JISM KE LAKHO RANG - 2 books and stories free download online pdf in Gujarati

જીસ્મ કે લાખો રંગ - 2

જીસ્મ કે લાખો રંગ’

પ્રકરણ- બીજું

આરુષી ઈનામદાર.
સગા બાપ અને સાવકી મા, બન્નેના સહિયારા તન અને ધનની ઐયાસીનો કૈફ ઓસર્યા પછી ઉઠેલાં તોફાનની ભુલભુલૈયામાં આરુષીની જિંદગી મધદરિયે દિશાહીન દશામાં અટવાયેલી હોડી માફક હતી.

આરુષીના પિતા વિક્રમ ઈનામદાર મધ્યમ પરિવારમાં સંઘર્ષ કરતાં મહત્વાકાંક્ષી, દેખાવડા, ઉપરાંત કલાકાર જીવડો પણ ખરાં. ગાયન ક્ષેત્રમાં વિક્રમની સારી એવી રુચિ ખરી. પણ અંતરિયાળ ગામમાં નિવાસ અને જરૂરી પ્રારંભિક તાલીમના અભાવના કારણે તેની પ્રતિભા રૂંધાઇ ગયેલી. પિતાએ નાની ઉમરમાં વિક્રમની અનિચ્છાએ ઉષા સાથે તેના એરેન્જ મેરેજ કરાવી દીધા હતાં. લગ્નના બે વર્ષ બાદ આર્થિક સંકડામણ અને ઝઘડા વધતાં પિતાનું ઘર અને ગામડાને હંમેશ માટે તિલાંજલિ આપી વિક્રમ અને ઉષા શહેરી બન્યાં. શહેરમાં થોડા સમયના સંઘર્ષ બાદ વિક્રમે સિંગર તરીકે કારકિર્દી શરુ કરી હતી. થોડા પગભર થયાં બાદ જે દિવસે આરુષી અવતરી તે દિવસ વિક્રમ અને ઉષાની જિંદગીનો અંતિમ યાદગાર દિવસ બની ગયો. એ દિવસ બાદ વિક્રમના દાંપત્યજીવનનું ચક્ર ૩૬૦ ડીગ્રી એ ફરી ગયું.


એક સમયે સંઘર્ષના દિવસોમાં હાથ જોડી, આજીજી કરી કામ માંગતો વિક્રમ થોડા જ સમયમાં બાદ અહંકારથી માથું ઊંચકી રુઆબથી ઓરકેસ્ટ્રામાં સૌના બાપ બની કામ કરવા લાગ્યો, વિક્રમની આ અણધારી આન, બાન અને શાન આભારી હતી રોમીલાને. રોમીલા ચૌધરી. ધનાઢ્ય પરિવાની એક માત્ર લાડમાં ઉછરેલી જીદ્દી અને અહંકારી રોમીલાએ સ્વતંત્રતા અને સ્વછંદતા તેના માતા પિતા પાસે મેળવી નથી પણ રીતસર છીનવી હતી. રોમીલાના પિતા શ્યામલાલ ચૌધરી શહેરના એક નામી બિલ્ડર હતાં.

વિક્રમની કારકિર્દીના શરૂઆતી દિવસમાં જ સંગીતપ્રેમી રોમીલા પહેલી નજરે વિક્રમના સ્વર અને રૂપના પ્રેમમાં પડ્યા પછી, ધીમે ધીમે બન્નેની પ્રાથમિક ઔપચારિક મુલાકાત સમયાંતરે ગાઢ મિત્રતા પછી થોડા સમયમાં પ્રચુર પ્રણયમાં પરિવર્તિત થતાં તમામ સરહદો ઓળંગી અનેકોવાર શારીરિક સંબંધ ભોગવી, પરસ્પર એકબીજામાં ઓગળી ગયાં હતાં.

બન્નેની એક મધ્યબિંદુ પર આવવા માટે કારણભૂત હતી બન્નેની એકસમાન આશ્યકતા.
પણ બન્નેના અર્થ અલગ હતા. પરિભાષા પણ અલગ અલગ હતી...તે હતી ‘ભૂખ.’

વિક્રમને હતી પૈસાની ભૂખ.... અને રોમીલાને હતી એક પોતીકા વિશ્વાસુ શારીરિક ભૂખ ભાંગનારની ભૂખ. અને આ રીતે બન્ને એકબીજાના પૂરક બની રહ્યાં.

એકદિવસ પુરાવા સાથે આ વજ્રઘાત જેવી ઘટનાની વાતના વાવડ, કહ્યાગરી મધ્યમવર્ગની પતિવ્રતા ગૃહિણીનું કિરદાર નિભાવી રહેલી આંશિક અશિક્ષિત ઉષાને મળ્યાં ત્યારે રીતસર તેના પર વીજળી તૂટી પડી. ત્યારે આરુષિની વય હતી. પાંચ વર્ષ.

ડરતા ડરતા ઉષાએ વિક્રમ પાસે જયારે આ વાતનો ખુલાસો માંગ્યો ત્યારે, સ્હેજ પણ લાજ શરમ વિના રોમીલાના તન મન અને ધનથી ભારોભાર છકી ગયેલા મદના કૈફમાં નફ્ફટાઈથી વિક્રમે કહી દીધું કે,

‘તને તકલીફ થતી હોય તો ઘરના દરવાજા ઉઘાડા છે, ગમે તે ઘડીએ હાલતી થઇ જજે.’

બસ......વિક્રમના આ તેજાબી વાગ્બાણથી માસૂમ અને નિર્દોષ ઉષાનું કાળજું ચિરાઈ ગયું હોય એવી તીવ્ર પીડા સાથે ઉપડેલો હ્રદય ઘાતક હૂમલો ચાર દિવસની સારવાર બાદ જીવલેણ નીવડ્યો. વિક્રમનો સ્મસાન વૈરાગ્ય જેવો ગમગીનીનો ઓછાયો ઉષાના ચિતાની આગ ઠંડી પડે એ પહેલાં ઓસરી ગયો. અને વિક્રમ, રોમીલા સાથે કોર્ટ મેરેજ કરી તેની જોડે તેના આલીશાન ઘરમાં જ રહેવાં લાગ્યો.

સમજણ બહારની વાસ્તવિકતા નજર સમક્ષ જોતાં આરુષી બાધી અને બૂત બની બસ જોતી રહી. કયારેક અડધી રાત્રે ડરામણમું સ્વપ્ન જોતાં ફફડી જાગી જતાં ચીસ પાડી એક જ શબ્દ બોલતી... ‘મમ્મી.........મીમીમીમી.’

રોમીલાને લાગ્યું કે, આગળ જતાં આરુષી તેના અને વિક્રમના સંબંધમાં અડચણ રૂપી આડ ખીલ્લી બને એ પહેલાં તેની માયાવી વાણી અને કામણગારી કાયાની માયાથી વિક્રમ પર વશીકરણ કરીને આરુષી હોસ્ટેલ ભેગી કરી દીધી.

વિક્રમ રોમીલાના પિતા સાથે રીઅલ એસ્ટેટના બિઝનેશમાં જોડાઈ ગયો. દસેક વર્ષમાં અપેક્ષા કરતાં અનેકગણી એશો આરામ અને ધનની માત્રાથી વિક્રમ ગળા સુધી ધરાઈને પરિપૂર્ણ રીતે તૃપ્ત થઇ ગયો પણ.....રોમીલાના રગે રગમાં પ્રસરેલી ચેપી રોગ જેવી શારીરિક ભૂખ સંતોષવામાં વિક્રમ અસમર્થ થવા લાગ્યો અને...

ત્યાંથી આરંભ થયો મતભેદનો. કહેવાતા પ્રેમમાં ફાંટા પડ્યા. એક છત નીચે રહેવાં છતાં બન્ને પોતપોતની મરજી મુજબ જિંદગી જીવવા લાગ્યાં.


સદ્દભાગ્યે હોસ્ટેલ અને અભ્યાસ દરમિયાન સાચા અને સાત્વિક સંગાથના સત્સંગથી મા-બાપ વિનાની નિરાધાર આરુષીના લાઈફની ગાડી ઊંધા પાટે ચડતાં બચી ગઈ. આજે બે દાયકા બાદ વિક્રમને તેની ભૂલ સમજાઈ પણ, હવે આરુષી પિતાને રતીભાર માફ કરવાં પણ રાજી નહતી. અભ્યાસ પરિપૂર્ણ કર્યા બાદ પિતાએ અપાવેલા ફ્લેટમાં તે એકલી રહેતી. અને રોમીલા પણ તેની અંગત જીવન અને રંગરેલીયામાં આરુષી અવરોધ ન બને એટલે આરુષી અલગ રહે એવું જ ઇચ્છતી હતી...

આરુષી તેના કોલેજકાળના ગાઢ એનઆઈઆર મિત્રની ટ્રાવેલ્સ કંપનીમાં એઝ એ મેનેજર જોબ પણ કરતી હતી.


દેવ, દેવ કામત.

મુંબઈના થાણા ડીસ્ટ્રીક સ્થિત ટેક્ષી ચાલક ગણપત કામતનો એક માત્ર પુત્ર દેવ. દેવની માતા સુનંદાબેનનું ભરજુવાનીએ બ્રેસ્ટ કેન્સર જેવી નાઇલાજ બીમારીના કારણે અકાળે નિધન થયું ત્યારે દેવની આયુ ફક્ત સાત વર્ષની હતી. ત્યાર પછી પિતા ગણપતે સુનંદાની ભૂમિકા પણ એટલી બખૂબીથી નિભાવી કે દેવને કયારેય માતાની ઉણપ નહતી સાલવા દીધી.

દેવ બારેક વર્ષની ઉંમર અને સમજણો થયો તે પછી ગણપત, દેવને લઈ ઘણીવાર નીકળી પડતો મુંબઈની સેર કરવાં. એકવાર મુંબઈના ધનાઢ્ય વિસ્તારમાંથી પસાર થતાં આશ્ચય ચકિત થઈ કયાંય સુધી ગગનચુંબી ઈમારત અને લગાતાર મોંઘીદાટ કારની કતાર જોયાં કરતાં દેવે પૂછ્યું કે, ‘આવડા ઊંચાં અને આલીશાન મકાનમાં કોણ રહેતું હશે ? આપણે અહીં કેમ નથી રહેતાં ? ત્યારે હસતાં હસતાં ગણપતે કહ્યું ,
‘અહીં ફક્ત અમીર લોકો રહી શકે આપણે નહીં.’

તે દિવસથી દેવ ફિલ્મ કે ટેલિવિઝનમાં જયારે જયારે કોઈ શ્રીમંતાઈ છલકાતા દ્રશ્ય જુવે એટલે તેના દિમાગમાં એક અલગ ફિતૂર સવાર થઇ જતું.

તેની અવનવી હરકત જોઇને કયારેક કોઈ પૂછે કે મોટો થઈને તું શું બનીશ ?
તો વટથી કહેતો

‘અમીર’

દેવને અભ્યાસ કરતાં સ્પોર્ટ્સ પ્રત્યે વધુ રુચિ હતી. નિયમિત વ્યાયામ, સાયકલીંગ જેવા શોખને કાયમ રાખવાં તેણે જીમ જોઈન કર્યું હતું. કસાયેલા ખડતલ મજબુત બાંધાના શરીરને એવું કેળવ્યું કે, છ મહિનામાં તો, પડછંદ બોડીને રેસલર જેવું બીલ્ડપ કર્યું હતું. પિતા ગણપતે આજ્ઞાકારી અને શાંત સ્વભાવના દેવને તેની મરજી મુજબની કારકિર્દી પસંદ કરવાની સ્વતંત્રતા આપી હતી. ગણપતે કયારેય દેવને તેના આર્થિક સંકટનો સંકેત આવવા દીધો નહતો. શક્ય હોય ત્યાં સુધી ગણપતે દેવના તમામ મોજ શોખ પુરા કર્યા હતા.


દેવને હંમેશા કંઇક નવું શીખવાની જાણવાની ધગશ રહેતી. આર્ટસ સાથે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરતાંની સાથે સાથે પાર્ટ ટાઇમ ઈલેક્ટ્રીશિયનની જોબ પણ કરતો હતો.

બે વર્ષ બાદ..
ગણપતના મિત્ર વર્તુળના એક પરિચિતની એર કંડીશનર મેન્યુફેક્ચર કરતી કંપનીમાં જોબ વેકેન્સીની જાણ થતાં દેવ માટે ભલામણ કરતાં ગણપતની નિષ્ઠાવાન અને દેવની ક્લીન ઈમેજના કારણે સારા પગારની પરમેનેન્ટ જોબ મળી ગઈ.

નવા કામમાં નવા લોકો જોડે જોડતાં ધીમે ધીમે તેના મિલનસાર સ્વભાવના કારણે છ એક મહિનામાં આઠ થી દસ મિત્રો વચ્ચે સારી એવી ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. હવે ગણપત કે, દેવને કોઈ આર્થિક સંકડામણ નહતી. મહિનામાં બે વાર મિત્રો સાથે ડીનર પાર્ટી થતી. અવાર નવાર નવા લોકોને મળવાનું થતું. જોત જોતામાં જોબ જોઈન કર્યાને પાંચ વર્ષનો સમય પસાર થઇ ગયો. દેવની કામ પ્રત્યેની ધગશ અને ઈમાનદારીની કંપનીના અધિકારીઓ અને ઓનરે પણ નોંધ લીધી હતી.

ત્યારે દેવની ઉંમર હતી ૨૭ વર્ષ.

પિતા ગણપતે લગ્ન વિષે પૂછતા દેવ કહેતો કે પપ્પા, લાઈફમાં પહેલાં મને કંઇક બની જવા દો.. પછી મેરેજ વિષે વિચારીશ.

બચપણમાં અબૂધ ઉંમરે જોયેલી માંલેતુંજારની જાહોજલાલીને હવે દેવ તેની નજર સમક્ષ જોઈ રહ્યો હતો. કાળ ક્રમે નિષ્ક્રિય થયેલું ‘અમીર’ બનવાનું સ્વપ્ન ફરી ફરી દેવના પંડમાં જાગૃત થવાં લાગ્યું. અમીર બનવાના ખ્વાબ જોતા જોતા રાશિફળ જોવા જાણવા અને તો કયારેક એસ્ટ્રોલોજરના રવાડે ચડી જતો...

અને એક દિવસ....દેવના કિસ્મતનું ચક્ર એવું ઊંધું ફર્યું કે.... અમીર લોગની એક ખાસ કોમ તલપાપડ થઈ દેવના તળિયા ચાટવા લાઈન લગાવીને ઊભી હતી.


વધુ આવતાં અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED