Asamnajas. - 7 books and stories free download online pdf in Gujarati

અસમંજસ - 7

આપણે આગળનાં ભાગમાં જોયું કે, મેઘાને જાણવાં મળે છે કે વિશાલનાં બેંક એકાઉન્ટમાંથી દર મહીને સૌમ્યા શર્મા નામનાં બેંક એકાઉન્ટમાં 25,000₹ ટ્રાન્સફર થાય છે...! મેઘા અમને જણાવેલી આ વાત સાચી માનશે...??!! અમને કેમ આ માહિતી મેઘા અને રોહનને આપી હશે...???!!!

ચાલો જાણીએ આગળ.......




#__________________*__________________#



મેધા ઘરે પહોંચી ત્યારે તેનું માથું દુખવા લાગ્યું. તેે થોડી વાર સૂઈ ગઈ. બે કલાક બાદ મેધા ઊઠી, ત્યારે તેનું માથું વધારે દુખવાં લાગ્યું તેથી પેઈનકીલર લઈને સૂઈ ગઈ. રાત થઈ ગઈ અને સાડા આઠ વાગવાં આવ્યાં છતાં મેધા ઊઠી નહીં. વિશાલ ઘરે આવ્યો અને તેણે અને તેણે ડોરબેલ વગાડી છતાં મેધા ઉઠી નહીં.


વિશાલે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો. તે ઉપર બેડરૂમમાં ગયો અને જોયું તો મેધા સૂતી હતી. વિશાલ મેધાની નજીક ગયો અને હળવેથી મેઘાનો હાથ પકડ્યો. મેધા સફાળી બેઠી થઈ ગઈ. મેઘાએ જોયુંતો વિશાલ તેની સામે હતો. મેઘાએ પોતાાનો હાથ છોડાવ્યો અને બીજી તરફ નજર ફેરવી લીધી.


વિશાલે ફરી તેનાં બંને હાથ પોતાનાંં હાથમાંં લીધાં અનેે પૂછયુંં, “શું થયું મેધા? તબિયત ખરાબ છે ?” મેઘાએ કહ્યું, “ના…ના... આ તો થોડું માથું દુખે છે એટલે પેનકીલર લઈને સૂઈ ગઈ હતી..” આટલું બોલીને મેધા ઊભી થાય છે અને બોલે છે, “આજે જમવાનું બનાવ્યું જ નથી.. હું હમણાં ફટાફટ જમવાનું બનાવી દઉં “ ત્યારે વિશાલ બોલ્યો, “કંઈ વાંધો નહીં.. ચાલ આજે હું તને મદદ કરાવું.”


મેધા બોલી , “ અરે...! ના... હું એકલી જ બનાવી લઈશ. તમે ફ્રેશ થઈને ટી.વી. જોવો થોડીવાર, ત્યાં સુધી હું ફટાફટ બનાવી દઇશ.” વિશાલ બોલ્યો, “સારું, હું ફ્રેશ થઈ જાઉં”. કલાકમાં મેઘાએ જમવાનું બનાવી દીધું. જમીને બંને સૂઈ ગયા.


બીજા દિવસેે સવારે વિશાલનાં ઑફિસ જતાં જ મેધા બધાં જ બેંક એકાઉન્ટની પાસબુક લઈને બેસી જાય છે. તે જોવે છે તો સાચે જ દર મહિનેે સૌમ્યા શર્મા નામનાં એકાઉન્ટમાં વિશાલનાં એકાઉન્ટમાંથી 25,000₹ ટ્રાન્સફર થાય છે. મેધાનાં હાથ ધ્રૂજવા લાગે છે. થોડીવાર તો તે તેમ ને તેમ બેસી રહે છે.


મેધા થોડીવાર બાદ તેે પાસબુકનો ફોટો રોહનને મોકલે છે. રોહન આ ફોટો ફક્ત જોઈ લે છે પરંતુ કંઈ જ રીપ્લાય આપતો નથી. તે દિવસે મેધા અશાંત ચિત્તે એક જ જગ્યાએ બેસી રહે છે. સાંજે પાંચ વાગ્યે મેધા રોહનને કૉલ કરે છે. રોહનનાં કૉલ રિસિવ કરતાં જ મેઘા કહે છે, " તું રી - રેજેન્ટા કેફેમાં મને મળવાં આવીશ?" રોહન કહે છે, " હા...આવી જઈશ". આટલું કહીને રોહન ફોન મૂકી દે છે.


મેઘા કેફે સુધીનાં આખાં રસ્તે ખૂબ જ સ્પીડમાં કાર ડ્રાઈવ કરે છે. મેઘા રી - રીજેન્ટા કેફેમાં પહોંચીને કાર પાર્ક કરતી હોય છે, ત્યાં તે અમનને જોવે છે, પરંતુ અમન તો બહારની તરફ જતો હોય છે. મેઘા અંદર જાય છે. રોહન એક કોર્નરનાં ટેબલ પર બેઠો હોય છે. મેઘા તેની સામેની ચેરમાં બેસી જાય છે.


મેઘા રોહનને પૂછે છે , " અમન તને મળવાં આવ્યાં હતાં...?'' રોહન જવાબ આપતાં કહે છે , "હા...તેણે કહ્યું કે , તેણે આપેલી માહિતી આપણને તેના તરફથી જાણવાં મળી છે... આવું આપણે કોઈને પણ કહીએ નહીં". મેઘા કંઈ બોલતી નથી . થોડીવાર બાદ વેઈટર કૉફીનાં બે મગ લઈને આવે છે , જે રોહને મેઘાનાં આવ્યાં પહેલાં જ ઓર્ડર કર્યા હોય છે . રોહન તો કૉફી પીવે છે પરંતુ મેઘાનો કૉફીનો મગ એમનો એમ પડી રહે છે.


થોડીવારમાં જ મેઘા ઊભી થાય છે અને કહે છે, "રોહન મારે ઘરે જવું પડશે..." બંને પાર્કિંગ તરફ આવે છે. જ્યારે મેઘા કારમાં બેસવાં જતી હોય છે ત્યારે રોહન કહે છે, "મેઘા તું ચિંતા ના કરીશ...! હું તારી સાથે જ છું". આ સાંભળીને મેઘા અચાનક જ રોહનને ભેટી પડે છે અને કહે છે, "કાશ...તે લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે મેં હા પાડી દીધી હોત!" રોહન કંઈ જ બોલી શકતો નથી અને ઝડપથી મેઘાથી થોડો દૂર થાય છે અને કહે છે, "હા...હવે જે થયું એ થયું પરંતુ તારી આ સમસ્યા હું દૂર કરીને રહીશ".


ત્યારબાદ મેઘા કાર ડ્રાઈવ કરીને જતી રહે છે અને રોહન પણ પોતાનાં ઘર તરફ જવા નીકળી જાય છે. બંનેના ગયાં પછી અચાનક એક કાર પાછળથી એક માણસ નીકળે છે, તે જગ્યાએથી એ રોહન અને મેઘાને જ જોઈ રહ્યો હતો. તેનાં હાથમાં કેમેરો પણ હતો. બીજી તરફ મેઘા અને રોહન આ વાતથી તદ્દન અજાણ હોય છે. મેઘા ઘરે આવ્યાં પછી રાતનું જમવાનું બનાવવા લાગે છે.


મેઘા રોહનની જ બધી વાત યાદ કરતી હોય છે. થોડીવારમાં થાય છે ત્યાં રોહનનો જ કૉલ આવે છે. મેઘાનાં કૉલ રિસીવ કરતાં જ રોહન કહે છે, "ઘરે પહોંચી ગઈ ને...?!" મેઘા મંદ હાસ્ય સાથે હા પાડે છે અને રોહન ફૉન મૂકી દે છે. મેઘા હવે વિશાલનાં આવવાની રાહ જોતી હોય છે. દસ વાગી જાય છે છતાં વિશાલ ઘરે પહોંચતો નથી. મેઘા વિશાલને ઘણી બધી વખત કૉલ કરે છે પરંતુ વિશાલ કૉલ રિસિવ કરતો નથી.


અગિયાર વાગ્યે વિશાલનો સામેથી કૉલ આવે છે. મેઘાનાં કૉલ રિસિવ કરતાં જ વિશાલની જગ્યાએ બીજા કોઈનો આવાજ સંભળાય છે; " Hello! i am inspector A.K.Singh..., " विशाल महेश्वरी आपके कौन है?" મેઘા બોલી, "जी...वो मेरे पति है।" સામેથી ઇન્સ્પેક્ટર કહે છે, " आपके पति की कार का एक ट्रक के साथ एक्सिडेंट है गया हैं, वो सिटी हॉस्पिटल में एडमिट है और उन्हे गंभीर चोट आईं हैं।" સામેથી કૉલ કટ થઈ જાય છે.


મેઘાનાં માથે તો આભ ફાટી પડે છે...તે ઊભી થવાં જાય છે ત્યાં જ તેનાં પગ ફસડાઈ જાય છે અને તે જમીન પર પડી જાય છે. તે ફરીથી ઊભી થાય છે અને જાતે કાર ડ્રાઈવ કરીને હોસ્પિટલ પહોંચે છે.



#___________________*__________________#





મેઘા આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે?*____* વિશાલની હાલત શું હશે...??!!*____* કારની પાછળથી કેમેરો લઈને કોણ નીકળ્યું હતું...???!!!*____*



*________જાણો આગળનાં ભાગમાં...*________*





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED