તું મને ગમતો થયો - 13 Amit vadgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું મને ગમતો થયો - 13

શ્રેયાંશે drama અને debateમાં નામ લખાવ્યા પછી બન્નેમાં selection માટે અલગ અલગ audition આપવાના હતા.... પણ બન્યું કે dramaનું audition પહેલા આવી ગયું... તારીખ હતી 4 સપ્ટેમ્બર, ક્લાસના whatsapp ગ્રુપમાં મેસેજ આવ્યો કે જે પણ વિદ્યાર્થીએ drama માટે નામ લખાવ્યું હોય એ બપોરે 12 વાગ્યે કૉલેજના conference હોલમાં જાય... એટલે જે વિદ્યાર્થીએ નામ લખાવ્યું હતું એ ત્યાં પહોંચી ગયા... શ્રેયાંશ પણ એના મિત્ર અનિલ સાથે પહોંચ્યો... પછી ત્યાં dramaનાં સરે ત્યાં આવેલાં 15 વિદ્યાર્થીઓને એક dialogue આપ્યો... અને એક પછી એક વિદ્યાર્થીને એના એક્સપ્રેશન સાથે બોલવા કહ્યું.... શ્રેયાંશ હજી મૂંઝવણમાં હતો કે મારું selection થશે કે નહીં, એટલે શ્રેયાંશ dramaનાં સરની બાજુમાં જ બેઠો હતો એમનની પાસે નામ લખાવેલ વિદ્યાર્થીઓના નામનું લીસ્ટ હતું... એક પછી એક વિદ્યાર્થી આવતા ગયા જેનો અવાજ, ચેહરાના એક્સપ્રેશન સરને સારા લાગ્યા એના નામની બાજુમાં ટિક કરતા જાય... એમાં શ્રેયા પણ હતી જેનું સેલેકશન confirm થઈ ગયું... 9 વિદ્યાર્થી audition આપી દીધું, હવે રહ્યા 6 વિદ્યાર્થી... એટલે શ્રેયાંશનો વારો આવ્યો, જે dailogue આપ્યો હતો એ શ્રેયાંશે સરના કહેવા પ્રમાણે એ એક્સપ્રેશનમાં બોલ્યા પણ તકલીફ એ થઈ કે selection થવાનો કે નહીં એના મૂંઝવણમાં એ dialogue બોલવામાં અચકાયો... પછી સરની બાજુમાં બેસી ગયો... અને જોયું કે લિસ્ટમાં એના નામની સામે એના નામની સામે ટિક થયેલું હતું... આમ સરે 15માંથી 10 વિદ્યાર્થીને select કર્યા અને 2 વિદ્યાર્થીઓને અવેજીમાં રાખ્યા.... આમ શ્રેયા અને શ્રેયાંશનું selection થઈ ગયું... પછી શ્રેયાંશે debateમાંથી પોતાનું નામ કાઢી નાખ્યું અને drama પર focus કર્યું.... શ્રેયા અંદરને અંદર ખુશ થઈ રહી હતી કે ફરી એક વખત શ્રેયાંશ સાથે drama કરશે... શ્રેયાંશ માટે dramaમાં selection થવું એક તકથી ઓછું નહોતું કારણ કે " એ.એન. પટેલ કોલેજનું નામ યુથ ફેસ્ટિવલમાં drama ઇવેન્ટમાં પહેલા સ્થાને આવતું, અને એ સ્થાન જાળવી રાખવાની જવાબદારી હવે નવા વિદ્યાર્થીઓ પર હતી.... યુથ ફેસ્ટિવલ આ વખતે વહેલો આયોજિત થયો... તારીખ આવી 28, 29, 30 સપ્ટેમ્બર 2017.... dramaની practice 5 સપ્ટેમ્બરે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓની મિટિંગ થઈ અને પાત્ર નક્કી કર્યા અને 6 સપ્ટેમ્બરથી પ્રેકટીસ શરૂ થઈ.... 21 દિવસનો સમય હતો યુથ ફેસ્ટિવલને "એ. એન. પટેલ કોલેજ" શહીદ ભગત સિંહ નામનું નાટક રજૂ કરવાનું નક્કી થયું.... એટલે એમાં શહીદ ભગત સિંહની સંપૂર્ણ જીવન બતાવવાનું... એટલે શ્રેયાંશ હટ્ટો કટ્ટો હતો એટલે ભગત સિંહનું મુખ્ય પાત્ર એને મળ્યું..... અને બીજા પાત્રો જેમ કે સુખદેવ,રાજગુરુ જેવા પાત્રો પણ વહેંચી દેવાયા... શ્રેયાને narratorનો રોલ મળ્યો અને જલિયાંવાલા બાગમાં ગોળીબાર થાય એ સમયનો રોલ મળ્યો... પ્રેકટીસ ચાલુ થઈ... રોજ બોપોરે કોલેજમાં રજા થાય 3 વાગે એટલે 3:30 વાગે પ્રેકટીસ કરવા પર કોલેજના conference હોલમાં ભેગું થવાનું અને પ્રેકટીસ કરવાની.... ધીમે ધીમે પ્રેકટીસ ચાલુ થઈને દિવસો પણ વીતતા ગયા.. એમ એક દિવસ પ્રેકટીસ કરી રહ્યા હતા, જલિયાંવાલા બાગના દ્રશ્યનું જેમાં ગોળીબાર થાય છે, અફરાતફરી બોલી જાય છે... બને છે એવું કે શ્રેયા પણ એ દૃશ્યમાં એક રોલ ભજવાનો કે ગોળીબાર થતા એને ભાગવાનું આજુ બાજુ જ્યાં રસ્તો મળે ત્યાંથી નીકળી જવાનુ પણ બાગમાં એક રસ્તો હોવાથી ફટાફટ નીકળવું શક્ય નહોતું એટલે એને કૂવો દેખાય છે અને ગોળીબારથી બચવા કુવામાં કૂદે છે, હવે એ દ્રશ્યમાં એક વિદ્યાર્થી બે હાથ ફેલાવી કૂવો બન્યો હોય છે એમાં પ્રેકટીસ પ્રમાણે શ્રેયા કૂદે છે અચાનક શ્રેયાએ થોડોક વહેલો કુદકો મારી દીધો અને એનો પગ પેલા વિદ્યાર્થીના ખભા પર ભટકાયો અને.....
..


વધુ આવતા ભાગમાં.....