Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇન - 8 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 8

"ઓહ! હાવ સ્વીટ ઓફ યુ!" કહેતાં ની સાથે જ પ્રાચી એ એક સ્માઈલ આપી. હા, આટલું બધું રડ્યાં બાદ હસવું મુશ્કેલ હોય છે, પણ અસંભવ તો નહિ ને! જ્યારે બહુ જ વધારે જ રડવું આવે તો આપને એ વ્યક્તિને યાદ કરીને આંસુ રોકી લેતાં હોઈએ છીએ કે જે આપણને ખુશ જોવા માગે છે!

બસ આટલું જ આસાન હોય છે કોઇના ગમને આમ ભુલાવી દેવા! શું કોઈને હસાવવું આટલું સરળ પણ હોઈ શકે?! કેવી છે આ છોકરી એક કિસ માં તો બધા જ ગમ ગાયબ! રાજેશ વિચારી રહ્યો હતો. પોતે સાવ અણજાણ જ હતો કે એક પ્યારમાં જ તો એ તાકાત હોય છે કે જે ગમે એવી મુસીબત ને પણ માત આપી શકે છે! પ્યારની સાથે હોવાથી જ આપને અડધું યુદ્ધ જીતી જઈએ છીએ, કારણ કે જ્યાં સુધી આપના દિલમાં સૂકુન ના હોય કઈ પણ કરવું બહુ જ મુશ્કેલ હોય છે અને હા, એ સૂકુન પણ આપણને આપણી ગમતી વ્યક્તિ પાસેથી જ મળતો હોય છે!

"સારું... તું પણ ચિંતા ના કરતો... હું તારી જ છું અને તારી જ રહીશ! જો મારે બીજા કોઈનું થવું પણ પડશે તો, એ મારી લાઈફનો છેલ્લો દિવસ હશે! પ્યાર કર્યો છે મેં પણ મજાક થોડી છે!" પ્રાચી એ કહ્યું. જાણી ગઈ હતી એ કે રાજેશ શું ફીલ કરતો હશે. આખરે એ પણ તો એને આટલો બધો પ્યાર કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની મનપસંદ વ્યક્તિને કોઈ પણ કારણસર દુઃખી કરવા નહિ માગતી. ખુદ ભલે તૂટી જાય, લૂંટાઈ જાય, બસ એ વ્યક્તિ ખુશ હોવી જોઈએ.

બંને એ કોફી ફિનિશ કરી અને બંને "ઓનલાઇન આવવાનું" કહી ને જુદા પડ્યા. પ્રાચીની ઈચ્છા તો રાજેશને છોડવાની હતી જ નહિ, પણ રાજેશે જ એને થોડી હિંમત આપી અને સમજાવ્યું.

*******

સાંજ થઈ ગઈ અને બંનેના ઓનલાઇન આવવાનો સમય પણ થઈ ગયો. વોટ્સએપ પર ક્લિક કરતા બંને એકમેકની સામે વર્ચ્યુલી વાત કરવા સમર્થ બન્યા. પહેલાની જેમ નહોતું કે પંદર દિવસે ચિઠ્ઠી પહોંચતી, પણ આ તો તુરંત જ એક લાઈવ ચેટ થતી, જેમ લાઈવ મેચ હોય, એવી જ રીતે, જીવંત ચેટ. રિયલ ટાઈમ માં સંદેશ સામેવાળી વ્યક્તિ પાસે.

"હાઈ!" પ્રાચી નો મેસેજ પહેલાં આવ્યો.

"હાઈ!" રાજેશે પણ સામે મેસેજ કર્યો અને રિપ્લાય આપ્યો.

"જમ્યું?!" પ્રાચી એ પૂછ્યું.

"હા... તું?!" રાજેશે જવાબ આપતા પૂછ્યું તો તુરંત જ એણે "હા..." કહી દીધું.

"એક વાત કહું..." પ્રાચી એ મેસેજ કર્યો.

"હા... હા... બોલ ને!" રાજેશે તુરંત જ જવાબી મેસેજ કર્યો!

"વેટ... રાજીવ મેસેજ કરે છે!" પ્રાચી એ કહ્યું તો રાજેશ ને ઘણું જ દુઃખ થયું! હા... હવે એ હકથી તુરંત રીપ્લાય માંગવા અસમર્થ હતો! કોઈ મનપસંદ ચોકલેટમાં જાણે કે કોઈ બીજાને પણ ભાગ ના આપવો પડતો હોય! હા, એવી જ રીતે જાણે કે આપના હિસ્સાની ખુશી કોઈ બીજાને મળતી હોય!

"શું કહે છે એ?!" રાજેશે એ કહી જ દીધું!

"કંઈ નહિ જમ્યું એમ!" પ્રાચી એ કહ્યું તો એની વાત તો રાજેશ માની જ જાય ને!

"હા... બોલ હવે કઈ વાત?!" રાજેશે જવાબના ઇન્તજાર સાથે મેસેજ કર્યો. ઇન્તેઝાર હંમેશાં અટપટા વળાંકો લઈ ને આવતો હોય છે. ઇન્તજાર પછી શું થવાનું છે એ કોઈ નહિ કહી શકતું, પણ ઇન્તજાર પછી કઈક અલગ જ રહસ્ય ઉજાગર થાય છે.

વધુ આવતા અંકે...

***