જીસ્મ કે લાખો રંગ - 9 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જીસ્મ કે લાખો રંગ - 9

જીસ્મ કે લાખો રંગ’

પ્રકરણ-નવમું/૯

આખી રાત જાગ્યા પશ્ચાત ભારોભાર નિદ્રા હોવાં છતાં પણ આરુષીની આંખો સ્હેજે મટકું નહતી મારતી કેમ કે.....સાત દિવસનો સમય આપી દેવના મનનો મણ એક નો ભાર હળવો થઇ ગયો હતો પણ...તેની સામે મણ એકથી વધુનો ભાર આરૂઢ થયો હતો આરુષીના દિલો- દિમાગ પર.

ઘરે આવી દેવે વિચાર્યું કે થોડીવાર સુઈ જાઉં... એ પછી સૂતા ને માત્ર વીસ મિનીટ થઇ હશે.. ત્યાં દેવનો મોબાઈલ રણક્યો...આખી રાતના ઉજાગરાથી ગાઢ ઊંઘમાં ઘેરાયેલી ઘેન ભરી આંખો માંડ માંડ ઉઘાડતાં સ્ક્રીન પરનું નામ વાંચ્યું.... ‘કામિની’..

‘હેલ્લો....ગૂડ મોર્નિંગ દેવ.’
‘હેહે...હે..હેલ્લો...ગૂડ મોર્નિંગ.’ બગાસું ખાતા દેવ બોલ્યો..
‘જો સ્વયં દેવ જ આટલાં મોડા ઉઠે તો તેના ભક્તોનું ભલીવાર કોણ કરશે... યાર ? કામિની બોલી..
‘પણ...જે વી.આઈ.પી. ભક્તો માટે દેવ આખી રાત ઉજાગરા કરે છે, એ ભક્તોને દેવની કોઈ કદર નથી તેનું શું ? હસતાં હસતાં દેવ બોલ્યો..

‘હા..હા..હા...’ હસતાં હસતાં કામિની બોલી...

‘એમાં એવું છે દેવ કે હું સુઈ જાઉં પછી મોબાઈલ સાઈલેંટ મોડ પર મૂકી દઉં...ઉઠી.. જસ્ટ ફ્રેસ થઈ, અને ફર્સ્ટ કોલ તને કર્યો.

‘પણ.. તને ખબર કેમ પડી કે આ મારો જ નંબર છે ? આશ્ચર્ય સાથે દેવે પૂછ્યું...
‘યુનિવર્સલ નારદમુનિની કૃપાથી.’ હસતાં હસતાં કામની બોલી..
‘એટલે...? સમજ્યો નહીં.’ બેડ પરથી ઊભા થતાં દેવે પૂછ્યું..
‘અરે.. યાર ટ્રુ કોલર.’
‘ઓહ્હ....’
‘બોલ ..બોલ.. કેમ અડધી રાત્રે યાદ કરી ? કામિનીએ પૂછ્યું..
‘તમને મળવું છે... બોલ ક્યારે મળી શકે એમ છે ?
‘જીગર જાગીરદારનું અનુસંધાન આપ્યાં પછી પણ ?
‘હાં...એ અનુસંધાન જાણ્યાં પછી જ તો મળવાની ઉત્કંઠા વધી ગઈ છે.’
‘હમ્મ્મ્મ.... ક્યારે મળવું છે. બોલ ? હું આજે લંચ ટાઈમ સુધી ફ્રી છું.. તું મારા ઘરે આવી જા..હું લોકેશન સેન્ડ કરું છું..બોલ ફાવશે ? કામિનીએ પૂછ્યું
‘ડન.. હું રેડી થઈ પહોંચુ એટલી વાર..’
‘ઓ.કે. ડન. ચલ બાય..’

આટલું કહી કામિનીએ કોલ કટ કર્યો એ પહેલાં દેવની ઊંઘ અને ઘેન બન્ને ઉડી ગયા...ફટાફટ કલાકમાં તૈયાર થઈ નીકળી પડ્યો... કામિનીએ જણાવેલા એડ્રેસ પર.


અચનાક કામિનીએ મુકેલા અલ્પવિરામ પછીની દિમાગમાં ચાલતી કંઇક કેટલીયે ઉખાણાં જેવી ઉત્કંઠા સાથે દેવ કલાકની રાઈડ પછી મલાડ સ્થિત કામિનીના બંગલે પહોંચતા કામિનીએ સિક્યોરીટી ગાર્ડ્સને અગાઉ અપાયેલા આદેશ મુજબ દેવને બંગલાના ડ્રોઈંગરૂમમાં લઇ જવાયો.


કામિનીના હટકે પ્રકૃતિને અનુરૂપ બંગલાના વૈવિધ્યપૂર્ણ રખરખાવ અને રાસરચીલું જોઈ પ્રભાવિત થયેલા દેવને જોતાં સોફા પરથી ઉભાં થતાં રેડ કલરનું ગાઉન પહેરેલી કામિની બોલી..

‘વેલકમ... વેલકમ...ટૂંક સમયમાં તારા સાથેની મુલાકાત અપેક્ષિત હતી જ.’

‘યુ આર રાઈટ... પણ, સાચું કહું તો ક્યારેક જે મજા અલ્પવિરામમાં હોય, એ પૂર્ણવિરામમાં નથી હોતી એ...વિધાનને તારી વાત અને વ્યક્તિત્વ બંને એ સાબિત કરી આપ્યું.’ સોફા પર બેસતાં દેવ બોલ્યો.

‘પણ એ તો વક્તા અને શ્રોતા બન્નેના સમજણની સમતુલા પર આધાર રાખે છે, દેવ. બોલ.. શું લઈશ કોલ્ડ ઓર સમથીંગ હોટ. ?’
કહી દેવની સામેના સોફા પર તેના પગ પર પગ ચડાવતાં કામિની બોલી...
‘આઈ લાઈક ટુ ડ્રીંક કોલ્ડ કોફી.’
‘વેઇટ..’ એમ કહી કામિની કિચન તરફ ગઈ...અને બે મીનીટમાં પરત આવી કહ્યું,
‘ચલ, દેવ આપણે ગાર્ડનમાં બેસીએ.’ એમ કહેતાં દેવ અને કામિની બન્ને એ ગાર્ડનમાં આવેલા આસોપાલવના વૃક્ષ નીચે ગોઠવેલા ઝૂલા પર આસાન જમાવ્યું.

‘થોડીવારમાં કોલ્ડ કોફી સર્વ કરી સર્વન્ટના જતાં રહ્યાં પછી આડી અવળી ઔપચારિક વાતચીત બાદ અધૂરા અતીતના અધ્યાયનો આરંભ કરતાં કામિની બોલી..

‘દેવ... આ જગ્યાના ખૂણે ખૂણે નજર પડતી જાહોજલાલી જીગર જાગીરદારની છે.
‘જીગર મારો પ્રથમ અને અંતિમ પ્રેમ.’

‘હું કોલેજના પ્રથમ વર્ષમાં હતી અને જીગર ત્રીજા વર્ષમાં. હું તેના પરિચય અને પરાક્રમ બન્નેથી અજાણ હતી. એક કુખ્યાત બુટલેગરનો એકમાત્ર વારીસ. કોલેજમાં કોઈ ખોટી કનડગત નહીં પણ...કોઈ વાત કે વાદ લઈ એક વાર જીદે ચડે તો..પછી કોઈ પણ કિંમતે તે હાંસિલ કરીને જ જંપે. જન્મજાત મારા અકડું સ્વભાવગત અભિગમના કારણે કોલેજમાં મારી પીઠ પાછળ ચર્ચા થતી રહેતી. અને એ ચર્ચા પહોંચી જીગરના કાને. કોલેજમાં જીગરની એવી ધાક ધમકીની ધજાનો ફાંકો ફરકકતો કે કોલેજની કોઈપણ ગર્લ તેની મિત્રતાનો અસ્વીકાર કરી તેની સાથે દુશ્મની વહોરી લેવાની હિંમત ન કરે. એ અહંકારના જોરે જીગરે મારી નજીક આવવાના અનેક પેંતરા અજમાવી જોયા પણ...અંતે હથેળી મસળતો રહ્યો. અંતે તેણે કોલેજની બહાર મારો પીછો કરી આડકતરી રીતે મેન્ટલી હેરેઝમેન્ટ કરવાનું શરુ કર્યું.. એ પછી કંટાળીને એક દિવસ...’

કોલેજ કેમ્પસમાં એક તરફ બોલાવી મેં જીગરને કહ્યું..

‘જો જીગર મને તારી સાથે રજ માત્ર રંજીશ નથી, પણ મને તારી સોચ પ્રત્યે ભારોભાર નફરત છે. તું મારી પાસે શું હાંસિલ કરવા માંગે છે ? મારું રૂપ ? મારું શરીર ? ચલ આપ્યું.. તું કહે ત્યાં હું આવવા તૈયાર છું. બળજબરીથી તું મારા તન પર કબજો મેળવી લઈશ પણ, મન પર નહીં. બાકી તું આ રીતે સરેઆમ અક્કલના પ્રદશન કરી, રોજ રોજ નીતનવા ત્રાગા કરી તારી ઈજ્જત શા માટે ઓછી કરે છે ? કરવું હોય તો કંઇક એવું કરને કે, દુનિયા તમે મળવા તરસે. એ દિવસે હું દુનિયા સામે ગર્વથી માથું ઊંચું કરી કહીશ કે, હું પણ જીગરની મિત્ર છું. બાકી એક વાત યાદ રાખજે કામિની તારા ઝુલ્મોથી ખાક થઈ જશે પણ તારી નહીં થાય.’

ચુપચાપ સાંભળી રહેલા જીગરના ચહેરાના રીએક્શન જોતાં મને લાગ્યું કે, ડાહપણના ઓવર ડોઝથી કયાંય રીએક્શન ન આવી જાય...એટલે આટલું બોલી હું ચુપચાપ નીકળી ગઈ...

મને ગળા સુધી ખાત્રી હતી કે, એક સામાન્ય સ્ત્રી દ્વારા પ્રતિકુળ પ્રકૃતિના પુરષની છંછેડાયેલી મનોવૃત્તિનું કંઇક વિકૃત પરિણામ આવશે જ. પરિસ્થિતિ અનુસાર પ્રતિકાર કરવાના નિશ્ચય અને ભયના ઓથાર સાથે બીજા દિવસે હું કોલેજમાં એન્ટર થઇ...

સામાન્ય વાતાવરણ જોઈ હાશકારાનો શ્વાસ લીધો..બપોર સુધી કોઈ અમંગળ ઘટનાના સંકેત ન મળતા થોડી રીલેક્શ થઈ. ક્લાસમાંથી કેન્ટીન તરફ જઈ રહી હતી ત્યાં પાછળથી અવાજ આવ્યો... એ મારી જીગર જોડેની કોલેજની અંતિમ મુલાકાત તને શબ્દશ: સંભળાવું..

‘કામિની.... એક મિનીટ.’

પાછળ ફરી જોયું...એ જીગર હતો...
‘જી’ કામિની બોલી
‘જરા આ તરફ આવ...’ એમ કહી જીગર મને થોડે દુર કેમ્પસની એક તરફ લઇ ગયો. જ્યાં હું અને જીગર સિવાય કોઈ નહતું... તેના કોઈપણ પ્રકારના પ્રતિકાર માટે હું માનસિક રીતે સજ્જ હતી છતાં સ્હેજ ગભરાયેલી પણ.

‘કામિની...મને ના સાંભળવાની આદત નથી... કેમ કે, મને ના કહેવાની કોઈની હિંમત નથી. પણ... તારી ‘ના’ કરતાં બળજબરીની ‘હા’ માં મારી હાર છે. મેં જિંદગીમાં જે ચાહ્યું તે હાંસિલ કરીને જ રહ્યો છું.પણ....હવે હું તને હાંસિલ નહીં કરું, પરંતુ... હું એ સમયની પ્રતિક્ષા કરીશ કે જયારે તું મારો સ્વીકાર કરીશ અને એ પણ તારી મરજી અને રાજી ખુશીથી.’

‘એ પછી જીગરે તેના વોલેટમાંથી તેનું વીઝીટીંગ કાર્ડ કામિનીના હાથમાં આપતાં કહ્યું ‘આમાં મારો પર્સનલ કોન્ટેક્ટ નંબર છે... આ તને એટલા માટે આપું છું કે, આજથી હું હંમેશ માટે કોલેજ છોડી રહ્યો છું.... આજ પછી હું ક્યારેય તારી સામે નહીં આવું....પણ લાઈફ ટાઈમ તારી રાહ જોઇશ.....હવે હું એક એવો દાનવ બનીશ કે, દેવને પણ મારી દરિયાદિલીની ઈર્ષ્યા થાય.’

‘બે ક્ષણ માટે આંખો મીંચતા મારા શરીર માંથી એક લખલખુ પસાર થઈ ગયું... સુખદ આંચકા સાથે અનહદ અચરજ થયું કે આ જીગર બોલે છે ? માત્ર ગણતરીના કલાકોમાં વાલિયાના પંડમાં વાલ્મીકીનો અવતાર ? શું પ્રતિક્રિયા આપવી એ અસમંજસ સાથે બોલી..

‘આઆ...આ તું શું બોલે છે જીગર ? આવડું મોટું ડીસીસન ? બટ વ્હાય ? મારી કોઈ વાતથી તું હર્ટ થયો હોય તો આઈ એમ વેરી સોરી.’
‘ના.. ના.. હર્ટ નહીં.. હું પણ કોઈ ડીસીસન લઇ શકું છું એ સભાનતાનું ભાન કરાવવા માટે થેન્ક્સ.. મારે જે કંઇ કહેવાનું હતું એ કહી દીધું... ચલ બાય..’

આ રીતે અચાનક ગંભીર ચર્ચા પર અચાનક પૂર્ણવિરામ મૂકી જીગર ચાલવા લાગતાં કામિની બોલી..



‘એએએ...એક મિનીટ... જતાં જતા મારી એક વાત સાંભળ.. તું સૌને કહે છે કે, હું કોઈનાથી ડરતો નથી, પણ કોઈ તારાથી પણ ન ડરવું જોઈએ. બસ..
એ પછી તને આજીવન કોઈ પરાજિત નહીં કરી શકે. બસ આટલું યાદ રાખજે.’

‘એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર એક મનમાં ઊંડા નિરાશા અને નિસાસા અને ભારે પગે સ્મિત આપી જીગર જતો રહ્યો...અમારું કોલેજનું અંતિમ મિલન અને જીગરનું અકલ્પનીય પરિવર્તન મારા માટે પીડાદાયક હતું. તે દિવસની ઘડી પછી...’

‘ત્રણ વર્ષ બાદ...જે દિવસે મારા લગ્ન થયાં તે દિવસે મારા દાંપત્યજીવનની શુભકામના માટે જીગરનો કોલ આવ્યો હતો... માત્ર ૧૭ સેકન્ડના કોલ ડયુરેશનમાં જીગરના શબ્દોમાં તેના પરિવર્તનના પડઘાની આત્મપીડા આંગણે વાગતી શરણાઈના સૂર પર ભારે પડી રહી હતી. થોડીવાર માટે લાગ્યું કે, બાપના ઘરની સાથે સાથે મારી પાછળ ઘણું છૂટી રહ્યું હતું.’

સજળનેત્રો સાથે થોડીવાર માટે કામિની ચુપ રહ્યાં બાદ બોલી...

‘તે રાત્રે પ્રાણજીવન પર ઘાતકી હુમલા પછી થથરતાં પરિણામની કરતાં કરતાં અચનાક વીજળીની જેમ નામ સ્મરણ થયું...જીગરનું.’

‘સવા ત્રણ વર્ષ પહેલાંનો સંપર્ક નંબર સંઘરેલા સાપની જેમ ખપ લાગ્યો.
પાંચ જ મીનીટમાં પરિસ્થિતિ સમજતા જીગરે કહ્યું,
‘ચિંતા ન કર. હું કાર લઈને આવું છું.’
‘પણ, જીગર મારું સરનામું ? કામિનીએ પૂછ્યું
‘સ્નેહીના સરનામાં સ્મરણમાં જ હોય.’ જીગર બોલ્યો
‘બસ..તે દિવસની ઘડીથી હું જગતના નાથ પહેલાં જીગરની તસ્વીર સામે પહેલાં શીશ ઝૂકાવું છું.’ કામિની બોલી..

‘એ પ્રાણજીવનનું શું થયું ? ઉત્સુકતાથી દેવે પૂછ્યું.

‘ભૂંડી મોતે મરી ગયો... એ ઘટનાના ત્રણ દિવસ બાદ. હમ્મ્મ્મ..
‘પ્રાણ અને જીવન’ એક વ્યક્તિમાં બે વિલન.’
કોફીનો આખરી ઘૂંટ ભરતાં સ્હેજ હસતાં કામિની બોલી.

‘પણ...તેની પત્ની કે તારા પતિએ તારા પર કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરી ? ફરી દેવે પૂછ્યું.

સ્હેજ હસતાં હસતાં કામિની બોલી..

‘દેવ...તને એ વાત સાંભળીને નવાઈ લાગશે કે પુરષોત્તમ અને પ્રાણજીવનની પત્નીએ હાથ જોડી મારો આભાર માન્યો.’

દેવનું મોં અને આંખો બન્ને પોહળા થઇ જતાં પૂછ્યું ..
‘આભાર, તારો...કેમ ?
‘એ રાક્ષસના અત્યાચાર અને પાપમાં ભાગીદાર બનવામાંથી હંમેશ માટે છુટકારો અપાવવા બદલ. જીગરની ધાક, ટોચ લેવલના પોલીસ ખાતાની વગ, અને મારા પતિ અને જેઠાણીની મારા તરફી જુબાની સાથે સાથે મોટી રકમની ગરમીથી પીગળીને પોલીસ ડીપાર્ટમેન્ટે આખા કેસને રફા દફા કરી ફાઈલ ક્લોઝ કરી દીધી. અને એ જીગર માટે ડાબા હાથનો ખેલ હતો.’

દેવની આંખોમાં જોઇ કામિની આગળ બોલી...

‘દેવ તું બોલીવ નહીં કરે... એક સમયે જે જીગર મારી મિત્રતા મેળવવા આકાશ પાતાળ એક કરી ચુક્યો હતો તે જીગર સાથે હું સાત વર્ષ અગિયાર મહિના અને સત્યાવીસ દિવસ રહી પણ એ જીગરે મારી સામે એક એવી નજર સુદ્ધાં નહતી કરી..કે જે નજરની મને ખુદ પ્રતિક્ષા હતી. જગતભરની જે સુખ સાહ્યબી વિષે મેં સ્વપનમાં પણ નહતું સોચ્યું એવી જન્નત જેવી જાહોજલાલીની જીગરે મને સેર કરાવી હતી. દેવ.. સ્નેહ તો સૌ કોઈ કરે પણ મારા જીગરે તો મારી સાધના કરી હતી. આજે મને પાંત્રીસ વર્ષે મને કોઈ પૂછે કે તારી ઉંમર કેટલી તો એમ જ કહું છું કે....

‘સાત વર્ષ અગિયાર મહિના અને સત્યાવીસ દિવસ.’

‘પણ...મારા જીગરની દરીયાદીલીથી કોઈ દેવનું દિલ દુભાયું અને કાળની છળકપટથી વાલ્મીકી બનેલા જીગરના કપાળ પર ગોળી વીંધીને કાયમ માટે વાલિયાના કલંકનું તિલક કોતરી દીધું.’

ડૂમો બાજેલા ગળે માંડ માંડ દેવે પૂછ્યું..

‘એ.. કઈ રીતે બન્યું ?

વધુ આવતાં અંકે..