જીસ્મ કે લાખો રંગ - 13 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જીસ્મ કે લાખો રંગ - 13

‘જીસ્મ કે લાખો રંગ’

પ્રકરણ-તેરમું/૧૩

ટોળામાંથી મોટા ભાગના લોકો મોતનો મલાજો જાળવવાને બદલે આરુષીના નિષ્પ્રાણ દેહના ફોટોગ્રાફ્સ અને વિડીઓ શૂટ અને શેર કરવાનો પાશવી આનંદ ઉઠાવી રહ્યાં હતા.

ટોળામાં જેટલા વ્યક્તિ એટલી વાતો થતી હતી...ટોળામાંથી થોડી વાર પહેલાં કોઈએ જાણ કરતાં સાયરનના સુસવાટા મારતી એમ્બુલન્સ અને પોલીસની ટીમ આવી ચડી.

ત્વરિત, પોલીસે તેની કાર્યવાહી શરુ કરી..પછી તરત જ આરુષીના નજીવા ઘાવ અને રેતીથી ખરડાયેલાં મૃતદેહની સાથે સાથે બેહોશ અવસ્થામાં પડેલા દેવને પણ ઉઠાવી, એમ્બુલન્સમાં મૂકતાં ફરી વાતાવરણ ગજવતા સાયરન સાથે એમ્બુલન્સ અને પોલીસ વેન તેજ ગતિ સાથે સીટી હોસ્પિટલ તરફ રવાના થઇ.


પંદર મીનીટમાં જ...પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયાના માધ્યમથી આ અઘટિત ઘટનાનું ઘટનાચક્ર વીજળીવેગે વાયરલ થઈ ફરી વળ્યું.

આરુષીના મૃતદેહ પાસેથી એવી કોઈ ઠોસ નિશાની કે સંકેતના સગડ નહતા મળ્યાં કે. જેના આધારે પોલીસને તેની ઓળખ મળી શકે. હોસ્પિટલ પર ફરજના તબીબએ આરુષીનું પ્રાથમિક દ્રષ્ટિએ નિદાન કરતાં તેને ઓફિસિયલી મૃત જાહેર કરવામાં આવી એટલે તરત જ ડોકટર પ્રકાશ ગુપ્તા અને પોલીસ ઇન્સ્પેકટર શિવાનંદ પાટીલે પ્રાથમિક કક્ષાનું જરૂરી પેપરવર્ક કામ આટોપી, આરુષીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો. બાદમાં.. હજુ બેહોશ અવસ્થામાં પડેલા દેવના પ્રાથમિક ઉપચારની પણ કાર્યવાહી શરુ થઇ. શિવાનંદ દેવના પેન્ટ, શર્ટના ખિસ્સા ફંફોસતા તેના ડ્રાઈવીંગ લાઈસન્સ પરથી દેવની આધારભૂત ઓળખ મળી ગઈ.

ડોક્ટર પ્રકાશ ગુપ્તા અને શિવાનંદ પાટીલે મીડિયા સમક્ષ સંયુક્ત નિવેદન આપતાં તેમને અત્યાર સુધીની જરૂરી અપડેટ માહિતી આપી અવગત કરાવ્યાં.

પંદર મીનીટ પછી....

એક તરફ આવી પ્રકાશ અને શિવાનંદ આગળની તપાસ માટે ચર્ચા કરવાની શરૂઆત કરે ત્યાં જ... પાછળથી એક યુવતીનો અવાજ આવ્યો..

‘એક્સક્યુઝ મી... પ્લીઝ... મને કહેશો...આઆ.. આરુષી.... ક્યાં છે આ...આઆરુષી ક્યાં છે..?

અસ્ત વ્યસ્ત વીખરાયેલા વાળ, રડીને સુઝી ગયેલી લાલચોળ અશ્રુધારાથી ઉભરાતી આંખો, સુકાઈ ગયેલાં હોઠ અને ડૂમો બાજેલા ગળામાંથી માંડ માંડ ગળાઈને આવતાં ગભરાહટ ભર્યા સ્વરમાં અઠયાવીસથી ત્રીસ વર્ષની યુવતી બોલી...

‘કોણ આરુષી...? આપ કોણ ? શિવાનંદએ પુછ્યું.
‘મામા...મારું નામ..નીલિમા.. નીલિમા બક્ષી.. આઈ એમ એડવોકેટ, હમણાં ન્યુઝમાં જે દરિયા કિનારેથી......’
આગળના શબ્દો બોલતાં નીલિમાના ગળે ડૂમો બાજી ગયો અને પુરજોશમાં અશ્રુધારા વહેવા લાગી.

‘એએ...એનું નામ આઆ....આરુષી છે.’
આટલું બોલી નીલિમા બાજુમાં મુકલા બાંકડા પર ફસડાઈ પડી. તેની બન્ને હથેળી વચ્ચે તેનો ચહેરો મુકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતાં...નર્સ એ નીલિમાને પાણી પીવડાવી સાંત્વના આપતાં શાંત પાડવાના પ્રયત્ન કર્યો.

અત્યાર સુધી માત્ર જે એક અજાણી લાશ હતી તેની ઓળખનું સુરાગ મળી ગયું એ વાતની ખરાઈ થતાં શિવાનંદે હાશકારો અનુભવ્યો.

પાંચ થી સાત મિનીટ બાદ... નીલિમાએ સ્વસ્થ થઈ તેની જાત સંભાળ્યા બાદ શિવાનંદ અને નીલિમા વચ્ચે પંદરથી વીસ મીનીટ સુધી પુછતાછના સ્વરૂપમાં શરુ થયેલાં સંવાદ સિલસિલાના અંતે શિવાનંદે પૂછ્યું..

‘તમે આરુષિના પેરેન્ટ્સને જાણ કરી છે ?
‘જી.. મને જાણ થતાંની બીજી જ પળે તેની મમ્મીને કોલ કરી જાણ કરી પણ, તેના પપ્પાનો સંપર્ક થઇ શક્યો નથી..’ નીલિમાએ કહ્યું
‘કેમ..? શિવાનંદે પૂછ્યું
‘આઈ ડોન્ટ નો....કેમ કે તેમનો કોલ કનેક્ટ થતો નથી.’

‘હમ્મ્મ્મ અચ્છા.. બીજો એક સવાલ...આ દેવ કામત કોણ છે ? આપ ઓળખો છો, તેને ?

‘દેવનું નામ સાંભળતા.... નીલિમા ચોંકી ગઈ...અતિ આશ્ચર્ય સાથે આંખો પોહળી થતાં નીલિમા બોલી...

‘શું કહું સર... હા કે ના ?

પ્રશ્નના ઉત્તરમાં અનપેક્ષિત પ્રશ્ન સાંભળતા શિવાનંદે અધિક અચરજ સાથે પૂછ્યું..

‘હું કંઈ સમજ્યો નહીં... હાં અથવા ના નો શું મતલબ ? તમે એક એડવોકેટ છો.. એટલે આઈ એમ શ્યોર કે, આ સંગીન ઘટનાની ગંભીરતા તમે ખુબ સારી રીતે સમજી શકો તેમ છો.’
બે પળ માટે ચુપ રહ્યાં પછી નીલિમા બોલી..

‘હું તમને રજે રજની સચોટ માહિતી આપીશ પણ.. સૌ પહેલાં આપ એ કહો કે, આ કેસ સાથે દેવને શું લાગે વળગે ? અને આપ દેવને કઈ રીતે ઓળખો છો એ કહેશો ?

‘દેવને તો હું નથી ઓળખતો પણ.....અમને સૂચના મળ્યાં પછી ઘટના સ્થળે પહોચ્યાં ત્યારે પ્રાયમરી ઇન્વેસ્ટીગેશનમાં ત્યાં ઊભેલા ટોળામાંથી બે-ચાર વ્યક્તિના નિવેદન લેતા તેમાના એક વ્યક્તિએ કહ્યું કે આ વ્યક્તિ યુવતીની લાશ જોઇ.. જોશથી ચીસ પાડતાંની સાથે બેહોશ થઇ ગયો.....અમે તે વ્યક્તિને પણ બેભાન અવસ્થામાં અહીં લાવ્યાં....તપાસ કરતાં તેની ઓળખ દેવ કામત તરીકે બહાર આવી છે.’

‘મતલબ... દેવ અહીં છે ? દેવ...’
નીલિમા હજુ તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં નીલિમાના મોબાઈલમાં કોલ આવ્યો.. ડિસ્પ્લે પર નામ અંકિત થયું... ‘કામિની’

‘હેલ્લોઓઓઓઓઓ......’
બોલતાની સાથે જ નીલિમા એ પોક મુકી રડવાનું શરુ કર્યું..

ગળગળા સ્વરમાં કામિની બોલી..
‘નીલિમા પ્લીઝ.. કંટ્રોલ યોર સેલ્ફ... ક્યાં છે તું ?
સ્વને સંભાળતા નીલિમા બોલી..
‘હોસ્પિટલમાં... પણ... કામિની, દેવ.. પણ અહીં જ છે... અને..’
આટલું સાંભળતા કામિની માથું પકડી બેસી જતાં બોલી...
‘તું તું... ઓળખે છે એ...નીચને ? એ હરામી હવે ત્યાં શું કરે છે ? હું તેને ખત્મ કરી નાખીશ...આરુષી પહેલાં એ નરાધમને મારે જીવતો સળગાવવો છે.... પછી જ આરુષીની આત્માને શાંતિ મળશે.’
આગ ઝરતા ગુસ્સામાં દેવ વિષે અપશબ્દો સાંભળતા નીલિમા બોલી..
‘અરે પણ... પહેલાં તું મારી વાત તો સાંભળ...’
પણ કામિનીની રગમાં ખૂન કરતાં ખુન્નસ તેજ ગતિમાં દોડી રહ્યું હતું. આરુષી આ ફાની દુનિયા છોડી જતી રહી... એ આઘાતના સંદેશા માત્રથી કામિનીનું રોમ રોમ સળગી રહ્યું હતું. એટલે નીલિમા તેની વાત પૂરી કરે એ પહેલાં જ કામિની તેના માનસિક ક્રોધાગ્નીને અંકુશમાં રાખતાં બોલી.

‘સાંભળ, હું દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચી છું.....ત્યાં શું સિચ્યુએશન છે અત્યારે...?

નીલિમાએ હોસ્પિટલ આવી ત્યારથી લઇ શિવાનંદ સાથે થયેલા વાત્તાલાપના અંશો ત્રુટક ત્રુટક અવાજમાં કામિનીને કહી સંભળાવ્યા પછી... કામિની બોલી..

‘ફોન આપ એ પોલીસ વાળાને.’

શિવાનંદ કોલ લેતા બોલ્યો..
‘હેલ્લો.’
‘કામિની જાગીરદાર બોલું છું.... જીગર જાગીરદારની પત્ની.’
નામ સાંભળતાની બીજી જ પળે કામિનીનો ઇતિ થી અતિ પરિચયનો સંકેત મળી જતાં શિવાનંદ બોલ્યો..
‘હાં.. હાં.. બોલો મેડમ.’

એ પછી પાંચ મીનીટની વાતચીતમાં કામિનીએ એ મુંબઈ ન પહોંચે ત્યાં સુધી પેપરવર્ક માટે વેઇટ કરવાની રીક્વેસ્ટ કરી.

‘ઠીક છે મેડમ.. હું શક્ય હશે ત્યાં સુધી આપને સહકાર આપવાનો પ્રયત્ન કરીશ.’ શિવાનંદ બોલ્યો
એમ કહેતા કામિનીએ કોલ કટ કરી...અને મુંબઈની ફ્લાઈટ માટે વાટ પકડી.

કામિની જાગીરદાર અને એડવોકેટ નીલિમા બક્ષી જેવી હસ્તી આ કેસ સાથે જોડાયેલી છે, એટલે શિવાનંદને એટલો અંદાજ આવી રહ્યો હતો કે, આ આરુષી કોઈ સામાન્ય વ્યક્તિત્વ તો નથી જ... પણ આ સમગ્ર ઘટના પાછળ દેવની મુખ્ય ભૂમિકા હોવી જોઈએ એવા અનુમાનમાં અટવાય ત્યાં જ..

આરુષીની મમ્મી.....રોમીલા હાંફળા ફાંફળા થતાં કલ્પાંત કરતી લોબીમાંથી આવી રહી હતી.. ત્યાં તેની નજર નીલિમા પર પડી.

રોમીલા નીલિમાને ભેટી રુદન કરવા લાગી પછી...આસું સારતાં..સારતાં તેનો પરિચય આપી શિવાનંદને ઘટનાની વિગત પૂછવા લાગી.

શરૂથી લઈને અત્યાર સુધીના ઘટનાક્રમનું વૃતાંત સંભળાવ્યા પછી શિવાનંદે પૂછ્યું..
‘આરુષીના ફાધર ક્યાં છે ?
આંસુ લુંછતા રોમીલા બોલી..
‘એએ...એ બે દિવસ પહેલાં જ સિંગાપોર ગયા છે, મારે તેમની જોડે વાત નથી થઇ શકી કેમ કે, તે સિંગાપોરથી અર્લી મોર્નિંગ રવાના થઇ ગયા છે.’

‘પ્લીઝ.. આ તરફ આવો...’ એમ કહી શિવાનંદ રોમીલાને દસ ડગલાં દુર લઇ જઈ પ્રારંભમાં આરુષી વિષે પુછતાછ કરતાં બે-ચાર આડા અવળાં સવાલ કર્યા બાદ શિવાનંદે પૂછ્યું..

‘તમે કોઈ દેવ કામત નામના વ્યક્તિથી પરિચિત છો ?

‘દેવ’ નામ સંભળાતા જ રોમીલાના હોંશ ઉડી ગયા...ચહેરો ફિક્કો પડી ગયો. કપાળ પર પ્રસ્વેદ બિંદુ જામવા લાગ્યાં, હોઠ ફફડવા લાગ્યાં... શિવાનંદ સામેથી નજર આડી અવળી ફેરવતાં સ્હેજ ગભરાતાં બોલી..

‘દેદે..દેવ... કોણ દેવ ?

એક જ ક્ષ્રણમાં શાતિર શિવાનંદને તેના ટૂંકા પ્રશ્નના પ્રત્યુતરમાં રોમીલાના ફેઈસ પર ઉતરી આવેલાં અનેક પ્રશ્નાર્થ જેવા ફેઈસ એક્સપ્રેશ્ન્સ પરથી શંકાશીલ અર્ધસત્યનો સંકેત મળી ગયો. આરુષીના મૃત્યુની આસપાસ રચાતા રહસ્યના શંકાકાર વમળનું કેન્દ્રબિંદુ દેવ છે એવા અણસાર આસાનીથી મળી રહ્યાં હતાં.

પોસ્ટમોર્ટમ રીપોર્ટ માટે ચારથી પાંચ કલાકની પ્રતિક્ષા કરવાની હતી.. એ દરમિયાન શિવાનંદને કમિશ્નર કચેરીએથી ઈમરજન્સી કોલ આવતાં ત્યાં જવું પડે તેમ હતું.... બે મિનીટ વિચાર કર્યા પછી.. ડોકટર પ્રકાશ ગુપ્તાને આ કેસમાં દેવની ભ્રમિત કરતી ભૂમિકા વિષે અવગત કરાવતાં કહ્યું કે,,

‘સર, મને તમારી એક ફેવર જોઈએ છે.’
‘જી, કહો.’ ડોકટરે પૂછ્યું
‘ચારથી પાંચ કલાક માટે બીજા એક કેસના ઇન્વેસ્ટીગેશન માટે મારું જવું અત્યંત જરૂરી છે.. તો હું ન આવું ત્યાં સુધી દેવ ભાનમાં ન આવે એવું કરી શકીએ ? કેમ કે મને ખાતરી છે કે, જો આડકતરી રીતે પણ દેવ આ ઘટના સાથે ક્રિમીનલની ભૂમિકામાં સંડોવાયેલો હશે તો સૌ પ્રથમ એ ખુદને નિર્દોષ સાબિત કરવાં માટે પુરાવા નષ્ટ કરવાની પેરવી કરશે... તમે સમજી ગયા હું શું કહેવા માંગું છું ?..

બે સેકંડ વિચાર્યા પછી ડોકટર ગુપ્તા બોલ્યા..

‘હમ્મ્મ્મ.. જી,, બરાબર સમજી ગયો... આમ તો આ કાયદાની વિરુદ્ધ છે, છતાં તમારા ભરોસા પર હું આ રિસ્ક ઉઠાવવા તૈયાર છું. પણ આ વાત આપણા બન્ને વચ્ચે જ રહે તેની તકેદારી રાખજો..પ્લીઝ.’
‘ઇટ્સ માય જેન્ટલ પ્રોમિસ.. ડોન્ટ વરી, એન્ડ થેન્ક યુ સો મચ ડોકટર.’

એમ કહી શિવાનંદ રવાના થતાં.. તરત જ નીલિમાએ કામિનીને કોલ જોડ્યો પણ..
કામનીની ફ્લાઈટ ટેક ઓફ થઈ ચુકી હોવાથી કોલ કનેક્ટ ન થઇ શક્યો... એટલે નીલિમાએ પાંચથી સાત મેસેજીસ કામિનીને સેન્ડ કર્યા.. ત્યાં રોમીલાએ ગભરાયેલા સ્વરમાં નીલિમાને પૂછ્યું..

‘આઆ...આ દેદે...દેવ અહીં ?
એટલે અચરજની નજર સાથે રોમીલા તરફ જોતાં નીલિમાએ પૂછ્યું....
‘તમે..... ઓળખો છો દેવને ?
એટલે ગભરાહટમાં રોમીલા બોલી..
‘ના...ના ... હું....હું....નથી ઓળખતી.. મેં તો આ નામ પહેલી વાર સાંભળ્યું...એક્ચ્યુલી હું એમ પૂછવા માંગતી હતી કે, અહીં આ દેવ છે એ કોણ છે ? પોલીસ મને તેના વિષે કેમ પૂછતી હતી ?

રોમીલાના એક પ્રશ્નએ બીજા કંઇક એવાં પ્રશ્નોની હારમાળા સરજી હતી જેના ઉત્તરમાં પણ ઉતરોત્તર પ્રશ્નો જ હતાં. દેવ અને રોમીલાના અર્ધસત્યની અધુરી કડીનું અનુસંધાન નીલિમાને નહતું મળતું. છેવટે કામિની ન આવે ત્યાં સુધી મૌન જ રહેવું નીલિમાને ઉચિત લાગ્યું.


ફ્લાઈટ લેન્ડ થતાં કામિનીએ સેલ ઓન કરતાં જ એક પછી એક ધડાધડ નીલિમાના ડીલીવર થયેલાં મેસેજીસ રીડ કરતાં... કામિનીની છટકેલી કમાનનો પારો ન્યુનતમ સપાટીએ આવી ગયો..નીલિમાના મેસેજીસથી આરુષીનો અધ્યાય એક વિષમ વણાંક પર આવી ગયો હતો. હવે કામિનીની દેવ પ્રત્યેની દાઝ અને ધૃણાનો દ્રષ્ટિકોણ ઉલટી દિશા ફંટાઈ ગયો. તર્ક-વિતર્ક અને વિચારોના દ્વંદયુદ્ધ સાથે એરપોર્ટની બહાર નીકળી વાટ પકડી હોસ્પિટલ તરફ...



શિવાવંદ પરત આવ્યાની સાથે સાથે કામિની અને વિક્રમ પણ હોસ્પિટલ આવતાની થોડી જ ક્ષણો પહેલાં ભાનમાં આવેલાં દેવએ વોર્ડની બહાર આવી લોબીમાં નજર કરતાં... કામિનીની નજીક ઊભી રહેલી રોમીલા પર તેની નજર પડી ત્યાં તો...તેના ડોળા ફાટી ગયા...અને પગ તળેથી જમીન સરકી ગઈ હોય એમ શારીરિક અને માનસિક સંતુલન ગુમાવી દેતા ફસડાઈ પડ્યો..

બાજુમાં રહેલા હોસ્પિટલના સ્ટાફે ઊભો કરીને બેન્ચ પર બેસાડ્યો..હજુ દેવની આંખો બંધ હતી.

આરુષીનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો ત્યારે... શિવાનંદની ચાલાક નજરે એક વાતની ખાસ નોંધ લીધી કે... પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યાં બાદ સૌના ચહેરાના હાવભાવ સાવ વિપરીત હતાં...વીતેલા પાંચ કલાક દરમિયાન હવે દરેકની આંખો કંઇક જુદી જ કહાની બયાન કરી રહી હતી...શંકા-કુશંકાના કિરદાર બદલી ગયા હતા..દેવ સિવાય સૌને રોમીલાની હરકત હૈરત ભરી લાગવા લાગી. આરુષીના પપ્પાએ દેવ વિષે પૂછ્યું તેના કરતાં રોમીલાએ દેવ વિષે એક પણ શબ્દ ન પૂછ્યો તેની વધુ નવાઈ લાગતાંની સાથે સાથે...રોમીલાનું ધૂંધળું ચરિત્ર ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું અને નબળી શંકા પણ નક્કર થવા લાગી.

ઇન્સપેકટર શિવાનંદ ડોકટર પ્રકાશ ગુપ્તાની ચેમ્બરમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટના એનાલીસીસના અંતે સઘન ચર્ચા કરતાં હતાં ત્યારે... ચેમ્બરની બહાર બન્નેની પ્રતિક્ષા કરતાં..

ભારે હૈયે, ગમગીન અવસ્થામાં આંસુ સરતાં...
આરુષીના પિતા વિક્રમ અને રોમીલા એક તરફ ઉભા હતાં તો કામિની અને નીલિમા સામેના કોર્નર તરફ અને સૌથી થોડે દુર એક બેન્ચ પર બૂત બની ગુમસુમ થઈ દેવ બેઠો હતો.

દેવની વર્તણુકની આસપાસ વહેમના વમળ ઉઠવા લાગ્યાં. રોમીલા અને દેવની સજ્જડ ચુપકીદી વધુ ચર્ચાસ્પદ હતી.


જેવા ડોકટર પ્રકાશ અને ઇન્સ્પેકટર શિવાનંદ પાટીલ ચેમ્બરની બહાર આવ્યાં..
ત્યાં.. દેવ સિવાય સૌ તેમની ફરતે ઊંચાં જીવે ઊભા રહી ગયા.
એક મિનીટ પછી ડોકટર બોલ્યા..
‘મૃત્યુ ડૂબી જવાથી જ થયું છે.. આ સિવાય કોઈ કારણ નથી.’
ડોક્ટરનું વાક્ય પૂરું થતાં સૌની અશ્રુધારા શરુ થઇ.
સ્વસ્થ થઇ કામિનીએ પૂછ્યું..
‘ડોકટર જાણી શકીએ કે આ ઘટના કેટલા સમય પહેલાં બની હશે ?
‘આઈ થીંક મીડ નાઈટ ત્રણ વાગ્યાથી લઈને અર્લી મોર્નિંગ છ વાગ્યાની વચ્ચે.’ ડોકટરે જવાબ આપ્યો..
ફરી કામિનીએ પૂછ્યું...
‘બોડીમાં કોઈ ઇન્જરીસ કે કોઈ પ્રહારના નિશાન ?
‘ના..કશું જ નહીં... ફક્ત પાણી પી જવાના ગુંગણામણથી જ શ્વાસ રૂંધાઇ ગયો છે,, ઇટ્સ હન્ડ્રેડ પર્સન્ટ ક્લીઅર. એ સિવાય કોઈ જ ડાઉટ નથી.’
પછી વિક્રમને સંબોધીને બોલ્યા..
‘હોસ્પિટલ અને પોલીસ ડીપાર્ટમેન્ટની પેપર પ્રોસીઝર કમ્લીટ કરી આપ ડેડબોડી લઇ જઈ શકો,’

સ્હેજ અકળાઈને કામિની બોલી...
‘ડોકટર ડોન્ટ સે અગેઇન ડેડબોડી.. સે આરુષી, પ્લીઝ.’
‘આઈ એમ સોરી.’ એમ કહી ડોકટર તેની ચેમ્બરમાં જતાં રહ્યાં.
‘ઇન્ક્વાયરી માટે મને થોડો સમય જોઈશે એટલે....શિવાનંદ આગળ બોલવા જાય એ પહેલાં કામિની તેને રોકતાં બોલી..
‘પ્લીઝ સર વન મિનીટ....’ થોડે દુર એક કોર્નર તફર આવવાનો ઈશારો કરતાં કામિની બોલી..

એ પછી ધીમા અવાજે કામિની તેના મોબાઈલમાં કશું સર્ચ કરી શિવાનંદને બતાવતાં બોલી..
‘જસ્ટ એક વાર આ મેટર રીડ કરી લો.. પછી તમે કહેશો એમ કરીશું.’
‘સાત આઠ મેસેજીસ વાંચતા આઠથી દસ કલાકથી અભિમન્યુના કોઠા જેવા આરુષી કેસની ભુલભુલામણીમાં ઉલજાયેલા શિવાનંદ સામે, રસ્તા ખુલી અને રહસ્ય ઉકલી ગયા.

‘પણ મેડમ.. કેસને ક્લોઝ કરવાં મને પુરાવાનીની હાર્ડ કોપીની સાથે સાથે સૌના નિવેદન પણ રાઈટીંગમાં જોઈશે. બીકોઝ સેફટી ઓફ માય જોબ.’

‘જી, જરૂર.. પણ તમે સમજી ગયાંને કે, તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું ? ફર્ધર ઇન્વેસ્ટીગેશન માટે તમને જયારે, જે સમયે, જે સહયોગ જોઈએ તે આપવાનું હું પ્રોમિસ આપું છું.’

‘થેન્ક્સ... આવો આરુષીની ડેડ.... સોરી...’
આગળ બોલતા શિવાનંદ અટકી ગયો..

અડધો એક કલાક બાદ...


સૌ ભાંગેલા હૈયે આરુષીના મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઇ વિક્રમના બંગલા તરફ નીકળ્યા...ત્યારે નીલિમાએ વિક્રમને એકતરફ બોલવાવી રડતાં રડતાં કહ્યું,

‘અંકલ.. પ્લીઝ ગલત ન સમજતા પણ... આરુષીની ઈચ્છા હતી કે, અંતિમ સંસ્કાર સમયે પણ તેના હાથની ડાયમંડ રીંગ ન ઉતારવામાં આવે..’
આટલું બોલતાં નીલિમા બેહદ રળવા લાગી.

‘દીકરા.. મારો તો અનમોલ હીરો જતો રહ્યો તો....’ વિક્રમ આગળ ન બોલી શકયા.
પછી અચાનક આશ્ચર્ય સાથે વિક્રમે પૂછ્યું...
‘પણ...આ વાત આરુષીએ તને ક્યારે કહી... ??’

વધુ આવતાં અંકે..