Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇન - 2 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 2

"અરે યાર, એવું નહિ! એ તો હું તો એવું પણ કરું!" રાજેશે હસવા વાળું ઇમોજી મોકલતા કહ્યું. પીળા રંગનું ગોળ ચહેરાનાં હાવભાવ દર્શાવે એવી આકૃતિ ઓ ને જ ઈમોજી કહે છે. સોશિયલ મીડિયામાં બહુ જ પ્રમાણમાં વાપરવામાં આવે છે. દરેક ફિલિંગ ને દર્શાવવા માટે અહીં અલગ અલગ ઇનોજી હોય છે.

"ચિંતા ના કર તું અમે તો ખાલી જસ્ટ ફ્રેન્ડ જ છીએ!" રાજેશે મેસેજ કર્યો અને ખુલાસો કર્યો એને ભરોસો હતો કે આ શબ્દોથી પ્રાચીને થોડી રાહત થશે, હા, એને ખબર હતી જ કે કેમ એને સ્નેહાને મેસેજ કર્યો હતો. રાજેશ કોઈ બીજી છોકરી સાથે જ વાત કરે છે કે ખુદ પ્રાચીને જેલસી ફીલ કરાવવા માટે એ જાણવા માટે જ પ્રાચીએ એવું કર્યું હશે, કોણ જાણે ક્યારે એને સ્નેહાનો નંબર રાજેશના ફોનમાંથી લઈ લીધો હતો, ખુદ રાજેશને પણ બહુ જ યાદ કર્યા પછી પણ નહોતું યાદ આવી રહ્યું.

"હા, જસ્ટ ફ્રેન્ડ રહે એમાં જ તારી અને એની બંનેની ભલાઈ છે!" પ્રાચી એ મેસેજમાં રીતસર જ ધમકી આપી.

"ઓ મેડમ!" રાજેશે મેસેજ કર્યો.

"હા તો સાહેબ.. અવાજ નીચે.." એને મેસેજમાં લખ્યું હતું તો પણ રાજેશને તો જાણે કે એનો અવાજ જ સંભળાયો, એ વ્યક્તિ સાથે એટલી બધી વાતો કરી હતી તો હવે એને એવું લાગવા લાગ્યું હતું.

"હા.. ઓકે.." રાજેશે હાર માની લીધી. પ્રાચી જે એની પર આટલો બધો હક કરતી હતી, રાજેશને પણ એ હક મંજૂર હતો એટલે જ એને હાર માની લીધી.

"ક્યારે આ બાજુ આવવાના?!" પ્રાચી એ સીધું જ પૂછી લીધું જાણે કે એના જ ઇન્તજાર માં ના હોય!

"નક્કી નહિ, પણ આવીશું, જ્યારે ભાઈ લોકો આવશે! જો ને લગભગ એક અઠવાડિયા પછી આવીશું!" રાજેશએ કઈક ગણતરી કરતાં જવાબ આપ્યો.

"આઈ રીયલી રીયલી રીયલી મિસ યુ!" એણે લખ્યું અને એ મેસેજ ને ડિલીટ ફોર એવરિવન કરી દીધો! આમ કરવાથી એ મેસેજ બંનેના ફોનમાં બંનેની ચેટમાંથી ડિલીટ થઈ ગયો હતો. ત્યાં ખાલી "ધિસ મેસેજ વોઝ ડિલીટેડ" લખેલું આવી ગયું.

"ઓહ" પ્રાચી ના મેસેજ ને સેવ ના કરી શકેલ રાજેશે માંડ મેસેજ કર્યો! જો એ એને રાઈટ સ્લાઇડ કરી લેતો તો મેસેજ એક રીતે સેવ થઈ જાત! મેસેજીંગમાં એણે રીપ્લાય આપ્યો કહેવાય છે.

"આઈ ઓલસો મિસ યુ!" એણે પણ સમય બગાડ્યા વિના જ એણે મેસેજ કરી દીધો! પોતે પણ એને મિસ કરતો હતો એ એને જણાવવુ જરૂરી લાગ્યું.

"ઓહ!" એણે મેસેજ કર્યો!

"યાર એક વાત કહેવી છે..." પ્રાચી એ નવો મેસેજ કર્યો.

"હા, બોલને શું?!" રાજેશે સ્વાભાવિક રીતે જ મેસેજ માં પૂછ્યું.

"દીદી શું કરે છે?!" એણે મેસેજ કર્યો.

"બસ વાસણ ઘસે છે એ તો..." એણે એની ભાભી ની બાજુ જોતાં મેસેજ કર્યો.

"ઓકે..." સામેથી પ્રાચી એ પણ મેસેજ કર્યો.

સામેથી પ્રાચી નો એક ત્રણ શબ્દોનો એવો મેસેજ આવ્યો કે રાજેશનાં દિલ, ધડકન અને જાન ત્રણેય બસ નીકળી જ જવાનાં હતા! હા, મેસેજનાં માધ્યમથી કોઈ જોડે વાત કરવી થોડું આસાન લાગે છે. જે વસ્તુ આપને કોઈને રૂબરૂ નહિ કહી શકતાં અથવા તો કહેવામાં ડર લાગે છે તો એ આપણે આમ મેસેજમાં કહી દેતા હોઈએ છીએ. શરમ તો ત્યારે પણ લાગતી જ હોય છે, પણ તેમ છત્તા થોડું સારું લાગે છે કે હાશ, એમનું સીધું રિએક્શન તો નહિ જોવું પડે ને! જો કઈ કહેશે તો પણ એ વ્યક્તિનાં અવાજમાં ઠપકો હશે તો પણ મેસેજમાં તો ખમી લેવાશે આપણને એવું ફીલ થાય છે.

વધુ આવતા અંકે..

***