જીસ્મ કે લાખો રંગ - 5 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીસ્મ કે લાખો રંગ - 5

જિસ્મ કે લાખો રંગ.’

પ્રકરણ- પાંચમું/૫

બીજા દિવસે...

સુર્યાસ્ત પછી...

ગોવાના અતિ રમણીય અને પ્રવાસીઓની પ્રથમ પસંદ એવાં કલંગુટ બીચ સ્થિત એક આલિશાન થ્રી સ્ટાર હોટેલના સ્વિમિંગ પૂલને અડીને આવેલી લોંગ ચેરમાં લંબાવી અંગ્રેજી ન્યુઝ પેપર વાંચતા દેવની નજર, ટુ પીસ સ્વિમિંગ સ્યુટમાં આશરે પાંત્રીસેક વર્ષની આંખો મીંચી તેની મસ્તીમાં આરામ ફરમાવી રહેલી કામુક દેહ લાલિત્ય ધરાવતી બાજુની ચેર પર આડી પડેલી યુવતી પર પડી.

થોડા સમય બાદ... તે યુવતીના મોબાઈલ પર કોલ આવતાં, ચહેરા પર નારાજગીના ભાવ સાથે કોલ રીસીવ કરતાં, ધીમા સ્વરમાં દબાયેલા ગુસ્સા સાથે દલીલ અને આરોપ-પ્રત્યારોપના સંવાદ સાથે શરુ થયેલો વાર્તાલાપનો અંત, અભદ્ર ગાલીગલોચના આદાન પ્રદાન સાથે સમાપન થયો... એ દરમિયાન તે યુવતી અને દેવ વચ્ચે પરસ્પર બે થી ત્રણ વખત અલપ ઝલપ બંનેની નજરો મળી હતી.

દેવને અપશબ્દનો શબ્દશ: અર્થ સમજાઈ જતાં યુવતી સાથે સામેના છેડાની વ્યક્તિના કેવા ગા(ળ)ઢ પ્રેમાળ સંબધ છે, તેનો ચિતાર આવી જતાં દેવ મનોમન હસ્યો, તે વાતની પેલી યુવતીએ સહજ નોંધ લેતાં...પૂછ્યું...

‘હેલ્લો...મિસ્ટર...વ્હોટ યુ થીન્ક...? વાત હસવાં જેવી છે કે, હસી કાઢવા જેવી ? હસવાં જેવી હોય તો શેર કરો, કેમ કે, મારે પણ હસવું છે, અને હસી કાઢવા જેવી હોય તો... ફોરગેટ ઈટ.’

નજર ચૂકવીને ચોરી કરતાં પકડાઈ ગયાં પછી જે ક્ષ્રોભની લાગણી ચહેરા પર ઉતરી આવે એવા ફેઈસ એક્સપ્રેશન સાથે માંડ માંડ હસવું રોક્યા પછી સ્હેજ ખચકાટના ડર સાથે દેવે ઉત્તર આપ્યો...

‘ના...ના.... હસી કાઢવા જેવી તો કોઈ બાબત નથી...આઈ એમ સોરી... પણ સાચું કહું તો...મને હસવું એ વાત પર આવે છે કે, ભાગ્યેજ સાંભળવા મળે એવાં તમારી ભાષાના તળપદી શબ્દનો પ્રયોગ તમે જે ટીપીકલ ટોનમાં કર્યો એ સાંભળીને હું હસવું ન રોકી શક્યો.’

‘ઓહ્હ...મ્હાંજે તુમ્હી પન મરાઠી આહત અસા ?

‘હો.... મરાઠી માનુસ, મેં ફર્સ્ટ ટાઈમ તમને ત્યારે નોટ કર્યા જયારે ચાર દિવસ પહેલાં તમે તમારા સહયાત્રી સાથે ડીનર સમયે હોટેલમાં ચેક ઇન કર્યું… ત્યારે પણ કંઇક આવા જ ટોનમાં તમે કોલ પર વાત કરી રહ્યાં હતા. એ પછીના ચાર દિવસો દરમિયાન તમારી જોડે આવેલી વ્યક્તિ સાથે થતી નાની મોટી નોકજોક પણ અનાયસે મારી નજરે ચડી જતી.’

‘તો તમે... અહીં ગોવા એન્જોય કરવાં આવ્યાં છો કે, આ રીતે કોઈની પર્સનલ લાઈફની ઇન્ક્વાયરી કરવાં ? “ હસતાં હસતાં યુવતીએ પૂછ્યું..

‘ગોવા... આવે તો છે, સૌ કોઈ એન્જોય કરવાં જ પણ...સંજોગ ન હોય તો આપણને કોઈ એન્જોય કરે એવું પણ બને ?
હસતાં હસતાં દેવે જવાબ આપ્યો..

‘ઇન્ટરેસ્ટીંગ,.... વ્હોટ્સ યોર ગૂડ નેઈમ જેન્ટલમેન.. ?
લોંગ ચેર પરથી ઊભા થતાં યુવતીએ પૂછ્યું

‘દેવ. દેવ કામત.’
‘આઈ એમ કામિની, કામિની નામદેવ.

‘આઈ એમ ફ્રોમ મુંબઈ.’ દેવ અને કામની બન્ને એકી સાથે જ આ વાક્ય બોલ્યાં..ખડખડાટ હસ્યાં પછી કામિની બોલી..

‘બન્ને મરાઠી, બન્ને મુંબઈના, બન્ને એક જ હોટલના એક જ ફ્ર્લોર પર અને.. તમારું નામ દેવ અને મારી સરનેઈમ નામદેવ. દુનિયા આટલી નાની પણ હોય શકે ?

‘આ કિસ્મત કનેક્શનની કરામત છે.’ દેવ બોલ્યો..

‘હમમ્મ્મ્મ....ઇન્ટરેસ્ટીંગ.... વૂડ યુ લાઈક ટુ શેર કોફી ઓર એનીથિંગ ?’
કામિનીએ પૂછ્યું.

‘ઓ... શ્યોર વ્હાય નોટ ? ઇટ્સ માય પ્લેઝર.’ ઊભા થતાં દેવ બોલ્યો..

‘હમ્મ્મ્મ...તમે પાંચ મિનીટ્સ વેઇટ કરો હું ચેન્જ કરીને આવું.’
એમ કહી કામિની ચેન્જીગ રૂમ તરફ જતી રહી.

પાંચ થી સાત મિનીટ પછી રેડ કલરના શોર્ટ સ્કર્ટ પર વ્હાઈટ કલરનું શોર્ટ સ્લીવલેસ સ્કીન ટાઈટ ટી-શર્ટ પહેરી, સ્વિમિંગપૂલની સામેની લોન્જમાં દેવ અને કામિની બન્ને રાઉન્ડ ટેબલ નજીક આવતાં ચેર પર બેસી તેના રાઈટ લેગને લેફ્ટ લેગ પર ચડાવ્યાં પછી શોર્ટ સ્કર્ટને નીચેની તરફ ખેંચીને ગોરા મખમલી મુલાયમ બટર સ્કીન જેવા સાથળને ઢાંકવાનો પ્રયત્ન કરતાં કામિની બોલી..

‘બોલો, દેવસાબ, શું પીવાનું પસંદ કરશો ?

‘આ ગોવા એક એવું ડેસ્ટીનેશન છે, જ્યાં પેયની પસંદગીના એટલા પારાવાર પર્યાય છે કે, પીતા પીતા જીન્મારો પૂરો થઇ જાય. છતાં ગોવાની મારી દરેક ટ્રીપ વખતે ફેની મારી પ્રથમ પસંદગી રહી છે. અને તેનો રસાસ્વાદ માણ્યા વગર રહું, તો ગોવાની સફર અધુરી લાગે. સો આઈ લાઈક ટુ ડ્રીંક ફેની.’

‘ઓ.કે.’ કહી, વેઈટરને પોર્ટ વાઈન, ફેની અને બાઈટીંગ માટે ડ્રાયફૂટ લઇ આવવાનો આદેશ આપ્યા પછી, દેવની બોડી સાથે સુગંગત લેન્ગવેજને ધ્યાનમાં લઇ, કામિનીએ દેવ સામે જોઇ, તેના ગોગલ્સને કપાળ પર ટેકવતા પૂછ્યું,

‘એક્ટર છો કે ફાઈટર ?
દેવ તેના વીખરાયેલાં અસ્ત વ્યસ્ત કેશમાં બંને હથેળીઓમાં પરોવી પાછળની તરફ લઇ સરખાં કરી સ્મિત સાથે કામિની તરફ જોઇ બોલ્યો,

‘ના એક્ટર ના ફાઈટર, હું તો યુનિવર્સલ ગ્રેટ રાઈટર વિધાતાની પાત્રાલેખનનું એક સામાન્ય પાત્ર છું..આઈ એમ એ કોમન મેન.’

‘હમ્મ્મ્મ..દેવ...હું એ જ નિહાળી રહી છું, જે અસમાન્ય છે.’ કામિની બોલી
‘શું ?” દેવે પૂછ્યું
‘અનકોમન હોવા છતાં કોમન રહેવું.’ કામિનીએ જવાબ આપ્યો.
‘અનકોમન ? ‘એવું તમને કઈ દ્રષ્ટિથી લાગે છે ?
‘હમ્મ્મમ્મ્મ.. જો મારું અનુમાન સાચું હોય તો.... તમે જે દેખાઈ રહ્યા છે તે નથી અને જે નથી એ આસાનીથી દેખાડી રહ્યાં છે...એ અસમાન્ય છે. એમ આઈ રાઈટ દેવ ?

સ્હેજ આંખો પોહળી કરી, થોડી ક્ષ્રણો ચુપચાપ કામિની સામે જોઈ રહ્યાં બાદ નવાઈ સાથે દેવે પૂછ્યું..
‘અને..... તમારાં પ્રશ્નના પ્રત્યુતરમાં હું તમને પ્રશ્ન પૂછું તેમાં જ તમને પ્રત્યુતર મળી જાય તો ? દેવે પૂછ્યું

ત્યાં... વેઈટર ફેની, વાઈન ગ્લાસિસ, બાયટીંગ સાથે આઈસ ક્યુબનું બોક્સ સર્વ કરી જતો રહ્યો.

‘ઓ...વાઉઉઉઉઉ.... ઇન્ટરેસ્ટીંગ, તેનો મતલબ કે, હું સાચી દિશા તરફ જઈ રહી છું.. જી પૂછો.’ કામિની બોલી

‘તમારાં જ શબ્દોમાં કહું તો.... તમે જે દેખાઈ રહ્યા છે તે નથી, અને જે નથી એ આસાનીથી દેખાડી રહ્યાં છે...એ અસમાન્ય છે. એમ આઈ રાઈટ કામિની ? દેવે કામિનીના પ્રશ્નને જ પ્રત્યુતરના રૂપમાં પ્રત્યુતર આપી પ્રશ્ન પૂછ્યો

‘માન ગયે ગુરુ, પહેલીવાર કોઈ પુરુષની નજરો મને જોવા કરતાં ઓળખી વધુ રહી છે. બટ હાઉ યુ નો ધીઝ ? કામિનીએ પૂછ્યું

એટલે સ્હેજ હસતાં હસતાં દેવ બોલ્યો....

‘આઈ થીંક સ્ત્રી-પુરુષને જોડતી સર્વ સામાન્ય વિચારધારાના મધ્યબિંદુથી આપણા બન્નેની સમજણ અને દ્રષ્ટિકોણની સમરસતા જે રીતે અન્ય કરતાં અલગ હોવા છતાં લગોલગ લાગી રહી છે. તે વાત પરથી અનુમાન લગાવું તો.....કદાચ બન્નેની મંઝીલ અલગ હશે પણ સફર એક હોય એવું બની શકે.’

થોડીવાર ચુપચાપ દેવની આંખોમાં જોઈ રહ્યાં પછી, કામિની બોલી..

‘હમમમ...સાચું કહું તો....હજુએ હું મારી સફર અને મંઝીલ બંનેથી અજાણ છું. પણ હું એવું વિચારી રહી છું કે, આપણા અસ્પષ્ટ, અસમંજસ ભર્યા ધૂંધળા અને અધુરપ જેવા લાગતાં ઔપચારિક પૂર્વાલાપના પથ પર પારદર્શક પરિચયથી સંપૂર્ણ પ્રકાશ પાથરી અલગ છતાં એક લાગતી મનગમતી મંઝીલનું મંજર સાફ સાફ ન જોઈ શકીએ. ?

આશ્ચર્યના ઉદ્દગાર સાથે દેવ બોલ્યો..

‘ઓહ....આઈ કાન્ટ બીલીવ ધીઝ....બે-ચાર સંવાદના વાર્તાલાપ વિનિમયમાં કોઈના વિચારોને વાંચી શકે એવા વ્યક્તિત્વ સામે તો આપોઆપ જાત ઉઘડી જાય. તમે મારા હોઠે આવેલાં શબ્દો છીનવી લીધા.....પણ... પહેલાં હું શ્રોતા બનવાનું પસંદ કરીશ. યોગ્ય લાગે તો આરંભથી અંત સુધીના પરિચયથી અવગત કરાવશો તો વધુ ગમશે.’

‘દેવ... પરિચય વિસ્તૃત છે... યુ હેવ ટાઈમ ?
પોર્ટ વાઈન ભરેલો ગ્લાસ ઉઠાવીને સીપ ભરતાં કામિનીએ પૂછ્યું..

‘તમારાં અંતિમ વાક્ય પછી જ હું ઊભો થઈશ.’ દેવે ઉત્તર આપ્યો.

બે સેંકડ દેવની આંખોમાં જોયા પછી... એક ગહન શ્વાસ ભરી કામિની બોલી..

‘દેવ....જે ક્ષણે અવતરી, આંખો ઉઘાડી, ધરતી પર પહેલો શ્વાસ ભરું એ પહેલાં મારી મા એ અંતિમ શ્વાસ લઈ આંખો મીંચી દીધી હતી. જાણે કે વિધાતા એ લાચારીની લાલ જાજમ પાથરી મારા અવતરણની ઘડી લખી હશે. પ્રારબ્ધના પ્રારંભમાં વ્હાલ અને હુંફના પડખાની ખાલીપાના વેદનાથી ઉઠતાં અસહ્ય આક્રંદ અને રુદન વચ્ચે કંઇક પીડા મિશ્રિત સંતાપનું સ્તનપાન કરતી રહી. ગજા બહારનું ગમ ગળથુથીમાં જ ગળીને મોટી થઇ છું. પિતાજી સિમેન્ટ ફેકટરીમાં મજદૂર તરીકે ફરજ બજાવતાં. ભિખારીના કટોરાના સિક્કાની માફક એક પછી એક ખોળામાં ઉછળતી અને ઉછરતી રહી. સદનસીબે એકાદ બે સગાં અને પરદુઃખ ભંજન જેવા પાડોશીની સમાયંતરે મળેલી ઉછીની દયા સાથે સ્નેહવૃતિ અને સમજણના સંયોગથી હું સંસારિક જીવનના પાયાના બોધપાઠ સાથે અભ્યાસ ક્રમમાં પણ ઉતીર્ણ થઈ. પણ....નિમ્નવર્ગની લાચારીના લેશન અને જીવનની કડવી વાસ્તવિકતાના કડવા ઘૂંટ ગળે ઉતારતા ઉતારતા પેટ, પ્યાર અને પાપ વચ્ચેના તફાવતના બોધપાઠ રગે રગમાં ઉતરી ગયાં.’

‘વખત જતાં વેણ પણ કડવા થવાં લાગ્યાં. ઝુલ્મ સહન થાય પણ જૂઠ નહીં. અત્યાચાર સહન થાય પણ અન્યાય નહીં. અને જે કોઈ મારા આ સ્વભાવથી અવગત હતાં તે મને છંછેડતાં સો વાર વિચારે.’

પોર્ટ વાઈનના ઘૂંટ સાથે પિસ્તા મોં મૂકતા કામિની આગળ બોલી..
‘અને.. મારા પિતાને કાયમ એક જ ચિંતા ઘેરી વળતી... મને પારકી થાપણ સમજી ઝટ વળાવી દેવાની...ઘોર નિદ્રામાં પણ પપ્પાને દહેજનો દૈત્ય કયારેક હાઉકલી કરી ડરાવી જતો. દુનિયાના દરેક દીકરીના બાપની જેમ મારા પિતાનું પણ એક જ લાખેણું સપનું હતું કે, મારી દીકરીને પિયર કરતાં સવાયું સાસરિયું મળે.. અને એક દિવસ.....તકદીરે અજાણ્યાં આંગતુક બની બંધ બડભાગ્યના બારણે એવો ટકોરો માર્યો, કે....પપ્પાની ચિંતા સાથે ઘણું બધું ટળીને બળી ગયું.

અવિરત એકીટસે કામિનીની સામે જોઇને દેવ સાંભળતો જ રહ્યો...


‘એક સુખી, સાધન સંપ્પન ખાનદાન તરફથી મારા સગપણ માટે સગડ આવ્યાં. પરિવાર અને પપ્પના મિત્રો દ્વારા કરાયેલી પ્રારંભિક પુછતાછ અને જાણકારીના અંતે સબ સલામતના સમાચાર મળ્યાં. પણ... એ સમયે મને લગ્નજીવનમાં બંધાવાની કોઈ જ ઈચ્છા નહતી..પહેલાં ગ્રેજ્યુએશન કમ્લિટ કરી માસ્ટર્સ કરવામાં મારું ચિત ચોંટેલું હતું. છેવટે મક્કમ મન અને જીદ સાથે પપ્પાને કહ્યું કે, એક શરતે લગ્ન કરીશ...જો મને મારો અભ્યાસ ક્રમ પૂરો કરવાની પરવાનગી મળે તો જ. પપ્પા એ પ્રસ્તાવ મુક્યો અને તરત જ પ્રસન્નતા અને ખુશાલી સાથે સૌ એ પ્રસ્તાવ પર મંજુરીની મહોર મારતાં...એક મહિનાના અંતે પપ્પાએ ભારે હૈયે તેના જિંદગીનો ભાર હળવો કરી, મને વિદાય આપતાં... હું મિસિસ પુરષોત્તમ કામળે બની સાસરીયે આવી ગઈ.

વધુ આવતાં અંકે..