊતરતી.
આમ દીકરી એ પણ સાથે ભણતા છોકરા સાથે લગ્ન કરી લીધાં.
લતા એ જે આશા અને અરમાનો રાખ્યા હતા એ પુરા તો ના થયા એ કોને કહે કયાં જાય બાળોતીયા ની બળેલી એને બધા અભણ જ કહેતા એને પણ જીવવું હતુ પરિવાર ની હુંફ મા પણ એનુ કોઈ જ ના થયુ.
કાન પર હાથ રાખીને લતા ખૂબ જ રડી પડી.
હા હું અભણ છું...........
ભાવના ભટ્ટ અમદાવાદ.......