Prem ane Aparigrahni Jayanti books and stories free download online pdf in Gujarati

પ્રેમ અને અપરિગ્રહ જયંતિ

મહા શિવરાત્રિ.
એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે અહંકારને કારણે ઉગ્ર ચર્ચા ચાલી, જે આગળ વધી અને યુદ્ધમાં પરિણમી.બંને એકબીજા પર અસ્ત્ર-શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા્. આખુ વિશ્વ કાપવા લાગ્યુ. જેના કારણે સૃષ્ટિનું સર્જન અને પ્રલય બંને થાય છે તેવા મહાદેવ શિવ શંકર વિચાર્યું કે જો યુદ્ધ થશે તો જગતનો અકાળે પ્રલય થઈ જાશે. પરિણામે યુદ્ધ અટકાવવા તેઓ આ બંને દેવોની વચ્ચે થાંભલા જેવા લિંગ રૂપે પ્રગટ થયા. મહેશ્વર ના આ સ્વરૂપને પરિણામે બંને દેવોના અસ્ત્ર-શસ્ત્ર શાંત પડી ગયા. બ્રહ્મા અને વિષ્ણુ તેમનું પૂજન કરવા લાગ્યા. આમ શિવના અવતરણનો દિવસ મહાશિવરાત્રિ તરીકે ઉજવવા લાગ્યો.
પુરાણ કથા મુજબ શિવ સાથે રાત્રી શબ્દ જોડી આપણને સંદેશ આપે છે કે શિવ પોતે ધર્મની અતિ ગ્લાનિ તથા તમો પ્રધાનતા રૂપી અજ્ઞાન અંધકાર રૂપી લાલી માથી અજ્ઞાન અંધકાર કાલીમા પર છવાઈ જઇ તેને સુવર્ણયુગમાં પરિવર્તિત કરે છે.
આમ તો આ દિવસે ઉપવાસ નું આધ્યાત્મિક મહત્વ છે જ, પણ રાત્રીના ચારેય પ્રહરમાં શિવનું પૂજન માત્ર પણ કરી શકાય છે. સામાન્ય જનજીવન ની રીતે વિચારીએ તો દિવસે સૃષ્ટિ અને રાત્રે પ્રલયનો દ્યોતક છે. નેતિ નેતિ ની પ્રક્રિયા દ્વારા સમસ્ત ભૂતોનું અસ્તિત્વ મટાડી, સમાધિના યોગમાં પરમાત્મામાંથી આત્મા સમાધાનની સાધના જ શિવ ની સાધના છે. જે માટે રાત્રી જ મુખ્ય અનુકૂળ વાતાવરણ સમય છે. પ્રકૃતિની સ્વાભાવિક પ્રેરણાથી તે સમય પ્રેમ, સાધના, આત્મનિવેદન, એક અનુભૂતિ સહેજ પણે જ સુંદર થઈ ઊઠે છે.
શિવરાત્રી ના વ્રતનો અર્થ સમજી તો જીવનમાં જે જે અવર્ણનીય છે, તે વારંવાર અનુષ્ઠાન દ્વારા મન, વચન અને કર્મથી પ્રાપ્ત કરવાનને લાયક છે તે કરવું જોઈએ.
મહા માસના કૃષ્ણ પક્ષની ચૌદસે ઉજવાતા આ ઉત્સવ કે વ્રતમાં સૃષ્ટિના સર્જક શિવ શંકર નું પૂજન કરવામાં આવે છે.
શિવજીના શરીર પરના તમામ પ્રતીકો કંઈ ને કંઈ સંદેશ આપે છે.શિવજીના માથા પરનો ચંદ્ર શાંતિ,સંતુલનનું પ્રતિક છે. ચંદ્રની જેમ આપણે મસ્તક માં એટલે કે દરેક કાર્યમાં, મનમાં શાંતિ .. શીતળતાને ગ્રહણ કરી,સફળતા મેળવવા ને લોકોના દિલ જીતવા પ્રયત્ન કરી અને જીવન આનંદ મેળવવો જોઈએ.જટામાંથી નીકળતા ગંગાજી જનકલ્યાણ માટે ધરતી પર ઊતરી, જીવનદાન નો સંદેશ આપે છે. એટલે કે જનહિત માટે આપણે સતત કાર્યરત રહેવું જોઈએ અને ગમે તેટલી સફળતા મળે છતાં આપણા પગ જમીન પર રહેવા જોઈએ એવો સંદેશો આપે છે. શિવજીનું નીલકંઠ એટલે કે ગળામાં જે ઝેર રહેલું છે તે પરહિત માટે ઝેર પચાવીને અન્યને અમૃત આપવાનું સૂચવે છે.જેની કથા આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્રમંથન વખતે નીકળેલું ઝેર દેવ અને દાનવોમાંથી કોઈએ ન અપનાવતા, શિવ શંકરે તે અપનાવ્યું અને પોતાના ગળામાં અટકાવી દીધું. આપણે પણ જીવનમાં આવતા અનેક ઝેર એટલે કે કડવા અનુભવોના ઘૂંટડા અંદર ન ઉતારવા કે બહાર નફરતરૂપે કડવાશ ન ફેલાવતા ગળામાં અટકાવી ને ઝેર પચાવતા શીખવું જોઈએ એવો સંદેશ આપે છે.તો સમગ્ર શરીર પર ચોંટેલી ભસ્મ અપરિગ્રહી રહેવાનું સૂચવે છે કેમ કે જીવન આખરે તો રાખ થઈને રહેવાનું છે તેવું આપણને સતત યાદ કરાવે છે. હાથમાં ડમરુ એક કળા સાહિત્ય અને જ્ઞાન વિજયનું પ્રતીક છે. ગળામાં લટકતા સાપ દ્વારા શિવજી આપણની એ સમજાવવા માગે છે કે જીવનમાં કેટલાક લોકો એવા દુષ્ટ હોય છે કે જેને આપણે નફરત કરી દૂર રાખીએ છીએ પણ આવા દુષ્ટોને પણ ગળે લગાવી એટલે કે માફી આપી સૌમ્ય અને સહયોગી બનવું જોઈએ .
આમ,અજ્ઞાનરૂપી અંધકારની રાત્રી માંથી જ્ઞાન રૂપી તેજ માં આવવાનું સમજાવતી શિવરાત્રી નો સાચો મહિમા જાણી આપણા જીવનને ઉચ્ચ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જે મહાશિવરાત્રીનો સંદેશ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED