આકાશ ને આકાંક્ષા Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આકાશ ને આકાંક્ષા

*આકાશ ને આકાંક્ષા* વાર્તા.. ૧૮-૭-૨૦૨૦ શનિવાર...

*આકાશ*. લઘુકથા... ૧૬-૭-૨૦૨૦ ગુરૂવાર

આકાશ આજે સવારથી અકળામણ અને અપરાધ ભાવના અનુભવી રહ્યો હતો જ્યારથી લોકડાઉન થયું ત્યારથી એ ઘરમાં જ બેઠો હતો પણ પોતે એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો એટલે એણે આ પિતાજી ની નાની નોકરી ની મશ્કરી કરી હતી અને કહેતો હતો કે છોડી દો આવી નાની અને મજૂરી કરવાની નોકરી હું ટેબલ વર્ક કરી ને તમારાં પગાર કરતાં ચાર ગણા રૂપિયા કમાઈ લઉં છું...
વિનય ભાઈ દર વખતે હસીને જવાબ આપતાં બેટા તું આગળ પ્રગતિ કરે એથી તો મને ખૂબજ આનંદ થાય છે અને તું હજું પણ વધુ પ્રગતિ કરે એવી દુવા આપું છું પણ મારાં હાથ પગ ચાલે ત્યાં સુધી હું આ નોકરી નહીં છોડુ ... ભલે મારો પગાર સાવ થોડો રહ્યો પણ તારી મા અને મારો ખર્ચ તો નિકળી જાય છે ને...!!!
તું આપે રૂપિયા બેટા અમને પણ દરેક માતા-પિતાને પોતાના સંતાનો પાસે રૂપિયા માટે હાથ ફેલાવો નાં ગમે ...
આકાશ પણ આપણે ક્યાં એવું છે પપ્પા... ???
બેટા એવું કશું જ નથી પણ તોયે સમય ની ગતિ કોણ જાણે છે...
નોકરી તો હમણાં નહીં જ છોડુ આમ પણ મારે રિટાયર થઈશ એટલે એમ પણ નોકરી છોડી જ દેવાની છે ને...!!!
આકાશ સારું પપ્પા પણ આ તો મારી ઈચ્છા હતી કે હવે હું ઘણું કમાઉં છું તો આપ હવે આરામ કરો...
પણ આ બધું વિચારેલું કશું થાય એ પહેલાં લોકડાઉન ખૂલ્યું એટલે આકાશ કંપનીમાં હાજર થયો પણ બે મહિના નો પગાર આપી નોકરી માં થી છૂટો કરી દીધો કે કંપની હાલ ખોટમાં જાય છે અને આકાશ જેવાં કેટલાંય છોકરાઓ એ નોકરી થી હાથ ધોઈ નાંખ્યા...
ત્યારથી આકાશ નોકરી માટે પ્રયત્ન કરતો હતો પણ નોકરી નાં કોઈ જ ઠેકાણું હતું નહીં અને આજે વિનય ભાઈ ની નોકરી પર જ આખું ઘર નભતું હતું કારણકે આકાશ નો બે મહિના નો પગાર તો એનાં બાઈક, મોબાઈલ અને લેપટોપ નાં હપ્તા ભરવામાં ખર્ચાઈ ગયો હતો ...
આજે ફરી એણે એક કંપનીમાં નોકરી માટે અરજી કરી પણ ત્યાં થી પણ નાં આવી કે હાલમાં નવાં માણસોની જરૂર નથી એટલે જ આકાશ અકળામણ અને અપરાધ ભાવના અનુભવી રહ્યો કે જે પિતા ની નોકરી ની મશ્કરી કરતો હતો એ જ નોકરી થી ઘર પરિવાર ચાલે છે અને પોતે પણ લાચાર બનીને પિતાનાં પગાર પર જ નભી રહ્યો છે....
આકાશ વિચારી રહ્યો કે આકાશમાં ઉડતા પહેલા પાંખો તપાસીને જ ઉડવું જોઈએ નહીંતર જમીન પર પડવાનો વારો મારી જેમ જ આવે...
અને અસાહય બનીને જીવન જીવવું પડે છે...
આમ આકાશ ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા આકાશમાં જોઈ રહ્યો....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૨) *આકાંક્ષા*. લઘુકથા.. ૧૭-૭-૨૦૨૦ શુક્રવાર.

આકાંક્ષા ત્રણ વર્ષની હતી ખુબજ સુંદર અને પરાણે વ્હાલી લાગે એવી મિઠડી બિપન ભાઈ અને રશ્મી બહેન ની એક ની એક દિકરી...
લગ્ન ને દશ વર્ષ થઈ ગયાં હતાં કેટલી દવાઓ અને બાધા આખડી રાખી ત્યારે આકાંક્ષા નો જન્મ થયો...
એક ગોઝારા દિવસે આકાંક્ષા ફળિયામાં બહાર રમતી હતી અને અચાનક એને ખેંચ આવી અને એ પડી ગઈ...
બીજા છોકરાઓ એ બૂમાબૂમ કરી અને આસપાસના બધાં ભેગાં થઈ ગયાં એક છોકરો બિપીનભાઈ અને રશ્મી બહેન ને કહી આવ્યો એ લોકો દોડતાં દોડતાં બહાર આવ્યા અને એને ઉંચકીને ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા પણ ફેમિલી ડોક્ટરે કહ્યું કે મોટા ડોક્ટર પાસે જલ્દી લઈ જાવ...
રીક્ષામાં જ એને મોટાં ડોક્ટર પાસે લઈ ગયા..
મોટા ડોક્ટરે તપાસીને દાખલ કરી અને એક ઇન્જેક્શન આપ્યું એ નસમાં આડું ગયું અને એ જ વખતે બદકિસ્મત થી આકાંક્ષા ને ખેંચ આવી અને એને લીધે કમરના નીચેના ભાગમાં લકવો મારી ગયો...
ડોક્ટરે કેટલાં ઉપાયો કર્યા અને કંઈ કેટલી દવાઓ, દુવાઓ, જપ,તપ, બાધાઓ બધું જ કર્યું પણ આકાંક્ષા ને કોઈ ફાયદો થયો નહી...
આકાંક્ષા સાવ જ પથારીવશ થઈ ગઈ..
રૂપિયા નું પાણી કર્યું ને કેટલાય મોટા ડોકટરો ને બતાવ્યું પણ એની હાલત માં ફેરફાર થયો નહી...
આમ કરતાં કરતાં આકાંક્ષા તેર વર્ષની થઈ ગઈ હવે તો એ પણ પથારીમાં પડી પડી ભગવાન ને અરજ કરતી કે મને ઉપર બોલાવી લે...
આજે આકાંક્ષા ની બર્થ-ડે હતી એણે કેક કાપવાની ઈચ્છા વ્યક્ત કરી કેક લાવ્યા એને નવાં કપડાં પહેરાવ્યા એણે મમ્મી પપ્પા સાથે ફોટા પડાવ્યા અને એકદમ જ ઢળી પડી...
ડોક્ટર ને બોલાવ્યા પણ આકાંક્ષા નવાં જન્મ માં અનેક આકાંક્ષાઓ લઈને નવો અવતાર ધારણ કરવાં ભગવાન પાસે ચાલી ગઈ....
ભાવના ભટ્ટ અમદાવાદ.....