તું મને ગમતો થયો - 3 Amit vadgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું મને ગમતો થયો - 3

કોલેજ લાઇફ-1


ઝવેરચંદ મેઘાણીએ યુવાનો માટે ખૂબ સરસ કીધું છે કે,


"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે,
અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ.."


યુવાની જીવનનું એક સર્વશ્રેષ્ઠ સમય હોય છે જ્યાં વ્યક્તિ જે ધારે એ દિશા તરફ જઈ શકે છે, વળી શકે છે અને બીજાને વાળી શકે છે... એટલે જ યુવાનોને દેશની એક અભિન્ન શક્તિ ગણાય છે... ભારત એક એવો દેશ છે જ્યાંની 63% વસ્તી યુવાન છે.. આમ જોવા જઈએ તો મહાસત્તા ભારત જ છે.... યુવાનીના ધોધમાં વહેતું યુવા ધનમાં એક શ્રેયા પણ હતી... 12માં ધોરણના પરિણામ આવ્યા પછી આગળના અભ્યાસનું ચિંતન મનન શરૂ કરી દીધું.. bsc કોર્સ માટેની કોલેજનું counselling શરૂ કરી દીધું અને અંતે અમદાવાદની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજ આગળનો અભ્યાસ માટે પસંદ કરી અને શ્રેયાના ટકાવારી સારી હોવાથી જૂનના છેલ્લા અઠવાડિયામાં બહાર પડેલા પહેલા જ મેરીટ લિસ્ટમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમીશન મળી ગયું... 1st જુલાઈથી કોલેજ અને શ્રેયાની કોલેજ લાઇફ શરૂ થઈ હતી.. એક અલગ જ થનગનાટ હતો... જીવનનો એક અલગ રોમાંચ શરૂ થઈ રહ્યો હતો... શ્રેયાની 2-3 friends પણ આ કૉલેજમાં એડમિશન લીધું હતું એટલે જુના friends અને નવી કોલેજ લાઈફ બન્ને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.. 1st july આવી જે પળનો આતુરતાથી શ્રેયા રાહ જોઈ રહી હતી એ આવી ગયો હતો... કોલેજનો સમય સવારે 11 વાગ્યાનો હતો સ્કૂલના સમયથી વિપરીત અને અહીં નહીં યુનિફોર્મનો નિયમ જેને જે મન થાય એવો યુનિફોર્મ પહેરી શકે.. શ્રેયા પણ મસ્ત તૈયાર થઈ હતી ખુલ્લા વાળ રાખ્યા હતા અને ગુલાબી top સાથે jeans પહેરેલું હતું... તેમાં 10 વાગે એના friends પણ આવી ગયા પછી શ્રેયા અને તેની friends સાથે કોલેજ માટે નીકળી ગયા... કોલેજ લાઇફનો પહેલો દિવસ નવું કૅમ્પસ, નવા ચહેરાઓ, નવી faculties અને નવા નિયમો સાથે રૂબરૂ થવાનો રોમાંચ જ કંઈક અલગ હતો... b.scવાળા નવા બધા વિદ્યાર્થીઓને 11વાગે કોલેજના સેમિનાર હૉલમાં ભેગું થવાનું હતું એટલે શ્રેયા પણ સેમિનાર હોલમાં લાસ્ટ બેન્ચ પર એના friends સાથે બેસી ગઈ 11વાગે સાયન્સ વિભાગના બધા faculties આવી ગયા અને stage પર પોતાની જગ્યા પર બિરાજમાન થયા... સૌપ્રથમ કોલેજના પ્રિન્સિપાલ ડો.ચૌહાણ સરએ વક્તવ્ય આપ્યું, "વિદ્યાર્થી મિત્રો આ ત્રણ વર્ષ તમારા જીવનનો સ્વર્ણ કાળ છે તમેં વિદ્યાર્થી જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છો અહીં નવા નવા વ્યક્તિ અને તેમના વ્યક્તિત્વ સાથે રૂબરૂ થશો નવા નવા ઉત્સવો ઉજવશો અને સાથે સાથે અમારા faculty મેમ્બર્સ તમને અભ્યાસમાં પૂરો સહયોગ આપશે તમારે પણ સાથે સહયોગ આપવાનો છે.. હું જાણું તમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો અને એના માટે તત્પર પણ હશો એટલે હું તમારું આ કોલેજ કૅમ્પસમાં સ્વાગત કરું છું અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું" આમ કહી ડો. ચૌહાણ સરે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું... આમ, અલગ અલગ બીજા ફેકલ્ટીએ પોતાના વક્તવ્ય વિદ્યાર્થીઓ સમક્ષ આપ્યા અને સાયન્સ વિભાગમાં f.y.ના ક્લાસમાં બેસવાનું કીધું... એટલે જેમણે A ગ્રુપ (physics, chemistry, maths, english) હતું તે f.y.ના A કલાસમાં બેઠા અને જેમણે B ગ્રૂપ (biology વિષયવાળા) એ વિદ્યાર્થી B ક્લાસમાં બેઠા... એટલે 1st julyએ lecture શરૂ થયા, કોલજ લાઈફનો પહેલો lecture પ્રોફેસર દિવ્યેશ સરનો હતો... તે physics departmentના head પણ હતા... રમૂજ વ્યક્તિત્વ અને એવી ગમત સાથે physicsનું introduction કર્યું કે કોઈ પણ physicsને boring વિષય ના કહે... પ્રોફેસરે પોતાનો introduction આપ્યો પછી બીજા વિદ્યાર્થીઓનુ introduction લીધું... આમ, પહેલો દિવસ કોલેજ લાઈફનો પૂરો થયો.. અઠવાડિયામાં તો બધા વિષયનું time table અને practicalનું time table પણ આવી ગયું... સાથે સાથે કલાસમાં એક whatsapp ગ્રુપ પણ બનાવી લીધું જેથી કોઈ પણ માહિતી ક્લાસને લાગતી હોય એ મૂકી શકે.. આમ અઠવાડિયું વીત્યું પછી practicals પણ શરૂ થઈ ગયા... chemistryના practicals હોય ત્યારે એપ્રોન પહેરવો ફરજિયાત હતો જેથી practical કરતા સમયે કેમિકલ ઉડે તો કોઈ નુકસાન ન થાય... શ્રેયાની ક્લાસમાં 120 વિદ્યાર્થીઓ હતા એમાં શ્રેયાનો રોલ નંબર 90 હતો... એને અઠવાડિયામાં પેહલા બે દિવસ maths practical, બીજા બે દિવસ physics practical, અને છેલ્લા બે દિવસ chemistry practicalનો વારો હતો... આમ કોલેજ લાઈફના દિવસો પસાર થતા હતા.. રોજ નવું નવું શીખવાનું રોજ નવા નવા અનુભવો વચ્ચે એને કોલેજની લાઈબ્રેરી પણ જોઈ.. જાણે એક અલગ જ દુનિયા... 20 દિવસ વિત્યા ત્યાં કોલેજ લાઈફની પહેલી ઈવેન્ટ એટલે કે fresher's partyનું આયોજન થયું તારીખ રાખી હતી 31 જુલાઈ સ્થળ હતું કોલેજનું ગ્રાઉન્ડ.... બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ નવા આવેલા વિદ્યાર્થીઓને એક પાર્ટી આપે જે એક ઇવેન્ટ જેવું હોય જેણે perform કરવું હોય એ કરી શકે છે, જેમાં પછી dance હોય, ગાયન હોય, વગેરે અને ઈવેન્ટ પૂરું થાય એટલે સમૂહ ભોજન કરવામાં આવે... શ્રેયાએ એન્કર તરીકે નામ લખાવ્યું જે સ્કૂલમાં કરતી... આમ એને પેહલી ઇવેન્ટની તૈયારી શરૂ કરી દીધી.... 31 જુલાઈ આવી બોપોરે 3:30થી રાત્રે 8વાગે સુધી fresher's partyનું આયોજન થયું હતું... બધા મસ્ત તૈયાર થઈને આવ્યા હતા boys લગભગ ફોર્મલમાં અને girlsમાં કોઈએ સાળી, કોઈએ વેસ્ટર્ન પહેરેલું હતું.... શ્રેયાએ પણ સાળી પહેરેલી હતી એક એન્કર તરીકે કોલજ લાઈફનો પહેલો પ્રોગ્રામ અને એ પણ fresher's પાર્ટી.... સમય મુજબ ઈવેન્ટ ચાલુ થઈ... કોઈએ ગીત ગાયું, તો કોઈએ અનુભવ શેર કર્યા, તો કોઈની કવિતાઓએ માહોલ અલગ બનાવી દીધો... શ્રેયા પણ એન્કરીંગથી સૌને મંત્રમુગ્ધ કરી રહી હતી... આયોજન પ્રમાણે સાંજે આચાર્ય સહિત બધા પ્રોફેસરને ઇનવાઈટ કર્યા હતા... શ્રેયાએ પણ છેલ્લે એક કવિતા પોતાની કોલેજ લાઈફના અનુભવ પરથી કહી,


થનગનાટ જ્યાં સૌનો અલગ હોય,
યુવાની જ્યાં લગો લગ હોય,
પુષ્કળ જ્યાં નોલેજ છે
એ જગ્યા કોલેજ છે,

જ્યાં યુવાનીનું જોશ હોય,
સાથે સૌને હોશ હોય,
ભણવાનું બધું મેનેજ છે,
એ જગ્યા કોલેજ છે,

સૌનો સાથ સહકાર હોય,
સપનાઓ સાકાર હોય,
સજામાં પણ મોજેમોજ છે,
એ જગ્યા જ કોલેજ છે,


સૌએ વધાવી અને પછી આચાર્ય ડો. ચૌહાણ સરને યુવાનોને સંબોધવા વિનંતી કરી આચાર્ય શ્રીએ પાર્ટીમાં સૌને જોશ સાથે હોશમાં એન્જોય સૂચવ્યું અને સૌને આ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો... પછી આચાર્ય શ્રી બધા પ્રોફેસર ડીનર કરવા ગયા અહીં પાર્ટીમાં સૌએ ગરબા કર્યા અને ફોટા લીધા... અને પછી ડિનર કરવા ગયા... સૌએ એ દિવસ ખૂબ એન્જોય કર્યો... senior, junior સૌ એક બીજાને introduce કર્યા.. આમ, કોલેજ જીવનનો પહેલો પ્રોગ્રામ (ઈવેન્ટ) યાદગાર રહયો...

પણ હવે શ્રેયાની આગળની જિંદગી બદલવા જઈ રહી હતી. શું બદલાવ આવવાનો હતો? શું ફરી કોઈ ઘટના ઘટવાની હતી?
........ હવે પછીની વાર્તા આગળના ભાગમાં........