* " અજબ ગજબ "*
વાતાઁ...
સુરેશભાઈ નારાજ તો ખુબ જ હતા અને દુઃખી પણ હતા એટલે આવેશ મા આવી ને મનમા આવે એ બોલ્યા કરતા હતા. દેવુ કરી દીકરા ને ભણાવ્યો આઈ. આઈ. ટી. કરાવ્યુ. વળી થયુ કે ભણવામાં આટલો હોશિયાર છે તો અમદાવાદ આઈ આઈ એમ કરવા મોકલ્યો. આપણા ઘડપણ ની લાકડી થાય એના સિવાય આાપણુ બીજું છે ય કોણ??? એને ભણાવામા હુ અને તુ આટલા જલ્દી ઘરડા થઈ ગયા.
પાણી નો ગ્લાસ ધરતા નીલા બેને કહ્યુ પાણી પી ને શાંત થાવ. આાટલો બધો ગુસ્સો કરશો તો નાહક તમારૂ જ બી.પી. વધી જશે.
આમય સુરેશભાઈ નો સ્વભાવ ગરમ જરાક કંઈ નાનુ પણ કારણ મળે તો તરત ગુસ્સે થઈ જાય. જ્યારે નીલા બેન ઠરેલ અને સમજુ. ગમે તેવી પરિસ્થિતિમાં રસ્તો કાઠવાની આવડત અને સૂઝ એમના મા હતી.
અમદાવાદ ભણતો હતો અશોક ત્યાર થી જ એને ગીતા સાથે અોળખાણ થયેલી. બે વર્ષ મા તો બંને એકબીજાની નજીક આવી પરણવાનો નિણઁય લઈ લીધો. બેઉ એકમેક ને ટકકર મારે એવા ભણવામાં તેજસ્વી. વડોદરા જ એમને પચીસ લાખ ના પેકેજ વાળી નોકરી તો મળી સાથે અશોક ને ચાર બેડરૂમ વાળો વિશાળ ફલેટ પણ કંપની એ આપ્યો. ઘર ના વાસ્તુપૂજન માટે સુરેશભાઈ અને નીલા બેન આણંદ થી આવેલા. સાંજ પડતાં નીલા બેન નજીકના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે સુરેશભાઈ પણ ચાલવા ગયા છે એવું અશોક અને ગીતા એ માની લીધેલુ પણ સુરેશભાઈ ઘર મા જ હતા.
' જો અશોક મમ્મી પપ્પા આવ્યા છે તો ભલે થોડા દિવસો રોકાઈ જાય પણ એમનુ આણંદ ઘર જ બરાબર છે ',
' કેમ? 'અરે કેમ શું? આપણી ને એમની લાઇફ સ્ટાઇલ જ અલગ છે આટલી બધી સુખ સગવડો એમના થી હજમ જ ના થાય . પછી નકામાં આપણી લાઈફ મા માથાકૂટ કયાઁ કરે એના કરતાં એ આણંદ ખુશ ને આપણે અહીં. ટાઈમ મળે ત્યારે મળી આવીશું. અશોકે કહ્યુ મને ભણાવા પપ્પા એ લોન લીધી છે એ પણ ભરપાઈ કરવાની છે અને મમ્મી... ' તુ ખોટા બહાનાં ન કાઢ. પપ્પા ને કહજે, લોન આપણે ચૂકવી દઈશું,' હવે બસ???
કશીય આનાકાની વગર અશોકે ચૂપચાપ ગીતા ની વાત માની લીધી. બે દિવસ પછી નીલા બેન અને સુરેશ ભાઈ પાછા આણંદ જવા તૈયાર થયાં ત્યારે દીકરા વહુ એ ' આવતા રહજો હં પાછા! તમે કહેશો ત્યારે ગાડી મોકલીશુ લેવા એમ કહીને વિદાય આપી.
ઘરે આવી નીલ બેને કહ્યુ તમે જરાય હિંમત ના હારતા. આપણે જે લોન લીધી તે આપણે જ ચૂકવીશું તમારૂ ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન પર કાબૂ છે તો તમે ટયુશન શરૂ કરો અને હું ટીફીન કરીશ અને આજુબાજુ ની બહેનોને મિઠાઈ બનાવતા શીખવીશ.
સાચે જ ધાયુઁ હતુ એના કરતાં યે બનેના કામ સરસ ચાલવા લાગ્યા. એક દિવસ અચાનક ગીતા અને અશોક મુંઝાયેલા ચેહરે આવ્યા અને કહ્યું કે મમ્મી પપ્પા તમે વડોદરા અમારી સાથે રહો તમે દાદા દાદી બનવાના છો. બેવને ચિંતા થવા લાગી હતી કે આવનાર બાળક ને સાચવશે કોણ?
આટલી ધરખમ પગાર વાળી નોકરી છોડવી પોષાય એમ ન હતુ અને ગીતા ને મા - બાપ હતા નહીં એ એના માસી - માસા પાસે મોટી થઈ હતી. નોકરો અને આયા ના ભરોસે પણ બાળક મુકાય નહીં એટલે જ બંને આણંદ આવ્યા હતા.
સુરેશભાઈ એ કહ્યું તારી મમ્મી ને આવવુ હોય તો ભલે આવે હું નહીં આવુ હુ અહીં એકલો રહીશ. નીલા બેન કહે તમને મુકીને હું કેમ જવુ પણ મા છું તો મારો જીવ બળે. બે જીવ સોતી વહુ ને પણ સંભાળવી જ પડે. અશોક એક કામ કર તારા પપ્પા સોમ થી શુક્રવાર આણંદ રહેશે અને શનિ - રવિ આપણી સાથે રહેશે અને હું મારા ટીફીન બંધ કરીશ પણ ત્યાં હું ઘોડિયાઘર ખોલીશ અને અેમા જ તમારુ બાળક પણ મોટુ થશે. અમારા સ્વાભિમાન ના ભોગે હવે કશું જ નહિ મંજૂર હોય તો આવુ. અશોક અને ગીતા ને મંજૂર કહયા વગર કોઈ છુટકો જ નહતો..........
ભાવના ભટ્ટ અમદાવાદ