જીસ્મ કે લાખો રંગ - 8 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીસ્મ કે લાખો રંગ - 8

જીસ્મ કે લાખો રંગ’

પ્રકરણ-આઠમું/૮

હજુ વિમાસણની ભૂલભુલૈયાથી વિચારવૃંદમાં ભૂલો પડે ત્યાં જ.... મોબાઈલ રણક્યો..
સ્હેજ ઝબકી સ્ક્રીન પર આરુષીનું નામ નજરે પડતાં સસ્મિત કોલ રીસીવ કરતાં બોલ્યો..

‘હાઈઈઈઈ...’
‘તું ક્યાં છે ? સ્હેજ નારાજગી સાથે ગુસ્સાના ટોનમાં આરુષીએ પૂછ્યું...
‘એટ માય હોમ. કેમ ?
‘પૂછી, શકું ક્યારે આવ્યો ? પ્રકોપ પુર આગળ પાળ બાંધતા આરુષીએ પૂછ્યું
‘આજે સાંજે.’ દેવ બોલ્યો
બન્ને આંખો બંધ કરી ઊંડો શ્વાસ ભરી...ગુસ્સાને ગળી જતાં આરુષીએ પૂછ્યું..
‘મુકાલાત.... અરે.. સોરી, મુલાકાત માટે ક્યારનો સમય આપે છે ?
મનોમન હસતાં દેવ બોલ્યો..
‘ટ્વેંટી ફોર બાય સેવન.. બંદા આપકી ખિદમત મેં હાજીર હૈ.. જબ તુમ કહો તબ.’

‘ઓયે.... મેં મુકાલાત માટે સમય માંગ્યો, માખણ મારવા માટે નહીં સમજ્યો. અને આ શું છે ? ગમે ત્યાં, ગમે ત્યારે બે હાથ પોહળા કરવાની પ્રકૃતિથી પીડાઈને હક્લાતા જમરૂખની ભટકતી આત્મા કયારથી તારા પંડમાં ઘુસી ગઈ ?’
મીઠો ગુસ્સો કરતાં આરુષી બોલી.

તકિયો એક તરફ મૂકી બેડ પરથી ઊભા થઇ હસતાં હસતાં વિન્ડો પાસે આવતાં દેવે પૂછ્યું

‘ફોરએવર ફ્રી ફોર યુ.. બોલ કયારે મળવું છે ?’
‘અચ્છા...ચલ આવી જા... હમણાં જ.’ આરુષી બોલી
‘અત્યારે......? સ્હેજ ઊંચા અવાજે દેવ બોલ્યો..
‘યુ હેવ ઓન્લી થર્ટી મિનીટ્સ....ઓવર.’
એમ કહી તેની અંતરદાઝને અકબંધ રાખતાં આરુષીએ કોલ કટ કર્યો

દેવ આરુષીના સપ્તરંગી જેવા અપ્તરંગી સ્વભાવથી ખુબ સારી રીતે અવગત હતો...એટલે ફટાફટ પાંચ જ મીનીટમાં તૈયાર થઇ મનોમન હસતાં હસતાં બાઈક સ્ટાર્ટ કરી નીકળી પડ્યો... બન્નેના ઓલ ટાઈમ ફેવરીટ એવાં ફોરએવર કોપીરાઈટ કરાવેલા સંગમસ્થાન મરીન ડ્રાઈવ પર...ગીત ગણગણતો....

‘કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ તો... ઔર ભી...’
ઠીક પચ્ચીસ મિનીટ પછી.....દરિયા સામેની જે ઉંચી પાળ પર આરુષી...
પગની પાનીએ થી છ ઇંચ જેટલા ટૂંકા બ્લેક કલરના સ્કીન ટાઈટ જીન્સ ઉપર લાઈટ યેલ્લો કલરના સ્લીવલેસ ટોપના પરિધાનમાં ચહેરા પર પરીકોપના ભાવ સાથે બેઠી હતી, ઠીક તેની સામે જ દેવે બાઈક સુરક્ષિત જગ્યાએ પાર્ક કર્યા પછી મનોમન હસતાં હસતાં આરુષીની નજદીક બેસતાં બોલ્યો...

‘તુમને પુકારા ઔર હમ ચલે આયે...’

થોડી ક્ષ્રણો ચુપ રહ્યાં પછી પાળ પરથી ઠેકડો મારી નીચે ઉતરી ઠીક દેવની સામે ઊભી રહી તેના મૌન રોષના રાગનો આલાપ કરતાં દેવના બંને ફૂલગુલાબી ગાલ પર...એક પછી એક બન્ને હથેળીઓથી આરુષીએ, એક...બે..ત્રણ..ચાર...પાંચ....હળવા તમાચા માર્યા પછી માંડમાંડ તેના પ્રેમભાવના પુણ્યપ્રકોપનો પારો ન્યુનત્તમ સપાટી પર આવ્યાં પછી બોલી..

‘આઈ હોપ કે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ નહીં થાય.’
દેવે અત્યારે સુધી પરાણે રોકી રાખેલો બેફામ હાસ્યધોધ છૂટતાં હસતાં હસતાં બોલ્યો..

‘અરે..ના..ના.... નેક્સ્ટ ટાઈમ હું ગાલ અહીં મુકીને જઈશ...એટલે તારે....’
હસવું ન રોકાતાં દેવ આગળ ન બોલી શક્યો..

એટલે ફરી ગુસ્સાથી ગાલ ફુલાવતાં સ્હેજ આંખો જીણી કરી આરુષી બોલી..
‘દેવવવવવવ,,,,એક દિવસ એક તમાચો એવો પડશે ને કે ... લાઈફ ટાઈમ તેના પડઘા પડતાં રહેશે એટલું યાદ રાખજે.’
‘તો.તો.સારુને... એ પડઘામાં હું તારા સાક્ષાત્કારના અનુભૂતિનો અહેસાસ કરી શકીશ.’
દેવ બોલ્યો.
‘દેવ, તને એવી પ્રતીતિ ન થાય કે કોઈ પળે પળ તારી પ્રતીક્ષામાં પીડાઈ રહ્યું છે ?’
દેવની આંખોમાં જોઇને આરુષી બોલી.

‘ના... ના.. ના.. એવું નથી આરુષી પણ...તું બીલીવ નહીં કરે પણ...ગઈકાલે મને એક એવી વ્યક્તિનો ભેટો થયો.. કે, જેની આત્મ્પીડા જેવી કથા સાંભળી જરા મેન્ટલી ડીસટર્બ હતો.. અને વ્યથાકથા એક એવા અનુસંધાન પર આવી અટકી છે કે, અને જ્યાં સુધી એ અલ્પવિરામ અને પૂર્ણવિરામ વચ્ચેનો ફાંસલો ખત્મ નહીં થાય ત્યાં સુધી ખૂંપી ગયેલી ફાંસની માફક ખટક્યા જ કરશે.’

‘કોઈ અંગત છે ? આરુષીએ પૂછ્યું
‘ના...પણ સત્સંગ સફરના અસરની સંગત, અંગતથી પણ અનેરી લાગી. ઇન્ટરેસ્ટીંગ કેરેક્ટર. ૨૪ કલાક પછી પણ તેના આપવીતીની અસર અકબંધ છે.’ દેવ બોલ્યો..

‘ઓહ્હ.... જાણી શકું કોણ છે એવી તો કઈ વ્યક્તિ છે, કે જેના પર દેવ આટલાં જલ્દી રીજી ને ઓળઘોળ થઇ રહ્યાં છે ? અસર તેના અભાવની છે કે પ્રભાવની ? કૌતુક સાથે આરુષીએ પૂછ્યું

‘વ્યક્તિ નહીં.. વ્યક્તિત્વ. તને જરૂર કહીશ.....પૂર્ણવિરામ આવ્યાં પછી.
પણ એ પહેલાં આજે તો તારા સંપૂર્ણ પરિચય પછી જ આપણી આ આપાતકાલીન જેવી મુલાકાતની પુર્ણાહુતી કરીશું. આરુષી.... આજે મારે તને સાંભળવી છે.’

આરુષી...થોડી ક્ષણો સુધી ચુપચાપ અવિરત દેવની આંખોમાં જોયા જ કરી....એટલે દેવે પૂછ્યું શું જોઈ રહી છે આંખોમાં ?

‘જોઈ નહીં... શોધી રહી છું.’ આરુષી બોલી..
‘શું ?’ દેવ બોલ્યો
‘તસલ્લીનો તાગ મેળવવાની સાથે સાથે તારી સંનિષ્ઠા અને મારી શ્રધ્ધાના સંતુલનનું મધ્યબિંદુ. તું મને સાંભળીશ પણ...’
‘પણ.. શું ? આતુરતા સાથે દેવે પૂછ્યું
‘મને માત્ર સાંભળીશ કે સંભાળીશ પણ ખરો ?’

‘સ્પંદન, સ્પર્શ કે સંવેદનાના સર્વશ્રેષ્ઠ અને સાત્વિક પુરાવાના પ્રતિક રૂપે અંત:સ્ફૂરણાની અનુભૂતિ એ જ ઉત્તમ અને પરમ પ્રશસ્તિપત્ર છે. આરુષી... ભાષા કે શબ્દોનો અનુવાદ થાય પણ મર્મસ્પર્શી મૌન તો ભાવાનુવાદ જ થાય. અને એ તને ખુબ સારી રીતે આવડે છે.’ એવું દેવ બોલ્યો..


થોડી સેકન્ડ દેવ સાથે નજરો મિલાવી તેની બંને હથેળીઓને ગર્મજોશીથી આરુષી તેની હથેળીઓ વચ્ચે દાબવી, આંખોની કોરમાં ઉતરી આવેલી અનન્ય અનેરી ચમક અને ભીતરના ભાવનાની ભીનાશ સાથે એક ઊંડો શ્વાસ ભરતાં આરુષી બોલી...

‘સાંભળ.....

એ પછી આરુષી તેના અવતરણ કાળથી આરંભેલી આપવીતીના અંતિમ વાક્ય પર પૂર્ણવિરામ મુકે ત્યાં સુધીમાં વ્હેલી પરોઢે પડેલા ઝાકળબિંદુ અને આરુષીના અશ્રુબિંદુના માત્રાની ગણતરી કરવી મુશ્કિલ હતી.

બે મિનીટના મૌન પછી આરુષી બોલી..

‘દેવ....મારા ગમના ગોવર્ધન પર્વતને ઊંચકવા માટે તારી ટચલી આંગળી જેટલી આસ્થા પણ પર્યાપ્ત છે. મને સાંત્વના કે સહાનુભુતિ નહીં પણ...

‘લેશમાત્ર નિસંદેહ સ્નેહ સંપ્રદાય સંઘ સફરના મંઝીલની અંતિમ સુધી એક એવા સંગીની સંગત ઝંખુ છે કે, જેના સાનિધ્યમાં સફરના અંત પહેલાં અંતિમ શ્વાસ આવી જાય.’
‘દેવ....મેં મારા સંવાદમાં માત્રા વ્યથા નથી વર્ણવી પણ....જિંદગીમાં પહેલી વાર મારી રગે રગના રક્તકણમાં વણાઈ ગયેલી મૂક વેદનાને વાચા આપવાની હિંમત કરી છે.’

આરુષીની આત્મદાહ જેવી આપદા સુણી થોડીવાર માટે દેવ દિગ્મૂઢ દશા અને સ્તબ્ધતા સાથે સૂન થઈ થીજી ગયો, એ જોઇ આરુષી બોલી...

‘એય...દેવ, કેમ.. ચુપકીદીનો ચોલો ચડાવી ધ્યાનમાં બેસી ગયો ? મારી તો બસ.. આજીવન અજીઝના આરજુની અરજ છે.....તને કદાચ એમ થતું હશે કે, વાયરલ વાઇરસ જેવી આ ભટકતી આત્મા ક્યાંથી ભટકાઈ ગઈ એમ ને ?

બોલી આરુષી હસવાં લાગી.

ચિંતિત ચહેરે દેવ બોલ્યો...
‘આરુષી...હું એ દ્વિધામાં છું કે, મારા પરિચયનો પ્રારંભ ક્યાંથી કરું ? નગ્ન સત્ય અને કડવી વાસ્તવિકતા જેવા મારી જિંદગીના દાગ જેવા દખ ભરી દાસ્તાનને તું ડાયજેસ્ટ કરી શકીશ કે નહીં એ ચિંતાથી ચિંતિત છું.’


‘દેવ... તારું કન્ફેશન તારા માટે કન્ફયુઝન હશે પણ મારા માટે બ્લેન્ક ચેક પર કરેલા હસ્તાક્ષર જેવું છે. અપના તો લાઈફ મેં એક હી ઉસૂલ હૈ.....અગર તું કબૂલ તો તેરા સબ કબૂલ.’ આપવીતી કહ્યા પછી હળવીફૂલ અને બિન્દાસ અંદાજમાં આરુષી બોલી..

‘ના... આરુષી જ્યાં સુધી હૈયાંનો ભાર હળવો નહીં કરું ત્યાં સુધી હું આપણા અનુબંધને ન્યાય નહીં આપી શકું.’
વિચલિત મનોદશાથી વ્યથિત થતાં દેવ બોલ્યો..

‘દેવ...ક્યાં સુધી નહાકમાં કઠપુતલી... સોરી.. કઠપૂતલા.. બની નસીબના નાટકમાં નીલકંઠનું કિરદાર ભજવ્યા કરીશ, અને શા માટે ? જૂઠાણા જેવું લાગતું ઝેર મારી સાથે શેર નહીં કરે ?

‘કાશ...જૂઠ હોત...’ નિરાશાના સૂરમાં દેવ બોલ્યો..

‘દેવ...તે કાબુલેલું શત પ્રતિશત અસત્ય પણ હું આંખ મીંચીને સ્વીકારી લઇશ પરંતુ....કોઈ અન્યના દ્વારા સાંભળેલું રતિભારનું જૂઠ પણ હું કયારેય બરદાસ્ત નહીં કરી શકું.’ આરુષી બોલી

‘આરુષી.. મને સાત દિવસનો સમય આપ... જે દિવસે મને એવું લાગશે કે.. તારા અમીદ્રષ્ટિના અભિષેક માટે આ દેવ કાબિલ છે, તે દિવસે હું એક પળનો પણ વિલંબ કે વિચાર નહીં કરું.’ દેવ બોલ્યો

પાંચ થી સાત પળ એકીટસે દેવની આંખોમાં જોયા કર્યા પછી આરુષી બોલી..

‘સાત નહીં સત્તર દિવસ આપ્યાં દેવ પણ...જો હું નહીં તો આ કોઈ અન્ય પણ દેવ પર અભિષેકનો અધિકારી નહીં બની શકે એ મારી શર્ત છે.’


‘એ તો પત્થરની લકીર જેવું સત્ય છે.. કારણ કે આરુષી બનવું અસંભવ છે, કારણ કે. આ આરુષીને શ્રધ્ધા સાથે સ્નેહ અને આરાધના સાથે ઈશ્ક કરતાં ખુબ સારી રીતે આવડે છે.’

દેવનું વાક્ય પૂરું થતાં...સાગરના મોજાં પર સૂર્યના પ્રથમ કિરણો પડતાં દેવ અને આરુષીના સંયુક્ત સથવારાની સફરનો સૂર્યોદય થયો... અને સાગર કરતાં બન્નેના હૈયે ઉછળતી બમણી ભાવનાની ભરતીની મસ્તીને મન ભરીને માણ્યા પછી બન્ને છુટ્ટા પડ્યા...

વધુ આવતાં અંકે..