તું મને ગમતો થયો - 2 Amit vadgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું મને ગમતો થયો - 2

તું મને ગમતો થયો ભાગ -2

2 એપ્રિલ 1996માં જન્મી શ્રેયા મુકેશભાઈ જોશી અમદાવાદની વતની અને એમાં શ્રેયાના પપ્પા મુકેશભાઈ અને મમ્મી હીનલબેન બન્ને શિક્ષક એટલે શ્રેયાને પહેલેથી જ શિક્ષણ સાથે નાતો રહ્યો.. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચતર શિક્ષણ સુધીનો અભ્યાસ અમદાવાદની પ્રતિષ્ઠિત સંત કબીર હાઈસ્કૂલમાં કર્યો... સ્કૂલમાં હતી ત્યારે તેમાં આવતા વિવિધ કાર્યક્રમો જેમકે વકતૃત્વ સ્પર્ધા, વાંચન સ્પર્ધા અને સ્કૂલનો વર્ષીકોત્સવમાં એન્કર તરીકે ભાગ લેતી... એટલે નાનપણથી થી જ શિક્ષણનો પાયો મજબૂત હતો માતા પિતા બન્ને શિક્ષક અને શ્રેયા એકની એક દીકરી એટલે એની સર્વાંગી વિકાસ થયો... જે એને ભવિષ્યમાં જીવન ઘડતર માટે ઉત્તમ રાહ બનાવવા મદદરૂપ થતું રહે... દશમાં ધોરણમાં સ્કૂલ લેવલ પર 99.95 pr મેળવી ત્રીજો ક્રમાંક મેળવ્યો... જીવનનો એક પડાવ પાર કર્યા પછી બીજો પડાવ રાહ જોઈ રહ્યો હતો... હવે આગળના અભ્યાસની planning ચાલી રહી હતી પણ શ્રેયાને વિજ્ઞાન અને ગણિત બન્નેમાં રસ હતો.. એટલે સ્વભાવિક છે હતું કે 11માં ધોરણમાં science રાખ્યું.. વિષયો હતા physics, chemistry, maths, compurter science એટલે જે વિષયોમાં રસ હતો એ મળી ગયા હતા અને એમાં ખૂબ રુચિ અને ઈચ્છાશક્તિ થી આગળ વધી રહી હતી અને એમાં શ્રેયાની chemistry વિષયની સાથેની chemistry જામતી નહતી એટલે એમાં એને tution રાખવાનું વિચાર્યું.. octoberમાં 6 માસિક પરીક્ષા હતી એટલે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં એને tution રાખી લીધું બધું બરાબર ચાલતું હતું tution અભ્યાસ પણ કુદરતને કંઈક અલગ જ મંજુર હતું ઓક્ટોબર આવ્યો છ માસિક પરીક્ષા આવી chemistry, maths, computer science આ ત્રણેય પેપર પૂરું થતા શ્રેયાની તબિયત અચાનક બગડી તાવ ઉલટી ચાલુ થઈ ગયા તાત્કાલિક હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા એમાં શ્રેયાને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો phisicsના પૅપરનું વિચારે ન વિચારે એ પહેલા તો હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હજી physicsના પપેરને બે દિવસ બાકી હતા શ્રેયાને એમ હતું કે રિકવરી થઈ જશે પણ બે દિવસમાં રિકવરી થઈ નહીં પાંચ દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યા પછી રજા મળી પણ ડેન્ગ્યુના લીધે એટલી નબળાઈ આવી કે શ્રેયાને પુરેપુરી રિકવરી આવતા 20 દિવસ જેવું લાગી ગયું... આમ એક મહિનો લાગી ગયો એને અભ્યાસ પર પરત આવતા પણ એને physicsનું પેપર ન આપતા મનમાં એક ખટકો લાગ્યો... સર સાથે વાત કરીને સરએ શ્રેયાને અલગ થી પેપર આપવાનું નિર્ણય કર્યો.. પણ એટલી તૈયારી નહતી થઈ એટલી એટલે એની અસર physics ના પેપર પર થઈ resultમાં આવ્યું supplimentry (એક વિષય નાપાસ) ત્યારબાદ શ્રેયાએ નક્કી કર્યું final examમાં એની અસર નહી થવા દવ.. એટલે અગિયારમાં ધોરણના વાર્ષિક પરીક્ષામાં સારું પરિણામ સાથે પાસ થઈ પણ પેલું 6 માસિક પરીક્ષામાં નાપાસ થઈ એ physicsનું પેપર માટે એને ફરી પરીક્ષા આપવાની હતી શ્રેયા એના માટે તૈયાર હતી 10 દિવસ પછી એ પરીક્ષા આવી શ્રેયાએ એ પૅપરમાં પાસ થઈ સાથે 11મું ધોરણ પણ પાસ કરી 12માં ધોરણમાં પ્રવેશ મેળવ્યો પણ ત્યાં સુધી એને પોતાનો આગળનો અભ્યાસ માટે પણ વિચારી લીધું હતું... ડેંગ્યુએ એને chemistry નહીં physics વિષય માટે મેહનત કરાવીને એક રાહ નક્કી કરી એટલે જ કહે છે ને કે "જે થાય એ સારા માટે જ થાય છે"... 12મું ધોરણમાં ફરી શ્રેયાએ મેહનત કરી આ વખતે કોલેજ લેવલે પ્રથમ આવી... શ્રેયા પણ શિક્ષક બનવા માંગે એટલે એને એન્જીનિયરિંગ નહીં પણ bsc કરવાનું વિચાર્યું.... સ્કૂલ લાઈફ પુરી થઈ ગઈ હતી આગળ કોલેજ લાઈફ એની રાહ જોતી હતી જ્યાં બધાને એક અલગ જ અનુભવ કરવાના હોય છે......

કેવી રહેશે શ્રેયાની કોલેજ લાઈફ? કેવા વણાંક આવશે એ કોલેજ લાઈફ દરમિયાન? કોઈ આવશે એના જીવનમાં? કેવા અનુભવ રહેશે bscમાં?

જોઈએ કેવી હશે શ્રેયાની કોલેજ લાઈફ . ..