*અડગ મનના માનવીને હિમાલય નાં નડે જો જીવતાં આવડે તો* લેખ..... જાણકારી વિભાગ... ૧૫-૭-૨૦૨૦ બુધવાર..
અડગ મનના માનવીને કોઈ ડગાવી શકે નહીં ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ એ રસ્તો શોધી જ લે. ભારતનો હિમાલય હોય કે જાપાનનો ફુજીયામા... આલ્પ્સ પર્વતની શૃંખલા હોય કે એન્ડીઝન પર્વતમાળા જુગ જુગ વિતી જવા છતાંય આજે પણ અડગ, અડીખમ ઊભા છે ! એ જ સર્વ વિજયી અદા અને ઝિંદાદિલીના જુવાળ સાથે! તોફાનો આવે ને જાય, આંધી તુફાન આવે ને વિદાય લે ... ધોધમાર વરસાદ હોય કે આકરા તડકાનો તરફડાટ હોય પણ પહાડ નિશ્વચલ ઊભા રહે છે ... અડગ ઊભા રહે છે. માનવ નાની નાની મુસીબતોમાં નાસીપાસ થઈ જાય છે... અને પછી આત્મહત્યા કરે જછે પણ દોસ્તો હિંમત અને હૈયાઉકલતને ભીતરમાં જીવંત રાખી જુવો તો દુનિયાની કોઈ તાકાત તમને નમાવી નહીં શકે.... વંટોળિયા અને વાવાઝોડા પછી જ આકાશનું સૌંદર્ય નિખરે છે... એમ જીવનમાં આવનાર તોફાન જ આપણાને નવો રસ્તો બતાવે છે. તમારી કસોટી થાય કે તમારી પરિક્ષા તો હારી ના જશો અડગ રહેજો કારણ કે પરીક્ષા એની જ લેવાય જેણે શિક્ષણ મેળવ્યું હોય ! અભણની પરીક્ષા નથી હોતી તેઓ 'પાસ' નથી થતા એ તો માસ પ્રમોશનની જમાતમાં ભળી જાય છે...
માટે જ પરીક્ષાથી આંખ મીંચામણાં ના કરશો. જેનામાં સહનશક્તિ છે ધીરજ છે એ કોઈ પણ મુસીબતોમાં અડગ રહી પાર ઉતરે છે. મોતી તો ગહેરાઈમાં હોય.... સપાટી પર તો છીપલાં મળે મોતી નહીં..
આ કાળાં માથાનો માનવી ધારે તે કરી શકે ! પણ ચંદ્રમાં પર પગલાં મુકવાની મસ મોટી ડંફાસો મારનાર માનવીને પરિવાર સાથે જીવતા નથી આવડતું... આ કેવી કરૂણતા છે??? જેના હજુ કોઈ શિબિર ચાલુ નથી થયા..
આત્મહત્યા તો કાયરતા છે જિંદગીમાં દરેક વસ્તુ નાં રસ્તા હોય છે એ માટે આપણાં જ કુટુંબમાં કે સગાંવહાલાં માં કોઈ એવી વ્યક્તિ ને શોધો અને નિખાલસ મને તમારી મુસિબત ની ચર્ચા કરો જરૂર કોઈ ને કોઈ રસ્તો નિકળે જ...
માટે આત્મહત્યા કરવાનો વિચાર આવે કે કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો મનને અડગ બનાવો પણ ભીરુતા ભર્યું પગલું નાં ભરો જેથી તમારાં માતા-પિતા ને કે પરિવાર ને નીચું માથું ઘાલી ફરવાનો વારો આવે...
કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં મનને શાંત રાખવું અને વિચારવું...
કે હું આ પગલું ભરુ છું એ યોગ્ય છે ???
આત્માહત્યા કર્યા સિવાય શું કોઈ જ રસ્તો નથી???
આમ બન્ને પાસાં નો વિચાર કરવો...
આ જિંદગી એ ઈશ્વર ની દેન છે તો કોઇ પણ રીતે જલસો કરીએ.
સારા કર્મો કરીને મરીએ કે નરશા,
આત્મા સિવાય કોણ જાણે છે.
સ્વર્ગ નર્કની ચિંતા છોડો,
મહાલવુ જ છે તો રસ્તો કરીએ.
આત્મા ના સવાલો ને દબાવીને,
બહારથી તો શરીફ બની ફરીએ.
ભૂલ કોણે નથી કરી આ દુનિયામાં,
આત્માને મારી ને જીવ્યો આ દુનિયામાં.
ભાવનાઓમાં ગફલત થઈ ને લપસ્યો એ તો, આત્મબળ થી આવો એને બેઠો કરીએ.
આત્મા ને પથ્થર કરીને વહોરી છે પીડા, આત્માના સવાલો ના જવાબ મેળવી ચાલો ભુક્કો કરીએ ખોટાં વિચારો ને.
આત્મા હત્યા નો વિચાર જ ખોટો આવ્યો છે એને મગજ અને મનમાં થી ખંખેરી નાંખીએ.
સાંભળી અાત્માનો અવાજ જવાબ વહેતો કરીએ અને ગમે તેવી મુસિબતો માં પણ અડગ બનીને જીવીએ તો જ માણસ કહેવાઈ એ..
આમ નાની નાની વાતોમાં ભાંગી પડી ને આત્મા હત્યા કરી લેવી એ અડગ મનના અને મજબૂત મનોબળ વાળા માણસો ને નાં શોભે....
માટે જ કહેવામાં આવ્યું છે કે...
"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.. "..
તો તમે વિચારો કે તમે કેવાં માનવી છો???
તમે કોઈ ને સુખી નાં કરી શકો તો કોઈ ને દુઃખી કરવાનો અધિકાર પણ તમને નથી...
માટે ઝઝૂમો જિંદગી સામે અને જીવો ખુબ મજેથી...
પણ આત્મ હત્યા નાં પગલાં નાં ભરશો... આ માનવ અવતાર એક જ વાર મળે છે માટે જિંદગી જરૂર જીવો એક દિવસ સફળતા તમારા ચરણોમાં હશે....
ભાવના ભટ્ટ અમદાવાદ......