The Author Aakanksha અનુસરો Current Read અસમંજસ - 9 By Aakanksha ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 24 {{{Previously:: શ્રદ્ધા અને વિશ્વાસ, બંનેનાં મનમાં એક જંખના... અપહરણ - 11 11. બાજી પલટાઈ અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થ... રેડ સુરત - 3 2024, મે 17, સુરત ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વ... લવ યુ યાર - ભાગ 72 સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહી... એક અનુભવ - પાર્ટ 3 સેકન્ડ વિચારી હું પૈસા પાછા લઈ ચાલવા લાગી તે પાછળ પાછળ દોડી... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Aakanksha દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 11 શેયર કરો અસમંજસ - 9 (55) 1.3k 3.7k આપણે આગળનાં ભાગમાં જોયું કે, મેઘા સૌમ્યાનાં મમ્મી - પપ્પા સાથે વાત કરતી હોય છે...! તેઓ સૌમ્યા અને વિશાલ વિશે શું કહેશે...??!! આ સાંભળીને મેઘાની શું હાલત થશે...???!!!ચાલો જાણીએ આગળ........#________________*________________# આટલું બોલ્યાં બાદ એમને ખાંસી આવવા લાગે છે તેથી એ ટેબલ પર પડેલાં ગ્લાસમાંથી પાણી પીને આગળ બોલવાનું ચાલું કરે છે..." હા...તો બંનેએ કોમર્સ સ્ટ્રીમ પસંદ કરી અને બંને સાથે ટ્યુશન અને શાળાએ જતાં હતાં. વિશાલ અનાથ હતો તેથી એક સંસ્થા વિશાલનાં ભણવાનો ખર્ચ ઊઠાવતી હતી. એક વર્ષ પસાર થઈ ગયું. બંને અગિયારમાં ધોરણમાં સારાં માર્કસ સાથે પાસ થઈ ગયાં. બારમાં ધોરણમાં આવ્યાં બાદ સૌમ્યા બીમાર રહેવાં લાગી. બોર્ડની પરીક્ષાને ચાર મહિના બાકી હતાં અને સૌમ્યાની તબિયત વધારે બગડવાં લાગી હતી. એને શાળાએ અને ટ્યુશનમાં જવાનું પણ છોડી દીધું હતું. એકાદ મહિનો તો એમ જ તાવની દવા સૌમ્યાને આપતાં રહ્યાં પરંતુ સૌમ્યાને લોહીની વોમિટ થવા લાગી અને ત્યારબાદ ડૉક્ટરનાં કહેવાં પર અમે સૌમ્યાનાં બધાં જ રિપોર્ટસ કરાયાં ત્યારે ખબર પડી કે સૌમ્યાને લ્યુકેમિયા (બ્લડ કેન્સર) છે. સૌમ્યા શારીરિક રીતે તો નબળી થઈ જ ગઈ હતી પરંતુ આ વાત જાણ્યાં પછી તે માનસિક રીતે ભાંગી પડી હતી. ડૉકટરે દવાઓ આપીને સૌમ્યાને સાંત્વના પાઠવીને કીમોથેરાપીનાં સેશનની તારીખો આપી દીધી. અમે સૌમ્યાને લઈને ઘરે આવ્યાં. બીજાં દિવસે વિશાલ સૌમ્યાની તબિયત પૂછવાં ઘરે આવ્યો. એ વખતે અમારી એની સાથે પહેલી મુલાકાત થઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ જ વિશાલ ખૂબ સરળ અને સમજદાર લાગતો હતો. વિશાલને જ્યારે ખબર પડી કે સૌમ્યાને બ્લડ કેન્સર છે ત્યારે તે પોતાનાં અશ્રુઓને રોકી શક્યો નહોતો પરંતુ કદાચ તે મજબૂત હૃદયનો હતો તેથી તરત જ સ્વસ્થ થતાં સૌમ્યનો હાથ પકડીને ત્રૂટક શબ્દોમાં બોલ્યો , "હા....તો...ભલેને...ગમે એટલી મોટી બીમારી હોય...પણ સૌમ્યા એ બીમારી સામેનો જંગ જીતીને જ રહેશે...અને હા અંકલ તમારે ક્યારે પણ મારી મદદની જરૂરત હોય તો મારી સંસ્થાનો ફૉન નંબર લઈ લો અને મારી જ્યારે પણ જરૂરત પડે ત્યારે એમાં કૉલ કરીને મને બોલાવી લેજો. હું તરત જ આવી જઈશ." ત્યારબાદ તે જતો રહ્યો અને દિવસે - દિવસે સૌમ્યાની તબિયત વધારે બગડવાં લાગી. સૌમ્યાનાં વાળ કીમોથીરાપીનાં લીધે ઊતરી ગયાં હતાં.દર વખતે જ્યારે પણ હૉસ્પિટલ જતાં ત્યારે વિશાલ સાથે જ આવતો હતો. ચાર મહિના પસાર થઈ ગયાં પરંતુ સૌમ્યની તબિયત સુધરવાને બદલે બગડતી જ ગઈ. બોર્ડની પરીક્ષાને હવે દસ દિવસ જ બાકી રહ્યાં હતાં. સૌમ્યા તો પરીક્ષા નહોતી જ આપવાની પરંતુ વિશાલ પણ પરીક્ષા નહોતો આપવાં માંગતો પરંતુ મારાં ઘણાં સમજાવ્યાં બાદ તે પરીક્ષા આપવાં તૈયાર થયો. વિશાલ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેતો તેથી એ સૌમ્યાને મળવાં આવી શકતો નહોતો. એક તરફ વિશાલની પરીક્ષા ચાલું થઈ ગઈ અને બીજી તરફ સૌમ્યા જીવન - મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. વિશલનું છેલ્લું પેપર હતું. વિશાલ પેપર આપીને સીધો અમારાં ઘરે આવ્યો. ઘરમાં પ્રવેશતાં જ એને મને અને મારી પત્નીને ચોધાર આંસુએ રડતાં જોયાં. આ બધું જોઈને કદાચ વિશાલને ખ્યાલ તો આવી જ ગયો હતો પરંતુ વર્ષો જૂની દોસ્તી અને અને ગાઢ પ્રેમનાં કારણે તે આ અંદાજને નકારી રહ્યો હતો. એણે મારી પાસે આવીને મને પૂછ્યું, "શું થયું અંકલ?" મારાં મુખમાંથી રડતાં - રડતાં એક જ શબ્દ સરી પડ્યો...."સૌ...મ્યા...." વિશાલ ફફડતાં હોઠ અને રડમસ ચહેરાં સાથે ચીસ પાડીને બોલે છે, "સૌમ્યા શું.....?! શું થયું સૌમ્યાને...??!!" હું એ વખતે ફક્ત સૌમ્યાનાં રૂમ તરફ આંગળી ચિંધી શક્યો. વિશાલ ભાગીને અંદર ગયો અને સૌમ્યાને નિષ્પ્રાણ જોઈને એ રડી પણ ન શક્યો. હું અંદર ગયો અને એને બહાર લઈને આવ્યો. તે એકદમ નિસ્તેજ બની ગયો હતો. એને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હતો. સૌમ્યાની અંતિમ ક્રિયા પત્યાં પછી વિશાલ કંઈ જ કાર્ય વગર એક જ જગ્યા એ બેસી રહેતો. એ રડતો પણ નહોતો. રડી લેત તો કદાચ એનું મન હલકું થઈ જાત. બે દિવસ પછી હું અને મારી પત્ની શાંત થયા ત્યારે અમારી નજર વિશાલ પર પડી. અમે વિશાલને કહ્યું , " બેટા...થોડો ફ્રેશ થઈ જા અને કંઇક ખાઈ લે." એ કંઇપણ બોલ્યાં વગર સૌમ્યાનાં રૂમમાં જતો રહ્યો. થોડી વાર બાદ એ ફ્રેશ થઈને નીચે આવ્યો ત્યારે એનાં હાથમાં એક કાગળ હતો. વિશાલે આવીને એ કાગળ મારાં હાથમાં થમાવી દીધો. અમે જોયું તો એ કાગળમાં જે લખાણ હતું એ સૌમ્યાનું જ હતું. એણે લખ્યું હતું, "તમે બધાં જ્યારે આ વાંચતાં હશો ત્યારે હું તમારાં બધાંથી ઘણી દૂર જતી રહી હોઈશ. પપ્પા તમે મારાં ગયાં પછી વિશાલને તમારો છોકરો માનીને એને સાચવજો અને જે તમે જે કંઇપણ મારાં માટે કરવાં માંગતાં હતાં એ બધું જ વિશાલ માટે કરજો અને વિશાલ તારે મમ્મી - પપ્પા નથી ને એટલે તું મારાં મમ્મી - પપ્પાને તારાં મમ્મી - પપ્પા માનીને સાચવજે. હું તમારી પાસે ભલે નહિ હોઉં પરંતુ પરંતુ તમારી સાથે જરુર હોઈશ." આ પત્ર વાંચ્યાં બાદ મેં વિશાલ સામે જોયું તો એ ચોધાર આંસુએ રડતો હતો કદાચ આટલાં દિવસ મનમાં દબાવીને રાખેલી પીડા હવે આંસુ સ્વરૂપે વહી રહી હતી. ત્યારબાદ એ મને ભેટી પડ્યો. મેં મારી પત્નીને કહ્યું, હવેથી વિશાલ આપણો પુત્ર.." ત્યારબાદ વિશાલ અમારી સાથે જ રહેવા લાગ્યો. તેણે એમ.બીએ પૂરું કરીને મારી કંપની સંભાળી લીધી. ત્યારબાદ એને અમે લગ્ન કરવાનું કીધું પરંતુ એ ના જ પાડતો રહ્યો પરંતુ મારાં ઘણાં સમજાવ્યાં બાદ એ લગ્ન માટે રાજી થયો. અમે ઘણી બધી છોકરીઓ જોઈ પરંતુ પસંદ ન આવી કારણ કે સૌમ્યાની મમ્મીની ઈચ્છા હતી કે એવી છોકરી હોય કે જે ઘરને સંભાળી લે. મારી બહેનને કહી રાખ્યું હતું તેથી એને તને પસંદ કરી. તને જોવાં આવવાનાં હતાં ત્યારે અમે જ વિશાલને કહ્યું હતું કે અમે તારી જોડે નહી આવીએ અને આ મારી બહેન તારી સાથે આવશે. તારે ક્યારેય તારી પત્ની કે એનાં પિયરમાં અમે તને આમ સાચવ્યો અને સૌમ્યાની વાત નહિ કહેવાની અને હા તારે એમ કહેવાનું કે તે જાતે આ બધો બિઝનેસ શરૂ કરીને આગળ વધાર્યો છે. અમારી ઓળખાણ ક્યારેય એની સાથે ના કરાવતો અને તારાં લગ્ન પછી અમે પૂના જતાં રહીશું. તું અહીંયા સુખેથી તારું જીવન ચલાવજે. તમારાં લગ્ન પછી દર મહિને વિશાલ અમને અમુક રકમ મોકલાવી આપતો." મેઘા આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ હતી એ કંઈ જ બોલી શકે એ સ્થિતિમાં જ નહોતી.#________________*________________# સાચી હકીકત જાણ્યાં પાછું મેઘા આનો કેવી રીતે પ્રતિભાવ આપશે?!*____* રોહન ક્યાં હશે??!!*____* પેલો મેઘા અને રોહનનો વિડિઓ કોને વિશાલને મોકલ્યો હશે...???!!!*_____**_______________જાણો આગળનાં ભાગમાં..._________________* ‹ પાછળનું પ્રકરણઅસમંજસ - 8 › આગળનું પ્રકરણ અસમંજસ - 10 Download Our App