જળ પડકાર Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જળ પડકાર



જળ પડકાર

વિશ્વ જળ દિવસ 22 માર્ચ

જળ છે પ્રકૃતિનો ઉપહાર,
જળ છે ધરતીનો શૃંગાર,
જીવજંતુ અને પશુ પંખી એ બધાનો છે પાલનહાર
એથી વેડફતા પહેલાં કરો વિચાર.

વિશ્વના તમામ ધર્મ કે ધર્મ ગ્રંથોમાં પાણીનું મહત્વ આ રીતે દર્શાવાયું છે.
વેદ : ‘હે જળ, તમે તો જીવન પ્રદાયક છો. અમને એવું પોષણ આપો કે અમે ઉલ્લાસ ભર્યું જીવન જીવી જઈએ. પાણી પ્રાણી કેરો પ્રાણ, પાણીની બચત પ્રાણો નું દાન.જો પાણી જાય એળે તો દુઃખ આવે આપમેળે્.
કુરાન :પાણી મનુષ્ય પ્રાણી અને પાક માટે છે, એનું જતન કરીએ અને વહેંચીને વાપરીએ.
જળ એ જીવન મહામૂલ્ય, ધન, જીવની જેમ જ કરો જતન.
બાઇબલ : ઈશ્વરનો આત્મા તો પાણી ઉપર બિરાજે છે પાણી હોય તો જ વૃક્ષોની આશા રખાય.
ગુરુ ગ્રંથસાહેબ :જળ તો જીવન અર્પે છે પણ તેની વિવેકપૂર્ણ સાચવી ન શકીએ તો જીવનને ઝુંટવી પણ લે છે.
ભગવાન મહાવીર: જળનો ઉપયોગ ઘીની જેમ કરજો કે જેથી જીવહિંસા અટકે..
રામ ચરિત માનસમાં સુંદર ચોપાઈ છે: ક્ષિતિ, જલ,પાવક,ગગન,સમીરા,પંચ રચિત યહ અધમ શરીરા. જેમાં ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે પાણી,પૃથ્વી,અગ્નિ,આકાશ અને પવન આ પંચમહાભૂતના જેનાથી આપણું શરીર બનેલું છે. આવા સુંદર પવિત્ર ગ્રંથ માં પણ અમૃત સમાન જળનું મહત્વ સમજાવ્યું છે.એટલે જ કહેવાય કે

WATER= LIFE, CONSERVATION= FUTURE.

આશરે 1.36 * (10)9 ક્યુબિક કિલોમીટર જેટલું પાણી પૃથ્વી પર રહેલું છે. આટલા મોટા જથ્થામાં રહેલું પાણી ૯૭.૩૭ ટકા ખારું પાણી સાગરમાં સમાયેલું છે. ફક્ત ૨.૮ ટકા પાણી પીવા લાયક છે, જ્યારે પીવાલાયક પાણીનો ૨.૨ ટકા જેટલો હિસ્સો ધરતી પર નદી,તળાવ સરોવરોમાં સંકળાયેલું છે 6% ભૂગર્ભમાં સંચિત છે અને 0.3% અપર લેયરમાં છે. એવું દુર્લભ પ્રવાહી એટલે પાણી માનવી માટે અતિ દુર્લભ બની રહ્યું છે જે માટે માનવી જવાબદાર છે.
‘પાણીના છે મોંઘા મૂલ,વેડફવાની કરશો ના ભૂલ..’

એક સર્વેક્ષણ મુજબ જલસંકટના આકડા જોતાં જળ સાક્ષર થવું કેટલું ચિંતનપ્રેરક છે,તે જરૂર સમજી શકાય:2010 માં 80% પાણી ભૂગર્ભજલ ભંડારમાથીખેંચવાને કારણે 2035માં ભારતમાં 60%જેટલા ભૂગર્ભજલ ભંડારો ખલાસ થવાને આરે હશે. પરિણામે દુનિયામાં 1 અબજ 10 કરોડ લોકોએ દરરોજ પાણી માટે સંઘર્ષ કરવો પડશે.તો 2030 સુધીમાં 47% લોકો જલસંકટવાળા વિસ્તારમાં રહેતા હશે.2020 સુધીમાં વરસાદ આધારિત કૃષિ ઉત્પાદન 50% જેટલું ઘટી ગયાની સંભાવના છે.2025 સુધી ભારતમાં 7900 કરોડ લિટરનો વધારો એક મહા સંકટ ઊભું કરશે. તો 2030 સુધીમાં હિમાલયથી મળતા પાણીના પ્રમાણમા 20%ઘટાડો થશે,જેની પૂરતી કેવીરીતે કરશું એ પ્રાણ પ્રશ્ન બની રહેશે. પાણીને ક્યાક આવું ગાવાનો વારો આવી ગયો છે :
“ જિસે અબ તક ના સમજે,વો કહાની હું મૈ,
મુજે બરબાદ મત કરો,પાણી હું મૈ.”
આમ તો ગુજરાતમાં કુદરતી વરસાદનું પ્રમાણ વધ્યું છે ને વરસાદના પાણીના મહતમ સંગ્રહ માટે રાજ્યમાં બનાવેલ હજારો ખેત તલાવડીઓ,ચેક ડેમ,તળાવો,પાતાળકૂવાઓવગેરે દ્વારા લખો ઘનમીટર પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ થઈ શક્યો છે એ ગુજરાત માટે સારી બાબત છે.
“જળ વિના જીવન સુકાય,જળ બચે જીવન લહેરાય.”
આમ, વિષ્ણુ અને વરુણ ની સાધના કરતા સાધકે જળસંચયના સાધનો બનાવવા એ પૂજા બરાબર ગણાય.તો આટલું જરૂર કરીએ.. *બિનજરૂરી પાણીનો વપરાશ ને વેડફાટ અટકાવીએ. *ઘરના તમામ પાણીના નળ સમયાંતરે ચેક કરતાં રહીએ અને ટીપું પણ નકામું ન જાય,તે ખાસ ધ્યાન રાખીએ. *સમયાન્તરે કુવા,તળાવો,બોર રીચાર્જ કરાવતા રહીએ.* નદીઓ પર બંધ બંધાવી પાણીનો સંગ્રહ કરીએ.*ખાસ તો ઘરે ઘરે, દરેક શાળા, બહુમાળી ઇમારતોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે વ્યવસ્થા કરી,પાણીનું ટીપે ટીપું બચાવીએ.’* આર. ઑ. વોટર પ્લાન્ટ નકામા પાણીનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીએ.જેવા કે ઘર કે આંગણાના સફાઈ કામમાં,ગાર્ડનિંગમાં વાપરીએ.
ટૂંકમાં પાણી બચાવવું એ આપણી ફરજ છે અને હક પણ છે,તો સાથે ભવિષ્યની પેઢી માટે પાણી બચાવવાની જવાબદારી પણ છે.
‘કચ્છીમાં કહીએ તો,
સો ગાલ જી હકડી ગાલ,ગામ જો પાણી ગામ મે,
સીમ જો પાણી સીમ મે, પાંજો પાણી પાંજી ગાલ.