Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇન - એકપોઝિશન (પૂર્વાર્ધ) - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - એકપોઝિશન (પૂર્વાર્ધ)

પ્યારની પહેલી સીડી જ દોસ્તી છે, જ્યાં સુધી બંનેની વચ્ચે દોસ્તી ના હોય, પ્યાર પોસીબલ જ નહિ. પ્યાર માટે બંનેની ખાસ દોસ્તી હોય એ જરૂરી છે. એકબીજાની નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાનું, એકબીજાને હંમેશાં સમજવાનું. ખુદનું નહિ પણ એ વ્યક્તિનું પહેલું વિચારવાનું, કેટલાય લોકો દોસ્તીની આડમાં પ્યાર કરતાં હોય છે. એકમેકને ખબર પડે ના એ રીતે જ બસ દોસ્તી વાળો પ્યાર નિભાવ્યા કરે છે. પણ જ્યારે બંનેની આંખો મળે છે લાગે છે કે દુનિયા થમી ગઈ છે, પળ વાર માટે દોસ્તી થી મટીને આપને પ્યારની દુનિયા માં એક પગલું ભરી આવીએ છીએ અને જાણે કે વધારે સમય ત્યાં ના રહી શકાવાય એવા ડરને લીધે ફરી તુરંત જ પાછા પણ આવી જતાં હોઈએ છીએ. જો પ્યારની જાણ થઈ જાય અને દોસ્તી પણ ના રહે તો, આટલી સરસ દોસ્તી પણ તો ખરાબ થઈ જાય ને?!

પ્યાર બહુ જ પ્યારી વસ્તુ છે.. પ્યાર જ્યારે થાય છે તો આપણને ક્યારેય પણ એકલું ફીલ નહિ થતું. પ્યાર હંમેશાં સાથે હોય કે ના હોય પણ પ્યારની યાદ તો હંમેશાં સાથે હોતી જ હોય છે, અને જો પ્યાર પળ વાર પણ જો દૂર થાય તો દિલને આઘાત જેવું લાગે છે. એવું લાગે છે કે જાણે કે હાથમાં રહેલ કોઈ કાચની કિંમતી વસ્તુ અચાનક જ આપણાથી તૂટી ગઈ છે. દિલને પારાવાર દુઃખ થાય છે. વ્યક્તિ પ્યારને પામવા માટે દરેક હદ પાર કરવા તૈયાર હોય છે.

રાજેશ આજનો યુવાન છે, બિન્દાસ અને બેફિકર, આત્મવિશ્વાસથી છલોછલ છે. એ મનમોજી છોકરો છે, એને પ્યાર થાય તો પણ એ છુપાવીને સામેવાળાને એને કહીને ખુદને એનાથી દૂર નહીં કરવા માગતો. વાતમાં દમ તો છે જ ને તો?! જો એની ના હોય અને જો આટલી સરસ દોસ્તી પણ તૂટી જાય તો?! એણે તો એની દોસ્તીમાં પણ તો બહુ જ મજા આવતી હોય છે ને! એક પ્રેમી એના પ્રેમની દોસ્તીને પણ પ્યારની જ જેમ માન આપે છે, માન આપે પણ કેમ નહિ, કારણ કે દોસ્તી ભલે સામેવાળી વ્યક્તિને લાગે છે, પણ એ તો રાજેશને પણ ખબર જ હતી ને કે ખુદ તો એ સામેવાળાને ના છોડી દેવું પડે એટલે જ દોસ્તીની આડમાં પ્યાર કરે છે! કોઈ ખુદ પર આટલો બધો વિશ્વાસ કરે છે એ જાણીને એ ખુદને હંમેશાં પ્રાચીની મદદ માટે તૈયાર રાખે છે. એ પણ બહુ જ મસ્ત ફિલિંગ હોય છે કે કોઈ આપણને એટલું બધું માન આપે છે, ખુદનું સ્થાન એની લાઇફમાં સૌથી ઉપર છે એ જાણીને જ આપને ખુદને એની સાથે બાંધી દઈએ છીએ, એના વિશ્વાસ પર ખરો તો ઊતરીશ ને?! એ ડર તો મનમાં થાય જ છે, પણ તેમ છતાં આપને એના વિશ્વાસને બનાવી રાખવા માટે આપને હંમેશાં તત્પર જ હોઈએ છીએ.

પ્રાચી સ્વપ્નશીલ છે, ખૂબસૂરત છે. ફેમિલીમાં કોઈ નહિ તો એ તો પહેલેથી જ રાજેશને જ ખુદની ફેમિલી જ માને છે. રાજેશ પણ એની મદદ કરવા માટે ગમે એ હદ પાર કરવા તૈયાર હોય છે. રાજેશ જાણે છે કે જ્યારે કોઈ આપણાં પર આંખ બંધ કરીને વિશ્વાસ રાખે તો આપને પણ એને આમ છોડી ના દેવાય! વિશ્વાસ પણ અમુક વ્યક્તિ પર જ આવતો હોય છે. અમુક ચહેરા ને જોઈને જ લાગે છે કે જ્યાં સુધી આ છે મને કઈ જ પ્રોબ્લેમ થાય જ નહિ અને એટલે જ દિલમાં એક ઇનસિક્યુરિટી થાય છે કે જો એ જ વ્યક્તિ મને છોડીને ચાલ્યો ગયો તો?! શું થાય જો એ જ વ્યક્તિ સાથ છોડીને જતી રહેશે તો?! બસ એ વિચાર કરવાથી જ દિલ બેચેન થઇ જાવ છે અને મોં સુકાવા લાગે છે. મન ને કોઈ જ વસ્તુમાં રસ રહેતો નહિ. આખી લાઈફ જ જાણે કે બરબાદ થઇ ગઈ હોય એવું લાગે છે.

***