જીસ્મ કે લાખો રંગ’
પ્રકરણ-સાતમું/૭
બન્ને ટાંટીયાં પોહળા કરી, તેના હોઠ પર જીભ ફેરવતાં પ્રાણજીવન બોલ્યો..
‘તો...રાહ કોની જુએ છે.... લઈને પ્રાણને... તારી બાંહોહોહોહોહોહો........હો ઓઓઓઓઓઓઓઓઓઓ......ઓ’ બોલતાં પ્રાણજીવનમાં ગળામાંથી કારમી ચીસ ફાટી ગઈ.... અને બેડ પરની સફેદ ચાદર પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું.....
ખુન્નસથી ખેંચાઈ ગયેલી દિમાગની નસોને શાંત પાડવા કામિનીએ એક જ જાટકે પ્રાણજીવનનું ગુપ્તાંગ વાઢી નાખ્યું....
હજુ પ્રાણજીવન તેજાબી પીડાની ચરમસીમા પર પહોંચે એ પહેલાં તો કામિનીએ ધારદાર તીક્ષણ છરી વડે ધડાધડ ઘા ઝીકી પ્રાણજીવનની બંને આંખો ફોડી નાખી...
અને એ પછી લહુલુહાણ પ્રાણજીવન ગળાની નસો ફાટી જાય એ હદે ચીચયારી પાડતો અધમુઓ થઈ તરફડતો રહ્યો....પણ...ઝખ્મી આત્મસન્માનથી કામિનીના મગજ પર સવાર થયેલા ઝનુને એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે....પાશવી અને ઘાતકી કૃત્યને સંતોષકારક ન્યાય આપવા અંતે કામિનીએ.... પ્રાણજીવનની જીભ કાપી ફેંકી દીધા પછી જ..... પ્રાણજીવનની ચીસ અને કામિનીનો જીવ બંને શાંત પડ્યા.’
ખરડાયેલા હાથે એક ખૂણામાં છરીનો છુટ્ટો ઘા કરતાં ખુરશી પર બેસી ઠંડે કલેજે કામિની બોલી....
‘હલકટ.... તારા જેવા તો કંઇક હરામી કામિનીની આગળ પાછળ ફરે છે.. પણ મજાલ છે, કોઈની કે કોઈ આંખ ઉંચી કરી મને તાકવાની હિંમત કરે.....અને તું..તું...સડેલા સૂવર તારી જાતને સમજે છે શું ? તારી લંપટ નજરને તો હું આ ઘરમાં પગ મુકતા પહેલાં જ ભાળી ગઈ’તી..પણ મારા મા-બાપની ખાનદાની ખાતર હું ગમનો કોળીયો ગળી ગઈ. બાકી તારા જેવા મગતરાને તો હું મચ્છરની જેમ મસળી નાખું સમજ્યો..’
‘બહુ અભરખો હતો ને ... મને તારા પ્રાણ બનવવાનો...લે..જા હવે ખંજવાળતો રે જે. એક વાત બરાબર સમજી લે... હવે જો કોઈની પર આંગળી પણ ઉંચી કરીને તો...જીવતો સળગાવી દઈશ સમજી લે જે... અને હું જાઉં છું કાયમ માટે... પુરષોત્તમનો ચાંદલો ભૂંસીને... ભડવાની બૈરી બનીને રહેવા કરતાં...કોઈ મજબુરની વિધવા બનીને રહેવાનું વધુ પસંદ કરીશ ..હહાહા....હાક થું.’
જીવલેણ પીડાથી કણસતા રક્તરંજીત પ્રાણજીવન મોં પર થુંકી, લાત મારતાં બેડ પરથી નીચે પછાડી દીધો.
મધરાત સુધી કામિની તેના રૂમમાં બન્ને હથેળી વચ્ચે ચહેરો દબાવી ધ્રુસકે ધૂસકે રડતાં મનોમન કિસ્મતને કોસતી રહી....અચાનક દિમાગમાં ચમત્કારનો સંકેત મળતાં સંઘરી રાખેલા સાપ જેવા સ્નેહીને કોલ જોડ્યો.....બે જ મીનીટની ટૂંકી વાર્તાલાપ પછી... બે જોડી કપડાં લઈ ઘરબાર છોડી કામિની નીકળી પડી..
જાણે કે કોઈ વર્લ્ડ ક્લાસ મર્ડર મિસ્ટ્રીની લાઈવ કોમેન્ટ્રી સાંભળતો હોય એમ કામિનીનું અંતિમ વાક્ય પૂરું થતાંની સાથે સાથે કામિનીની લાલચોળ ખુન્નસ ભરી આંખોમાંથી ટપ ટપ ટપકતાં આંસુ જોઇ દેવ થોડીવાર માટે આંખો બંધ કરી
ભીતરથી રીતસર થીજી ગયો.
અચાનક નજદીકમાં કોઈ ભયંકર બ્લાસ્ટ થયાં બાદ થોડો સમય માટે શ્રવણશક્તિ હણાય જાયે એમ દેવ સાવ સૂન થઇ જતાં... કામિનીએ પૂછ્યું..
‘એ હેલ્લો.... ક્યાં ગુમ થઇ ગયો ?
એક ઊંડા શ્વાસ સાથે ચિલ્ડ ફેનીનો સીપ મારતાં દેવે પૂછ્યું...
‘નથીગ....એ પછી શું થયું. ?’
કામિની તેના પોર્ટ વાઈનના ગ્લાસમાં બે આઈસ ક્યુબ નાખી ગ્લાસને હલાવતાં હલાવતાં ચેર પરથી ઊભી થઈ દેવની પાછળ આવી બોલી..
‘એ પછી હું હંમેશ માટે ફરી અસલી કામનીના કિરદારમાં પ્રવેશી ગઈ.’
‘અસલી કામિની, મતલબ ?
‘એ રાત્રે અચાનક વિધાતાએ મારી તકદીરમાં ટાંકેલી તૂટી પડેલી વીજળીના વિનાશ પછીના તારાજીનો મને અંદાજ આવતાં થોડીવાર તો પરસેવા સાથે સમગ્ર શરીરમાં કંપારી છૂટી ગઈ. પછી જે રામબાણ જેવો રસ્તો સુજ્યો તેનું અંતિમ આ ઘટનાથી પણ વધુ ભયાનક હતું. પણ....કિસ્મતે કંડારેલા કાતિલ ઝેરના મારણ માટે નીલકંઠીની કંઠી બાંધી, દીક્ષા ધારણ કરી, માયાવી મૃગજળ જેવા સંસારસ્નેહથી છુટકારો મેળવવા કોઈ ઉપાય નહતો.’
ચેર પરથી ઉભાં થતાં દેવે પૂછ્યું..
‘વધુ ભયાનક ? એટલે.. હું કંઈ સમજ્યો નહીં.’
ખાલી ગ્લાસ ટેબલ પર મૂકી, તેના છુટ્ટા કેશ બાંધ્યા પછી કામિની બોલી..
‘સોરી દેવ, રાઈટ નાઉ આઈ એમ ગેટીંગ ટુ લેઇટ. ફરી કયારેક મળીશું તો..દોઝખ જેવી જિંદગાનીના ઝખ્મના દાગ અને દાસ્તાન બન્નેથી વાકેફ કરાવીશ. અને.. હજુ મારે પણ તારી કહાની તારી જુબાનીમાં સાંભળવાની બાકી જ છે ને.’
આતુરતાથી દેવે પૂછ્યું
‘પણ...આટલું સાંભળ્યા પછી.. આઈ હેવ નો પેશન.. અને ફરી ક્યારે મળીશું..?
‘બસ આ રીતે કયાંક સહજ અચનાક જ...’ કામિનીએ ઉતાવળથી નીકળતા નીકળતાં તેનો સેલ નંબર દેવ સાથે શેર કર્યા પછી....અંતે.... ઉત્કંઠાની ચરમસીમા પર આવેલાં અમૃતાલાપ પર પ્રશ્નાર્થ જેવું અલ્પવિરામ મૂકતાં કામિની બોલી...
‘પઝલ જેવી અધુરી કહાનીના અનુસંધાનને જોડવા માટે હું તને હિન્ટ જેવી એક કડીનું નામ આપું છું, જે વજનદાર નામની હું ભાગીદાર છું. એ પછી તું નક્કી કરજે તારે મને મળવું છે કે નહીં.
‘શું નામ છે ? અત્યંત આતુરતાથી દેવે પૂછ્યું..
‘એ નામ છે........જીગર જાગીરદાર. બાય...’
આટલું બોલી કાઉન્ટર પર મૂકેલાં બીલ પર સીન્ગ્નેચર કરી કામિની લિફટમાં જતી રહી અને દેવ બસ બૂતની માફક તેને તાકતો જ રહ્યો...
જીગર જાગીરદાર નામ સંભાળતાની બીજી જ ક્ષ્રણે દેવના ફેનીનો નશો ફૂસ્સ્સ થઈને શૂન્યની સપાટી પર આવી ગયો...
જીગર જાગીરદાર એટલે....
મુંબઈના ડોંગરી વિસ્તારનો એક સમયનો કુખ્યાત બુટલેગર. જીગરનો સંગીન ગુન્હો સામે આવ્યાં પછી પણ પોલીસ ડીપાર્ટમેન્ટ તેની સામે પગલાં ભરતાં બે વાર વિચારે. એવી ધાકનો જાગીરદાર હતો જીગર.
બીજા દિવસે છેક મુંબઈ પહોંચ્યા સુધી દેવના દિમાગમાં જીગરના નામના ઝાટકા વાગતા રહ્યાં. લેઇટ નાઈટ સુધી બેડમાં પડ્યા પછી પણ દેવના ચિતને જપ ન વળતાં ટેબલ પર પડેલું લેપટોપ ઉઠાવી, બેડ પર લંબાવી તકીયાનો ટેકો લઇ તેના ખોળામાં મુકેલા લેપટોપને ઓન કર્યા પછી...સર્ચ ઇન્જીન પર ટાઇપ કર્યું...
‘મર્ડર હિસ્ટ્રી ઓફ જીગર જાગીરદાર....’
ત્રણ વર્ષ પહેલાં ડઝનબંધ ગુન્હામાં સંડોવાયેલા ગિરફતાર જીગર જાગીરદારને અદાલતના આદેશનો અમલ કરતાં પોલીસ કાફલો તેની વેનમાં મુંબઈથી નાસિક જેલમાં ટ્રાન્સફર કરવા માટે લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે...વહેલી પરોઢના પાંચેક વાગ્યાની આસપાસ હાઇવેના એક સુમસામ સ્થળ પર જીગરના લઘુશંકાના બહાને ભાગી છુટવાના ઈરાદાને નિષ્ફળતાનો અંજામ આપવાં પોલીસ અધિકારીઓએ કરેલા આડેધડ ગોળીબારમાં જીગરને ઠાર કરી દેવામાં આવતાં પ્રાથમિક દ્રષ્ટિ પછી પોસ્ટ મોર્ટમ રીપોર્ટ બાદ તેને ઓફિસીયલી મૃત જાહેર કરાયો હતો..
અને....મૃતકના વારસદાર તરીકે નામ હતું... કામિની જાગીરદાર.
‘કામિની’
દેવના સમજણની શતરંજના સઘળા મોહરા પર ભારે પડતાં આ ત્રણ અક્ષરના શબ્દ ‘કામિની’ ના ભરેલાંઅગ્નિ જેવા વિચારચિંતનની ચિતાથી ઉડેલા તલભાર જેટલાં તણખલાંના ડામની દાહ સમા વિચારોને વાળવા અને ડામવા માટે પળની પ્રતિક્ષા અને સમયની પરવા કર્યા વગર મોબાઈલ ઉઠાવી દેવે કોલ જોડ્યો કામિની એ આપેલા નંબર પર.... સમય હતો રાત્રીના ૧:૨૫ નો.
રીંગ પૂરી થઇ ગઈ... કોલ રીસીવ ન થયો...દેવે ફરી પર્યત્ન કર્યો....ફરી પણ એ જ પરિણામ. કોલ રીસીવ ન થતાં દેવની અકળામણની અતિરેકતા બમણી થઇ.
ત્યાર બાદ... એક ઊંડો શ્વાસ ભરી આંખો મીંચી બેડ પર બેઠાં બેઠાં દેવ માથું દીવાલને ટેકવી મસ્તિષ્ક મથામણની શમનના વ્યર્થ પ્રયત્ન કરતાં પડ્યો રહ્યો.....
કામિનીના તનના ઉભારો કરતાં તેના મનના ઊંડાણોથી દેવના ચેતાતંત્રની દશા વધુ વિચલિત હતી. માત્ર પાંત્રીસ વર્ષની વયે કાળની ક્રૂર મજાક સાથે કારાવાસ જેવી છતાં વિશ્વ ભ્રમણના ટોચ અને તળના અનુભવ કરી પસાર કરેલી કામિનીના કાળમર્યાદાથી દેવ સંપૂર્ણ રીતે પ્રભાવિત થઇ ગયો હતો...
હજુ વિમાસણની ભૂલભુલૈયાથી વિચારવૃંદમાં ભૂલો પડે ત્યાં જ.... મોબાઈલ રણક્યો..
સ્હેજ ઝબકી સ્ક્રીન પર આરુષીનું નામ નજરે પડતાં સસ્મિત કોલ રીસીવ કરતાં બોલ્યો..
વધુ આવતાં અંકે..