જીસ્મ કે લાખો રંગ - 12 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જીસ્મ કે લાખો રંગ - 12

જીસ્મ કે લાખો રંગ.’
પ્રકરણ-બારમું/૧૨

મોર્નિંગમાં માંડ માંડ સાડા નવ પછી આંખો ઉઘાડી.. ફ્રેશ થઇ, ચાના કપ સાથે મોબાઈલ હાથમાં લેતાં આરુષીનો સાડા સાત વાગ્યે આવેલો પેન્ડીંગ મેસેજ વાચ્યો....

‘કોલ મી.’

ચાની ચૂસકી ભરતાં કોલ લાગવાતા દેવ બોલ્યો..
‘હાહાઈ...ગૂડ મોર્નિંગ ડીયર.’
‘હાં.. ગૂડ મોર્નિંગ બટ... આપણે તારા લોકેશન પર નહીં પણ આપણા રોજિંદા લોકેશન પર જ મળીશું. અને રાતના ત્રણ વાગ્યા સુધી કઈ દેવીની આરતી ઉતારતો હતો એ કહે તો જરા મને ?

ઠપકા સાથે સંવાદ સાંધતા આરુષી બોલી.

‘યુ આર રાઈટ... એ પણ તારા જેવી દેવી જ છે... પરિચય રૂબરૂમાં આપીશ.. અને હું નહીં અમે બન્ને તારી જ આરતી ઉતારતાં હતા સમજી.’
ફરી ચૂસકી ભરતાં દેવ બોલ્યો..
‘ઓઓ....ઓ રીયલી ? દેવી ? હૂ ઈઝ શી ? બાલ્કનીમાંથી બેડરૂમમાં આવતાં આશ્ચર્ય અને આતુરતા સાથે આરુષીએ પૂછ્યું..

‘ના... કોલમાં નહીં રૂબરૂ. ચલ હવે ફોન મુકું મારે હજુ તૈયાર થવાનું બાકી છે.’
‘દેવ મેં તને જોયો જ છે... તૈયાર થવાની શી જરૂર છે...? અને આજે આમ પણ તને હું જ વીંખી નાખવાની છું સમજ્યો, ચિકના ? ’
‘ઓ.કે બાબા બસ આવ્યો સમજ. એટ શાર્પ ઈલેવન ક્લોક.’
એમ કહી દેવે કોલ કટ કર્યો.
અને આરુષી... આઇનામાં જોઈ ગીત ગણગણવા લાગી..
‘આજ કાલ પાંવ ઝમીં પર નહીં પડતે મેરે...બોલો દેખા હે તુમને મુઝે ઉડતે હૂએ..’

નિર્ધારિત સમય અગાઉ દસ મિનીટ પહેલાં નક્કી કરેલાં સ્થળ પર પહોંચી દરિયા કિનારા સામેના પાર્કિંગ ઝોનમાં કાર પાર્ક કરતાં...બાકીના દસ મિનીટની પ્રતિક્ષા આજે આરુષીને દાયકા જેવી દુશ્વાર લાગવા લાગી.

૧૦:૫૦ થી ૧૧:00 વાગતાં સુધીના દસ મીનીટમાં વીસ વખત સમય જોયા પછી અધીરાઈથી અકળાઈને આરુષીએ કોલ જોડ્યો..... દેવને. પણ.. દેવનો કોલ વ્યસ્ત આવતો હતો...એ પછીની પાંચ મિનીટ લગાતાર કોલ્સ કર્યા પણ.. દેવનો કોલ સતત બીઝી આવતાં કારની બહાર આવી. અંતે આરુષીની ધીરજ ખુંટતા નારાજ થઇ ખભે ટેકવેલા પર્સમાં સેલ નાખી, વોટર બોટલ કાઢી થોડું પીધું અને બાકીનું તેના માથા પર રેડ્યા પછી કારમાં પર્સનો ઘા કર્યો.

એ પછી આશરે વીસેક મિનીટ પછી.... દેવ આવ્યો. આરુષીના અનુમાનિત ફેઈસ એક્સપ્રેશન જોઈ બન્ને કાન પકડતાં દેવ બોલ્યો...

‘મને લાગે છે આજે તારા બે હાથ અને મારા બે ગાલ ઓછા પડશે.’

સ્હેજ ચહેરો ડાબી તરફ ઝુકાવી પ્લાસ્ટિક સ્માઈલ કરતાં દાંત કચકચાવી આરુષી બોલી..

‘અમિતાભ નહીં, આરુષી છું.. એટલે ઓપ્શન અને લાઈફ લાઈન, ચાર નહીં પણ એક જ આપીશ અને..... અહીં ઉત્તર ઉંધો પડ્યો તો...નીચે નહીં પણ ગુસ્સાનો ગુબ્બારો ઉંચે ચડશે એટલું યાદ રાખજે. ચલ હવે સાચ્ચે સાચું બોલ ક્યાં અટવાયો હતો ?’

‘તારી પસંદગીના પરિમાણનું શું પરિણામ આવશે એ પળોજણમાં.’

‘શું.. શું.. શું... ? અલ્યાં..ફ્રેંચ ભાષામાં ફેંકા ફેંક કરવા કરતાં મને સમજાય એવું બોલને. અને તું મને કન્વીન્સ કરવાં માંગે કે કન્ફયુઝ કરવાં ?

‘અરે.. યાર નેવર...અચ્છા..ચલ, એક મિનીટ માટે આંખ બંધ કર ? દેવ બોલ્યો..
‘કેમ, ઉઘાડી આંખે ઉલ્લુ નહીં બનાવી શકે ?
બોલતાં આરુષી ખડખડાટ હસવાં લાગી
‘કેમ કે ઉલ્લુંની આંખો રાત્રે જ ઉઘાડી હોય એટલે...ચલ હવે નખરા કર્યા વગર..પ્લીઝ ક્લોઝ યોર આઈસ.’

દેવની અનેક્સેપ્ટેડ સરપ્રાઈઝની ખાતરીની ખુશી સાથે આરુષીએ આંખો મીંચી.

થોડી ક્ષણો પછી દેવ બોલ્યો... ‘થ્રી.. ટુ..વન...નાઉ ઓપન યોર આઈસ.

અત્યંત આતુરતા સાથે આરુષીએ આંખો ઉઘડતાં જોયું તો... દેવ તેના જમણી હથેળી પર રીંગ બોક્ષમાં મુકેલી ડાયમંડ રીંગ ધરી, આરુષીની આંખોમાં ખુશીની એક અનેરી ચમક જોઈ રહ્યો હતો....

તો તેના પ્રત્યુતરમાં પરમાર્શ્ર્યનું પરાવર્તન કરતી આરુષીની આંખો અને અંતર બન્ને અનહદ અનુભૂતિ અને પારાવાર પ્રસન્નતાથી ગદ્દગદ્દ થઈ જતાં દેવની નજરમાં નજર ભેળવતાં બોલી..

‘માય ગોડ.... દેવ...... ઇટ્સ.... ટુ..મચ બ્યુટીફૂલ... આઆઆ...આઈ એમ સ્પીચ્લેસ.’
‘તારી પસંદગીએ વાતનું પ્રમાણ આપે છે કે તું મને મારાથી વધુ પિછાણે છે.’
આટલું બોલી આરુષીએ તેની એક હથેળી દેવના ગરદનની પાછળ અને બીજી હથેળી દેવના ડાબા ગાલ પર દાબી દેવના જમણા ગાલ પર એક ચસચસતું ચુંબન ચોડતાં બોલી..

‘મેં તને ફ્રેંચ ભાષામાં થેન્કયુ કહ્યું... સોરી.. કર્યું. પણ દેવ.. આપણો સંબંધ કોઈ સોગાત પર આધારિત છે ? અને આ રીઅલ ડાયમંડ રીંગ છે.. આઈ થીંક...આ કાફી કોસ્ટલી છે દેવ.’

આરુષીની બન્ને કોમળ હથેળીઓ તેની બન્ને હથેળીઓ વચ્ચે રાખતાં દેવ બોલ્યો..
‘તારી મુસ્કાનથી મુલ્યવાન કશું જ નથી. અને દરેક સોગાત સાથે સ્મરણના સંસ્કરણ સહજ રીતે સંકળાય જાય છે.’

થોડીવાર ચુપ રહ્યાં પછી.. આરુષીની નજીક પાળ પર બેસતાં દેવ બોલ્યો..

‘આરુષી....ખુબ કાળજું કઠણ કરીને આવ્યો છું. ભૂતકાળની ભૂલોનો ભાર વેંઢારતા મનથી થાકી અને હારી ગયો છું... આજે તને મારા અતિ થી ઇતિ સુધીના અતીતથી અવગત કરાવવી છે.’

દેવના શબ્દોમાં તેની ગફલતની ગ્લાનિનો ભારોભર અહેસાસ આરુષીને થઇ રહ્યો હતો. ત્યારે અચનાક આરુષીને યાદ આવતાં પૂછ્યું..

‘પણ.. દેવ એ તો કહે કે તે જે દેવીનો ઉલ્લેખ કર્યો હતો એ કોણ છે ?
હસતાં હસતાં આરુષી સામે જોઈ દેવ બોલ્યો..
‘કદાચ એ નામના ઉલ્લેખ સાથે... મારા ધૂંધળા પરિચય અને ચરિત્રનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.’
‘કોણ છે ? આતુરતાથી આરુષીએ પૂછ્યું..
‘કામિની, કામિની જાગીરદાર.’
પોહળી આંખો અને મોં સાથે આરુષી બોલી...
‘ઓહ્હ....માય ગોડ. સાચે જ દેવ, દુનિયા કેટલી નાની છે. પણ... તું તેમને કંઈ રીતે ઓળખે ?
‘બસ આપણી માફક જ....અનાયસે અમે પણ એક દિવસ સાગરના સાનિધ્યમાં મળી ગયા. મારી તેની જોડે આકસ્મિક મુલાકાત ગોવામાં થઇ.’

એ પછી દેવે તેની અને કામિનીની પ્રારંભથી લઇ ગઈકાલ રાત સુધીની વીતકકથાનો વૃતાંત આરુષીને કહી સંભળાવ્યો.

‘દેવ...જો કામિની જાગીરદારની તું આટલો નજીક હોય તો... એ તારા પરિચયનું પરમશ્રેષ્ઠ પ્રશસ્તિપત્ર છે. હવે મને તારા વિષે કશું જ નથી જાણવું અને જો તું મન વચન અને ક્રમથી તારા કથિત ભૂતકાળથી અળગો થઇ જ ગયો છે તો ફરી બંધ બારણાના દસ્તક દેવાનો શું મતલબ ?

‘પણ... આરુષી મને બોલવા....’ હજુ દેવ આગળના શબ્દો ઉચ્ચારે એ પહેલાં આરુષી તેના ટેરવાં દેવના હોંઠો પર મૂકતાં બોલી..

‘આરાધ્ય દેવ અને આસ્થા એક જ સિક્કાની બે પહેલું છે. અને હું લકી છું કે, એ સિક્કાની બન્ને પહેલું પર મારા વિશેષાધિકારની છાપ અંકિત છે. બસ.. આથી વધુ મને કંઇ નથી જોઈતું કે જાણવું.’ આરુષીની અંનત આસ્થા અનુભવતા દેવ ગદ્દગદ્દીત અને ગળગળો થઈ ગયો...
તેના પ્રત્યે આરુષીની ભારોભાર શ્રધ્ધા જોઈ થોડી પળો માટે તો દેવને એમ થયું કે જીવતે જીવ મોક્ષ મળી ગયો. ભાવાવેશ સાથે અને ભાવવિભોર થયેલા દેવે આરુષીની બંને હથેળી તેના હાથમાં લઈ ચૂમ્યા પછી.....આરુષીની રીંગ ફિંગરમાં રીંગ પરોવતાં બંને યાદગાર સુવર્ણ ક્ષણના સાક્ષી બની વ્હાલવર્ષામાં કયાંક સુધી ભીંજાતા રહ્યાં.

‘આરુષી... કામિની અને તારા ફેમીલી મેમ્બર સિવાય બીજું કોઈ તારું અંગત કે ક્લોઝ..? દેવે પૂછ્યું

‘હા.. નીલિમા.. એડવોકેટ નીલિમા બક્ષી. હું જે ટ્રાવેલ કંપનીમાં જોબ કરું છું, તેના બોસની સિસ્ટર. અમારા બંનેને પરસ્પર એકબીજા માટે બ્લેંક ચેક જેવો ટ્રસ્ટ છે.
સુરજ કદાચ પશ્ચિમમાંથી ઉગે પણ પરસ્પર કોઈના પર શંકા ન ઉઠે.’
‘નીલિમા આપણા સંબંધ વિશે જાણે છે ? દેવે પૂછ્યું..
‘ના.. પણ હવે સૌ પ્રથમ હું નીલિમાને જાણ કરીશ... તેને ખુશી સાથે ઈર્ષ્યા પણ થશે કે, મારી આરુષીને કોઈ શેર કરે છે. હું તેની કોમેન્ટ અને રીએક્શન વિષે વિચારીને રોમાંચિત થઇ જાઉં છું. ’

‘દેવ.....આજે મારી ઉમંગથી ઉછળતાં અપાર મસ્તીના મોજાંથી આ દરિયાના મોજાંને મ્હાત આપવી છે. આજે મારા ભીતરમાં ઉમળતી, ઉછળતી દુનિયાભરના ખજાના જેવી ખુશીની ભરતીથી દરિયાને જલાવવો છે.....જે દરીયો મને રોજ ડરાવતો હતો આજે મારે એને ડરાવવો, હરાવવો અને હંફાવવો છે....એ પછી ભલે મારી પર વધુ ખારો થતો.’

એમ કહી આરુષી દેવનો હાથ ખેંચતી કિનારે ધસમસતાં આવતાં મોજાં સામે બાથ ભીડવા લઇ ગઈ. દેવને લાગ્યું કે આજે આરુષીની પ્રસન્નતાના પુરમાં દરિયો તણાઈ જશે.

આશરે અડધોએક કલાકનો સમય પસાર થઇ ગયો...સમય સાથે સાથે આરુષી દેવનો હાથ પકડી દરિયાની વધતી ભરતીમાં આગળ વધતી રહી.

‘આરુષી આજે તને ડર નથી લાગતો.. ?
તેની હથેળીમાં પાણી ભરી દેવના ચહેરા પર ઉછાળતાં આરુષી બોલી..
‘તું છે પછી દરિયો તો શું.....હવે દુનિયાનો પણ ડર નથી.’

એ પછી બન્ને છેક સૂર્યાસ્ત બાદ પણ શહેરમાં આરુષીના ફેવરીટ ડેસ્ટીનેશન પર ફરતાં ફરતાં અંતે હાઈવે પર કારને રોડની એક સાઈડ પર પાર્ક કરી, બન્ને બોનેટ પર બેસ્યાં ત્યારે.... આરુષી બોલી.

‘દેવ...હું ઈચ્છું છું કે, આવતીકાલે આપણે આપણા રીલેશનનું ઓફિસીયલ એનાઉન્સમેન્ટ કરીએ. તું શું કહે છે ?

‘શ્યોર...હવે હું કોઈ માનસિક અસમંજસમાં નથી. મને એવું ફીલ થાય છે, તું આ દેવમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી રહી છે. આવતીકાલના સૂર્યોદયનો ઓજસ આપણી જિંદગીમાં એક નવો અધ્યાય લખશે.’

‘દેવ.. હું તને મળી... તારામાં ભળી, પણ તને હજુ આરુષીના નામનો મર્મ મળ્યો ? દેવની સામે જોઇ આરુષી બોલી.
‘ઓહ્હ... આરુષી તું નહીં માને બસ.. આ એક જ વાત હું તને પૂછતાં ભૂલી જાઉં છું... પણ આજે તો કહી જ દે..પ્લીઝ.’ દેવ બોલ્યો

‘કહું કે...સાક્ષાત બતાવું ? આરુષીએ પૂછ્યું..
‘બતાવ ?
‘પણ..એ માટે આપણે અર્લી મોર્નિંગ અહીં આવવું પડે.’ આરુષીએ કહ્યું
‘ઇટ્સ પોસિબલ.. પણ કેટલા વાગ્યે..?’ દેવે પૂછ્યું..
‘બીફોર સનરાઈઝ... ક્યું કી...આરુષી કા અર્થ હૈ... ‘સુરજ કી પહેલી કિરણ.’
અબ સમજે દેવ બાબૂ. ? દેવના બન્ને ગાલ ખેંચતા આરુષી બોલી.

‘ઓહ્હ.. તો ઇસકા મતલબ...સુરજ તો રોજ નિકલતા હૈ.. પર આરુષી કો મહેસુસ કરના સબ કે નસીબ મેં નહીં હોતા.’ દેવ બોલ્યો
‘હવે તને સમજાયો મારો સનફલાવર સાથેનો સંબંધ ? બોનેટ પરથી નીચે ઉતરતાં આરુષી બોલી.

‘ઓહ્હ યસ... આરુષી આપણે નવજીવનનો આરંભ સૂર્યના પહેલાં કિરણની સાક્ષીએ કરીએ તો..?

‘ધેટ્સ ગ્રેટ આઈડિયા..વન મિનીટ...’
એમ કહીને આરુષીએ તેમાં મોબાઈલમાં સર્ચ કર્યા પછી બોલી.
‘દેવ... સનરાઈઝ ટાઈમ છે, ૬:૧૫ નો. આપણે ૫:૪૫ પર આવી જઈશું...પણ તું ઉઠવામાં ખુબ લેઝી છે... એક કામ કર હું તને એકઝેટ ૫:૧૫ એ પીક અપ કરી લઈશ..ઓ.કે. ?

‘મતલબ.. સૂર્યોદય પહેલાં સૂર્યનું પહેલું કિરણ મને લઇ જશે એમ...? આ નવી પ્રણાલી.
હસતાં હસતાં દેવ બોલ્યો..

‘હા...અને આમ પણ કોઈ પ્રણાલીનો પ્રારંભ ‘દેવ’ના આહવાન વગર શક્ય નથી.’
બોલીને આરુષી દેવને ઉષ્માભર્યા આલિંગન સાથે વળગી પડી.

થોડીક્ષણો પરસ્પર આંખો પરોવી જોતાં રહ્યાં પછી... આરુષી બોલી..
‘દેવ, તને શું કહું... ઈશ્ક્દેવ કે ઇષ્ટદેવ ?
‘ફક્ત આરુષીનો દેવ,’ દેવ બોલ્યો.
‘યસ....આરુષીનો દેવ. દેવ...મેં જિંદગીમાં જેટલું દુઃખ વેઠયું છે તેના કરતાં બમણું સુખ વહેંચ્યું છે. દુઃખ જતાવ્યું નથી અને સુખ સંતાડ્યું નથી. પણ...તને મળ્યા બાદ, ખબર નહીં પણ તારા માટે હું એટલી હદે પઝેસીવ અને સ્વાર્થી થઈ અતાર્કિક વિચારે ચડી જાઉં છું કે... ‘દેવ’ પર કોઈનો એકાધિકાર હોય ? પણ.. હું તો એક એવો અંગત ઇષ્ટદેવ ઝંખુ કે જે ન કોઈનો હોય કે, કોઈ તેનું હોય. ફક્ત મારા સિવાય. ચાર્ટર્ડ પ્લેનની માફક ચાર્ટર્ડ પરમેશ્વર.’ સ્હેજ હસતાં આરુષી બોલી.

‘આરુષી...અને હું એવું ઈચ્છું છું કે, મારી આંખો મીંચાઈ ગયા બાદ, દુનિયા એમ ન કહે કે, દેવ થઇ થઇ ગયો... પણ એમ કહે કે, દેવ આજે આરુષી થઇ ગયો.’

‘હેય....આજ પછી ફરી કયારેય આવું અશુભ ન બોલીશ. પણ મને હવે મૃત્યુનો રંજ નહી રહે ... કેમ કે દેવ થતાં પહેલાં દેવની થઈ ગઈ.’
બોલી હસતાં હસતાં આરુષી કારમાં અને દેવ તેની બાઈક પર ગોઠવાયો.

‘દેવ...આજે ઈશ્વરથી કોઈ શિકાયત નથી...કેમ કે, તને પ્રેમદૂતના પ્રતિનિધિ તરીકે મોકલીને મારી બધી ફરિયાદનું નિવારણ કરી નાખ્યું. આઈ એમ ટુ મચ હેપ્પી.’
અને વ્હેલો સુઈ જજે.. સવારે ૫:૧૫ વાગ્યે આવું છું લેવા. ઓ.કે. બાય કેર.’

‘બાય.’ દેવ બોલ્યો એટલે આરુષી તેના ફ્લેટની દિશા તરફ નીકળી... દેવે સમય જોયો રાત્રીના ૮:૧૫ થયાં હતા.. તે પણ ઝડપથી બાઈક હંકારી તેના ઘર તરફ.

ફ્લેટ પર આવી બેડરૂમમાં એન્ટર થતાં પર્સનો એક ખૂણામાં ઘા કરી રીતરસ ઠેકડો મારી બેડ પર પડતાં આરુષી ગણગણવા લાગી...

‘આજ ફિર જીને કી તમ્મના હૈ... આજ ફિર મરને કા ઈરાદા હૈ.’.. પછી સ્વ સાથે સંવાદ સાંધતા મનોમન બોલી...

‘દેવ..દેવ..દેવ....આજે મારા દિલને ધડકવાનું બહાનું જડી ગયું. મિલન પહેલાની આખરી રાત્રે મને સૂર્યના પહેલાં કિરણની પ્રતિક્ષા આકરી લાગે છે.
કયાંય સુધી ભાવીના કાલ્પનિક કેનવાસ પર મનગમતાં રંગો પૂરતાં પૂરતાં ખૂબસૂરત ખ્યાલોમાં ખોવાઈ જતાં આંખ લાગી ગઈ...
મોડેથી કંઇક ભણકારાનો ભાસ થતાં ઝબકીને જાગી જતાં સમય જોયુ તો, ઘડિયાળ ૧૧; ૨૫ નો સમય બતાવી રહી હતી..

અચાનક કંઇક યાદ આવતાં ફટાફટ ફ્રેસ થઇ, મોબાઈલ હાથમાં લઇ એક નંબર ડાયલ કર્યો પણ બીજી જ સેકન્ડે વિચાર બદલાતાં કોલ કટ કર્યો...અને બીજો એક નંબર ડાયલ કર્યો..

ડાયલ ટુ... નીલિમા..

દિવસભરના ઓવર વર્કલોડથી થાકી પાંચ મિનીટ પહેલાં જ નિદ્રાધીન થયેલી નીલિમા ઊંઘમાંથી ઉઠતાં બોલી
‘હેલ્લો... આરુષી..’
‘શું કરે છે ? સુઈ ગઈ હતી કે શું ? આરુષીએ પૂછ્યું
‘હા યાર.. જસ્ટ બીફોર ફાઈવ મિનીટ.. બીઝોઝ ટુ મચ ટાર્ય્ડ ટુડે. ખુબ ઊંઘ આવે છે આજે. બોલ કેમ અત્યારે અચનાક યાદ કરી ?
‘તારી ઊંઘ ઉડવા જ કોલ કર્યો છે.’ આરુષી બોલી...
‘આઈ કેન બીલીવ... કેમ કે તું કંઈ પણ કરી શકે એમ છે. હવે જલ્દી બોલ.’
‘હમ્મ્મ્મ....સોચ રહી થી લાઈફ મેં સબ કુછ કર કે દેખ લિયા... અબ શાદી કરકે ટ્રાય કરતી હૂં. કૈસા રહેગા યે આઈડિયા ?
‘અરે..... તારી ભલી થાય.....તે તો બેમિશાલ મિસાઈલ એટેક કર્યો યાર... ક્યારે ..? ઔર કૌન હૈ વોહ જિસને હમારી આંખો કા કાજલ ચુરા લિયા.. ?
ખુશીથી ગદ્દગદ્દ થતાં નીલિમાએ પૂછ્યું..

‘વેઇટ.. વેઇટ... વેઇટ.. આ કારસ્તાનની જાણ કરવાં સૌ પહેલાં મેં ડેડને કોલ કર્યો... પણ તરત જ કટ કર્યો, એટલે માટે કે તેમને રૂબરૂ કહીશ... એ પછી તને કોલ જોડ્યો.. હવે કામિનીને કોલ કરીશ..’

‘પણ.. અરે... ડીટેઇલમાં પૂરી વાત તો કર...’
‘આતુરતાથી નીલમા બોલી
‘સોરી ડીયર... હમણાં ઉતાવળમાં છું, અને ડેડને મળવા તેમના બંગલે જઈ રહી છું..રીટર્નમાં આવી કોલ કરું છું ચલ બાય..’
એમ કહી કોલ કટ કરી... નંબર ડાયલ કર્યો... કામિનીને.
‘હાઈઈઈઈ... તું કયારે આવે છે દિલ્હીથી.. ?
અડધી રાત્રે આરુષીના કોલ અને ટોન પરથી કામિની સમજી ગઈ કે, દેવ અને આરુષીએ ફાઈનલ ડીસીસન લઇ લીધું છે... એટલે ખુશ થતાં બોલી..
‘બસ.. તું લગ્ન કરે ત્યારે ?
કામિનીનો ઉત્તર સાંભળીને આરુષી આશ્ચય સાથે ડઘાઈ જતાં બોલી...
‘ઓહ્હ માય ગોડ.... નહેલે પે દહેલા.. પણ તમને....આઆઆ... દેવે કહ્યું ?
હસતાં હસતાં કામિની બોલી...
‘ના...પણ મને ગળા સુધી ખાતરી હતી કે, દેવ તારો ટ્રસ્ટ જીતીને જ રહેશે... આરુષી... તું દેવથી સંપૂર્ણ રીતે પરિચિત અને સંતુષ્ઠ છે ને ? કોઈ શંકાને સ્થાન નથીને ?

લાગણીવશ થઇ આરુષી બોલી...
‘સાચું કહું.....તેનું નામ જ મારા માટે પર્યાપ્ત છે. મારા માટે મેં દેવની આંખોમાં બેશુમાર સ્નેહ અને શ્રદ્ધા જોયા છે. બસ મારા માટે આટલો પરિચય કાફી છે. તું કયારે આવે છે ?

‘હું શાયદ આવતીકાલ રાત સુધીમાં મુંબઈ પહોંચી જઈશ. આરુષી... આજે મારી ખુશીની કોઈ સીમા નથી.. અને રડવાનું મન થાય છે.’
આટલું બોલતા કામિનીની અશ્રુધારા ફૂટી નીકળી.

‘પ્લીઝ... અચ્છા હું ડેડને સરપ્રાઈઝ આપવાં જાઉં છું...મોર્નિંગમાં કોલ કરું છું. બાય’
‘પ્લીઝ.. ટેક કેર.’ કહી કામિનીએ કોલ કટ કર્યો પણ આનંદાશ્રું રોકી ન શકી. એ પછી ઊંઘ સાથે આશ્ચર્ય પણ આવ્યું કે... દેવનો કોલ કેમ ન આવ્યો..?


એ પછી... ઉતાવળથી ઉમંગના આવેગમાં...આરુષી
નીચે પાર્કિંગમાં આવી, કાર લઈ નીકળી પડી પપ્પાના બંગલા તરફ....કાર કરતાં આરુષીના સપનાની સ્પીડ વધુ હતી.



નેક્સ્ટ ડે..મોર્નિંગ

ખુબ મોડી રાત્રે નિદ્રાધીન થયાં પછી અચાનક જ ગાઢ ઊંઘમાંથી ઝબકી જતાં દેવની નજર વિન્ડો તરફ જતાં ખ્યાલ આવ્યો કે, કાફી અજવાળું થઇ ચુક્યું હતું. આંખો ચોળતાં ચોળતાં તકિયા પાસે પડેલો મોબાઈલ ઉઠાવી સમય જોતાં આંખો પોહળી થઇ ગઈ...

સમય થયો હતો ૮:૧૦ નો. મનોમન બોલ્યો...

‘ઓહ્હ માય ગોડ.....’

કોલ લોગ ચકાસ્યું... આરુષીનો એકપણ કોલ નહતો...મેસેજ ઈનબોક્સ.. વ્હોટસઅપ...બધું જ ફેંદી માર્યું... પણ આરુષીનો કોઈ સંદેશ નહતો.. સફાળા બેડ પરથી ઊભા થઈ પળનો પણ વિલંબ કર્યા વગર કોલ જોડ્યો આરુષીને...

ઓટો આન્સરિંગ રીપ્યાઈ સંભળાયો.... ‘મોબાઈલ કવરેજ ક્ષેત્રની બહાર છે.’ ફરી પ્રયત્ન કર્યો.. ફરી એ જ પ્રત્યુતર... સતત ત્રણથી ચાર પ્રયત્ન કર્યા પણ... પરિણામ શૂન્ય.

પછી મનોમન વિચાર્યું કે એવું બની શકે કે, આરુષી ગુસ્સામાં ત્યાં જ મારી પ્રતિક્ષા કરતી બેઠી હોય ? ત્વરિત ફ્રેશ થયાં વગર જ ચેન્જ કરી બાઈક દોડાવી નિર્ધારિત સ્થળ તરફ....બાઈક અને દેવના ધબકારાની ગતિ બન્ને અનિયંત્રિત હતી.


સાધારણ સમય કરતાં દેવ નિર્ધારિત સ્થળ પર દસ મિનીટ પહેલાં પહોંચી ગયો..

ત્યાં પહોંચી...
આજુ બાજુ નજર દોડાવતાંની સાથે ફરી કોલ જોડ્યો આરુષીને... ફરી એકવાર એજ ઘૂંટેલો સ્વર દેવના કાનમાં ઘુંટાયો.

આકુળ-વ્યાકુળ દેવ હજુ કશું વિચારે ત્યાં સામે દરિયા કિનારે થોડે દુર એકઠાં થયેલાં આશરે ચાળીસથી પચાસેક માણસોના ટોળા પર તેની નજર પડતાં અચરજ સાથે તે ટોળા તરફ ચાલવા લાગ્યો.. ધીમે ધીમે ટોળું મોટું થવાં લાગ્યું... ટોળાના એક પછી વ્યક્તિને હડસેલીને ટોળાની વચ્ચે જોતાં જ......

‘આરુષીઈઈઈઈઈઈઈ.......’ ના નામની ગળું ફાડી નાખે એવી તીવ્ર ચીખ સાથે દેવ ઢળી પડ્યો......

ટોળું લાલ સાડી પહેરેલી આરુષીની લાશ ફરતે ઉભું હતું.


વધુ આવતાં અંકે..