પ્રેમ એ જ શાંતિમંત્ર - નિશાની Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ એ જ શાંતિમંત્ર - નિશાની

" પ્રેમ એ જ શાંતિમંત્ર.. "

ઘરમાં જાણે નિરવ શાંતિ ફેલાઈ ગઈ હતી... અણધાર્યું તોફાન આવી ગયું હોય અને એ તોફાનમાંથી આબાદ બચી ગયા હોય અને જે શાંતિનો અનુભવ થાય તેવી શાંતિ વિજય અને વૈશાલી અનુભવી રહ્યા હતા.

વૈશાલી વિજયને સમજાવી રહી હતી કે, " ડૉક્ટરના કહેવા પ્રમાણે હું હવે કદાચ પહેલાંની જેમ ઉભી થઈને દોડી નહીં શકું અને કામ પણ નહીં કરી શકું, તો મારું કહેલું તું માની જા અને બીરી લે..

ણ વિજય વૈશાલીને ખૂબજ પ્રેમ🥰 કરતો હતો તે વૈશાલીની આ વાત માનવા માટે બિલકુલ તૈયાર ન હતો. તેણે પોતાના અને વૈશાલીના મમ્મી-પપ્પાની વિરુદ્ધ જઈને વૈશાલી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

👩‍❤️‍👨તેને પોતાના પ્રેમ ઉપર અને પોતાના ભગવાન ઉપર પૂરેપૂરા વિશ્વાસ હતો કે," મારી વૈશાલીને ચોક્કસ સારું થઈ જશે. "

👩‍❤️‍👨વિજય અને વૈશાલી રાત્રે મૂવી જોઈને ઘરે પાછા વળી રહ્યા હતા. રસ્તો સૂમસામ હતો તેથી વિજયના બાઈકે થોડી સ્પીડ વધારે જ પકડેલી હતી. અંધારામાં બમ્પ આવ્યો તેની વિજયને ખબર જ ન પડી અને વિજયનું બાઈક એક મહત્તમ સ્પીડ સાથે ઉછડ્યુ, વૈશાલી એકજ ઝાટકે જમીન ઉપર પછડાઈ અને તેને આખા શરીર ઉપર સખત ઈજા પહોંચી. તેને ડાબા પડખે એટલું બધું વાગ્યું કે તેનો ડાબો હાથ અને ડાબો પગ કામ કરવા માટે અશક્તિમાન થઈ ગયા.

👩‍❤️‍👨વૈશાલીને ક્યારે સારું થશે અને તે ક્યારે પહેલાંની જેમ દોડતી અને કામ કરતી થશે તે કંઈ કહી શકાય તેમ ન હતું.પણ વિજય વૈશાલી ને ખૂબજ પ્રેમ🥰 કરતો હતો, તે વૈશાલીને સમજાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે, " તું જીવે છે, મારી સાથે છે તેટલું જ મારે માટે પૂરતું છે અને મારે માટે મારા જીવનનો શાતિમંત્ર તું જ, તારો સાચો પ્રેમ❤️ જ છે. હું તારી સાથે ખૂબજ ખુશ છું 😘અને મને વિશ્વાસ છે કે તને અચૂક સારું થઈ જશે અને તું પહેલાંની જેમ દોડતી થઈ જઈશ. "
સત્ય ઘટના ✍️


~જસ્મીન

" નિશાની "

મમ્મી બૂમો પાડી રહી હતી, " નિશીતા,‌ઓ નિશુ ઉઠ બેટા, 6.30 વાગ્યા, તારે કૉલેજ જવાનું મોડું થઈ જશે. પણ મમ્મીની બૂમોની નિશુના મન ઉપર કોઈ અસર થતી ન હતી.

ગાઢ નિંદ્રામાં પોઢેલી નિશીતા બ્યુટીક્વીનને પણ શરમાવે તેવી લાગતી હતી. મોટી આંખો, અણીદાર નાક, એક પણ ડાઘ વગરની તસતસતી ચામડી, પરવાળા જેવા હોઠ અને ગોલ્ડન હાઈ લાઈટ કરાયેલા ખભાથી સહેજ લાંબા વાળ નિશીતાના ચહેરાને એક જૂદો જ ઓપ આપતા હતા. એક એકટ્રેસને પણ શરમાવે તેવું તેનું સુડોળ શરીર અને હાઈટ-બોડી હતા. કોઈપણ છોકરાને તે જોતાવેંત ગમી જાય, તેને જોઈ ને જ મુગ્ધ થઈ જાય અને તેની સાથે વાત કરવાની તેનામાં તાલાવેલી જાગે તેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી હતી નિશીતા.

કૉલેજના થર્ડ ઈયરમાં અભ્યાસ કરતી નિશીતા કૉલેજની બ્યુટીક્વીન હતી. ઘણાંબધાં છોકરાઓ તેની સાથે ફ્લર્ટિંગ કરવા માટે લાઈનમાં હતાં પણ તે એમ સહેલાઈથી મચક આપે તેમ ન હતી.

રિધમ તેની પાછળ છેલ્લા બે વર્ષથી પડેલો હતો. નિશીતાને પણ 5.5ની હાઈટ ધરાવતો રુષ્ટ-પૂષ્ટ શરીર વાળો એકદમ રૂપાળો, બોલવામાં પણ ચબરાક અને હસમુખો રિધમ ખૂબજ ગમતો હતો.

અને ' ભાવતું હતું ને વૈદ્યે કીધું ' હોય તેમ એન્યુઅલ ફંક્શનના દિવસે રિધમે નિશીતાને પ્રપોઝ કર્યું... પહેલા તો નિશુતાએ ઈન્કાર જ કર્યો પણ પછી પોતાની પણ ઈચ્છા હતી તેથી "હા" પાડી દીધી.

બંનેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચી ગયો અને કૉલેજનું છેલ્લું વર્ષ ક્યાં પુરું થઈ ગયું તેની બંનેમાંથી કોઈને પણ ખબર ન પડી...!!

નિશીતા તેના મમ્મી-પપ્પાની એકની એક દીકરી હતી. મમ્મી-પપ્પાએ ખૂબજ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી.

રિધમ અને નિશીતા બંને અલગ અલગ જ્ઞાતિના હતા તેથી નિશિતાના પપ્પાએ નિશીતાના લગ્ન રિધમ સાથે કરી આપવાની ચોખ્ખી "ના" પાડી દીધી. પણ નિશીતા પોતાના પહેલા પ્રેમને ભૂલી શકતી ન હતી. તેણે ‌પોતાના મમ્મી-પપ્પાને ખૂબજ પ્રેમથી સમજાવ્યા અને મમ્મી-પપ્પા નીશીતાના લગ્ન રિધમ સાથે કરી આપવા માટે તૈયાર થઈ ગયા. ધામધૂમથી બંનેના લગ્ન લેવાયા.નિશીતા અને રિધમ બંને ખૂબજ ખુશ હતા.

લગ્નના પહેલા જ વર્ષમાં નિશીતાને સારા દિવસો જતા હતા. ઘરમાં ખુશીનું વાતાવરણ છવાયેલું હતું.ધામધૂમથી નિશીતાના ખોળા ભરતની વિધિ પૂરી કરવામાં આવી.

નિશીતા તેમજ રિધમનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું હતું તેથી બંને ખૂબજ ખુશ હતા.

પણ નિશીતા અને રિધમના જોડાને કોઈની નજર લાગી હોય તેમ નિશીતાને લેબરપેઈન સ્ટાર્ટ થતાં હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવી જ્યાં તેણે પોતાના જેવી જ એક સુંદર દીકરીને જન્મ આપ્યો અને પોતે આ દુનિયામાંથી સદાયને માટે વિદાય લીધી.

આમ, નિશીતા ચાલી ગઈ પણ પોતાની નિશાની મૂકતી ગઈ.

~ જસ્મીન