Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇન - 1 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 1

ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

"સ્નેહા શાહ" રાજેશનાં ફોનની સ્ક્રીન પર એક નામ ફ્લેશ કરી રહ્યું હતુ. સાઉન્ડ નહોતો આવી રહ્યો, કેમ કે ફોન "સાયલન્ટ" મોડ પર હતો! દૂરથી જ ડાયનિંગ ટેબલ પર થી એ ફોન જોઈ ગયો અને એણે વોલ્યમ કી પ્રેસ કરી ને રિંગર સાયલન્ટ કરી દીધું! મોબાઈલ એ વાઈબ્રેશન પણ બંધ કરી દીધું. એની સાથે જ સામેવાળાને "ધ નંબર યુ હેવ ડાયલડ ઇઝ નોટ આંસરિંગ.."ની અનાઉન્સ્મેન્ટ પણ થઈ જવી જોઈએ.

"અરે બાબા, હું જમી રહ્યો હતો, બોલ શું કામ હતું?!" રાજેશએ સ્નેહા ને કૉલ બેક કર્યો હતો અને હવે એ ઉપર ધાબે આવી ગયો હતો! કઈક અંગત વાત કરવાની હોય તો આપણે આમ જ કઈક દૂર બધાથી દૂર ચાલ્યા જવા માગતા હોઈએ છીએ.

"યાર, જો તો આ નંબર કોનો છે, ક્યારનો મને મેસેજ કરે છે અને એમ પણ કહે છે કે હું તમને જાણું છું! યાર મને બહુ જ ડર લાગે છે, પ્લીઝ હેલ્પ મી!" સ્નેહા એ સાવ રડમસ રીતે જ કહ્યું. અણજાણ વ્યક્તિનો આવો મેસેજ આવે તો થોડો ડર લાગતો જ હોય છે.

"અરે, હા... હું ઓનલાઇન થાઉં છું, તું મને એ નંબર વોટ્સેપ કર, ઓકેકેકે!" રાજેશે એણે કહ્યું અને એણે એના ફોનમાં વોટ્સેપ ઓપન કર્યું, એણે જોયું તો એ નંબર સ્નેહા એ સેન્ડ કરી દીધો હતો.

એની સાથે જ અમુક સ્ક્રિન શોટ પણ હતા, કે જે એ બંનેની થયેલી ચેટના હતા! એમાં એ અજાણી વ્યક્તિ સ્નેહા ને "તમે મને બહુ ગમો છો!" અને "હું તમને પ્યાર કરું છું!" એવું કહી રહી હતી! ચેટ પણ કમાલ વસ્તુ છે, ડાબી બાજુ સામે વાળી વ્યક્તિનાં મેસેજ શો કરે અને જમણી બાજુ આપણાં મેસેજ, દૂર રહી ને પણ આપને જાણે કે રૂબરૂ જ વાત કરતાં હોઈએ એવું લાગે! મેસેજનો એ પરિચિત અવાજ એક અલગ જ ફિલિંગ અનુભવવા આપણને મજબૂર કરતો હોય છે. આપને સૌ પણ તો રાત્રે જમ્યા બાદ આ જ રીતે તો બધાં સાથે ચેટ પર વાતો કરતાં હોઈએ છીએ ને!

એને જેવું જ નંબર પર ક્લિક કર્યું કે એણે આશ્ચર્ય થયું! નંબર તો એની કોન્ટેક્ટ લિસ્ટમાં સેવડ હતો! એણે નંબર ની પાસે રહેલ ચેટ આઇકોન પર ક્લિક કર્યું તો એણે એની સાથે થયેલ ચેટ વાળા ચેટ બોકસમાં લઈ જવાયો! એ ચેટ બોકસમાં ઉપર જે નામ હતું, એ વાંચી ને રાજેશ ને એક હળવો ઝટકો લાગ્યો!

નંબર એની જ એક બીજી ફ્રેન્ડ, ફ્રેન્ડ નહિ ક્લોઝ ફ્રેન્ડ પ્રાચી દેસાઇ નો હતો!

"અરે એ તો મેં જ મારી એક ફ્રેન્ડ ને તને સતાવા એવું કરવા કહેલું!" રાજેશ પાસે જૂઠ બોલ્યા સિવાય કોઈ રસ્તો નહોતો તો સ્નેહા એ એની વાતનો વિશ્વાસ કરી લીધો.

"હમમ... ઓકે!" એણે મેસેજ કરેલો.

"હાઈ પ્રાચી, કેમ તું યાર મારી ફ્રેન્ડ ને પરેશાન કરું છું?!" રાજેશ એ તુરંત જ એ પછી પ્રાચીને મેસેજ સેન્ટ કર્યો, એ એ જ સમયે ઓનલાઇન જ હતી!

"અરે એ તો યાર, હું જોવા માંગતી હતી કે એ છોકરી છે કે છોકરો, તું તો મને જેલસી ફીલ કરાવવા માટે છોકરાનો નંબર પણ છોકરીના નામે સેવ કરે એવો છું!" પ્રાચી એ સીધું જ મેસેજમાં કહી દીધું!

વધુ આવતા અંકે...

 

***