Losted - 57 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 57

લોસ્ટેડ 57

રિંકલ ચૌહાણ

"આ શું કરે છે તું, આધ્વીકા ગર્ભવતી છે એનું ભાન છે તને?" રયાન ઊંચા અવાજે બોલ્યો.
"મીનુ આધ્વી ને છોડી દે, હું તને છેલ્લી વાર કહું છું એને છોડી દે, નહીં તો...." રાહુલ આગળ કંઈ બોલે એ પહેલાં આધ્વીકા જમીન પર પછડાઈ.

"આ છોકરી ના કારણે મારા બંને ભાઈ મારી વિરુદ્ધ થઈ ગયા છે, હું છોડીશ નહીં આને." આધ્વીકા ના શરીર માંથી નીકળી, મિતલ એ તેને હવા માં ઉછાળી ને ઝાડ પર ફેંકી.


"આહહહહહહહહ...." આધ્વીકા ની ચિસ શાંત જંગલમાં ગુંજી, એ ડાળીઓ માં ફસાઈ હતી, તેના શરીર પર ઉઝરડા પડ્યા હતા તેણીએ ત્યાં થી નીકળવા ના ઘણા પ્રયત્ન કર્યા પણ બધું વ્યર્થ.


રાહુલ એ ઝાડ તરફ દોડ્યો પણ એના પગ જાણે ચોંટી ગયા હોય એમ એ પોતાની જગ્યા થી હલી જ ન શક્યો. રયાન અને જીજ્ઞાસા ની હાલત પણ એવી જ હતી, રાહુલ કંઈક બોલવા જતો હતો પણ જીજ્ઞાસા એ એને રોકી લીધો,"તમે હાલ કંઈ જ ન બોલો, મિતલ ની વાત માની લો નહીં તો એ સોનું ને મારી નાખશે."


રાહુલ એ હકારમા માથું હલાવ્યું અને મિતલ તરફ ફર્યો,"અમે તારા પાર્થિવ દેહ નો અંતિમ સંસ્કાર નહીં કરીએ, આધ્વી ને છોડી દે."


"વચન આપો છો?" મિતલ એ પુછ્યુ.
રાહુલ એ હકારમા માથું હલાવ્યું અને તરત મિતલ ગાયબ થઈ ગઈ. થોડી ક્ષણો બાદ એ આધ્વીકા ને લઈને હાજર થઈ‌ અને ફરી ગાયબ થઈ ગઈ. આધ્વીકા નીચે પછડાય એના પહેલા રાહુલ એ એને સંભાળી લીધી.


"હું ગાડી અહીં લઈ આવું છું, પછી આપણે આધ્વી ને હોસ્પિટલ લઈ જઈએ." રયાન ગાડી તરફ દોડ્યો.
રાહુલ એ એનું જેકેટ આધ્વીકા ને પહેરાવ્યું અને એને ઝાડ ના ટેકે જમીન પર બેસાડી પોતાની બેગ લેવા ગયો.


આધ્વીકા એ ઈશારો કરી જીજ્ઞાસા ને એની નજીક બોલાવી અને કાનમાં બોલી,"ગાડી માં પેટ્રોલ ની બોટલ અને માચિસ છે, આવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ શકે છે એવી આશંકા હતી મને એટલે પુર્વ તૈયારી કરી લીધી હતી. હું થોડી વાર માટે મિતલ નું ધ્યાન ભટકાવી રાખીશ બાકી નું તું સંભાળી લેજે."


રાહુલ બેગ લઈને આવ્યો એમાં થી પાણી ની બોટલ કાઢી તેણે આધ્વીકા ને પાણી પીવડાવ્યું અને એની બાજુમાં બેસી ગયો.


જીજ્ઞાસા એ આધ્વીકા સામે જોઈ હા માં માથું હલાવ્યું અને આવનારી પળ માટે તૈયાર થઈ, આવનારી અમુક પળ જો હેમખેમ સચવાઈ જાય તો એમની જીંદગી માં અચાનક આવેલ આ તુફાન હંમેશા માટે જંપી જવાનું હતું.


એક ખતરનાક યોજના ને આકાર આપવા બન્ને બહેનો સજ્જ થઈ હતી, આમાં જરા પણ ભુલ કે બેદરકારી ને કોઈ સ્થાન નહોતું. જો બન્ને નિષ્ફળ ગઈ તો એ ક્ષણ બન્ને ના છેલ્લા શ્વાસ માં બદલાઈ જવાની હતી એ બન્ને ને ખબર હતી, પણ આ આધ્વીકા અને જીજ્ઞાસા હતી.


સફેદ ઘોડા પર રાજકુમાર આવશે અને મને લઈ જશે એવા સપના જોવા ની ઉંમર માં આ બન્ને યુવતીઓ પુરુષપ્રધાન બીઝનેસ વર્લ્ડ માં રાજ કરવા લાગી હતી, તેમની સફળતા ની નદીમાં વચ્ચે પડેલા મગરો ને માત આપી ને આ માછલી ઓ મંઝિલ સુધી પહોંચી હતી.


"રયાન ગાડી અહીં એકદમ સોનું ની નજીક લાવજે જેથી સોનું ને ગાડી માં બેસાડવામાં તકલીફ ન પડે......" જીજ્ઞાસા એ રયાન સાંભળી શકે એટલા ઊંચા અવાજે કહ્યું અને આધ્વીકા તરફ ફરી.


આંખો થી બન્ને એ એકબીજા સાથે વાત કરી લીધી અને બન્ને તૈયાર થઈ ગઈ હતી આ આગ માં કુદવા, આ પાર અથવા છેલ્લે પાર ના આ યુદ્ધ નું પરિણામ તો સમય જ બતાવશે હવે.........


ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED