Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇન - એકપોઝિશન (ઉત્તરાર્ધ) - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - એકપોઝિશન (ઉત્તરાર્ધ)

સ્નેહા સામાન્ય છોકરી જેવી જ છે, પણ એને પણ ઈચ્છા છે કે ખુદ પણ એને જ પ્યાર કરે જે એને પણ સામે એટલો જ પ્યાર કરે કે જેટલો ખુદ એ એને કરે છે. વ્યક્તિ જેટલો પ્યાર સામેવાળાને કરે છે, ઈચ્છા રાખે છે કે ખુદને પણ એટલો જ પ્યાર મળે, પણ શું એ શક્ય છે?! શું સંભવ છે કે આપને જેટલો પ્યાર કરીએ આપણને સામે એટલો જ પ્યાર મળે પણ?!

રાજીવ એક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે. બચપણથી જ એ ભણવામાં બહુ જ તેઝ અને એટલે જ એને સોશિયલ થવામાં થોડું મુશ્કેલ લાગે છે. કમ્યુનિકેશનમાં પણ એને થોડું નવું એટલે પણ લાગે છે કે એને આ બધી વસ્તુની આદત નહિ. ખુદ હંમેશાં એ ભણવાની દુનિયા માં જ રહ્યો હતો અને એટલે જ એને પ્યાર વગેરે વસ્તુ માટે સમય પણ નહોતો અને ઈચ્છા પણ નહિ. પણ જ્યારે કોઈ એવું પાત્ર સામે આવે છે કે જેના દિલે એના દિલનાં તાર હલી જાય છે. કિતાબને સાઈડમાં મૂકીને પણ એ વ્યક્તિની આંખોને વાંચવા જ્યારે એનું દિલ બેતાબ થાય તો એ ખુદનાં પ્યારને કેવી રીતે જાહેર કરશે?! જાહેર કરી પણ લે, પણ શુરુઆત ક્યાંથી કરવી?! પહેલાં શું કહેવું?! શું કરવું કે જેનાથી એ કહી દે કે ખુદને એ વ્યક્તિ બહુ જ મસ્ત લાગે છે. લેખક જેમ કોઈ મસ્ત બુકને વાંચવા માટે અધીરો બને છે એ જ રીતે એ પણ એ વ્યક્તિનાં આગમનથી અધીરો બની જાય છે. કોઈ પણ હાલતમાં બસ એ જ વ્યક્તિ ને મેળવી લેવા માગે છે. વાત સાચી છે, પણ નોલેજની દુનિયાએ રાજીવને એ પણ કહ્યું હતું કે પ્યાર પામવાની વસ્તુ નહિ, પ્યારને ખુશ જોવામાં જ પ્યારની જીત છે.

હાલનો જમાનો સોશિયલ મિડિયા નો છે. પહેલાં તો બહુ જ વાર લાગતી હતી ત્યારે સંદેશા વ્યવહાર થતો, પણ હાલ તો બસ એક ક્લિક પર જ સામેવાળી વ્યક્તિ પર આપને મેસેજ કરી શકીએ છીએ, વિડિયો કોલ કરી શકીએ છીએ. વોટસએપ નાં માધ્યમથી એને એના જેવા જ બીજા ચેટ પ્લેટફોર્મ ને લીધે આપને પળવારમાં જ સામેવાળા પાસે મેસેજ મોકલી શકીએ છીએ. રિયલ ટાઈમ વાત કરી શકીએ છીએ અને એકબીજાની વાતને તુરંત જ એકમેક સુધી પહોંચાડી શકીએ છીએ. આજનું યુથ તો આ સોશિયલ મિડિયા માં જ રચ્યો પચ્યો રહે છે અને રોઝ સ્ટેટ્સ પણ મૂકે છે. સ્ટેટ્સ પણ આપની સ્થિતિ બતાવતા હોય છે, કોઈ પ્યારનું સ્ટેટસ મૂકે તો આપણને ખબર પડી જાય છે કે વ્યક્તિ પ્યારમાં છે, કોઈનું દિલ ઉદાસ હોય તો એ સેડ સ્ટેટ્સ મૂકે છે, આપને એને કોલ કરીને પૂછતાં પણ હોઈએ છીએ કે કેમ અને કોને માટે એ સ્ટેટ્સ મૂક્યું હતું! વૃદ્ધ લોકો તો ભગવાનનાં સ્ટેટ્સ મૂકીને એક અલગ જ રીતની ભક્તિ પણ કરતાં હોય છે, તેઓને મન ભક્તિ કરવા માટેનું આ નવું સાધન પણ હતું. અમુક લોકો શુરૂમાં સેડ સોંગ, વચ્ચે કોમેડી અને લાસ્ટમાં વળી એટિટ્યુડ વાળું સ્ટેટ્સ મૂકતાં હોય છે, ત્યારે જોનાર પણ મુંઝાય છે કે એ વ્યક્તિ ખરેખર ફીલ શું કરે છે?!

 

***