Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇન - 9 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 9

"આજે તારી કિસ થી આખાય શરીરમાં એક વાઈબ્રેશન મેં ફિલ કર્યું! ઇટ વોઝ સો સ્પેશિયલ ફોર મી!" પ્રાચીએ મેસેજ કરતા કહ્યું. ગમતી વ્યક્તિનો સ્પર્શ, એક અલગ જ અહેસાસ કરાવતો હોય છે. આપના માટે એ બહુ ખાસ ફિલિંગ હોય છે.

"ઓહ... મેં પણ વાઇબ્રેશન ફિલ કર્યું હતું! અને મારા માટે પણ એ બહુ જ સ્પેશિયલ ફિલિંગ હતી!" રાજેશે પણ કહ્યું.

"જો હું તારી નહિ તો કોઈની નહિ!" પ્રાચી એ મેસેજ માં કહ્યું.

"હા... બાબા... તું મારી જ છું, તને મારાથી કોઈ નહિ જુદા કરે!" રાજેશે પણ એણે વિશ્વાસ અપાવતા કહ્યું.

રાજેશે બધાના સ્ટેટસ જોવાના શુરૂ કર્યા. લોકો એમની જિંદગી ને આ ત્રીસ સેકન્ડમાં જ વર્ણવતા સ્ટેટસ દરરોજ મૂકતા હોય છે! કોઈનાં સગાની બર્થડે હતી, તો કોઈ ક્યાંય ફરવા ગયું હતું. કોઈ નવી કાર લાવ્યું હતું તો કોઈ અલગ જ જ્ઞાન વાળા સ્ટેટ્સ મૂકતાં હતાં.

બધાના સ્ટેટસ જોતા જોતા જ એ બધામાં પ્રાચીના સ્ટેટસ પણ આવ્યા!

"તું મળે કે ના મળે તને આખી જિંદગી હું પ્યાર કહીશ! એવું જરૂરી તો નથી ને કે જે વસ્તુ ના મળે એણે ભુલાવી દેવામાં આવે!" કોઈ છોકરી લાગણીથી તરબોળ એવા એ શબ્દો એ વીડિયોમાં બોલી રહી હોય છે! ખરેખર તો એ સ્ટેટસ બંને ની લાઇફ ને એટલે હદે સ્પર્શતું હતું કે એણે પહેલી વાર માં જોતા જ રાજેશને તો કંપારી આવી ગઈ હતી! આપને જ્યારે આપની જેવી સેમ ફિલિંગ મહેસૂસ કરીએ તો લાગે છે કે આ આપની જ વાત છે અને એટલે જ આપને વધારે ઈમોશનલ થઈ જઈએ છીએ. ખુદને પણ એ વસ્તુ સાથે રાખીને જોઈએ છીએ અને એટલે જ આપને વધારે સેડ ફીલ કરવા લાગીએ છીએ.

"અપની શામો મેં હિસ્સા ફિર કિસી કો ના દિયા... ઈશ્ક તેરે બિના ભી મૈંને તુઝસે હી કિયા... હમનવા મેરે જો તું હૈ તો યે મેરી સાસે ચલે... બતા દે કૈસે મેં જીઉંગા તેરે બિના..." રાજેશે પણ એનાં સ્ટેટસ માં આ ગીત ને મૂકી દીધું અને ક્યારે એ સ્ટેટસ પ્રાચી દેખે એનો ઇન્તજાર કરવા લાગ્યો! એણે જેની માટે સ્ટેટ્સ મૂક્યું હતું, એ વ્યક્તિ જોઈ લે તો એને મનને શાંતિ મળી જાય.

આખીર એક રિપ્લાય એનાં સ્ટેટસ માટે આવ્યો તો એણે ધડકતા દિલ સાથે એ મેસેજ વાંચ્યો, એણે નહોતું ધાર્યું એવું એણે કહેવામાં આવ્યું હતું!

"અરે ઈશ્ક તેરે બિના ભી મૈંને તૂઝસે કિયા ના આવે ને હું તો તને જ લવ કરું છું!" પ્રાચી એ એણે એની ભૂલ દર્શાવી હતી.

"હા... હો!" રાજેશે પણ એની ભૂલ માની લીધી!

એણે તુરંત જ એ સ્ટેટસ ડિલીટ કર્યું અને બીજું સ્ટેટસ મૂક્યું. "રબ હસતા હુઆ રખે તુમકો... તુમ તો હસને કી આદિ હો! ઉસ ઘર મેં ખુશહાલી આયે, જીસ ઘર મેં તુમ્હારી શાદી હો!" પોતે પણ તો હંમેશા પ્રાચી ની ખુશી જ તો એ ઈચ્છતો હતો! ગીત પ્રાચીને આશીર્વાદ આપવા માટે જ હતું.

"હા... આ સ્ટેટસ સારું છે..." સામેથી પ્રાચી નો મેસેજ પણ આવી ગયો!

"કાલે રાજીવની બર્થડે છે... હું તો નહિ જવાની!" પ્રાચી એ મેસેજ કરતા કહ્યું!

"ઓહ! ઓકે!" રાજેશે પણ રીપ્લાય આપી દીધો!

"બોલ બીજું... આજે તો બાર વાગ્યા સુધી જાગીશ ને?! બર્થડે વિશ કરવા!" રાજેશે પૂછ્યું.

"હા... પણ વાત તો હું તારી સાથે જ કરીશ... જાગી તો પણ વિશ ના કર્યું એવું કહેશે એટલે કરી દઈશ વિશ..." પ્રાચી એ મેસેજ માં કહ્યું.

ચેટ... મેસેજ સામે મેસેજ થાય અને એક ચેટ બોકસમાં આ સંવાદો ઝીલાય! એકબીજાની સામે રૂબરૂ હોઈએ એમ વાતો થયા કરે.

બંને પહેલાં તો રાતના બે બે વાગ્યા સુધી વાતો કરતા! બધું જ એકમેકને કહી દેતા... પણ જે ખાસ હતું એ પ્રેમનો એકરાર કરવામાં જ એમને આટલું લેટ કર્યું હતું!

"ઓકેકેકે... જો બાર વાગી ગયા... કરી દે રાજીવને વિશ!" રાજેશે બાર વાગતા એણે યાદ અપાવ્યું.

"હા... વિશ કરી ને આવું..." એમ પરવાનગી લઇ ને એ રાજીવને વિશ કરવા ગઈ ત્યારે એણે બિલકુલ નહોતી ખબર કે એ જ સમયે કોઈએ રાજીવ ને ઠીક બાર વાગ્યે જ વિશ કરતું સ્ટેટસ મૂકી દીધું હતું! અને એ સ્ટેટસ રાજેશ પણ બસ જોવા જ જઈ રહ્યો હતો! હા... એ રાજેશના જ કોન્ટેક્ટ લિસ્ટમાં નું કોઈ એક હતું!

વધુ આવતા અંકે...

 

***