નેગ્યું નો માણસ - 11 પરમાર રોનક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેગ્યું નો માણસ - 11

● Chapter :11
● અશોક દાદાની સાથે મુલાકાત
મેં મારી આખો ખોલી અને હું પહોંચી ગયો હતો એક એવી જગ્યાએ જ્યાં 4 રસ્તા મળે છે. આ જગ્યા 'રામાનુજન રોડસ ' થી આજે ( એટલે કે 2018 માં ) પણ ઓળખાય છે. આ જગ્યાએ હમેશા ટ્રાફિક જામેલું હોય છે. પણ આજ એવું નથી. આજે વાહનો તો છે પણ બહુ ઓછા છે. આજે વધુ શું થોડું પણ ટ્રાફિક નથી. સવારના 8:30 વાગ્યા છે અને હું અશોક દાદાની રાહ જોવ છું.
જેટલું મેં દાદી પાસેથી સાંભર્યું અને દાદાની ડાયરીમાં વાંચ્યું એ પ્રમાણે : અશોક દાદા નું પૂરું નામ અશોક પરમાર છે. અશોક દાદાએ ગણિતની મોટામાં મોટી ડીગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ માત્ર ડીગ્રી થી જ હોશિયાર ન હતા તેઓ જીવન માં પણ બહુ હોશિયાર હતા. તેઓ માત્ર જીવન ને જીવતા જ ન હતા પણ તેઓ જીવન ને આનંદ અને ખુશીથી એક એક સેકન્ડ ને જીવતા હતા. મારા દાદાના પ્રમાણે અશોક દાદા તેમનાથી લાખગુણા સારા અને હોશિયાર હતા. તેઓ માત્ર એક ગણિતમાં જ હોશિયાર હતા એવું માનતા નહિ. તેઓ ગણિતની સાથે વિજ્ઞાન , તત્વજ્ઞાન , વેદિક વિજ્ઞાન , વેદિક ગણિત , અંતરિક્ષ , આધ્યાત્મ , મનોવિજ્ઞાન , બુક્સ , Self-help , રમત ગમત જેવા વિષયો ઉપર તેઓને ઊંડી જિજ્ઞાસા અને ઊંધું જ્ઞાન હતું. ટૂંક માં , આપણે અશોક દાદાને MR PERFECT કહી શકીએ છીએ. આવા અશોકદાદાની મુલાકાત જ્યારે મારા દાદાથી થઈ હશે તો કેવી કેવી અને શું શું વાત થઈ હશે એ વિચારીને હું અશોકદાદાની રાહ જોતો હતો.
હું એક બાંકડા (બેન્ચ) ઉપર બેસીને અશોકદાદાની રાહ જોતો હતો. હું એ પણ વિચારી રહ્યો હતો કે હું તેમની સાથે શું વાત કરું !!?? કારણ કે તેઓ જેટલા હોશિયાર છે તેટલા જ ચતુર પણ છે. પણ હું સંભાળી લઈશ એ વિચારીને હું શાંતિ થી મસ્ત હવામાં ખોવાઈ ગયો. કે ત્યારે મને અશોકદાદા દેખાના અને મને મારો ધ્યેય યાદ આવ્યો. મારે ગમે તેમ કરીને અશોક દાદાને મારી વાતોમાં ખોવાઈ ને રાખવાનું છે જેથી તેઓ આગળ જઈ ન શકે અને તેમનું મૃત્યુ રોકાઈ જાય. મેં આજુ બાજુ જોયું કે કોઈ ખતરો તો નથી ને !!! આજુ બાજુ માં કોઈ વાહન ન હતું , માત્ર એક રીક્ષામાં અનાજ ભરાતું હતું. રીક્ષા શરૂ હતી , તે રીક્ષા માં ચાવી ભરાવેલી હતી પણ તેમાં કોઈ બેઢું ન હતું તેથી એ ખતરો ન હોતી. હું ઉઠ્યો અને મેં એક બૂમ પાડી " અરે , અશોક બાઈ ! અહીંયા આવો તો ખરા. " આ વાત સાંભરીને અશોકદાદા મારી પાસે તેમની સાઇકલ લઈને આવ્યા.
આ સાથે અમારા બન્નેની વાતો શરૂ થઈ. તેમની વાતોથી જ જાણવા મળતું જતું કે તેઓ કેટલા હોશિયાર અને સમજુ છે. પહેલા તો તેમને મને પ્રશ્ન પૂછ્યો કે શું હું તેમને જાણું છું ? ગમે તેમ કરીને મેં તેમને મનાવી દીધો કે હું તેમને જાણું છું. ત્યાર બાદ તેમની અને મારી રોકેટ વિજ્ઞાન વિશે વાતો શરૂ થઈ. હા , તેમના કરતા મારી પાસે રોકેટનું વધુ જ્ઞાન હતું કારણ કે હું ભવિષ્ય થી છું. પણ એ સમયે કે જ્યારે કોપાયા રોકેટ વિજ્ઞાન માં બહુ પાછળ હતું ત્યારે એટલું જ્ઞાન હોવું ગજબ ની વાત કહેવાય. તેથી હું અશોકદાદાથી બહુ પ્રભાવિત થયો. અમારી વાતો ઓછામાં ઓછી 20 મિનિટ ચાલી અને પછી અશોકદાદા કોલેજની તરફ ગયા અને હું પોતાની ખુશીને રોકીને એ પેલા બાંકડા (બેન્ચ) ઉપર બેસી ગયો. હું મારી ખુશી ને કેવી રીતે બારે નીકળું એ મને સમજાતું હતું. તેથી હું નાચવા લાગ્યો. આજુ બાજુ ના લોકો શું વિચારશે , શું કહેશે એ બધું ભૂલીને હું નાચવા લાગ્યો. જ્યારે મને સંતોષ થયો ત્યારે હું પાછો એ બાંકડે બેઢી ગયો.
મને એ વાતની ખુશી છે કે MISSION NEW TIME સફળ થયું સાથો સાથ મને એ વાતની પણ ખુશી છે કે મેં જે પોતાને વચન આપ્યું હતું કે તે મેં પૂરું કર્યું. મેં પોતાને વચન આપ્યો હતું કે જ્યાં સુધી હું MISSION NEW TIME ને સફળતા સુધી નહિ પહોંચાડું ત્યાં સુધી હું વર્તમાન માં નહિ આવું !! અને અત્યારે મેં એ વચન પૂરું કર્યું છે. હું મારા વચનને ક્યારે પણ તોડતો નથી. અત્યાર સુધી મેં મારો એક પણ વચન તોડ્યો નથી. દુઃખની વાત એ છે કે ભવિષ્યમાં મને એક વચન તોડવો પડ્યો. એ કયો વચન હતો એ તમને આગળ ખબર પડશે.
MISSION NEW TIME સફળ થયું એની ખુશીમાં મેં વર્તમાન માં આવવા માટે સ્ટાર્ટ બટન દબાવ્યું અને મેં મારી આખો બંધ કરી. જ્યારે મેં મારી આંખો ખોલી તો હું એક એવા સમય માં પહોંચી ગયો હતો કે જેના વિશે હું કઈ પણ જાણતો ન હતો.
બહુ અલગ લાગે જ્યારે તમે સમય યાત્રાની મશીન થી એક એવા સમયે અને એક એવી જગ્યાએ પહોંચી જાવ જેના વિશે તમને કઈ પણ ખબર નથી. આવું મારી સાથે બે વાર થયું છે. પહેલી વાર અત્યારે અને બીજી વાર કે જયારે મેં મારા દાદાને માર્યો. જ્યારે મેં મારા દાદાને માર્યો તો મારી સામે એક કાળા રંગનું બિંદુ આવ્યું જે ધીરે ધીરે મોટું થતું જતું હતું અને થોડી જ વારમાં એ મારી લંબાઈ થી બમણું થઈ ગયું. હું એ વસ્તુ ને જોતો જ હતો કે આ શું છે !! કે ત્યારે એમાંથી એક સફેદ પ્રકાશ નિકર્યો અને મેં મારી આંખો બંધ કરી નાખી. ત્યાર બાદ હું કેવી રીતે પૃથ્વી ઉપર આવ્યો એ વાતને સમજતા મને ઘણો સમય લાગ્યો. થયું એમ હશે કે જ્યારે મેં મારા દાદાને માર્યો તો F-7ના A.I. એ પોતાના જ જેવો A.I. બીજા જ (સમાંતર) બ્રહ્માંડ માં ગોતવા લાગ્યો અને આખરે તેને પૃથ્વી ઉપરનો BENZ-A.I. પોતાના જ જેવો લાગ્યો. તેથી નેગ્યું થી (To) પૃથ્વી સુધી નો એક warm hall બન્યો અને હું પૃથ્વી ઉપર આવી ગયો. પણ કદાચ તમને કઈ પણ સમજાણુ નહિ હોય. જ્યારે તમે આ આખી બૂકને વાંચીને પુરી કરી નાખશો , ત્યાર પછી તમે આ ફકરો ફરીથી વાંચશો તો તમને બધું સમજાઈ જશે. પણ આ વખતેની પરિસ્થિતિ થોડી અલગ હતી કારણ કે મને પહેલા થી જ ખબર હતી કે , જો હું સમયની ધારા બદલિશ તો થોડું તો વર્તમાન બદલશે જ ! અને અત્યારે એ જ થયું છે.

તારીખ : 04-એપ્રિલ -2018
સમય : રાતના 8:30

મેં મારી આખો ધીરે ધીરે ખોલી....કોઈ મને Blanket ઓઢાડી રહ્યું હતું. જ્યારે મને આ વાતની ખબર પડી કે , એ મારા દાદા જ છે તો હું ઉભો થયો અને તેમના ગળે લાગી ગયો. દાદા મને આશ્ચયથી જોતા હતા.
ત્યાર બાદ તેમણે કહ્યું " શું થયું તને , મહેશ ? ચાલ એ મુક , તું સુઈ જા કાલે તારે કોલેજે જવાનું છે. "
દાદાના આ વાક્યથી હું આશ્ચયમાં પડી ગયો ! મેં તમને પૂછ્યું "મહેશ...કોણ મહેશ ? મારુ નામ તો પ્રિન્સ છે , પ્રિન્સ પટેલ."
દાદાએ હસતા હસતા કહ્યું " હવે મસ્તી ન કર મહેશ ! તારું નામ મેં તો રાખ્યું છે - મહેશ. અત્યારે મસ્તીનો સમય નથી. તું સુઈ જા. કાલે વહેલું ઉઠવાનું છે ને !"
" પણ શા માટે ?? " મેં પૂછ્યું.
" અરે , ભૂલી ગયો ? તારું એડમિશન R.M.C. માં થયું છે ! અને તું તો ત્યાં જવા માટે બહુ ઉત્સુક હતો , તો હવે શું થયું ?? ઘણી ટ્રાઈ પછી તું સિલેક્ટ થયો હતો અને આ વાતની તને બહુ ખુશી હતી ને !! "

" આ RMC છે શું ? " મેં વધુ આશ્ચયથી પૂછ્યું.

" RMC એટલે રગનમજા મેડિકલ કોલેજ ! તને શું થયું છે મહેશ ? એક કામ કર તું સુઈ જા. આપણે કાલે વાત કરીશું. "

આ કહીને દાદા , હું જે રૂમમાં હતો એ રૂમની બારે ચાલ્યા ગયા અને મને એક બહુ મોટા આશ્ચયના black hole માં મુકતા ગયા. મારા મનમાં ઘણા પ્રશ્ન થતા હતા. સાથો સાથ હું ખુશ પણ હતો. પણ ધીરે ધીરે ખુશીનો સૂર્ય આશ્ચયના વાદળો ની પાછળ છુપાઈ ગયો અને મારા મનમાં પહેલા કરતા વધુ પ્રશ્નો થવા લાગ્યા. " હું અત્યારે ક્યાં છું ? , આ રૂમ કોનો છે ? મારા પપ્પા અને મમ્મી ક્યાં છે ? અત્યાર સુધી મારી સાથે શુ શુ થયું છે ? " વગેરે પ્રશ્નો મને થવા લાગ્યા. પણ આ પ્રશ્નો પૂછું કોને ? કારણ કે હું આ પ્રશ્ન જેને પૂછીશ એ મને ગાંડો સમજશે. પણ હું મારી જિજ્ઞાસા શાંત પણ રાખી શકતો નથી.

હું જે રૂમમાં હતો ત્યાં ઘણી બુક્સ હતી. જોઈને લાગતું હતું કે આ મારો જ રૂમ છે કારણ કે ત્યાં ઘણી મેડિકલની બુક્સ હતી તો ઘણી મર્ડર-મિસ્ટ્રી બુક્સ હતી. આ વાતથી મને એ પણ જણવા મળ્યું કે મહેશને એટલે કે મને બુક્સ વાંચવાનો શોક છે. આનો અર્થ એ પણ થયો કે મને લખવાનું પણ ગમતું જ હશે. તો કદાચ મેં એક ડાયરી પણ લખી હશે !! મેં મારો વધુ સમય બરબાદ કર્યો નથી અને એ ડાયરી ગોતવા લાગ્યો. આખરે મને એક ડ્રોવર માં એ ડાયરી મળી. એ ડાયરીનું શીર્ષક વાંચીને જ મને જાણ થઈ ગઈ કે આ ડાયરીમાં એ એ લખેલું હશે જે મેં અત્યાર સુધી વિચાર્યું પણ નહીં હોય. આ વિચારથી મેં એ ડાયરી વાંચવની શરૂઆત કરી. હું આશ્ચયમાં પડી ગયો , એવું એમાં લખેલું હતું.

- સમયનું કામ એ જ સમય કરશે. -

---------------------------------

નોંધ :

● જુઓ ' નેગ્યું નો માણસ ' ના ટોપ 10 તથ્યો અથવા Facts. મારી બ્લોગ વેબસાઈટમાં 👇

(Did you know =)

(1) Didyouknow136.blogspot.com (IN GUJARATI )

અને

(Parmar ronak = )

(2) parmarronak136.blogspot.com ( IN ENGLISH )

---------------------------------