Left books and stories free download online pdf in Gujarati

વામા

વામા
આંતરરાષ્ટ્રિય મહિલા દિન દર વર્ષે 8 મી માર્ચના સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી , તેનાં ઉત્કર્ષ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આંતરરાષ્ટ્રિય મહિલા દિન સૌ પ્રથમ 1909માં ઊજવવામાં આવ્યો. ન્યુયોર્કમાં કપડાની મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખુબજ પરેશાન હતી. છેલ્લા એક વર્ષથી તેમની હડતાળ ચાલી રહી હતી અને તેમને ન્યાય અપાવવાવાળું કોઈ ન હતું. તેમના આ સંધર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા. આ ગાર્મેંટ વર્કર્સે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી. ત્યારબાદ 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંધે મહિલા દિન્ને કાયદેસર માન્યતા આપી. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ મહિલાઓને સન્માન, તેમની પ્રસંશા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે. મહિલાઓ સમય સાથે પોતાની ઓળખ બનાવી રહી છે. આજે મહિલાઓ ગર્વ સાથે કહી રહી છે કે તેઓ પુરુષો કરતા બિલકુલ ઉતરતી નથી. સમાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં કઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો અને રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ વિશ્વનાં ત્રીજા ભાગનાં દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ધણો નીચો છે. પણ હવે મહિલાઓમાં જાગૃતિ જોવા મળી રહી છે. આજે મહિલાઓ વિજ્ઞાન ટેક્નોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં પોતાનુ યોગદાન આપી રહી છે. વર્તમાનસમયમાં અવકાશ સંશોધન અને રમત ગમત ક્ષેત્રે પણ મહિલાઓ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે.
એવી કેટલીએ મહાન મહિલાઓ છે જેમણે વિશ્વ્માં પોતાના નામ નો ડંકો વગાડયો છે. જેમકે 1986 માં પ્રથમ મહિલાએ ટેસ્ટ ટ્યુબ બેબીનાં જન્મને સફળ બનાવ્યુ,અંતરીક્ષમાં જનાર પ્રથમ મહિલા કલ્પના ચાવલા એક મહિલા હોવા છતા તેને અવકાશમાં જવામાં કોઈ સીમાઓ ન નડી .તેવીજ રીતે આનંદીબાઈ ગોપાલરાવ જોશી ભારતની પ્રથમ મહિલા ચિકિત્સક હતી અને એ પણ એ સમયમાં જ્યારે છોકરીઓને અભ્યાસ તો ઠીક પણ ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ હતું. તેવીજ રીતે 1977 માં ભારત સરકાર દ્વારા શ્રી જાનકી અમ્મલને પદ્મમશ્રી થી નવાજવામાં આવ્યા અને પદ્મશ્રી મેળવનારતે ભારતનાં પ્રથમ મહિલા વૈજ્ઞાનિક હતાં. તેવીજ રીતે કમલા સોહોની પ્રો. સી.વી રામન. નાં પ્રથમ મહિલા વિધ્યાર્થીની હતાં અને પી.એચ.ડી. કરનાર પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક હતા. જેમણે શોધ્યુ કે છોડની દરેક પેશીઓમાં સાયટોક્રોમ સી નામનું એન્ઝાઈમ હોય છે. તેવીજ રીતે અસીમા ચેટર્જી 1936માં કેમેસ્ટ્રીમાં સ્નાતક થયા અને વાઈના હુમલાની અને એન્ટી મેલેરીયાની દવા વિકસાવી, મિસન ગગનયાનનું સુકાન મહિલા વૈજ્ઞાનિક ડો. લલિથબિંકા સંભાળશે જે 30 વર્ષથી ઈસરોમાં રોકેટ એંજીનિયર તરીકે કાર્યરત છે. ચંદ્રયાન-2 મિસનમાં પણ પ્રોજેક્ટ ડાયરેકટર મુથય્યા વનીથા છે અને મિશન ડાયરેકટર છે રીતુ કરિધલ. આજે સ્ત્રી કોઈજ ક્ષેત્રમાં પાછ્ળ નથી પછે તે બેંકીગ ક્ષેત્ર હોય, સંશોધન ક્ષેત્ર હોય કે તબીબી ક્ષેત્ર હોય. આજે મહિલા રીક્ષા પણ ચલાવે છે અને ટ્રક પણ ચલાવી લે છે.
સંસ્કૃતમાં એક શ્લોક છે “ યસ્ય પૂજ્યતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા” એટલે કે જયાં નારીની પૂજા હોય છે ત્યા દેવતા નિવાસ કરે છે. માતાનાં રૂપમાં નારીનું હમેંશા સન્માન હોય. ધરતી પર સૌથી પવિત્ર રૂપ છે માતાના રૂપમાં નારી. દેવકી,પાર્વતી, સીતા, દ્રૌપદી એબધા નારીનાં જ રૂપ છે. ભારતીય સંસ્કૃતિમાં તો મહિલાને દેવી, દુર્ગા અને લક્ષ્મીના રૂપમાં સમ્માન આપ્યુ છે. આજકાલની છોકરીઓ તેમની મહેનત અને મેધાવી શકિતથી દરેક ક્ષેત્રમા મેદાન મારી રહી છે. નારીનો આખો જીવન પુરૂષો સાથે ચાલવામાં જ પસાર થઈ જાય છે પણ તેનાથી વધારે જવાબદારીઓ નિભાવે છે નારી આ રીતે પણ સમ્માનિય છે. બાળકની પ્રથમ ગુરૂ મા જ છે. બાળકો પર મા ના વ્યકિતત્વની સકારાત્મક અને નકારાત્મક બંને અસર પડે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED