Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇન - 5 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 5

"બસ કંઈ નહિ તારો અવાજ જ સાંભળવો હતો!" પ્રાચીએ બહુ જ લાડમાં કહ્યું! એનાથી હસી જવાયું. ખબર તો હતી જ કે રાજેશ થોડો ચિડાશે પણ વિશ્વાસ પણ હતો જ કે એ એને કઈ જ નહિ કહે.

"અરે ઓ પાગલ, ઘડિયાળ જો બાર વાગે છે બાર!" રાજેશે ભારપૂર્વક કહ્યું! એની જગ્યા એ કોઈ પણ હોત તો આમ ગુસ્સે જ થાય, કારણ કે પ્રાચી એ કામ જ એવું કર્યું હતું તો!

"હા તો ભૂલી ગયો મેં એ ડિલીટ કરેલા મેસેજ માં શું લખેલું!" એણે યાદ દેવડાવ્યું! એ કોઈ ખાસ વાત તરફ ઈશારો કરી રહી હતી. અને એ ખાસ વાત રાજેશને પણ ખબર હતી. ખાસ વાતો ખાસ એટલે જ તો હોય છે કે આપને ચાહીએ તો પણ એને ભુલાવી નહિ શકતાં હોતાં. ડીલીટ કરેલા એ મેસેજ પણ બંને નહોતાં ભૂલી શકતાં, ભલે એ મોબાઇલ થી ડીલીટ થઈ ગયાં હોય, પણ તેમ છતાં બંનેનાં મગજમાં હજી પણ સેવ કરેલા જ હતાં.

"હા... યાદ છે ને! એ તો મે પણ તને..." એની વાત પૂરી થાય એ પહેલાં જ એણે કહેવા માંડ્યું, "ઓકે... મને તારી ખૂબ જ યાદ આવતી હતી એટલે મેં કોલ કર્યો... તારો અવાજ મેં સાંભળી લીધો, હવે બાય... ગુડ નાઈટ!" ફટાફટ બોલી ને એણે કોલ કટ કરી દીધો! રાજેશે તો બસ બંધ થયેલા ફોનને કાને હજી પણ ટેકવી રાખ્યો હતો.

"શું પ્યારમાં લોકો આટલા પાગલ થઇ જતાં હશે?! હાવ સ્વીટ ઓફ હર!" મનોમન જ બોલ્યા બાદ એણે પણ ઊંઘી જ જવું પડ્યું, કોલ તો પ્રાચી એ કટ જે કરી દીધો હતો! પ્યાર વસ્તુ જ એવી છે તો, ઘરનાં બધાં જ પાસે હોય, દોસ્ત, સગા તો પણ એક જ વ્યક્તિની યાદ આવે, અચાનક જ થાય કે એમની સાથે વાત થઈ જાય તો મજા આવી જાય, એને જ તો પ્યાર કહે છે ને! આ લાગણીનું નામ જ પ્યાર છે.

સવારમાં જેમ ઊંઘમાંથી ઊઠીએ કે તુરંત જ એક વિચાર આવે જે ચાલોને એ વ્યક્તિને કોલ કરીએ, બસ એનું નામ જ પ્યાર છે! સવારમાં ઉઠાતાની સાથે જ એ વ્યક્તિની યાદ આવે, એમનો જ ખયાલ આવે એને જ પ્યાર કહેવાય છે. દિવસની શુરુઆત હોય તો આપણને ઈચ્છા થાય કે પહેલાં તો હું બસ આ જ વ્યક્તિનો અવાજ સાંભળી લઉં તો આખો દિવસ મસ્ત જશે અને મારો મૂડ પણ બહુ જ મસ્ત થઈ જશે!

**********

"તું મને ક્યારનો લવ કરી રહ્યો હતો?!" એક ખૂબસૂરત કેફેમાં બંને કોફી પીવા માટે નિયત સમય પ્રમાણે આવી ગયા હતા. ત્યારે જ કોફીનો એક સિપ લેતા પ્રાચી બોલી.

પાછળ દીવાલ પર કોફીના કપ અને ચાનાં કપો દોરેલા હતાં. મોટા અક્ષરોમાં લખેલું હતું - કડલ ધ કુલ્હડ (મતલબ કે કુલ્હડને હગ કરો). કેફેમાં શાંતિ હતી. અમુક લોકો સિવાય બીજું કોઈ નહોતું નજર આવી રહ્યું, ત્યાં શાંતિ હતી. છત પરની ડીમ લાઈટો એક અલગ જ વાતાવરણ ઉભુ કરી રહી હતી.

"બસ જ્યારથી આપને પહેલી વાર મળ્યા!" ચહેરા પર એક સ્માઇલ સાથે રાજેશે કહ્યું. એ પ્રાચીની આંખોમાં જોઈ રહ્યો હતો, જાણે કે એક મોકો મળે તો એની આંખોમાં જ ડૂબી નાં જાય! આજે એને પ્રાચીની આંખો થોડી વધારે જ ગહેરી લાગી રહી હતી. બહુ જ ગહેરી, ખુદનાં માટે જાણે કે એ આંખોમાં લાગણીઓનો સમુંદર જ ના હોય! પોતે પણ તો એને એ લાગણીનાં સમુદ્રમાં તરવું નહોતું ને?! એણે પણ તો બસ એ સમુદ્રમાં ડૂબી જવું હતું! પ્યારમાં જે પડે છે એ ડૂબી જ જાય છે, વાત સાચી જ છે

વધુ આવતા અંકે...

***