દયાળુ હનુમાન દાદા. Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દયાળુ હનુમાન દાદા.

*દયાળુ હનુમાન દાદા*. લેખ... ૧૫-૭-૨૯૨૦.. બુધવાર

આ માનવ અવતાર વ્યર્થ જઇ રહ્યો છે. ઘણું બધું જાણ્યું કે પાપ શું ? પુણ્ય શું? પરભવ શું? કર્મ શું? પણ આ બધું જાણીને ફૂલો પર પથ્થર ના ભાર જેવું થઈ ગયું. જરા પણ આચરણમાં નથી આવ્યું. ફક્ત જ્ઞાનનો ભાર કરી લીધો છે. અને જ્ઞાની હોવાનો આડંબર આવી ગયો છે... થોડુંક તો આચરણમાં આવે એવી કૃપા કરો દયાળુ હનુમાન દાદા...
આ આયુષ્ય ક્યારે પૂરું થશે એની ખબર નથી. આમને આમ જો પૂરું થયું તો અનંત ભવો માં એક નો વધારો ગણાશે. ઓછામાં ઓછું એટલું તો સત્ત્વ પ્રગટાવ પ્રભુ કે સંત નહીં પણ સેવક તો બનું... અને સાચી સેવા કરી ને પરિવાર ને પણ તમારો મહિમાં સમજાવી શકું....
આ માનવ અવતાર તમે આપ્યો હતો પુરપાટ દોડવા માટે. અને માણસાઈ ના દીપ પ્રગટાવવા માટે પણ દોડવું તો શું હું ચાલી પણ નહીં અને માણાસાઈ ભૂલી મારી સંસાર ધર્મ ને ના સંભાળી ભૂલો કરી.. હું મારી દુનિયા માં મસ્ત રહી અને હું પ્રમાદી બનીને પોતાની જગ્યાએથી ઉભી પણ ના થઈ... શું થશે હવે મારું???
આટલું સત્ત્વ આપો પ્રભુ કે આ ભવ તમારા માર્ગે આવવા માટે એક પગથિયું ચઢ્યા જેવો તો થાય. નહીંતર ૮૪ ના ફેરા માં એક નગણ્ય ભવ જ ગણાશે.
આવતા ભાવોમાં તમારા માર્ગે ચાલવું છે એનું સત્ત્વ, અને સાચી ભક્તિ પ્રગટાવવા માટેની થોડી સાધના તો અહીથી ચાલુ થાય અને પરિવાર, કુટુંબ ને પણ સમજાવું એટલી કૃપા તો મુજ પામર પર , કરો દાદા*
અંધારા માં ઉજાસ રૂપે જોયો છે
પાનખર માં વસંત રૂપે જોયો છે
દુઃખ માં એક ફરિશ્તા રૂપે જોયો છે,
હે દયાળુ હનુમાન દાદા તમને હર એક રૂપ માં જોયા છે.
ક્યારેક બાળક ની મધુર મુસ્કાન બની તો ક્યારેક કોઈ મસીહા બની મળી જાવ છો તુમે...
આમ જિંદગી ની હરેક ડગર પર કવચ બની રક્ષા કરો છો ભાવિક ભક્તો ની તમે..
આ કળિયુગમાં હનુમાન દાદા હાજરાહજૂર છે એમનાં પરચા અપાર છે કહેવાય છે કે જો રામાયણ કે સુંદર કાંડ ચાલતો હોય ત્યાં હનુમાન દાદાની હાજરી જરૂર હોય છે... અને આ કળિયુગમાં બીજાં દેવ રીઝે કે નાં રીઝે પણ દયાળુ હનુમાન દાદા જલ્દી રીઝે છે અને એમની શરણમાં જનાર દરેક ભાવિક ભક્તો ને એ પાર ઉતારે છે...આમ તો હનુમાન દાદા બ્રહ્મચારી છે એટલે આપણા આ સમાજમાં એમની પૂજા માત્ર પુરુષો જ કરી શકે છે પણ મણિનગરમાં ગાદીપતિ અનસૂયાબહેન છે એ દયાળુ હનુમાન દાદાના ઉપાસક છે અને એમની હનુમાન દાદા પ્રત્યેની ભક્તિ એ જ દયાળુ હનુમાન દાદા વિશે લખવાની પ્રેરણા મળી છે...
આપણાં આ ભાગદોડ અને તણાવગ્રસ્ત જીવનમાં દરેકને આશા એક જીવનમંત્ર બની રહે છે અને એટલે જ દયાળુ હનુમાન દાદા કિરણ સુર્ય નું હોય કે આશાનું,
હંમેશા અંધકાર ને જ દૂર કરે છે.. અને જિંદગી જીવવા નવો એક માર્ગ આપે છે...
દયાળુ દાદાનાં પરચાની તો ગાથા છે... તમે ક્યાંય પણ હોવ અને કોઈ મુસીબતમાં ફસાઈ ગયા હોઉં અને બહાર નિકળવાનો કોઈ જ રસ્તો નજરમાં નાં આવે તો આંખો બંધ કરીને મન થી દયાળુ હનુમાન દાદાને યાદ કરો અને અચાનક એ મુસિબતમાં થી નિકળવાનો રસ્તો મળી જાય અને કોઈ ને કોઈ મદદકર્તા આવી જાય આ છે દયાળુ હનુમાન દાદા જે પવન વેગે આવીને કામ કરે છે અને પરચા પૂરે છે...
દુઃખ તો બધાને છે આ જગત માં આવ્યા પછી સાહેબ બસ કોઈક હોય છે જે આડંબરો માથે ચડાવી ને હસવાનું કૌશલ શીખી જાય છે.
શ્રી_રામ_જય_રામ_જય_જય_રામ
જય_શ્રી_બજરંગબલી_હનુમાન...

ભાવના ભટ્ટ અમદાવાદ....