અસમંજસ - 2 Aakanksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અપહરણ - 11

    11. બાજી પલટાઈ   અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થ...

  • રેડ સુરત - 3

      2024, મે 17, સુરત         ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વ...

  • લવ યુ યાર - ભાગ 72

    સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહી...

  • એક અનુભવ - પાર્ટ 3

    સેકન્ડ વિચારી હું પૈસા પાછા લઈ ચાલવા લાગી તે પાછળ પાછળ દોડી...

  • ઉર્મિલા - ભાગ 6

    અંબિકા ગઢના મહેલથી પરત ફર્યા પછી, ઉર્મિલા અને આર્યનના જીવનમા...

શ્રેણી
શેયર કરો

અસમંજસ - 2

આપણે આગળનાં ભાગમાં જોયું કે , મેઘા અમદાવાદ તેનાં મમ્મી - પપ્પાનાં ઘરે જવા નીકળે છે. ટ્રેનમાં બેસતાં જ સૌમ્યાનાં વિચારો પાછાં તેનાં મનમાં ચાલુ થઈ જાય છે. તેથી તે આ વિચારોમાંથી બહાર નીકળવા પોતાનાં કોલેજનાં વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરે છે , પરંતુ ત્યાં જ તેના ધ્યાનમાં આવે છે કે એક અજાણ્યો નંબર ગ્રુપમાં એડ થયેલો છે. ત્યાં જ એ નંબર પરથી " Hiii! I Am Rohan...!" આવો મેસેજ આવે છે. આ મેસેજ જોતાં જ મેઘાનાં ચહેરાની રેખાઓ તંગ થઇ જાય છે...મેઘાના ચહેરાની રેખાઓ કેમ તંગ થઇ ગઇ આ મેસેજ જોઈને??... આ રોહન કોણ છે..?? ચાલો જાણીએ આગળ......

#__________________*___________________#

મેઘાએ રીપ્લાય આપ્યો કે, "Hiii " રોહને પૂછયું.." Can I Call You?..!" મેઘાએ કહ્યું "yes". થોડી વારમાં મેઘા પર રોહનો કૉલ આવ્યો. મેઘાએ કૉલ રીસિવ કર્યો. સામેથી આવાજ આવ્યો "Hiii...! How are you?.. " મેઘાએ જવાબ આપતાં કહ્યું " fine..".

ત્યાં જ રોહને ઘણાં બધા પ્રશ્નનો પૂછી લીધા, "ક્યાં રહે છે ? શું કરે છે? " મેઘાએ બધાં જ પ્રશ્નોનો વિગતવાર ઉત્તર આપતાં કહ્યું, " મુંબઈમાં રહું છું, કંઈ ખાસ નહિ,લગ્ન બે વર્ષ પહેલાં થઈ ગયાં".

બંને થોડી વાર શાંત રહ્યાં. થોડી વાર પછી મૌન તોડતાં મેઘા બોલી, "તું શું કરે છે?, ક્યાં રહે છે?,લગ્ન તો થઈ ગયાં હશે ને?.." રોહને ઉત્તર આપતાં કહ્યું, " મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર છું, બેંગલોરમાં રહું છું, અને લગ્ન હજી નથી કર્યા." ત્યારબાદ મેઘાએ કહ્યું, "સારું હું પછી વાત કરું હું ટ્રેનમાં છું, અમદાવાદ જઈને શાંતિથી વાત કરીશ." આવું કહીને મેઘાએ ફોન મૂકી દીધો.


મેઘાના દિલની ધડકન તેજ થઇ ગઇ. તેને પોતાના પર ગુસ્સો આવવા લાગ્યો કે" મે રોહન સાથે વાત જ કેમ કરી". મેઘા મનને શાંત કરવા માટે આંખ બંધ કરીને સૂઈ ગઈ.થોડી જ વાર હતી અમદાવાદ પહોંચવામાં. "આણંદ" આવી ગયું હતું. તેથી તે વિચારવા લાગી ગઈ, "મેં મમ્મી - પપ્પાને તો કીધું નથી કે હું આવવાની છું, એટલે હવે મારે રિક્ષામાં જ જવું પડશે.

અમદાવાદ આવતાં મેઘા ટ્રેનમાંથી ઉતરીને સ્ટેશનની બહાર જવા લાગી, સ્ટેશનની બહાર જતા જ મેઘાને રિક્ષા મળી ગઈ. તેણે રિક્ષાવાળાને કીધું કે સેટેલાઈટ લઈ લો. મેધા રિક્ષામાં બેસીને વિચારવા લાગી, " મમ્મી - પપ્પા મને અચાનક આવેલી જોઈને કેટલા ખુશ થશે"
.

તેના ચેહરા પર પણ ખુશી આવી ગઈ. સેટેલાઈટ આવતાં જ મેઘાએ રિક્ષાવાળાને કહ્યું કે, "આગળ જઈને ડાબી બાજુ લઈ લો." "માતૃછાયા" આવતાં જ મેઘાએ રિક્ષાવાળાને રિક્ષા ઊભી રાખવાનું કીધું, રિક્ષામાંથી ઉતરીને તેણે રિક્ષાવાળાને પૈસા આપ્યા અને ઘર તરફ ચાલવા લાગી.


મેઘાએ "માતૃછાયા"નો ગેટ ખોલ્યો અને ડોરબેલ વગાડી, અને થોડી જ વારમાં મેઘાની મમ્મીએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાંની સાથે જ મેઘા તેની મમ્મીને વળગી પડી. મેઘાની મમ્મીએ મેઘાનાં પપ્પાને બોલાવતા કહયું, " આ જોવો તો કોણ આવ્યું છે?..!" મેઘાનાં પપ્પા ડ્રોઈંગરૂમમાંથી બહાર હોલમાં આવ્યાં જોયું તો મેઘા આવેલી હતી. તેમણે મેઘાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને મેઘાની મમ્મીને કહ્યું, "પાણી તો લઈને આવ".તે પાણી લઈને આવ્યાં. મેઘાએ પાણી પીધું.


મેઘાની મમ્મી તરત લીંબુ શરબત બનાવીને લઈને આવ્યા,તેમને એમ કે મારી છોકરી થાકીને આવી છે તો લીંબુ શરબત બનાવી આપું. ત્યાં સુધી મેઘાનાં પાપાએ બહુ બધાં પ્રશ્નનો પૂછયાં, " કેમ બેટા...!આમ અચાનક...?,ફૉન કર્યો હોત તો હું આવી જાત તને લેવા, અને વિશાલ નથી આવ્યાં?"

મેઘાએ કહ્યું, "અરે..!મને તમને બંનેને મળવાની બહું જ ઈચ્છા હતી, અને તમને તો ખબર જ છે વિશાલને બહું જ કામ હોય છે એટલે કાલે રાત્રે હું તમને બહું યાદ કરતી હતી તો વિશાલે જ કહ્યું કે થોડાં દિવસ રહીને આવ, તેથી મારે એકલી એ જ આવવું પડ્યું." મેઘાના પપ્પાએ કહ્યું, "સારું કર્યું.. બેટા..હવે થોડા દિવસ શાંતિથી અહીંયા અમારી પાસે રહેજે."

થોડીવાર વાતો કર્યા પછી મેઘાની મમ્મીએ કહ્યું, "તું નાહીને ફ્રેશ થઈ જા ત્યાં સુધી હું જમવાનું ડાયનિંગ ટેબલ પર રાખું છું." મેઘાએ કહ્યું, " સારું". મેધા સોફા પરથી ઊઠીને તેના રૂમમાં ગઈ, આ રૂમ હજી પણ તેવો જ હતો જેવો એના લગ્ન પહેલાં હતો. તેણે બૅગમાંથી કપડાં અને બધો જ સામાન કાઢીને કબાટમાં ગોઠવી દીધો અને ફ્રેશ થવા જતી રહી.


મેધા ફ્રેશ થઈને નીચે આવી અને જોયું તો મમ્મી - પપ્પા તેની જ રાહ જોતાં હતાં. તેનાં આવતાં જ ત્રણેય જમવા બેસી ગયાં. જમતાં - જમતાં મેઘાએ મમ્મી - પપ્પા સાથે બહુ બધી વાતો કરી. પછી તે એમ જ બેઠી હતી ત્યારે વિશાલનો કૉલ આવ્યો.


મેઘાએ રીસિવ કર્યો, વિશાલે કહ્યું, " તમે તો ત્યાં જઈને ભૂલી જ ગયાં ને કે,મને કૉલ કરીને કહેવાનું હતું કે તમે ત્યાં પહોંચી ગયા છો" મેઘાએ કહ્યું." અરે..હા..! સોરી વિશાલ.... ધ્યાનમાંથી જ નીકળી ગયું..!" વિશાલે કહ્યું, " સારું હવે ધ્યાન રાખજે..અને જમી લીધું?" મેઘાએ કહ્યું, "હા..જમી લીધું..અને તે જમી લીધું..?" વિશાલે કહ્યું, " હા જમી લીધું".અને પછી વિશાલે કહ્યું , "સારું તું થાકી ગઈ હોઈશ એટલે વહેલી સૂઈ જા. મેઘાએ કહ્યું, " હા સારું સૂઈ જાઉં છું ફૉન રાખું છું તું ધ્યાન રાખજે તારું." વિશાલે કહ્યું તું પણ ધ્યાન રાખજે તારું." આટલું કહીને વિશાલે ફૉન મૂકી દીધો.

ત્યારબાદ મેઘાની મમ્મી આવી તેમણ પણ એવું જ કહ્યું કે, "સૂઈ જા હવે મેધા તું થાકી ગઈ હોઈશ." મેધા કહ્યું, " હા... મમ્મી હું સૂઈ જ જાઉં છું". આટલું કહીને મેધા તેના રૂમમાં જતી રહી. તેની આદત હતી સૂતા પહેલાં ફૉન થોડી વાર લઈને કંઈ પણ એમાં કરવાની, મેધા ફૉન લઈને મેસેજ ચેક કરવા લાગી.


ત્યાં જ તેણે જોયું તો રોહનનો પણ "hiii" એમ મેસેજ આવેલો હતો. તેણે જોઈને ફોન મૂકી દીધો રિપ્લાય પણ આપ્યો નહિ અને સૂઈ ગઈ. સવારે મેધા આદતનાં લીધે વહેલી ઊઠી ગઈ અને તેની આદત મુજબ જ પહેલાં ફૉન લીધો અને મેસેજ ચેક કર્યા. જોયું તો રોહનનો મેસેજ હતો.

મેઘાએ મેસેજ ખોલીને જોયું તો "Good morning"નો મેસેજ હતો. તેણે પણ રિપ્લાય આપતાં"Good morning"નો મેસેજ કર્યો અને નાહવા જતી રહી. નાહીને મેધા નીચે ગઈ. નીચે જતાં જ તેની મમ્મીએ કહયું કે, "કેમ વહેલી ઊઠી ગઈ?!" મેઘાએ જવાબ આપતાં કહ્યું કે, " દરરોજની આદત છે એટલે આજે પણ ઊઠી ગઈ." મેઘાની મમ્મીએ કહયું કે, "સારું નાસ્તો કરી લે".


મેઘાએ નાસ્તો કર્યો અને એમ જ બેઠી હતી ત્યાં જ રોહનો કૉલ આવ્યો. મેઘાએ કૉલ રીસિવ કર્યો. સામેથી રોહનનો અવાજ આવ્યો. તે બોલ્યો કે, "પહોંચી ગઈ અમદાવાદ...?" મેઘાએ કહ્યું, " હા.. પહોંચી ગઈ". રોહને કહ્યું, "એક - બે દિવસમાં હું પણ ત્યાં જ કામથી આવવાનો છું, તો બધાં કૉલેજનું ગ્રૂપ મળીયે? , જો તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો".


મેઘાએ કહ્યું, "પણ બીજા બધાં આવશે?" રોહને કહ્યું, "મેં બધાં સાથે વાત કરી લીધી છે બધાં આવશે". મેઘાએ કહ્યું, " સારું...તું આવી જાય અહીંયા પછી જગ્યા જે નક્કી કરો એ મને જણાવી દેજે હું આવી જઈશ. "રોહને કહ્યું, "હા હું તને જણાવી દઈશ." આટલું કહીને રોહને ફૉન મૂકી દીધો.


મેઘાનું મન ઘણું અશાંત થઈ ગયું. તે ભૂતકાળમાં સરી પડી. 'રોહન તેનો કૉલજ કાળનો ગાઢ મિત્ર હતો પણ બધાં જ કૉલેજમાં તેમને એક બેસ્ટ કપલ માનતા હતાં. મેધા રોહનને ફક્ત મિત્ર માનતી હતી અને મેઘાને પણ એમ જ હતું કે રોહન પણ તેને મિત્ર જ માને છે, બધું બરાબર ચાલતું હતું .


પરંતુ કૉલેજનાં ફેરવેલ ફંકશનમાં જ્યારે છેલ્લે રોહને બધાની સામે જ મેઘાને પ્રોપોઝ કરી દીધું હતું અને એ પણ સીધું લગ્ન માટે જ ત્યારે મેધા કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતી રહી હતી. અને એક અઠવાડિયા પછી મેઘાએ તેના પપ્પાએ પસંદ કરેલા વિશાલ સાથે સગાઇ કરી લીધી. મેઘાએ તેમાં રોહનને પણ બોલાવ્યો હતો અને રોહન આવ્યો હતો.


ત્યારે મેઘાએ છેલ્લી વાર રોહનને જોયો હતો. મેધા લગ્નની કંકોત્રી આપવા પણ ગઈ હતી પરંતુ તેની મમ્મીએ કહ્યું કે, " તે બેંગ્લોર ગયો છે." આ પછી ક્યારેય રોહન દેખાયો જ ન હતો' .


મેધા આ બધું વિચારતી જ હતી કે તેની મમ્મીએ આવીને કહ્યું, "બેટા જમી લે પછી થોડું બહાર ફરીને આવ તને સારું લાગશે." મેઘાએ જમી લીધું. જમ્યા પછી તેણે વિચાર્યું કે, "બધાં મિત્રોને મળવા માટે જઈશ તો નવાં કપડાં લઈને આવું." મેધા જમીને બહાર ફરવા નીકળી પડી.


મેઘાએ નવાં કપડાં લઈ લીધાં. કપડાં લઈને તે બહાર આવી ત્યારે રસ્તામાં તેણે વિચાર્યું કે મેં તો બ્લેક કલરનાં કપડાં લીધાં છે અને તે કલર રોહનને સૌથી વધારે પસંદ છે. મેઘાનો મૂડ થોડો બગડી ગયો. તેને થયું કે, "મારે આ કલરનાં કપડાં લેવાં ન હતાં પરંતુ હવે લઈ લીધાં છે તો કંઈ થઈ શકે તેમ નથી."


તે ઘરે પહોંચી અને શાંતિથી બેઠી જ હતી કે અંકિતાનો કૉલ આવ્યો. મેઘાએ કૉલ રિસિવ કર્યો. સામેથી અંકિતા બોલી, "કૉલેજનું ગ્રૂપ મળવાનું છે, તો તું આવવાની છે?" મેઘાએ જવાબ આપતાં કહ્યું કે, "હા.!હું આવવાની છું,પરંતુ તે કેમ આવું પૂછયું.?" અંકિતાએ કહ્યું, "પણ તને ખબર છે કે રોહન પણ આવવાનો છે". મેઘાએ કહ્યું કે , "હા મને ખબર છે, અને હું પણ આવવાની છું. આમ પણ એ વાત ને હવે ઘણો સમય થઇ ગયો. કહીને મેઘાએ ફૉન મૂકી દીધો.


મેધાએ સાંજે તેની મમ્મીને કહયું કે, " મમ્મી તું આજે જમાવનું નહિ બનાવે, આપણ બહાર જમવા જઈશું", તમે બંને તૈયાર થઈ જાઓ, હું પણ થઈ જાઉં અને બહાર જમવા જઈએ. મેઘાનાં મમ્મી - પપ્પા અને મેધા તૈયાર થઈને બહાર જમવા ગયાં.


મેઘાને રસ્તામાં તેના પપ્પાએ પૂછયું કે, "ક્યાં જઈએ છીએ આપણે જમવા માટે...!?" ત્યારે મેઘાએ કહ્યું કે, " માણેકચોક". ત્યાં ગયાં પછી મેઘાએ પાઉંભાજીનો ઓર્ડર આપ્યો કારણ કે, તેમાં મમ્મી - પપ્પા અને તેને પોતાને પણ બહું જ પસંદ છે.જમ્યા પછી આઈસ્ક્રીમ ખાઈને તેઓ ઘરે પાછાં આવ્યાં.


મેધા તેનાં રૂમમાં જઈને ફ્રેશ થઈને ફૉન લઈને બેઠી તો જોયું તો રોહનનો મેસેજ હતો. તેણે ખોલીને જોયું તો "Hii " નો મેસેજ હતો. મેઘાએ પણ "Hii" નો મેસેજ કરી દીધો. સામેથી તરત બીજો મેસેજ આવ્યો કે, "Can I Call You?" મેઘાને થયું કે,'ના' પાડી દઉં પણ પછી તેણે "ok" નો મેસેજ કરી દીધો.


થોડી વારમાં રોહનનનો કૉલ આવ્યો. મેઘાએ રિસિવ કર્યો. સામેથી રોહનનો અવાજ આવ્યો. તે બોલ્યો, "મેડમ...તમે તો બહું જ વ્યસ્ત લાગો છો ને.. અમદાવાદ ફરતાં લાગો છો..". મેઘાએ કહ્યું, "હા.." ત્યારબાદ મેઘાએ પૂછ્યું, "મળવાનો સમય અને જગ્યા એ બધું નક્કી થઈ ગયું?" રોહને કહ્યું, 'હા..બધું નક્કી થઈ ગયું છે, કૉલેજની બહાર જે રેસ્ટોરન્ટ છે ત્યાં સવારે સાડા અગિયાર વાગ્યે પણ બે દિવસ પછી." મેઘાએ કહ્યું, "સારું હું આવી જઈશ.


ત્યારબાદ રોહને થોડાં ગંભીર થઈને પૂછયું, "એક વાત પૂછું?" મેઘાએ કહ્યું, "હા.. પૂછ." રોહને કહ્યું.. "મેઘા તું ખુશ છે ને તારી મેરેજ લાઈફમાં?" મેઘાનું દિલ એક ધડકન ચૂકી ગયું પરંતુ તરત જ સ્વસ્થ થતાં તેણે કહ્યું, "હા". ત્યારબાદ મજાકમાં રોહને કહ્યું, "હા..હા..તું તો ખુશ જ હોઈશ ને..દુઃખી તો તારો પતિ હશે..." મેઘા હસવાં લાગી. ત્યારબાદ રોહને કહ્યું, "મારે તો સવારે વહેલાં ઊઠવાનું હોય છે હું ફૉન રાખું." મેઘાએ કહ્યું "હા". આટલું કહીને રોહન તો ફૉન મૂકીને સૂઈ ગયો.


પરંતુ મેઘાનાં મનમાં અશાંતિ છવાઈ ગઈ. મેઘા વિચારવા લાગી કે, "શું હું ખરેખર ખુશ છું..!?, અહીંયા આવ્યાં પછી હું સૌમ્યા વાળી વાત તો ભૂલી જ ગઈ છું." મેઘાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી તેને યાદ આવ્યું કે, "આજે તેણે વિશાલને તો કૉલ કર્યો જ નથી." મેઘાએ કૉલ કર્યો, સામેથી વિશાલ બોલ્યો, " હું યાદ આવ્યો ખરો." મેઘાએ કહ્યું, "અરે.. સોરી વિશાલ આજે હું બહાર ગઈ હતી, બપોરે અને સાંજે અમે બહાર જમવા ગયાં હતાં એટલે ભૂલી જ ગઈ." વિશાલે કહ્યું, "હા..સારું, તું હવે સૂઈ જા હું પણ સૂઈ જાઉં થાકી ગયો છું." મેઘાએ કહ્યું, " હા..સૂઈ જા પણ તે જમી લીધું?" વિશાલે કહ્યું "હા..જમી લીધું". આટલું કહીને વિશાલે ફૉન મૂકી દીધો. મેઘા પણ આજે બહુ ફરી હોવાથી થાકી ગઈ હતી એટલે ફૉન મૂકીને તરત જ સૂઈ ગઈ.


સવારે ઊઠીને સૌથી પહેલાં મેઘાએ ફૉન હાથમાં લીધો અને મેસેજ જોવા લાગી. તેમાં રોહનનો પણ મેસેજ હતો. ગઈકાલની જેમ જ "Good morning" નો જ મેસેજ હતો. મેઘાએ પણ "Good Morning" નો મેસેજ કરી દીધો.


નાહીને નાસ્તો કર્યા પછી તે એમ જ બેઠી હતી ત્યારે પાછી તેને સૌમ્યા યાદ આવી. તે આખો દિવસ આ જ વિચારતી રહી. રાત્રે રોહનનો મેસેજ આવ્યો. મેઘાએ ખોલીને જોયું તો લખ્યુ હતું, " Can I Call You?". મેઘાએ "Ok" નો મેસેજ કરી દીધો. થોડી વારમાં રોહનનો કૉલ આવ્યો. મેઘાએ રિસિવ કર્યો. સામેથી રોહન બોલ્યો, "શું કરે છે?" મેઘાએ કહ્યું, "કંઇ ખાસ નહિ." રોહન બોલ્યો, "સારું."


ત્યારબાદ મેઘાએ પૂછ્યું, " તું આવી ગયો અમદાવાદ?" રોહને જવાબ આપ્યો, " હા..! હું આજે સાંજે જ આવી ગયો છું." મેઘાએ કહ્યું, "સારું, કંઈ કામ હતું?" રોહને કહ્યું, "ના, પરંતુ કામ હોય તો જ કૉલ કરી શકાય?" મેઘાએ હસતાં - હસતાં કહ્યું, " ના, આવું તો નથી". રોહને કહ્યું, "સારું તો મળીયે કાલે". મેઘાએ કહ્યું, "હા". આટલું કહીને રોહને કૉલ મૂકી દીધો.


પરંતુ ખબર નહિ કેમ મેઘાને ઊંઘ આવતી જ ન હતી. તે સવારની આતુરતાથી રાહ જોતી હતી. રાત્રે બે વાગ્યા સુધી તો એ બૅડ પર એમ જ પડી રહી. ત્યારબાદ મેઘાને ઊંઘ આવી. સવારે ઉઠીને આજે એ નાહ્યાં વગર બ્રશ કરીને જ નીચે નાસ્તો કરવા જતી રહી. મેઘાની મમ્મીએ પૂછ્યું, " કેમ બેટા..! આજે નાહી નથી?". મેઘાએ ને યાદ આવ્યું તે બોલી, "અરે હા હું કહેવાનું જ ભૂલી ગઈ, આજે હું મારા કોલેજનાં ગ્રુપને મળવા જવાની છું એટલે તૈયાર થઈશ ત્યારે જ નાહી લઈશ".

મેઘાની મમ્મીએ કહયું, " સારું બેટા". નાસ્તો કર્યા પછી તેણે અંકિતાને કૉલ કર્યો. અંકિતાનાં કૉલ રીસીવ કરતાં જ મેઘાએ કહ્યું, "તું મારા ઘરે આવી જા આપણે બંને સાથે જઈશું" અંકિતાએ કહ્યું, " હા તો હું બે કલાક પછી તારા ઘરે આવું છું તું તૈયાર રહેજે. મેઘાએ કહ્યું, "હા". મેઘાએ ફૉન રાખી દીધો અને તૈયાર થવામાં લાગી ગઈ.
*________________________________*

મેઘા રોહનનો આટલા સમય પછી કેવી રીતે સામનો કરશે........???!!!! *______* મેઘા અને રોહન મળશે પછી બંને વચ્ચે શું વાત થશે.....??!!! *______* શું મેઘા તેના લગ્નજીવનમાં ચાલી રહેલી "સૌમ્યા" નામની સમસ્યા રોહનને જણાવશે કે નહિ....???!!!!!*______* જાણો આગળનાં ભાગમાં....*________*

*___Next part coming soon___*