નેગ્યું નો માણસ - 10 પરમાર રોનક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

નેગ્યું નો માણસ - 10

( Recap : Mission new time ના પ્રમાણે હુંં પહોંચ્યો 02-06-1992 માં. ત્યારે મારા દાદા અને દાદી મારા પપ્પાની સાથે મૂવી જોવા જતા હતા. ત્યારે હું એક નકલી મૂછ લગાડીને મારા દાદાની પાસે ગયા. ત્યાં અમારી થોડી વાતો થઈ બાદમાં દાદાએ મારો અને મારા પપ્પાનો સાથે જ ફોટો પડ્યો. ત્યાર બાદ મારા પપ્પા ને ઘરે મોકીને મારા દાદા અને દાદી મૂવી જોવા ગયા. તેમની પાછળ હું પણ ગયો. મૂવી હોલની સામે મેં તે ફોટો જો અને તે ફોટો ભૂલથી ખિસ્સાની જગ્યાએ ત્યાં નીચે પડી ગયો. ત્યારે મને જાણ થઈ કે હું એક સમય ચક્રમાં છું. ખરેખર માં હું જ સંજય મકવાણા છું. )
    
                    
  • Chapter : 10
  • Mission New Time

           મેં મારી આંખો ખોલી અને હું પહોંચી ગયો હતો 02-06-1982 માં. અત્યારે રાતના 8 વાગ્યા છે અને દાદા મારા એક વર્ષના પપ્પાને લઈને ઘરની બારે આવ્યા છે. આ સમયે દાદા અને દાદી મુવી જોવા માટે જાય છે પણ પહેલા તેમની સાથે મારા પપ્પા પણ જવાના હતા. આ એ જ સમય છે. દાદા દાદી ની રાહ જોતા હતા. પણ મારું ધ્યાન અત્યારે દાદાની જગ્યાએ મારા પપ્પા ઉપર હતું. મારી ઈચ્છા થઈ કે , હું તેમની સાથે એક ફોટો પડવું. મારી પાસે મારા પપ્પાના ઘણા ફોટાઓ છે , પણ એ બધા ફોટાઓમાં મારો અને મારા પપ્પાનો સાથે ફોટો નહોતો. તેથી આ ઈચ્છા વધુ મજબૂત બની. અને આ ફોટો હું શ્યામાને પણ દેખાડીને impress કરી શકું છું. પણ એક પ્રોબ્લમ છે. મારી પાસે તો કેમેરો જ નથી , તો હું ફોટો કેમ લવ ? પછી મને યાદ આવ્યું કે મારા દાદાની પાસે તો કેમેરો છે ને ! તેથી તેઓ ફોટો પાડી દેશે.

              સમયના એક નિયમ મુજબ ' જો કોઈ વ્યક્તિ ભૂતકાળ માં જઈને પોતાનું સાચું નામ કહે છે તો , જ્યારે ભવિષ્યમાં તેનો જન્મ થશે તો તેનું તે જ નામ રહેશે તેની સંભાવના બહુ ઓછી છે. ' સાથો સાથ મારે મારો કઈક એવું Disguise (ગુપ્ત વેશ) કરવું પડશે જેથી ભવિષમાં જો કોઈ આ ફોટો જુવે તો તે જલ્દીથી મને ઓળખી ન શકે. તેથી મેં આજુ બાજુમાં જોયું , મને એક નાટક કરવાની વસ્તુઓ વેચતી દુકાન દેખાની.

મેં ત્યાંથી એક મૂછ લીધી અને પોતાના મોઢામાં ચોંટાડી.

            અને હું મારા દાદાની પાસે ગયો. ત્યાં જઈને મેં મારા પપ્પાની સામે આંગળી કરતા કહ્યું : " શું આ તમારો છોકરો છે ? "

" હા. " મારા દાદાએ મને જવાબ આપ્યો.

" શું તમારી પાસે કેમેરો છો ? "

" હા , છે તો ખરા પણ , તમને શા માટે એ કેમેરો જોઈએ છીએ ? " મારા દાદાએ પૂછ્યું.

" કારણ કે મારે પણ એક બાળક છે અને તેનો ચહેરો એકદમ તમારા બાળક જેવું જ છે. તો જો તમે તમારા બાળક સાથે મારો ફોટો લો તો હું તેની મમ્મી ને કહી શકું કે તેનો જુડવા પણ છે. " મેં આગ્રહ કર્યો.

" હા , પણ તમારું નામ ? " જેમ દાદાએ આ પ્રશ્ન પૂછ્યો કે હું વિચારવા લાગ્યો , ત્યારે મારા મનમાં જે પહેલું નામ આવ્યું તે મેં કહી દીધું.

" મારુ નામ સંજય મકવાણા છે. " મેં જવાબ આપ્યો.

             ત્યાર બાદ દાદાએ મારો ફોટો મારા પપ્પાની સાથે પાડ્યો અને મને આપ્યો. ઇતિહાસ માં આ એવો પહેલો ફોટો હશે કે જેમાં પપ્પાની ઉંમર કરતા તેના બાળકની ઉંમર વધુ હશે. ત્યાર બાદ હું બીજી બાજુ ચાલ્યો ગયો અને મારા પપ્પા સુઈ ગયા. તેથી દાદા અને દાદી એકલા જ મૂવી જોવા ગયા. મેં ફોટાને બરાબર જોયો નહિ અને તે ફોટાને મેં મારા ખિસ્સામાં રાખી દીધો અને હું મારા દાદા અને દાદી ની પાછળ પાછળ ગયો. જયારે મારા દાદા અને દાદી મૂવી હોલે પહોંચ્યા ત્યારે મેં બે કલાક સમય આગળ કરી નાખ્યો. મૂવી પુરી થઈ ગઈ હતી અને બધા લોકો બારે નીકળતા હતા. પણ અત્યાર સુધી દાદા અને દાદી બારે આવ્યા ન હોતા. મેં ખિસ્સા માંથી એ પેલો ફોટો કાઢ્યો અને જોયો , મને તે ફોટો ક્યાંય જોયો હોય તેમ લાગ્યું. પણ ક્યાં તે મને યાદ આવતું ન હતું , કે ત્યારે મારા દાદા અને દાદી બારે આવ્યા અને મેં તે ફોટો પાછો ખિસ્સામાં નાખ્યો અને હું એક બાજુ છુપાઈ ગયો , કારણ કે તેમને એવું લાગવું ન જોઈએ કે હું તેમનો પીછો કરું છું. મારાથી એક ભૂલ થઈ ગઈ કે , તે ફોટો મારા ખિસ્સાની જગ્યાએ ત્યાં સીડીઓની પાસે પડી ગયો અને મારા દાદાને તે મળી ગયો.

            મેં હજુ એ પેલી મૂછ નીકળી ન હતી. તેથી હું તેમની પાસે તે ફોટો માંગવા જતો જ હતો કે , મને એક વાત સમજાણી કે , હું જ ખરેખરમાં સંજય મકવાણા છું અને હું એક સમય ચક્ર માં ફસાયેલો છું. પણ… તમને પ્રશ્ન થતો હશે કે કેવી રીતે ?

          અત્યારે દાદા એ પેલો ફોટો પોતાની પાસે રાખશે અને ઘરે જઈને આ બધી વાત પોતાની ડાયરીમાં લખશે. ભવિષ્યમાં એટલે કે 2018માં મને રાત્રે આનું જ સ્વપ્ન આવ્યું , મેં દાદાની એ પેલી ડાયરીમાં આ બધું વાંચ્યું , ત્યાર બાદ મને F-7 મળી , હું Mission New Time માટે અહીંયા આવ્યો , અહીં આવીને આ ફોટો પાડ્યો અને હવે દાદા આ જ ફોટો પોતાની પાસે રાખશે ! આને સમય ચક્ર કહે છે. સમય ચક્ર એટલે કે કોઈ એક વાત જ્યાંથી શરૂ થઈ અને અંતમાં ત્યાં જ આવીને પહોંચી જાય. હવે , જો હું અત્યારે આ ફોટો માંગવા જાવ અને દાદા મને એ ફોટો આપી પણ દે ! તો આ સમય ચક્ર ત્યાં જ ખતમ થઈ જશે. જો આ સમય ચક્ર ખતમ થઈ ગયું તો હું ક્યારેય અહીં સુધી પહોંચી જ નહીં શકું. આ કારણથી હું દાદાની પાસે એ ફોટો માંગવા ગયો નહિ.

           દાદા એ તે ફોટો ઉપાડ્યો અને પોતાની પાસે રાખ્યો. ત્યાર બાદ તેઓ આગળ ગયા. સમય ચક્ર ની વાત થી મને એ તો સમજાઈ ગયું કે - જેટલું આપણે સમય યાત્રાને સરળ સમજયે છીએ , તે તેટલું જ ગુંચવણ વારુ છે. દાદા અને દાદી આગળ આગળ અને હું તેમના પાછળ પાછળ , તેમને ખબર ન પડે તે રીતે હું તેમનો પીછો કરતો હતો. આખરે એ પેલી પાણીપુરી ની દુકાન આવી અને મેં સમય રોક્યો ( time stop ). હું વિચારવા લાગ્યો કે હું કેવી રીતે દાદાને એ પેલી પાણીપુરી ખાતા રોકુ ? ઘણું વિચાર્યા બાદ મને એક idea મળ્યો કે હું એ દુકાનની બધી પાણીપુરીને ફેંકી દવ , પછી મને યાદ આવ્યું કે ત્યાં પાણીપુરીના સિવાય પણ ઘણું બધું ખાવા માટે છે , પછી મને એ પણ યાદ આવ્યું કે દાદાને માત્ર પાણીપુરી જ ખાવી છે, ન કે બીજું કંઈ ! તેથી મેં એ જ idea અમલમાં મુક્યો. મેં બધી પાણીપુરીઓ ની પુરી અને બટાકા નો મસાલો એક નજીકની ગટરમાં નાખી દીધો અને ત્યાર બાદ સમય શરૂ (time start) કર્યું. હું શાંતિ નો શ્વાસ લવ , તેની પહેલા તો દાદાએ બીજી એક દુકાન માંથી પાણીપુરી ખાવાની શરૂઆત કરી દીધી. હવે , મારે શું કરું એ હું વિચારવા લાગ્યો. શું હું એ પેલો idea આ વખતે પણ અમલમાં મુકું કે નહિ ? વિચાર્યા બાદ મને મારી એક ભૂલ દેખાણી કે , હું દાદાને પાણીપુરી ખાતા રોકી શકતો નથી , તેથી અશોક દાદાના મૃત્યુને હું તરત જ શા માટે નથી રોકતો  !? આ વાત વિચારીને હું બહુ ખુશ થયો કે હવે Mission New Time સફળ જરૂર થશે.

            આ વિચારથી મેં F-7 માં તારીખ નાખ્યો , 03-06-1982 અને સમય નખ્યો , સવારના 8:30 નો. મન માં વિચાર્યું કે - જ્યાં સંજય દાદાનું મૃત્યુ થવાનું છે , એ જગ્યા ! ત્યાર બાદ મેં મારી આંખો બંધ કરી અને સ્ટાર્ટ બટન દબાવ્યું.

 

  • સમયનું કામ એ જ સમય કરે છે  -

 

---------------

જુઓ , મારી બ્લોગ વેબસાઈટ : Didyouknow136.blogspot.com (in Gujarati)

 

અને

 

Parmarronak136.blogspot.com (in English)

 

Follow જરૂર કરજો…..

--------------

 

Thank you...