વણ કેહવાયેલી વાતું - ૬ DAVE MITAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

વણ કેહવાયેલી વાતું - ૬

હવે આગળ,

હું એક દિવસ સાંજના સમયે એક મોટી ૧૫ માળની ઇમારત ઉપર બેઠી હતી. જે હજુ આખી બની નથી, અને ઢીંગલી સાથે વાતું કરી રહી હતી. તેને આજુ બાજું નું બધું દેખાડી રહી હતી. તેને બધું સમજાવતી હતી કે આ વસ્તુ શું છે. ત્યાં જ અબ્દુલ ત્યાં આવ્યો. અને પુરો હાંફી ગયો હતો. ૧૫ માળ ચડીને જો આવ્યો હતો. મને તેને જોઈ આશ્ચર્ય થયું. હું તરત બોલી,
"અરે! અબ્દુલ તું અહીંયા!!"

"હા, વો મેં આપકે આશ્રમ ગયા થા તો પતા ચલા કી આપ વહાં નહી હૈ તો યહાં આ ગયા." મારી પાસે બેસતા તેણે કહ્યું.

"પણ તું મને ગોતે છે કેમ!?"

"આપહી ને તો કહા થા ફોન કરકે કી આપકો મેરા કુછ કામ હૈ. ઓર આપ કી જોબ કા ટાઈમ તો ખતમ હો ગયા ઓર આજ આપ લોગ કહીં જાને વાલે નહી થે તો આશ્રમ મેં હોગે, મુજહે એસા લગા. પર આપ વહાં પે ગયી હી નહી થી. તો ઇસલિયે યહાં આયા. "

"હા હા , સાચું. હું જ ભૂલી ગઈ. પણ ફોન કરી દેવાયને !"

"ઇતની સી બાત મેં ફોન ક્યાં કરના! "

"પણ તને ખબર કેમ પડી કે હું અહીં છું.?"

"આપકો ઊંચાઈ જ્યાદા પસંદ હૈ ના !! કોલેજ ઓર આશ્રમ કે બિચ યહીં તો એક બિલ્ડીંગ હૈ જિસમેં આપ જા સકતી હૈ ઓર યહાં પે બેઠને પર મહેર ભી સેફ રહેંગી. ક્યુંકી યહાં પે કોઈ પરેશાન કરને કે લીયે નહી આતા હૈ."

"સ્માર્ટ વેરી સ્માર્ટ !! અને ઢીંગલી ની સેફ્ટી તો હું હમેશા પેલા વિચારું." મેં હસતા હસતા કહ્યું.

"મેં જબ ઉપર આયા તબ આપ મહેર કે સાથ કુછ બાત કર રહે થે. આપ ક્યાં બોલ રહે થે?"

"કાઈ નહી. ખાલી આજુ બાજુ નું દેખાડી રહી હતી તેને સમજાવતી હતી કે આ બધી વસ્તુ શું છે અને ક્યાં કામ લાગે."

"પર વો તો બહોત છોટી હૈ ઉસે ક્યાં સમજમે આયેગા.?"

"ના એવું નથી. ડોક્ટરે કહ્યું હતું કે બાળક જયારે પેટ માં હોય ત્યારથી લઇ ને તે એક વર્ષનું થાય ત્યાં સુધી માં તેનો માનસિક વિકાસ નેવું ટકા થઈ જાય. સમજાયું ને મેન્ટલી ગ્રોથ ની વાત કરું છું. એટલે આવા સમયે બાળકો ને કોઈ દિવસ એકલા ના મુકાય ઉલટું વધુ વાતું કરાય તેને દેશ દુનિયા ની ખબર ના પડે તો કઈ નહી પણ કલર, આંકડા, સંબંધો વિષે તો ખબર પાડવી જ પડે ને. ઢીંગલી પેટ માં હતી ને ત્યારે પણ હું તેની સાથે આટલી જ વાતું કરતી. જન્મ થયા પછી પણ તે ચાલુ જ રહ્યું. હા, ક્યારેક લાઈબ્રેરી માં વાત નથી કરી શકતી તો ત્યારે તેને સુવડાવી દઉં." મેં તેને સમજાવતા કહ્યું.

"વાઉ ! આપ એક અચ્છી માં હૈ. પર આપ ઉસે દિન મેં સુલા દેતી થી તો રાત કો વો ક્યાં કરતી હૈ?"

"ઈતો તું રેહવા જ દે. આખી રાત જાગે. પછી મારે તેને લઇ આટા ફેરા કર્યા રાખવાના. ક્યારેક મારી ઉપર દયા ખાઈ ને સુઈ જાય. "

અમે બંને હસી પડ્યા. તેની સ્માઈલ જોઈ મેં તેને તરત જ કીધું,

"તારી સ્માઈલ ખૂબ જ સરસ છે. તારા ગાલ પર પડતા આ ખાડા માં અત્યાર સુધી કેટલી છોકરી પડી ને ડૂબી ગઈ છે?"

તે હસતો બંધ થઈ ગયો. અને એકદમ ગંભીર થઈ બોલ્યો, " એક ભી નહી. મેરી સ્માઈલ નોટીસ કરને વાલે સિર્ફ મેરે દો દોસ્ત ઔર અબ આપ હૈ. સબ મેરા કામ દેખકર ભાગ જાતે હૈ." તેણે વાત ફેરવતા કહ્આયું,"આપ યે બતાઈયે, કી મુજહે કિસલિયે બુલાયા થા?"

"હા, જો પાછી ભૂલી જાત. કેટલી વાતું કરાવે છે તું!"

"મેંને ક્યાં કિયા?" તે એકદમ મુંજાઈ ગયો.

"હા હવે, જવા દે, પાછો ભૂલ તો માનીશ નહી તું.!! હું વાત જ કરી દઉં તને. હું મારી દીવાલ તોડવા માંગું છું. "

"મતલબ ?"

"એટલે એમ કે હું આશ્રમ છોડવા માંગુ છું. બસ થયું હવે, ત્યાં રેહવું હવે મને નથી ગમતું. ત્યાં વધારે સમય રેહવું ના પડે એટલે બાહર ભટકતી રહું છું. અને હવે તો ઢીંગલી પણ એક વર્ષ ની થઈ ગઈ હવે ધીમે ધીમે બધું સમજતી થઈ જાશે. તો વિચારું છું કે આવી જગ્યાએ તેને મારે વધુ મોટી નથી કરવી. અને ભાડે ઘર લઇ ને રેહવા જાઈશ તો મારી બધી બચત ચાલી જશે. હું આપણા કોઈ એક ફ્રેન્ડ ના ઘરે રેહવાનું વિચારું છું."

"યે તો બહોત અચ્છી બાત હૈ મેં તો પેહલે સે યહીં કેહ રહા હું. ચલો કિસકે ઘર જા રહે હૈ આપ?"

"આજ તો પ્રોબ્લેમ છે!"

"ઇસમેં ક્યાં મુસ્બિત ? આપ કિસીકો ભી કહેગી કોઈભી આપકો મના નહી કરેંગા. વો તો બહોત ખુશ હોંગે. "

"હા, મને ખબર છે તેમને બધા ને ગમશે, પણ વાત એમ છે કે જો હું પ્રયાગ ના ઘરે જાઈશ તો ત્યાં પેલેથી આશિષ રહે છે અને બધા બોલશે કે બે છોકરાઓ સાથે એકલી એક છોકરી રેહવા આવી છે કોઈ પ્રયાગ ને શાંતિ થી રેહવા નહી દે. અને બીજી પ્રોબ્લેમ એ થશે કે ક્યાંક હું નાઝિયા અને પ્રયાગ ની વચ્ચે ના આવી જાવ. એટલે કે ઓપોઝિટ અટ્રેક્ટ થયા તો ફ્રેન્ડશીપ તૂટી જાશે. અને જો હું નાઝિયા ની ઘરે ગઈ તો ત્યાં તો પેલેથી ચાર ગર્લ્સ છે જ નાઝિયા, તેની બંને બહેન અને તેની માતા. હું જાઈશ તો કોઈક એમ ના વિચારે કે અહીં વૈશ્યા વૃતિ ચાલુ થઈ ગઈ. અને પેરી નું ઘર તો ખૂબ જ મોટું છે તેની જાહોજલાલી માં ક્યાંક હું પોતાને જ ખોઈ ના બેશુ. અને મયંક ના ઘર માં તો પેલેથી ઘણા રહે છે ઉપર થી વધારે પેરી પણ ત્યાં જ હોઈ છે હું ત્યાં પણ ના જઈ શકું કેમકે તેની ફેમેલી આખી ડોક્ટર છે બધા એટલા નિયમો પાળે છે કે હું ત્યાં બે દિવસ પણ નહી ટકું. હવે શું કરું?"

"આપ મેરે ઘર ચલિયે!!"

"વોટ! તારી પાસે ઘર પણ છે!!"

"હા, અન્ડરગ્રાઉન્ડ હોને કે લીયે હર એક એરિયા મેં મેરા ઘર હૈ. આપકો અપને કોલેજ કે નજદીક ઘર ચાહિયે. તો વો હૈ. "

"પણ તું એક ઘર માં રહે છે? મને તો એમ હતું કે તું પોતાના અડ્ડા ઉપર જ રેહતો હોઈશ."

"નહિ, અબ તક નહિ રેહતા થા, પર એક ઘર હૈ જહાં મે રહતા હું. ઓર મેરે સાથ આપ રહેંગી તો કોઇ આપકો કુછ નહીં કહેંગા, એટલિસ્ટ મુંહ પે કોઇ નહિ બોલેગા. પીઠ પીછે બાતે તો હોતી હી રહેન્ગી. ઓર મૂઝે ઇસ બાત સે કોઇ ફર્ક નહી પડતા નાહી આપકો પડતા હૈ, ઓર દૂસરી બાત કી, મેરે સાથ રહેંગી તો આપકો સમાજ કા ડર હૈ વો ભી નહિ રહેંગા. "

મે થોડીક વાર વિચારી ને કહ્યું, "બધા એમ સમજી બેસશે કે તારું મારું કાઇક ચક્કર ચાલે છે તો?"

"અચ્છા હી હૈ કોઇ મહેર કો તાના નહિ મારેંગા."

અને તારી સાથે હું એકલી રહીશ તો તારા માણસો ને ખબર પડી તો?

"ઉન્કો કોઇ ફર્ક નહી પડેગા. ઓર વેસેભી ઉનકો પતાં હિ નહિ ચલેગા."

"ઓકે તો હું કાલે આવું છું."

"ઠીક હૈ મે આજ હિ ઘર સાફ કરવા લેતા હું. "

"ગ્રેટ. "

"તો હું આવી જાઈશ. "

"પર ઘર આપકે આશ્રમ સે તો દૂર પડેગા. ફિર આપ હરરોઝ નર્સરી કે લીયે યહાં તક કૈસે આયેંગે? મુજહે એક દિન કા સમય દીજીયે મેં દોનો કે બિચ કા ઘર દેખ લેતા હું."

"નહી, અહીંયા મારે આવાની જરૂર નહી પડે. હું નર્સરી નું કામ છોડી રહી છું. એક કાકી છે તે મારી હેલ્પ માટે મારી સાથે કામ કરે છે. જ્યારથી તમે બધા લોકો મળ્યા છો ત્યારથી નર્સરી નું કામ તે જ વધારે કરે છે બાકી કાઈ પ્રોબ્લેમ થાય તો હું મદદ કરું. અને મેં શરૂઆત કરી હતી એટલે મારો હિસ્સો તો તેમાં રહે જ. પણ હવે મૂકી દેવું છે. "

"આપ ઉસમેં બહોત કમાતી થી. ફિર વો કમાઈ બંધ હો જાયેંગી તો ક્યાં કરેંગી આપ? સિર્ફ લાઈબ્રેરી કી જોબ સે ચલ જાયેંગા ?"

"મેં છેલ્લા બે વર્ષથી ખાલી કમાવાનું જ કામ કર્યું છે. હા, આ છેલ્લા છ મહિના થોડોક ખર્ચો વધ્યો તો તેની સામે આવક પણ વધી ગઈ હતી. એટલે વાંધો નહી આવે તું એની ચિંતા ના કર. અને એક બીજી વાત કે હું લાઈબ્રેરી ની જોબ પણ મુકવાની વિચારું છુ. નથી ગમતું ત્યાં હવે. "

"તો આપ ઓર ક્યાં કરેંગી? આપકી દોનો કામ કો મિલાકે ૨૦,૦૦૦ સે ભી જ્યાદા કમાતી થી. ઓર અબ આપ દુસરી જોબ કરેંગી તો ઉસકી સેલેરી ઇસસે જ્યાદા હી હોની ચાહિયે."

"હા, પણ હું કાલે જ જોબ નથી મૂકી દેવાની! મારે ત્યાં એક મહિના પહેલા નોટીસ આપવી પડે. અને આ એક મહિના માં બીજી જોબ ગોતી લઈશ. કાઈક સરસ."

"મેં કુછ હેલ્પ કરું? આપકો વહાં પે જોબ નહી કરની તો નોટીસ દેને કી જરૂર નહી હૈ. મેં કેહ દુંગા તો કોઈ નહી આપકો કહેંગા. ઓર આપકો જોબ ભી દિલા દેતા હું."

"ના ના એની કાઈ જરૂર નથી. મેં હજી નથી નક્કી કર્યું કે હવે કેવી જોબ કરવી છે. અને હવે આ જોબ માં કંટાળો આવે છે. કાઈ કરવાનું જ નહી. અને તને ખબર છે મેં ત્યાની ઓલમોસ્ટ બધી બુક વાચી લીધી છે. એટલે ભણવાની બૂક સિવાય બીજી બધી બૂક વાચી લીધી. ત્યાં જેટલું નવું નવું લાવી શકતી હતી તે બધું કરી લીધું હવે ત્યાં કામ કરવામાં કઈ થ્રિલ ટાઈપ ની ફીલીંગ આવતી જ નથી. કાઈક તો નવું હોવું જોઈએને!"

"બિલકુલ ઠીક હૈ, જૈસા આપકો ઠીક લગે. આપકો જિસ ટાઈપ કી જોબ ચાહિયે વો ના મિલે તો મુજસે કેહના મેં સબ કર દુંગા."

"જી સર, તમને જ કહીશ." મેં તેની મશ્કરી કરતા કહ્યું. તેણે મારી સામે મોઢું બગાડ્યું. પણ કાઈ બોલ્યો નહી.

તેણે બીજો સવાલ કર્યો, "આપકો બૂરા ના લગે તો એક સવાલ કર શકતા હું?"

"બોલને યાર! "

"પ્રિયંકા દીદી જબ આપકે સાથ થી તબ આપ ઉનકે હિસ્સે કે પૈસે અલગ રખતી થી અબ ઉનકા ક્યાં કિયા હૈ."

મને આ વાત થોડીક અજીબ લાગી. પણ મેં શાંતિ થી જવાબ આપ્યો. "વધારે તો તેમની દવા અને છેલ્લે ઓપરેશન માં ને એમાં ખર્ચાઈ ગયા હતા અને બાકી જે વધ્યા તે મેં એક પી.એફ. એકાઉન્ટ આવે એમાં મૂકી દીધા. જેમાંથી હું ઇચ્છુ તો પણ આવતા પંદર વર્ષ સુધી ઉપાડી ના શકું. હા, એમાં ઉમેરી જરૂર શકું. ઢીંગલી ના ફ્યુચર માટે મૂકી દીધા. કાલની કોઈને નથી ખબર. હું તેની સાથે ના રહી કે મને કાઈ થઈ ગયું તો તેને કાઈ સહન કરવું ના પડે. અને જ્યાં સુધી હું છું. ત્યાં સુધી તેમાં એડ કરતી રહીશ. બીજું શું.!! મેં એકદમ શાંતિ થી કહ્યું હતું. અને આ વાત વધે નહી એટલે મેં એને પૂછ્યું, " મારું નવું ઘર ફ્લેટ છે કે ટેરનામેન્ટ ?"

"ફ્લેટ હૈ. 5th ફ્લોર પર. ઓર હમ ઘર શેર કર રહે હૈ તો કુછ બાતે બતા દેતા હું. ઘર કા ખર્ચા દોનો મેં આધા આધા હોગા. કોઈ એક સારા ખર્ચા નહી કરેંગા. ઓર મહેર કો નહી ગીનેગે હમ. વો ક્યાં ખર્ચા કરેંગી. ઓર એક ઓર બાત, કામ ભી દોનો સાથ મિલકર કરેંગે. "

"ઓકે ડન સરસ. પણ ઢીંગલી પાણી ખૂબ વાપરે છે. મુંબઈ માં જન્મી છે ને એટલે બધા ની જેમ હાથ છૂટો છે. "

"ક્યાં! મતલબ આપ કેહના ક્યાં ચાહતી હૈ કી હમ પાની વેસ્ટ કરતે હૈ?!!"

"ઓર નહી તો ક્યાં. આટલું બધો વરસાદ આવે છે તો પણ કાઈ કામનો છે! બધું પાણી કાતો દરિયા માં વયુ જાય છે અથવા ગટર માં. પાણી ને સંગ્રહ કરવો જોઈએ કાઈક એવું કરી તો ઘણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. "

અબ્દુલ હસ્યો તેણે મને કીધું," ઠીક હૈ આપ જરૂર સોચીયેગા ઇસકે બારે મેં. ઓર પાની કો જાને સે રોક લીજીયે. અભી ઘર ચલે મહેર તો સો ગયી."

મેં ઢીંગલી સામે જોયું તે એકદમ શાંતિ થી સુઈ ગઈ હતી. તેને સાવ ધીમે ઉપાડી ને લઇ ગઈ.

આશિષ ને બાકી બધાને સાંજે જ કહી દીધું કે હું અબ્દુલ ના ઘરે કાલે જાવ છું અને આશ્રમ માં પણ. આશિષ તો આ વાત સાંભળી સીધો ત્યાં આવી ગયો અને મને સીધો ગળે ચોટી ગયો. તેને આટલો ખુશ જોઈ હું પણ ખુશ થઈ ગઈ. તે રાતે મેં તેની સાથે ઘણી વાતું કરી.

આશિષ એકદમ સવેદનશીલ વ્યક્તિ છે. તેને કોઈક વ્યક્તિ પ્રત્યે એક વાર લગાવ થઈ જાય પછી મરી જાય તો પણ તેનો સાથ ના છોડે. આશિષ પોતે સંપૂર્ણ પુરુષ નથી તેની ખબર તેને પણ નોતી. તે એક વખત ખૂબ બીમાર પડી ગયો તેને લાગ્યું કે તેને એડ્સ થઈ ગયો છે. તેને આવો વિચાર એટલે આવ્યો કેમકે તેણે એક વ્યક્તિ નું લોહી મોઢામાં લઇ લીધું હતું. અને તેને એડ્સ હોઈ તો જ આશિષ ને આવી શકે. એટલે તે એડ્સ નો ચેકઅપ કરાવા ગયો ઘરે કોઈને પણ કીધા વગર. રિપોર્ટ તો નેગેટીવ આવ્યો પણ ત્યાં તેને ડોક્ટરે કહ્યું કે તે લેસ્બિયન છે. ડોક્ટર ને ખબર પડી ગઈ હતી કે આશિષ આ વાત થી અજાણ છે એટલે જ એમણે કહ્યું. જેથી તે હકીકત ને સ્વીકારી શકે. પણ થયું ઉંધુ, આશિષ આ વાત સ્વીકારી જ નાં શક્યો તેને ખબર હતી કે ગે લોકો સાથે કેવું વર્તન આજનો સમાજ કરે છે. અને તેમાં પણ ત્યારે તો તે સુરત રેહતો હતો. તેને પોતાની જિંદગી અંધારા માં ચાલી ગઈ હોઈ તેવું લાગવા લાગ્યું. તે સમાજ ના મેહણા- ટોણા સાંભળવા તૈયાર જ નોતો. સ્કૂલ માં જો ખબર પડશે તો તેને કોઈ ભણવા નહી દે, અને પછી આગળ તે કેવી રીતે ભણશે!! તે પોતાના પરિવાર ને શું કહે?? આટલા બધા સવાલોનો જવાબ માટે તેને એક જ રસ્તો દેખાયો અને તે હતો આત્મહત્યા.!! સમાજ ના ડરથી તે કોઈ સાથે પોતાના મનની વાત કરી પણ ના શક્યો. તે N.S.S. માં જોડાયેલો હતો. તેથી તેના દ્વારા એક કેમ્પ રાજકોટ માં થઈ રહ્યો હતો. અમારી સ્કૂલ માંથી પણ અમે લોકો ત્યાં ગયા. કેમકે હું પણ N.S.S. માં જોડાયેલી હતી. તો ત્યાં અમારી સ્કૂલ વતી એક નાટક ભજવાનું હતું. તે નાટક નો મેઈન રોલ મેં કર્યો હતો. અને મારી સ્પીચ સાંભળીને આશિષ ને જીવવાની આશા જાગી. મેં એક છોકરી કેવી રીતે છોકરો બનીને એક વાણંદ ની દુકાન ચલાવે છે. અને પોતાની હકીકત કોઈની પણ સામે નથી આવા દેતી. કેમકે વાળ કાપવાનું કામ છોકરાઓ ને જ શોભે છોકરી તેવા કામ ના કરે. એટલે તે પોતાની હકીકત છુપાડે છે અને જયારે બધા ને ખબર પડે છે ત્યારે તે બધાની સામે ખૂબ જ સરસ બોલે છે. તે વાત આશિષ ના મગજ માં બેસી ગઈ. એટલે તેણે પણ કોઈને કીધું નહી કે તે કોણ છે. અને પોતાના ભાઈ ની બદલી મુંબઈ થઈ તો પોતે પણ તેમની સાથે અહીં આવી ગયો અને સરખું ભણી શકે તેવું બહાનું કરી પોતે પ્રયાગ ના ઘરે આવી જાય છે. હા, પછી ધીમે ધીમે પ્રયાગ, નાઝિયા પેરી અને મયંક ને ખબર પડી જાય છે કે તે ગે છે.

વધુ આવતા અંકે.......