તું મને ગમતો થયો - 12 Amit vadgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું મને ગમતો થયો - 12

બધાએ નાટક "પુસ્તક- એક જીવન" ના ખૂબ વખાણ કર્યા.... પછી સ્પેશ્યલ guest તરીકે આવેલા કોલેજના director dr. પટેલ સરે પણ વખાણ કરતા કહ્યું, એક સરસ મજાનું પરફોર્મન્સ હતું, મને આશા છે કે એક બે મહિનામાં આવનારા યુથ ફેસ્ટિવલમાં તમારા વર્ગમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે અને ભણવાની સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ પોતાનું અને કોલેજનું નામ રોશન કરે, માત્ર ભણવાથી જ તમારું જીવનનું સંપૂર્ણ ઘડતર નથી થતું પરંતુ આવી ઘણી બધી ઇત્તર પ્રવૃત્તિમાં ભાગ લઈને નવું નવું શીખીને પણ તમારા અંદર રહેલી શક્તિઓનો, કુશળતાનો વિકાસ કરી શકો છો, આપ સૌનું આ કોલેજ કેમ્પસમાં ભાવભર્યું સ્વાગત છે, ધન્યવાદ...", સૌને આશીર્વચન આપી dr. પટેલ સરે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું... પછી ગેસ્ટ ડીનર માટે ગયા અને અહીં બધા વિદ્યાર્થીઓ ગરબા અને ડાન્સ કરી પાર્ટીનું સમાપન કર્યું અને પછી એ પણ ડિનર માટે ગયા...ડિનર કરી બધા છુટા પડ્યા.... હમેંશા શાંત રહેતા શ્રેયાંશે ફ્રેશર્સ પાર્ટીમાં પોતાના અભિનયનો ડંકો વગાડ્યો... આટલું સરસ ટેલેન્ટ શ્રેયાંશ પાસે આવ્યું કેવી રીતે? શ્રેયાએ વિચાર્યું... નાટક પર્ફોર્મ કર્યા પછી શ્રેયાને શ્રેયાંશ સાથે નિકટની મિત્રતા થઈ ગઇ... શ્રેયાંશ હવે ગમવા લાગ્યો હતો.... શ્રેયા હેમાલી ને શ્રેયાંશના ગમવાની બધી વાત કરી... શ્રેયાંશ પણ એ મિત્રતાથી ખુશ હતો, પણ એનું અભ્યાસમાં જ ધ્યાન હતું... પણ શ્રેયાંશ એ વાત થી અજાણ હતો કે શ્રેયાને હવે એ ગમવા લાગ્યો છે... કઇ કામ હોય તો શ્રેયા શ્રેયાંશને call કરે અને એ બહાને શ્રેયા શ્રેયાંશ સાથે વાત કરે... શ્રેયાંશ પણ ભણવામાં હોશિયાર એટલે એને જરા અંદાજો નહોતો કે શ્રેયા વાત કરવા call કરે છે... lecture, practical labમાં શ્રેયાંશ ક્યારે ગેરહાજર ન રહે.. સમય વીત્યો, ઓક્ટોબર મહિનો આવ્યો એમાં એક દિવસ ક્લાસમાં જાહેરાત થઈ કે જેમને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજીત ઇન્ટર કોલેજ યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવાની ઈચ્છા હોય એ શ્રેયાંશને નામ લખાવી દે... યુથ ફેસ્ટિવલ એટલે કે કોલેજ લાઈફનો સૌથી મોટો ઉત્સવ જ્યાં સાહિત્ય, સંસ્કૃતિ, સમાજના તમામ વિષય પર વિવિધ પ્રકારની પ્રતિઓગીતા અને એમાં ભાગ લેવા વાળા વિદ્યાર્થીઓ પણ હોંશે હોંશે હરીફાઈ કરે અહીંયા શ્રેયા પણ બસ એ યુથ ફેસ્ટિવલની રાહ જોતી હોય એવું લાગ્યું. કોઈ નામ લખાવે કે ન લખાવે એ પેહલા શ્રેયાંશે પણપોતાનું નામ લખી નાખ્યું.... યુથ ફેસ્ટિવલમાં debate, elocution, drama, rangoli, poster making, dance (western and traditional), quiz, જેવી વિવિધ પ્રતોયોગીતા હતી... શ્રેયાએ drama માટે નામ લખાવ્યું અને શ્રેયાંશને debateમાં રસ હતો એટલે debate competition માટે નામ લખાવ્યુ, પણ શ્રેયાંશે વિચાર્યું કે જો હું debate competitionમાં select ના થયો તો?, એટલે એટલે drama માટે પણ નામ લખાવ્યું.... પણ થયું એવું કે.......

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.


આપણા જીવનમાં ફક્ત શિક્ષણ જ જરૂરી નથી પરંતુ સાચું શિક્ષણ તો ત્યારે કહેવાય છે જ્યારે દરેક વિદ્યાર્થીને ટેલેન્ટ બહાર લાવવામાં મદદ મળે

આપણા જીવનમાં પણ ઘણી વખત એવુ જોતા હોય છીએ કે કોઈ વ્યક્તિ ભણવામાં હોશિયાર ન હોય પણ ને રમત ગમતમાં હોશિયાર હોય અથવા તો કોઈને ચિત્રકામ ગમતું હોય. આવું બનતું હોય છેને? પણ ઘણી વખત એવું બને છે કે જે વિષયમાં રસ ધરાવતા વિદ્યાર્થીને એ વિષયમાં પ્રવેશ જ મળી શકતો નથી અથવા યોગ્ય જગ્યાએ યોગ્ય સુવિધાઓ ન હોવાથી એ વંચીત રહી જાય છે. પણ...

શું શ્રેયાંશ નાટ્યસ્પર્ધામાં ભાગ લઇ શકશે? શું તે debate સ્પર્ધામાં આગળ વધી શકશે?

વધુ આવતા ભાગમાં......