તું મને ગમતો થયો - 7 Amit vadgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું મને ગમતો થયો - 7

યુથ ફેસ્ટિવલમાં પર્ફોર્મ થયેલું "फैसला" નાટકમાં એક સ્ત્રી પર સમાજ ખૂબ અત્યાચારો કરવામાં આવે છે, સ્ત્રીને નીચી ગણે છે, તુચ્છ સમજે છે ત્યારે એક સ્ત્રી પોતાના હક માટે સમાજ સામે લડે છે, ત્યારે એનો અવાજ એટલો બુલંદ હોય છે એ સમાજ કાંઈ બોલી શકતું નથી અને એ સ્ત્રી જીત મેળવે છે, સમાજને પણ એ સ્ત્રી સામે ઝૂકવું પડે છે. એ સ્ત્રી સમાજને નારી શક્તિનો પરચો બતાવે છે. આ નાટકમાં પણ શ્રેયાને મુખ્ય રોલ મળે છે અને જોરદાર પર્ફોર્મન્સ આપે છે "फैसला" નાટકની ટીમને ત્યાં બેઠેલા તમામ લોકોએ તાળીઓના ગડગડાટ થી વધાવી લીધી. સેન્ટ ઝેવિયર્સ કોલેજની ટીમેં સતત બીજી વખત યુથ ફેસ્ટિવલમાં પહેલો ક્રમાંક મેળવ્યો. અને પછી exams આવી. સમય વીતતો જતો હતો. કૉલેજ લાઈફની એક અદભુત સફર પુરી થવા જઈ રહી હતી. lectures, festivals, days celebration, youth festivals જેવી અનેક યાદગાર ક્ષણની શ્રેયા સાક્ષી બની હતી. final yearના days celebrationની રીતે ઉજવણી થઈ. નવા days ઉમેરી ઉજવ્યા. નવા daysમાં school days જેમાં school uniform પહેરવાનો, book dayમાં મનગમતા પુસ્તકો લઈને ઉજવવાનો વગેરે વગેરે. આમ ફેસ્ટિવલો ઉજવતા ઉજવતા કોલેજ લાઈફનો છેલ્લો ઉત્સવ એટલે કે farewell party પણ આવી ગઈ. શ્રેયાએ ફરી એક વખત પોતાના એન્કરિંગ થી બધાના દિલ જીતી લીધા. ત્યાં બધા invited guest જેમાં આચાર્ય dr. ચૌહાણ સર, પ્રોફેસર દિવ્યેશ સર, પ્રોફેસર સતીશ સર, વગેરે વગેરે પણ હતા.. તેમની સામે farewell speech આપતા શ્રેયા બોલી,

નમસ્કાર, આદરણીય આચાર્ય dr. ચૌહાણ સર, પ્રોફેસર્સ, અને અહીંયા હાજર મારા તમામ કલાસમેટ્સ અને જુનિયર્સ. મારા speechની શરૂઆત એક પંક્તિ થી કરીશ,


यह अलविदा नहीं, यह शुक्रिया है मेरे दोस्त!!


આજે જ્યારે આપણે બધા એક બીજા થી અલગ થઈ રહ્યા છીએ ત્યારે બન્ને પ્રકારના emotions feel થાય છે... એક બાજુ અલગ ઝેવિયર્સ familyથી છુટા પડવાનું દુઃખ પણ છે અને જીવનની બીજી સફર શરૂ કરવાનો અનેરો ઉત્સાહ પણ છે. કોલેજમાં જ્યારે આવ્યા ત્યારે ખ્યાલ પણ નહતો કે જ્યારે આપણે છુટા પડીશું ત્યારે એક સમય માટે સમયને પણ આંખમાંથી આંસુ આવશે, કારણ કે કોલેજમાં ફક્ત ભણવાનું જ નહીં પણ ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિમાં પણ પારંગત થઈને એક નવા અનુભવો પણ કર્યા. અને એમાં યુથ ફેસ્ટિવલ હોય કે days celebration હોય જેની આપણે આતુરતાથી રાહ જોતા હોય. હવે એ રાહ નહીં જોવા મળે એનું દુઃખ છે. lectureમાં seriously ભણતા હોય કે પછી લાઈબ્રેરીમાં થતી debate હોય એ નહીં થાય એનું દુઃખ છે. આજ આપણે સૌ અલગ થઈ જશું પણ સૌના દિલો પર રાજ કરશુ. એક બીજાને યાદ કરીશું. બસ કોલેજ લાઈફ પર એટલું જ કહીશ,


નિર્ણય જેમાં સચોટ હોય,
તપ જેમાં કઠોર હોય,
સજામા મોજ મજાની હોય,
એવી કોલેજ લાઈફ મજાની હોય,

ન એટલા બંધન ન ત્યાં એટલા નિયમ,
છતાં જ્યાં મન થાય જવાનું કાયમ,
દોસ્તો સાથે share કરી એ પળ કેવી મજાની હોય,
એવી કોલેજ લાઈફ મજાની હોય,

fashionની જ્યાં ભરમાર હોય,
passion પણ જ્યાં જોરદાર હોય,
અને ટશનની વાત તો જાણી અજાણી હોય,
એવી કોલેજ લાઈફ મજાની હોય,

જુવાની જ્યાં ખભે ખભો મિલાવતું હોય,
હૈયું જ્યાં સૌનું મલકાતું હોય,
એ મજા જ્યાં કંઈક અલગ મજાની હોય,
એવી કોલેજ લાઈફ મજાની હોય,
thank you..


આટલું કહી શ્રેયાએ ભીની આંખે પોતાની સ્પીચ પુરી કરી.
પછી dr. ચૌહાણ સરે પોતાનું વક્તવ્ય આપ્યું. ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ સાથે ડિનર કર્યું. અને પછી છુટા પડ્યા. હવે લાઈફ પાછા એક મોડ પર ઉભી હતી શ્રેયા પાસે પાછા બે વિકલ્પ હતા. B.ed અથવા masters.

વધુ આવતા ભાગમાં....