કહીએ ને કે વાર્તા હોય કે પછી જિંદગી, દશા અને દિશા કયારે બદલાય જાય કોઈ નથી જાણતું બસ ખાલી જોય જ શકાય છે. તફાવત એટલી જ હોય છે કે વાર્તામાં વાર્તાકાર વાર્તા ને કેવી રીતે ઘડવી એ નક્કી હોય છે, ક્યાંરે કોની એન્ટ્રી કરવી એ નક્કી હોય છે પણ સાચી જીંદગીમાં એવું નથી હોતું ,કોણ ક્યારે કોની જિંદગીમાં એન્ટ્રી કરે એ પણ નથી નક્કી હોતું. આપણે બસ એના સાક્ષી બનીને રહી જાય છીએ.
હવ એમાં બન્યું એવું 5 જુલાઈ 2017 એ કોલેજ ચાલુ થઈ હતી અને 26 જુલાઈ એ નવા વિદ્યાર્થીઓ આવ્યા... શ્રેયાએ એના practical ગ્રુપમાં આવેલ નવા વિદ્યાર્થીને હજી જોયો ન હતો કારણ કે એ વિદ્યાર્થીનું એડમીશન 26મીએ સવારે થયું અને બપોરે 12:15એ practicalનો સમય એટલે એ વિદ્યાર્થીનો lecture miss થયો પણ practicalમાં આવી ગયો. જ્યારે એ practical labમાં આવ્યો ત્યારે ત્યાં બેઠેલા સરે એને નામ પૂછીને રોલ નંબર આપી દીધો અને જ્યાં શ્રેયાનું ગ્રૂપ બેઠું હતું ત્યાં બેસી જવા કહ્યું. પછી સરે બધાને તે weekમાં જે practical કરવાના હોય તે સમજાવવાનું શરૂ કર્યું... સરે સમજાવ્યા પછી શ્રેયાના ગ્રુપે solar cell વાળો practical કરવાનું શરૂ કર્યું. એટલે શ્રેયાના ગ્રુપનો એક વિદ્યાર્થી, નામ સાહિલ, એ practicalના readings લેતો હતો. અહીં શ્રેયા નવા આવેલા વિદ્યાર્થીને practicalના rules કહેતી હતી. અને પર્ફોર્મ થયેલા practical શીખવાડતી હતી ત્યારે શ્રેયાએ એનું નામ પૂછ્યું, એ વિદ્યાર્થીએ કીધું મારું નામ "શ્રેયાંશ", પછી શ્રેયાએ પૂછ્યું, તે bsc kai કોલેજમાંથી કર્યું? શ્રેયાંશ બોલ્યો, રાજકોટની વિરાણી કૉલેજમાંથી મેં B.sc કર્યું. શ્રેયા practical શીખવાડી રહી હતી ને આ બધી વાતો ધીમે ચાલી રહી હતી... practical ગ્રુપમાં ત્રણ-ચાર વિદ્યાર્થી હોય તો એમને એક દિવસમાં એક વિદ્યાર્થીને એ practical કરવાનો, જો practical નાનો હોય તો બે વિદ્યાર્થી કરી શકે... અને સમય પૂરો થઈ જાય... એટલે solar cell થોડોક easy હતો સાહિલે reading લીધા પછી ગ્રુપની બીજી વિદ્યાર્થીની, નામ શ્વેતા, એ reading લેવા ગઈ... બોપોરના 1:30 વાગ્યા હતા... અને labમાં બધા 38 વિદ્યાર્થીઓ practical કરી રહ્યા હતા.... અહીં શ્રેયા એક શિક્ષકની ભૂમિકામાં હતી કારણ કે શ્રેયાંશને practical શીખવાડી રહી હતી... અને આમ એ દિવસ પૂરો થયો.... શ્રેયાંશ પણ વલ્લભ વિદ્યાનગરમાં એક હોસ્ટેલમાં રહે.. એટલે કોલેજના ગેટ પાસે ઉભો હતો.. રિક્ષાની રાહ જોઈ રહ્યો હતો... ત્યાં શ્રેયા અને એની friend હેમાલી આવ્યા... શ્રેયા બોલી, અરે શ્રેયાંશ તું અહીં કોની રાહ જોવે છે? શ્રેયાંશ બોલ્યો, રિક્ષાની રાહ જોઈ રહ્યો છું, વિદ્યાનગર જવું છે. (કોલેજ આણંદમાં અને hostel વિદ્યાનગરમાં બન્ને વચ્ચે 6 કિલોમીટરનો અંતર... એટલે રીક્ષામાં જવાનું...) શ્રેયા બોલી ok.. પછી શ્રેયા એને તેની ફ્રેન્ડ હેમાલી પણ ચાલ્યા ગયા અને શ્રેયાંશને પણ રીક્ષા મળી ગઈ એ પણ નીકળી ગયો.
તો આ રીતે નવા કોલેજની ,નવી હોસ્ટેલ લાઈફ શરૂ થઈ.... કોઈ વિદ્યાર્થી પહેલીવાર હોસ્ટેલ લાઇફનો અનુભવ કરી રહ્યા છે તો કોઈ હોસ્ટેલ લાઈફમાં નવા મિત્રો બનાવી રહ્યા છે. તમે પણ વિચારો અને એ પળને યાદ કરો જ્યારે પહેલી વાર હોસ્ટેલ લાઈફનો અનુભવ કર્યો હતો એ કેવો રહ્યો હતો? ખાટી મીઠી યાદોને વાગોળીને વાર્તાને પણ વાગોળતા જઈએ. નવા નવા પડકારોને ઝીલીને આગળ વધતા જઈએ. જીવનના અને વાર્તાના દરેક પડકારને સકારાત્મક રીતે જોઈને એનો અનુભવ કરીયે અને આગળ વધીએ.
વધુ આવતા ભાગમાં જાણીશું. ત્યાં સુધી વિચારો કે આવતા ભાગમાં શું હશે? કોઈ twist હશે કે નહીં વગેરે વગેરે. . . . . ..