Asamnajas. - 4 books and stories free download online pdf in Gujarati

અસમંજસ - 4

આપણે આગળનાં ભાગમાં જોયું કે, કુનાલ અંકિતાને પ્રપોઝ કરે છે...! તો હવે અંકિતા હા પાડશે કે નહિ...??!! બીજી તરફ મેઘા રોહનને આટલાં સમય પછી એકલી મળશે તો તેમની વચ્ચે શું વાત થશે...???!!!

ચાલો જાણીએ આગળ.......



#___________________*__________________#



ત્યારબાદ રોહને પરિસ્થિતિને હળવી કરતાં કહ્યું, અંદર ચાલ , આપણે અલગ જ ફરવું પડશે. મેઘાએ હકારમાં માથું હલાવ્યું, બંને અંદર આવ્યાં.


બંને થોડું અંતર રાખીને ચાલવા લાગ્યાં. મેઘાએ મૌન તોડતાં પૂછયું, "બેંગ્લોરમાં એકલાં ફાવે છે.? રોહને જવાબ આપતાં કહ્યું, "એકલો ક્યાં છું.!, મારી એકલતા હંમેશા મારી સાથે જ છે અને આ ખાલીપો જીવનભર સાથે હશે.!


રોહનનાં આવા જવાબથી મેઘા મૌન થઈ ગઈ, બંને વચ્ચે નીરવ શાંતિ છવાઈ ગઈ. થોડી વાર પછી રોહન બોલ્યો, "છોડ મારું બધું...!! કેવી ચાલે છે તારી મેરેજ લાઈફ..?? થોડીવાર તો મેઘા કંઈ જ ન બોલી..થોડીવાર થઈ તો પણ મેઘા ચૂપ જ હતી, એટલે રોહને મેઘા સામે જોયું.


ત્યાં જ રોહન જોવે છે કે મેઘાનાં આંખમાંથી આંસુ ટપકતાં હોય છે. જેવી રોહન અને મેઘાની નજર મળે છે ત્યાં જ મેઘાએ અત્યાર સુધી જે દુઃખનો દરિયો પોતાનાં મનમાં સમાવી રાખ્યો હતો તે આંસુ સ્વરૂપે છલકાઈ ઊઠે છે. તે ધ્રુસકે ને ધ્રુસકે રોહન સામે રડવા લાગી. રોહનને તો સમજાતું જ ન હતું કે, કેમ મેઘા રડવા લાગી..!!

રોહન જઈને પાણીની બોટલ લઈ આવ્યો. બંને રિવરફ્રન્ટની પારી પર બેઠાં. રોહનને કૉલેજનાં દિવસો યાદ આવી ગયાં, પરંતુ મેઘા સામે જોતાં જ ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગયો. રોહન મેઘાને પૂછે છે કે, "શું થયું મેઘા? તારા રડવા પાછળનું કારણ જાણી શકું?" મેઘા થોડીવારનાં મૌન પછી મેઘાએ રોહનને પહેલાંથી કેહવાનું ચાલું કર્યું.


મેઘા એક:શ્વાસે બધું બોલી ગઈ. વાત પૂરી કર્યાં પછી મેઘા થોડી શાંત થઈ. મેઘાએ રોહનને પૂછ્યું કે "શું તું મારી મદદ કરીશ?" રોહન તો એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો. થોડીવાર રહીને તે બોલ્યો, " હા કેમ નહિ...!!"


આટલી વાત પૂરી કરી ત્યાં તો અંકિતા અને કુનાલ એકબીજાનો હાથ પકડીને ચહેરા પર હાસ્ય સાથે ચાલ્યાં આવતાં હતાં. તેમનાં આવતાં જ રોહને પૂછ્યું, "શું કુનાલ ક્યારે છે લગ્ન?!!" કુનાલ બોલ્યો, " બહું જલદી!!" ચારેય હસવાં લાગ્યાં.


ત્યારબાદ મેઘાએ મજાકમાં કહ્યું, " ચાલ, હવે આની પાર્ટી આપ." કુનાલાએ કહ્યું સારું ચાલ "Hotel Kohinoor Plaza" માં પાર્ટી આપું, આજે ત્યાં જમવા જઈએ." મેઘાએ કહ્યું, "અરે ના-ના હું તો મજાકમાં કહેતી હતી. રોહન વચ્ચે બોલ્યો, "પણ હવે એને પાર્ટી આપવી જ છે તો આપવા દે ને!!" કુનાલ બોલ્યો, "હા". મેઘાએ કહ્યું, "સારું ચાલો".


બધાં કારમાં બેસી ગયાં. કાર "Hotel Kohinoor Plaza" તરફ જવા લાગી. જમીને બધાં બહાર આવ્યાં અને કારમાં બેસી ગયાં. જેમ-જેમ બધાનાં ઘર આવતાં ગયાં તેમ વારાફરતી ઊતરવા લાગ્યાં.


સૌથી પહેલાં અંકિતાનું ઘર આવ્યું, ત્યારબાદ કુનાલનું ઘર આવ્યું તો તે પણ ઊતરી ગયો. હવે કારમાં ફક્ત રોહન અને મેઘા જ હતાં. મેઘા સહેજ અસ્વસ્થ થઈ ગઈ. રોહન વાતાવરણને હળવું બનાવવાં બોલ્યો, "મેઘા જમવાનું સરસ હતું નહિ?!" મેઘા બોલી, "હા સારું હતું."


ત્યારબાદ રોહન બોલ્યો, "જો મેઘા આપણે સૌથી પહેલાં સૌમ્યાની જાણકારી મેળવવી પડશે, અને તે માટે તારે મને મળવું પડશે." મેઘાએ કહ્યું, "હા, ઠીક છે મળીશું, પરંતુ ક્યાં...!" રોહને કહ્યું, "હા એ હું તને કાલે જણાવું. ત્યારબાદ મેઘાનું ઘર "માતૃછાયા" આવ્યું. રોહનને "bye" કહીને મેઘાએ "માતૃછાયા"નો મેઈન ગેટ ખોલ્યો અને ડોરબેલ વગાડી.


મેઘાનાં મમ્મીએ દરવાજો ખોલ્યો. મેઘા અંદર આવી, જોયું તો તેનાં મમ્મી - પપ્પા બંને તેની જ રાહ જોઈને બેઠા હતાં. તેના આવતાં જ તેના પપ્પાએ પૂછયું, "કેવો રહ્યો આજનો દિવસ બેટા....?" મેઘાએ જવાબ આપતાં કહ્યું, "બહું જ સારો..." મેઘાનાં પપ્પાએ કહ્યું, "સારું બેટા...હવે અમે સૂઈ જઈએ છીએ, તું પણ સૂઈ જા..." રૂમમાં આવીને ફ્રેશ થઈને મેઘા તરત જ સૂઈ ગઈ.


ત્યારબાદ સવારે ઊઠીને મેઘાએ આદતવશ સૌથી પહેલાં ફૉન હાથમાં લીધો. સમય જોયો તો સવારનાં અગિયાર વાગી ગયાં હતાં. તેણે કંઈ પણ જોયા વગર ફૉન મૂકી દીધો અને નાહવા જતી રહી.


નાહીને નીચે આવતાં જ તેનાં મમ્મી એ કીધું, " બેટા, ડાયનિંગ ટેબલ પર બેસી જા હું તારી માટે નાસ્તો લઈને આવું." નાસ્તો કરીને મેઘા ફૉન લઈને બેઠી. સૌથી પહેલાં તેણે વિશાલને કૉલ કર્યો, પણ વિશાલે કૉલ રીસીવ ન કર્યો. મેઘાને લાગ્યું કદાચ મહત્વની મીટીંગ ચાલતી હશે એટલે તેણે બીજી વાર કૉલ ન કર્યો.


તેણે મેસેજ ચેક કર્યા. જોયું તો રોહનનાં બે મેસેજ હતાં, એક તો દરરોજની જેમ "Good morning"નો હતો અને બીજો હતો કે, "આપણે કાલે મળીયે?" મેઘાએ "ok" નો મેસેજ કરી દિધો. બે - ત્રણ કલાક તેણે વિશાલનાં સોશ્યલ મિડીયા એકાઉન્ટ ચેક કર્યાં પણ કોઈ જ સૌમ્યા તેમાં તેને ન મળી.


મેઘાએ મગજને શાંત રાખવા માટે ટી.વી જોવા લાગી ગઈ. કલાક ઉપર થયું ત્યાં તો વિશાલનો મેસેજ આવ્યો. મેઘાએ રીસિવ કર્યો. મેઘાનાં કૉલ રિસિવ કરતાં જ વિશાલે કહ્યું, " હેલો, મેડમ શું કરો છો તમે..?"


મેઘાએ જવાબ આપતાં કહ્યું, "કંઈ નહિ એમ જ ટી.વી. જોતી હતી. પછી વિશાલે પૂછયું, "કાલે કેમ કૉલ‌ કર્યો ન હતો?" મેઘાએ કહ્યું, "અરે! કાલે હું કૉલેજનાં ફ્રેન્ડ્સ સાથે બહાર ગઈ હતી એટલે રાત્રે મોડું થઈ ગયું હતું અને બહું થાકી પણ ગઈ હતી એટલે કૉલ કર્યો ન હતો."


વિશાલે કહ્યું, "સારું વાંધો નહિ." મેઘાએ પછી વાત-વાતમાં કહી દીધું કે, "અંકિતા લગ્ન કરવાની છે." વિશાલે પૂછ્યું, "કોની સાથે લગ્ન કરવાની છે?"


મેઘાએ કહ્યું, "અરે...અમારી સાથે કૉલેજમાં કુનાલ હતો ને..." ત્યારે મેઘાને વચ્ચેથી અટકાવતાં વિશાલે કહ્યું, " એ જ ને જેણે, આપણા લગ્નમાં મને બહું જ હેરાન કર્યો હતો." મેઘાએ હસતાં-હસતાં કહ્યું. "હા...એ જ કુનાલ.. કુનાલે ગઇકાલે રિવરફ્રન્ટ પર અંકિતાને પ્રપોઝ કર્યું અને એ પણ સીધું લગ્ન માટે...અને મજાની વાત એ છે કે અંકિતાએ પણ હા પાડી દીધી છે, એટલે બંને થોડાં દિવસોમાં જ લગ્ન કરવાનાં છે.".


વિશાલે કહ્યું, "હું તો કુનાલને લગ્નમાં બહું જ હેરાન કરીને બદલો લઈશ." બંને હસવાં લાગ્યાં. ત્યારબાદ વિશાલે કહ્યું, " સારું હું પછી વાત કરીશ મારે કામ છે." આટલું કહીને વિશાલે કૉલ મૂકી દીધો.


ત્યારબાદ મેઘા જમીને સુઈ ગઈ.પછી આવી જ રીતે બે દિવસ પસાર થઈ જાય છે, પરંતુ રોહનનો "Good morning" સિવાય મેસેજ આવતો નથી. બે દિવસ બાદ સાંજે ચાર વાગ્યે મેઘા સૂતી હતી અને ડોરબેલનો અવાજ આવ્યો, મેઘાની મમ્મીએ દરવાજો ખોલ્યો,ખોલીને જોયું તો સામે અંકિતા અને કુનાલ ઊભા હતાં.


મેઘાની મમ્મીએ કહ્યું, "અરે....તમે બંને...!!આવો અંદર..." ત્યારબાદ મેઘાની મમ્મીએ કહ્યું, "તમે બંને બેસો, હું મેઘાને બોલાવીને આવું." મેઘાનાં મમ્મીએ મેઘાને જગાવી અને કહ્યું કે "અંકિતા અને કુનાલ આવ્યાં છે." મેઘા ફ્રેશ થઈને નીચે આવી.


મેઘાએ તેમને જોતાં જ કહ્યું, "અરે..સાચું કહો... શું લગ્ન નક્કી થઈ ગયાં?" કુનાલે કહ્યું, "એકદમ સાચું..." અંકિતા બોલી, "15 દિવસ પછી લગ્ન છે...3 દિવસનું ફંકશન રાખ્યું છે. સગાઈ - લગ્ન સાથે જ....." મેઘાએ મજાકમાં કહ્યું, " બહું ઉતાવળ..." બધાં હસવાં લાગ્યાં.


ત્યારબાદ કુનાંલે કહ્યું, " મેઘા તને તો ખબર જ છે કે અંકિતાને પરિવારમાં માત્ર તેનાં મમ્મી જ છે તું તેની મદદ કરીશ?..." મેઘાએ કહ્યું, " આ પણ કંઈ કહેવાની વાત છે..." મેઘાનાં મમ્મી એ કહ્યું, "ફક્ત મેઘા જ નહિ હું પણ મદદ કરીશ" કુનાલે કહ્યું, " સારું હવે અમે નીકળીયે." મેઘાની મમ્મીએ કહ્યું, "અરે આટલી શુભ ખબર લઈને આવ્યાં છો તો મીઠાઈ ખાઈને જાઓ." મીઠાઈ ખાઈને બંને નીકળી ગયાં.


ત્યારબાદ મેઘાએ થોડીવાર તેનાં મમ્મી સાથે વાત કરી અને પછી પોતાનાં રૂમમાં આવી. તેણે રોહનને કૉલ કર્યો.રોહને કૉલ રીસિવ કર્યો. કૉલ રીસિવ કરતાં જ મેઘા બોલી, " અંંકિતા અને કુનાલેે કંઈ વાત કરી? રોહનેે કહ્યુંં, "હા, ખબર છે,15 દિવસ પછી લગ્નની વાત ને? મેઘાએ કહ્યું, હા એ જ વાત" ત્યારબાદ રોહને કહ્યું, "હવે, મારી વાત સાંભળ આપણેે રોહનની કૉલેેજમાં તેના કોણ-કોણ ફ્રેન્ડ હતાંં, તેની જાણકારી આપણેેેે મેળવવી પડશે." મેઘાએ કહ્યું, "સારું તો હવે મારું કામ વધી જશે એક તો અંકિતા - કુનાલનાં લગ્નનું અને આ રોહનનાં કોલેજનાં ફ્રેન્ડસ શોધવાનું કામ" રોહને કહ્યું, "અરે તું એકલી નહિ હું પણ તારી સાથે હોઈશ ને!!" મેઘાએ કહ્યું, "ok done".



*_______________________________________*




કુનાલ - અંકિતાનાં લગ્નમાં રોહન અને વિશાલનો આમનો - સામનો થશે ત્યારે શું થશે..?! *_____* જો કે, વિશાલ તો રોહન વિશે કંઈ જાણતો નથી....તો શું રોહન વિશે વિશાલને ખબર પડી જશે...??!! *_____* વિશાલનાં કૉલેજનાં ફ્રેન્ડસ વિશે શું માહિતી મેઘા અને રોહનને મળશે...???!!! *_____*

*_______*જાણો આગળનાં ભાગમાં...*_______*




*____Next part coming soon____*







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED