‘જીસ્મ કે લાખો રંગ’
પ્રકરણ- ચૌદમું/૧૪
‘કહીશ અંકલ બધું જ.. અત્યારે એ વાત કહેવાનો યોગ્ય સમય નથી.’ નીલિમાએ જવાબ આપ્યો..
‘ઠીક છે.’ વિક્રમ બોલ્યા..
દેવની હાલત જોતાં લાગતું હતું કે જાણે કોઈ જીવતી લાશ હોય....દેવની મનોસ્થિતિ સાથે તેનું સમગ્ર અસ્તિત્વ પણ માઈનસ ડીગ્રીમાં જઈને થીજી ગયું હતું.
અંતે આરુષીના પાર્થિવ દેહને લઈ તેની અંતિમ વાટ પકડતાં સૌ આવ્યાં સ્મશાનગૃહે..
ક્લોઝ ફેમીલી મેમ્બર્સ અને મિત્ર વર્તુળની હાજરીમાં વૈદિક મંત્રોચાર વચ્ચે સુહાગનના વસ્ત્ર પરિધાનમાં આરુષીના નિષ્પ્રાણ દેહના અંત્યેષ્ઠીનો આરંભ કરતાં જયારે પિતા વિક્રમે મુખાગ્ની આપી ત્યારે કાળજું ચિરાઈ જાય એવાં અનંત કલ્પાંત સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું....
જોત જોતામાં ભડભડ ભડકે બળતી જવાળામાં...
આરુષી પંચમહાભૂતમાં વિલીન થઇ ગઈ. ગઈકાલ સુધી પાંચ હાથની વ્યક્તિ પાંચ મુઠ્ઠી રાખમાં તબદીલ થઇ ગઈ. સ્મસાનની ચિતા ઠરી ગઈ પણ... જે કોઈને હૈયે હાસ્યસભર આરુષી જેવી હસ્તીની છબી વસી હતી તેમની હૈયા હોળી ઓલવવી અને રુદન રોકવું અસંભવ હતું.
પત્થર વત દેવ હજુ પણ નિશબ્દ હતો. બસ મૂક બધિર બની ડોળા ફાડી બધું જોતો રહ્યો.
અંતે.. આરુષીના અંતિમ અવશેષ રૂપે તેના અસ્થિ એકઠાં કરી ભારે હૈયે અને ડગલે સૌ પોત પોતના ગંતવ્ય સ્થાન તરફ રવાના થયાં.
કામિની તેની કારમાં નીલિમા અને દેવને લઈ તેના બંગલે આવ્યાં ત્યારે સમય થયો હતો રાત્રીના દસ વાગ્યાનો.
સ્નાન કરી, ડ્રોઈંગરૂમમાં બેઠાં... હજુ પણ દેવ સ્પીચલેસ જ હતો. પણ અત્યાર સુધી માંડ માંડ તેના જ્વાળામુખી જેવા આક્રોશને અંકુશમાં રાખીને બેસેલી કામિની સામે સોફા પર નીચી મુંડી કરી બેસેલાં દેવને સંબોધતાં રીતસર તાડૂકી ...
‘દેવ... તારા મોઢાં માંથી એક પણ શબ્દ જૂઠો નીકળ્યો તો ...તારો જીવ ખેંચી લઈશ સમજી લે જે. કારણ શંકા અને સત્ય વચ્ચે પાતળી રેખા જેટલું જ અંતર બાકી છે, હવે કોઈના પણ મૃત્યુ માટે તેનું ખુદનું અસત્ય જવાબદાર હશે, આજે મેં આરુષી નહીં... પણ મારી એક્લોતી એવી અમાનત લુંટાઈ ગઈ છે જે મને સાત જન્મે પણ નહીં મળે.’
હજુ’યે દેવ ચુપ જ રહ્યો.
કામિનીની ક્રોધાગનીનો તાગ લગાવતાં નીલિમા બોલી..
‘કામિની.... પ્લીઝ... એકવાર તું દિમાગ શાંત રાખી દેવને સાંભળી તો લે..પછી તારે જે નિર્ણય લેવો હોય એ લેજે.’
થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો...
‘એક ગ્લાસ પાણી આપજો.’ ગળગળા અને ધીમા અવાજમાં દેવ
એટલે નીલિમાએ પાણી આપ્યું.. પાણી પીધા પછી બેહદ ફૂટી નીકળેલી અશ્રુધારા સાથે દેવ બોલ્યો..
‘મારું નિવેદન સાચું છે કે ખોટું.. એ તમે નક્કી કરજો પણ... મને ખત્મ કરી મારા પર એક અંતિમ ઉપકાર કરજો..બસ..’
બે હાથ જોડી દેવ આટલું બોલ્યો..
‘દેવ....આરુષી કોઈને હાથ જોડવા નહતી ગઈ...મારો ગુસ્સો ફાટી નીકળે એ પહેલાં જે કંઈ પણ બન્યું છે એ સડસડાટ પોપટની જેમ બોલવા માંડ નહીં તો...તો...આજે હું શું કરી બેસીશ તેનો મને અંદાજ નથી.’
અત્યંત કોપાયમાન અંદાજમાં કામિની બોલી.
‘થોડીવારની ચુપકીદી તોડ્યા પછી આંસુ લૂંછતા દેવ બોલ્યો..
‘ગઈકાલે મેં અને આરુષીએ સવારે અગિયાર વાગ્યે મળવાનું નક્કી કર્યું હતું...’
ત્યારથી લઈને દેવે દાસ્તાન સંભળાવવાનું શરુ કર્યું.. તે છેક.. આજે સવારે દરિયા કિનારે અચાનક આરુષીની લાશ જોઇ લાગેલા તીવ્ર આઘાતથી બેહોશ થઇ ગયો ગયો ત્યાં સુધીની વિતકકથા, વેદના સાથે વર્ણવી અંતે બોલ્યો..
‘પણ....’
આટલું બોલતા તો.... દેવ તેના માથાના વાળ ખેંચીને ધૂસકે ધૂસકે રડવાં લાગ્યો...
દેવને દર્દનાક આક્રંદ કરતો જોઇ નીલિમાએ પૂછ્યું...
‘પણ...પણ શું દેવ ?
સોફા પરથી ઊભા થતાં કામિની બોલી...
‘નીલિમા... આ ‘પણ’ પછી જ કહાનીનો અસલી ટર્નિંગ પોઈન્ટ છે.’
અચંબા સાથે કામિની તરફ જોઈ નીલિમાએ પૂછ્યું..
‘શું ?
‘હમમમ...મને તો ખબર જ છે.... હું તેના મોઢે સાંભળવા માંગુ છું.’
કામિની બોલી.
ફરી પાણી પીધા પછી માંડ માંડ તેની જાત સંભાળતા દેવ બોલ્યો..
‘મારે નક્કી કરેલા સમય મુજબ અગિયાર વાગ્યે પહોચવાનું હતું પણ હું વીસ મિનીટ મોડો પડ્યો તેનું કારણ હતું...’ આગળ બોલતાં દેવ સ્હેજ અટકી ગયો..પછી બોલ્યો..
‘હું જેવો આરુષીને મળવા ઘરેથી નીકળ્યો ત્યાં કંચનનો કોલ આવ્યો..’
‘કંચન...? કોણ કંચન ? નીલિમાએ પૂછ્યું....
એટલે કામિની બોલી...
‘એક મિનીટ દેવ,..એક મિનીટ... તે દિવસે મારા ઘરે તે પ્રથમ વખત તારો અધુરો પરિચય આપ્યો હતો એ આજે શબ્દ:શ પૂરો કર...એટલે નીલિમાને પણ તારા અસલી પરિચયનો પરચો મળે.’
બે મીનીટના મૌન પછી..
જે વ્યવસ્થા ભોગવતા દેવ તેને સ્વર્ગ સમાન સૌભાગ્ય સમજવા લાગ્યો હતો તેનો ભોગ બનતા તે અવસ્થા કયારે દેવ માટે નર્કથી પણ બદત્તર બની ગઈ તેની પ્રતીતિ કરાવવા દેવ નીલિમા અને કામિનીને અતીતકાળના કક્ષમાં લઇ ગયો...
જયારથી દેવ અમીર બનવાના ઊંધા રવાડે ચડી ગયો હતો ત્યારથી...
બચપણમાં અબૂધ ઉંમરે જોયેલી માંલેતુંજારની જાહોજલાલીને હવે દેવ તેની નજર સમક્ષ જોઈ રહ્યો હતો. કાળ ક્રમે નિષ્ક્રિય થયેલું ‘અમીર’ બનવાનું સ્વપ્ન ફરી ફરી દેવના પંડમાં જાગૃત થવાં લાગ્યું. અમીર બનવાના ખ્વાબ જોવામાં તો ક્યારેક રાશિફળ જોવા જાણવા અને એસ્ટ્રોલોજરના રવાડે ચડી જતો...
અને એક દિવસ....દેવના કિસ્મતનું ચક્ર એવું ઊંધું ફર્યું કે.... અમીર લોગની એક ખાસ કોમ તલપાપડ થઈને દેવના તળિયા ચાટવા લાઈન લગાવીને ઊભી હતી.
અને અંતે એ દિવસ આવી ગયો...
એ ચૈત્ર મહિનાની કાળઝાળ ગરમીના દિવસો હતા. દેવ જે કંપનીમાં જોબ કરતો હતો તે કંપનીએ એક ધનાઢ્ય પરિવારને સ્પલાય કરેલાં એરકન્ડીશનમાં ખામી સર્જાતા પરિવારે કરેલી ફરિયાદને ધ્યાનમાં લેતા બેથી ત્રણ કુશળ કારીગર તેમના ઘરે જઈ આવ્યાં છતાં તેની કમ્પલેઈનનો કોઈ નીવડો ન આવતાં કંટાળીને ફરજ પરના અધિકારીએ છેવટે દેવને તેમને ત્યાં મોકલાવ્યો.
મધ્યાહ્નનો ૧:૪૫નો સમય હશે જયારે શહેરની મધ્યમાં હારબંધ આવેલાં વિશાળ અને આલીશાન વિલામાંથી એક બંગલામાં દેવ સીક્યોરીટી પાસ કરી ભીતર પ્રવેશ્યો.
સર્વન્ટ સાથે દેવ જયારે અત્યાધુનિક ઈમ્પોર્ટેડ ઇન્ટીરીયર સજાવટથી સજ્જ વૈભવી ડ્રોઈંગરૂમમાં દાખલ થતાં જ થોડીવાર દેવને થયું કે, કઈ દુનિયામાં આવી ચડ્યો ?
સર્વન્ટના ગયા બાદ દેવ ચકળ વકળ ડોળા ફેરવતા ડ્રોઈંગ રૂમ નિહાળે એ પહેલાં તેની પીઠ પાછળથી એક ઘુંટાયેલો સ્વર સંભળાયો...
‘તું ટેક્નીશીયન છો ?’
તરત જ સોફા પરથી ઉભાં થઈ પીઠ ફેરવતાં દેવે નજર કરી તો, ડ્રોઈંગરૂમથી ફર્સ્ટ ફ્લોર તરફ ઉપર જતી માર્બલની સીડીની મધ્યમાં, એક હાથ સીડીની રેલીંગ પર એક હાથ કમર પર મુકી, અનોખી અદામાં ઉભેલી આશરે પાંત્રીસથી ચાળીસ વર્ષની કમનીય કાયા ધરાવતી યુવતી લાઈટ પીંક કલરનું ગાઉન પહેરી ઊભી હતી.
‘જી’ યુવતીનું દેહલાલિત્ય જોઇ દેવ માત્ર એટલું જ બોલી શક્યો.
બ્લુ કલરના જીન્સ પર હાલ્ફ સ્લીવ ઓફ વ્હાઈટ કલરના સ્કીન ટાઈટ ટી-શર્ટ, કસાયેલાં શરીરના મજબુત બાવડાં અને પહોળી છાતી સાથે પરફેક્ટ ફીઝીકલ ફીટનેશનું પ્રમાણ આપતાં દેવના દેહ પર એક નજર નાખતાં યુવતી બોલી,
‘ચલ, ઉપર આવ, મારી સાથે.’
મુંડી નીચી કરી, ટુલ્સ બેગ ઉપાડી, દેવ ધીમે પગલે યુવતીની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
સીડીના અંતિમ પગથિયા પછી એક ફૂટના અંતરે ડાબી તરફ આવેલાં બેડરૂમનું ડોર ઓપન કરી બન્ને અંદર પ્રવેશતાં દેવની આંખો ચકાચોંધ થઇ ગઈ. બે પળ માટે એવો આભાસ થયો જાણે કે કોઈ સ્વપ્ન નગરીમાં આવી ચડ્યો હોય.
‘તું ટેકનીશીયન કમ અને બોલીવૂડનો હીરો વધુ લાગે છે.’
દેવનું શરીર શોષ્ઠ્વ અને બોડી લેન્ગવેજ પર એક નજર નાખતાં યુવતી બોલી.
શરમાતાં શરમાતાં દેવ માત્ર એટલું જ બોલ્યો..’ હમમમમમ.’
‘મેડમ, પ્લીઝ કહેશો કે, એ.સી.માં શું તકલીફ છે ?
વિનમ્રતાથી દેવે પૂછ્યું,
‘તમારી કંપની એ જે રીતે ડીસ્ક્રાઇબ કર્યું છે, એ લેવલનું કૂલિંગ જ નથી આવતું. કંપનીના ડફોળ જેવા બે રીપેરર્સ આવી ગયાં પણ, પ્રોબ્લેમ ત્યાં નો ત્યાં જ છે. હવે તું ઠીકથી જોઇ લે, અને ન થાય એમ હોય તો તું જાતે જ ઉપાડીને કચરા ટોપલીમાં ફેંકી દેજે આ સડેલા એ.સી.ને.’
સુષ્મિતા સેન જેવા રૂપના પંડમાંથી, સૂર્ણપન્ખા જેવા આકરાં મિજાજનો પરિચય આપતાં કર્કશ અને કડવા સૂર સંભળાતા દેવને નવાઈ લાગી. પછી ખ્યાલ આવ્યો કે, ધનનો ઘમંડ બોલે છે. એટલે મનોમન હસતાં, સાંભળ્યું ન સાંભળ્યું કરી, દેવ ટૂલ્સ બેગ ઉઘાડી, તેના કામે વળગ્યો.
અને યુવતીએ બેડરૂમની બહાર જતાં જતાં પૂછ્યું,
‘શું નામ છે ?’
‘દેવ’ યુવતીની સામે જોયાં વગર દેવે જવાબ આપ્યો.
અડધો કલાક પછી સર્વન્ટે આવી દેવને પૂછ્યું
‘આપ શું લેશો ? ચાય- કોફી યા જ્યુસ ?
કપાળ પરનો પરસેવો લુંછતા દેવે જવાબ આપ્યો,
‘જ્યુસ.’
એટલે દસ મિનીટ બાદ સર્વન્ટ જ્યુસનો ગ્લાસ મુકી જતો રહ્યો..
અડધો કલાક પછી.....
‘કેવી મઝા આવે છે, પરસેવે નાહવાની ?
જ્યુસનો ગ્લાસ હાથમાં લઈ બેડરૂમમાં એન્ટર થતાં યુવતી બોલી.
સ્હેજ હસતાં દેવે ઉત્તર આપ્યો.. ‘આ તો અમારું રોજનું કામ છે, મેડમ.’
‘અરે, તારું તો સમજ્યા બીજા કોઈને પણ પરાણે નહવડાવવાનું એ પણ તારું કામ છે?
હસતાં હસતાં બેડ પર લંબાવતા યુવતી બોલી..
‘સોરી, મેડમ પણ આજ પછી તમારે પરસેવે નહીં નાહવું પડે એ મારી ગેરેંટી.’
દેવે તેની સર્વિસનો સચોટ ભરોસો આપતાં કહ્યું.
‘ઓહ્હ... આટલો બધો...ટ્રસ્ટ છે તને તારા કામ પર ? અને તું તારી ગેરેંટીમાં ફેઈલ થઈ ગયો તો ?
‘તો આપ કહો એ મંજૂર.’ દેવને થયું કે આ માથા ફરેલીને દૌલતની ઘમંડીને તેની જ ભાષામાં જવાબ આપવો યોગ્ય છે.’
‘અચ્છા..... ચલ તને પણ જોઈએ લઈએ આજે.’
જ્યુસનો ગ્લાસ ટેબલ પર મૂકી, બેડ પરથી ઉભાં થઈ વોશરૂમમાં જતાં યુવતી બોલી.
આશરે કલાક એકની મથામણ પછી દસ જ મીનીટમાં બેડરૂમનું તાપમાન ઠંડુગાર થઇ જતાં, દેવ તેની કામગીરીમાં સફળ થતાં બોલ્યો,
‘બોલો, મેડમ હવે સંતુષ્ટ છો ?
‘હહમ્મ્મ્મ.. બેસ,’ આંખોના ઇશારાથી દેવને સોફામાં બેસવાનો સંકેત આપતાં યુવતી આગળ બોલી,
‘શું પ્રોબ્લેમ હતો ?
‘પ્રોબ્લેમ હતો નહીં પણ, પ્રોબ્લેમ ક્રિયેટ કરવામાં આવ્યો હતો.’
દેવ બોલ્યો.
એટલે ચોંકી જતાં યુવતીએ પૂછ્યું.
‘મતલબ ?’
‘સોરી મેડમ...’ દેવ હજુ આગળ બોલવા જાય ત્યાં યુવતી બોલી,
‘કંચન, કંચન અગરવાલ.’
‘આઈ મીન ટુ સે કંચન મેડમ કે, કોઈએ એ.સી. પ્રોપેર કામ ન કરે એટલે તેના પાઈપના વાઈરીંગ સાથે છેડછાડ કરી હતી.’
‘ઓહ્હ... એવું હતું ? બટ હાઉ ઈઝ પોસ્સીબલ ? બેડ પરથી ઊભા થતાં જ્યુસનો ગ્લાસ તેના હાથમાં લઈ દેવની બેઠક પાછળ જઈ કંચન આગળ બોલી,
‘અચ્છા, તે મને શું ગેરંટી આપી હતી ? કે હવે તમારે પરસેવે નહીં નાહવું પડે એમ ?
‘જી’ દેવે જવાબ આપ્યો
‘અને નાહવું પડે તો... તમે કહો એ મંજૂર, એવું કહ્યું હતું તે યાદ છે ? કંચન બોલી
‘જી’ અચરજ સાથે ફરી એ જ જવાબનું પુનરાવર્તન કરતાં દેવ બોલ્યો,
‘અને......હું એમ કહું છું કે....આટલાં ચિલ્ડ ટેમ્પરેચરમાં તું પરસેવો વાળી દે તો.... તું કહે એ મંજૂર.’
કંચનનું અકલ્પનીય અને અધકચરું કથન સાંભળી બીજી જ પળે દેવ શોક્ડ થઇ ગયો. એટલે સ્હેજ થોથવાતા અવાજ સાથે દેવે પૂછ્યું
‘જીજી......જી.. હું સમજ્યો નહીં... આપ શું કહેવાં માંગો છો ?
એટલે વોર્ડરોબમાંથી તેનું પર્સ લઈ, દેવને અડકીને સોફામાં તેની પડખે બેસતાં કંચન બોલી...
‘ઓપન ધીઝ પર્સ.’
ડઘાઈ ગયેલાં દેવે પર્સ ઉઘાડી જોયું તો...આડેધડ ઠુંસેલી પાંચસો...પાંચસોની કરન્સી નોટથી પર્સ છલોછલ હતું....આશરે ચાળીસથી પચાસેક હજારની રકમનો અંદાજ લગાવતાં દેવ ગભરાઈને બોલ્યો...
‘પણ આઆ...આ આપ મને શા માટે બતાવી રહ્યા છો.. અને...? ’
‘તારા કહેવાં પ્રમાણે એ.સી.ની છેડછાડને પારખવા માટેનો પુરષ્કાર.’
કામુક ઈશારા કરતાં કંચન બોલી,
‘પુરષ્કાર...? પણ શા માટે ? અને કેટલો ?
‘પાડી શકે એટલા પરસેવાના પ્રમાણ જેટલો.’
માદક સ્વરમાં બોલી કંચન, દેવની કરીબ આવતાં... હજુ દેવ કંઇક સમજી આગળ બોલવા જાય ત્યાં કંચનના હાથમાં રહેલો જ્યુસનો ગ્લાસ દેવના ટી-શર્ટ પર ઢોળાઈ ગયો..
‘ઓહ્હ... શીટ...’
એમ કહી દેવ હજુ સોફા પરથી ઊભો થવા જાય ત્યાં કંચને તેનો હાથ પકડી કહ્યું...
‘વન મિનીટ.....કમ વિથ મી.’
એમ કહી કંચન દેવને વોશરૂમ તરફ લઇ જતાં બોલી.
વોશરૂમમાં ટી-શર્ટ ઉતારી અને દેવ હજુ તેના શરીરને પાણીથી સાફ કરે એ પહેલાં...પાછળથી આવી કંચને દેવની ભરાવદાર પોહળી છાતી પર તેની બંને હથેળીઓ જોશથી ભીંસી દીધી અને દેવની ઉઘાડી પીઠ પર અવિરત ચુંબન કરતાં અત્યંત માદક સ્વરમાં બોલી....
‘હેય...સેક્સી.....આજે આ ઠંડકમાં જો તું આગ લાગવી જાણે તો....જાણું કે... તારી ગરમી આગળ મારા રૂપિયા અને રૂપની આગ પાણી ભરે.... નહીંતર....’
આગળ ન બોલાયેલા કંચનના શબ્દોમાં લાચારી પણ હતી અને ગર્ભિત ધમકી પણ..... એ સમજી જતાં...
વીજળીના કરંટ લાગ્યા જેવી અતિ કામુક સ્થિતિની બીજી જ પળે દેવના દિમાગમાં કંઇક વિચારો સાથે વાસનાનું વાવાઝોડું ફરી વળ્યું...મગજ વિચારશૂન્ય થઇ ગયું...દેવના પંડમાં કામદેવ પ્રવેશ્યો...શરીરની ગરમી કરતાં રૂપિયાની ગરમી રોમે રોમમાં પ્રસરી ગઈ.... હજુ કંચન કામક્રીડાની પહેલ કરે ત્યાં તો....આવેગમાં આવી દેવે કપડાં ઉતારતા પહેલાં....વિચારો ફગાવી, શારીરિક અને માનસિક બંને રીતે સાવ નગ્ન થઇ ગયો...
લાઈફમાં પ્રથમ વખત ક્રિકેટના મેદાનમાં ઉતરી, કોઈ તરવરીયો નવજુવાન તેની ધારણા બહારની કાંડા અને બાવડાંની કાબેલિયતનું કૌશલ બતાવતાં, બેફામ અંધાધૂન ફટકાબાજી સાથે અણનમ રહી, ડેબ્યુ મેચમાં બેવડી સેન્ચ્યુરી ફટકારે એ રીતે એક કલાક બાદ...જયારે દેવએ કામદેવને રીજ્વ્યા એ પછી.....કૂલ ટેમ્પરેચરમાં પણ બેડ પર પરસેવે રેબઝેબ અને અધમુઈ હાલતમાં આંખો મીંચી સંપૂર્ણ નગ્નવસ્થામાં માંડ માંડ શ્વાસ લઇ રહેલી કંચન હાંફતા હાંફતા બોલી....
‘હરામી..... તને દેવ કહું કે દાનવ ?
ધબકતા હૈયાના ધબકારા સાથે દેવ બોલ્યો...
‘સમુદ્ર મંથનમાં તો દેવ જીત્યા હતા પણ આ શારીરિક મથામણમાં તો દેવ અને દાનવ બન્ને જીત્યા છે.’
ખુદના અજાણ રૂપથી અંજાઈ અને પોરસાઈ જતા, જાણે કે એવરેસ્ટ શિખર સર કર્યાનો ગર્વ અનુભવતા દેવ આટલું બોલીન વોશરૂમમાં જતો રહ્યો...
ફ્રેશ થયાં બાદ... કરન્સી નોટથીથી ઠસોઠસ ભરેલું પર્સ તેની ટુલ્સ બેગમાં ઠાલવતાં દેવ બોલ્યો...
‘ફરી પર ‘સેવા’ ના પરસેવે તરબતર થવાની ઈચ્છા જાગે તો યાદ કરજો...’
નગદ નારાયણની ગરમી હવે દેવના દિમાગમાં ચડી ગઈ હતી.
‘અમેઝિંગ.... રીઅલી આઈ એમ સ્પીચલેસ દેવ. તને આગ લગાડતા તો આવડે છે, પણ એથી વધુ સારી રીતે આગ બુજાવતા આવડે છે એ જાણી અને માણી આજે હું લાઈફમાં પહેલીવાર અતળ તૃપ્તતાથી ધન્ય થઇ ગઈ. આ તરસ અને તૃપ્તિ માટે હું વર્ષોથી તરસતી અને ટળવળતી હતી. આને આજે તે.....’
‘આજે તને ખબર પડીને કે.... આ બાહુબલી જેવા બાવડાં જે બળથી ન કમાઈ શક્યા તેને થોડી પળોમાં કળથી કમાઈને બતાવ્યું. તું તો સાલા કથીરને પણ કંચન બનાવી દે એવો પારસ છે યાર... હવે તને સમજાયું કે, તારી પહેલાં આવેલાં બે ડફોળ એ.સી. કેમ રીપેર ન કરી શક્યા ? મારે એ.સી.નું કૂલિંગ નહીં પણ મારું ટેમ્પરેચર કંટ્રોલ કરે એવો કારીગર જોઈતો હતો, અને તું.... માત્ર કારીગર નહીં પણ કામણગારો કારીગર છે, એ હું પહેલી નજરે જ પારખી ગઈ હતી.’
‘તે જોયું ને દેવ....હું કોઈ સુખ સાહ્યબી અને જાહોજલાલીથી વંચિત નથી, પણ આ છલોછલ છલકતી સમૃદ્ધિ સાગરની છે, સરિતાની નહીં. અને મને હંમેશા ઝંખના હતી ઝરણાંની. પણ...આ એક ભૂખનું મહેણું ભાંગવા હું ભટકતી હતી.. મારા પતિને મારી કાયા કરતાં મૂડીની માયા વધારે છે.....તેને મારા ફાટફાટ થતી જુવાનીના ફિગર કરતાં તેના બેંક બેલ્ન્સના ફિગરની ફિકર વધુ છે. પણ મારી આ કુદરતી ભૂખનું શું ? ભીખ માંગી માંગીને પણ કેટલી ભૂખ ભાંગુ ? આખરે તો હું પણ હાડમાંસના બનેલા માનવ જીવથી વિશેષ તો નથી ને ?’
આટલું બોલતાં કંચનની આંખો ભીની થઇ ગઈ...
કંચનની આત્મપીડા સુણી દેવને નવાઈ સાથે પહેલીવાર ભાન થયુ કે, અમીરના દુઃખ પણ કેટલા અજીબ હોય છે. એટલે થોડા સમય પહેલાં કંચન વિશેની તેની ભ્રમણા ભાંગી પડી. થોડીવાર પછી મનમાં કંઇક જાતજાતની વિચિત્ર લાગણી અનુભવતો દેવ ત્યાંથી રવાના થયો...
ઘરે આવી મોડી રાત સુધી પથારીમાં પડખાં ફેરવ્યાં પણ, આજે અચાનક ઉંધી દિશામાં ફરી ગયેલા નિયતિચક્રથી બદલાયેલી નિત્યસ્થિતિ અને નિદ્રા વચ્ચે તાલમેલ નહતો પડતો....કૈક ચિત્ર વિચિત્ર મનોમંથનની મથામણ પછી પણ દેવનું મન અશાંત અને અસ્થિર હતું. થોડીવાર માટે ઊંડા અપરાધભાવની લાગણીથી મન વ્યથિત થઇ જતું તો.. થોડીવાર બાદ કોઈને સ્વેચ્છાએ આત્માસંતોષ આપ્યાનું સૂકૂન મહેસુસ કરી રહ્યો હતો. પણ...દ્વિધામાં અટવાયેલો આત્મા ન્યાય અન્યાય વચ્ચનો ભેદ પારખી નહતો શકતો. પણ લાઈફમાં પહેલી વખત અપ્રતિમ શરીરસુખ ભોગવતાં તન કરતાં ધનનો ગરમાવો વધુ હુંફાળો લાગ્યો. દેવે સ્વપ્ને પણ નહતું વિચાર્યું કે, અમીર બનવા ઝમીર વેચવું પડશે.
ચમડી સાથે દમડી પણ મળશે. કોઈ સ્ત્રી તન વેંચે છે, તો કોઈ સ્ત્રી તન ખરીદે છે. છેક વહેલી પરોઢ સુધી સ્વ સાથે આવા વાદ-પ્રતિવાદના સંવાદનો સિલસિલો ચાલતો રહ્યો.
સતત પળે પળ પીછો કરતાં તે દિવસના એ ચિત્ર વિચિત્ર, ચરિત્ર ચિત્રના પડછયાના ઓછાયાની અસરમાંથી માંડ માંડ દેવ બહાર આવ્યો હતો ત્યાં...
.
વધુ આવતાં અંકે..