asamanjas - 1 books and stories free download online pdf in Gujarati

અસમંજસ - 1

સાંજનો સમય હતો, પક્ષીઓ પોતાનાં માળામાં પાછાં ફરી રહ્યા હતાં,સૂર્ય પોતાના નિયત સ્થાનેથી વિદાય લઈ રહ્યો હતો ,અને ચંદ્રનાં આગમનને હજી થોડો સમય બાકી હતો. આકાશમાં કેસરી અને વાદળી રંગનો સમન્વય થઈ રહ્યો હતો.
તે સમયે મહેશ્વરી હાઉસની નજીક નીરવ શાંતિ છવાયેલી હતી. પરંતુ તે સમયે કોફીનો મગ લઈને બેઠેલી મેઘાનું મન ખૂબ જ અશાંત હતું. તેના મનમાં ગઇકાલે વિશાલ સાથે થયેલો વાર્તાલાપ ચાલી રહ્યો હતો.

" શું વિશાલ સાચું કહેતો હશે?!, શું તેને હવે સાચે જ સૌમ્યા માટે કોઈ જ લાગણી નથી અને જો ના જ હોય તો વિશાલે પોતાની કંપનીનું નામ 'સૌમ્યા પ્રાઇવેટ લિમિટેડ કંપની' એવું કેમ રાખ્યું." આવા અનેક પ્રશ્નો તેને ઘેરી રહ્યા હતા.

અચાનક તેના ફોનની રિંગ વાગી. મેઘાએ પોતાના વિચારોની તંદ્રામાંથી જાગીને ફોન તરફ પગલાં માંડ્યાં. ફોન રીસિવ કરતા સામેથી તેની ખાસ બહેનપણી અંકિતાનો અવાજ સંભળાયો. અલક - મલકની વાતો કર્યા પછી તેને પોતાની ખાસ બહેનપણીને ગઇકાલે વિશાલે કીધેલી બધી જ વાત કહી દીધી અને જોર - જોરથી રડવા લાગી. ખૂબ આંસુ વહાવ્યા પછી એ થોડી સ્વસ્થ થઈ. ત્યારબાદ એને કામનું બહાનું કરીને ફોન મૂકી દીધો.

ત્યારબાદ મેઘાને થયું કે આ વાત અંકિતાને કહેવા જેવી ન હતી. કારણકે, આ તો એના અને વિશાલની અંગત બાબત છે. પરંતુ હવે કેહવાય ગયા પછી કંઈ થાય એમ ન હતું. તેનું મગજ હવે વિચારો કરીને ખૂબ થાકી ગયું હતું. તેને માનસિક આરામની જરૂર હતી. એટલે હજી તો સાત વાગ્યા હતા અને હજી વિશાલ તો સાડા નવ વાગ્યે આવશે. એ ઉપરનાં રૂમમાં ગઈ. તેને સાડા આઠ વાગ્યાનું એલાર્મ મૂક્યું અને સૂઈ ગઈ. માનસિક રીતે ખૂબ થાકી ગઈ હતી એટલે તરત જ તેને ઊંઘ આવી ગઈ.

સાડા આઠ વાગ્યા અને એલાર્મ વાગ્યું. મેધા ઊઠી અને ફ્રેશ થઇને વિશાલ માટે જમવાનું બનવવવામાં લાગી ગઈ . નવ વાગ્યા સુધીમાં જમવાનું બની ગયું. તે હવે પોતે તૈયાર થવામાં લાગી ગઈ. કારણકે દરરોજ વિશાલ આવે ત્યારે એ તૈયાર થઈને રહેતી હતી. દરોરોજ એ આ મનથી કરતી હતી પરંતુ આજે એ ફકત યંત્રવત્ કરતી હતી.

જેમ - જેમ ઘડિયાળનો કાંટો સાડા નવ તરફ ખસી રહ્યો હતો તેમ - તેમ તેના દિલની ધડકન તેજ થઈ રહી હતી. સાડા નવની ઉપર પાંચ મિનિટ જેવું થયું હશે ત્યાં જ ડોરબેલ વાગી. મેધા સોફા પરથી ઊભી થઈને સ્વસ્થ થઈ અને ચેહરા પર કૃત્રિમ હાસ્ય લાવી દીધું. તેને દરવાજો ખોલ્યો સામે વિશાલ વિશાળ હાસ્ય સાથે ઊભો હતો. મેઘાએ તેના હાથમાંથી બૅગ લઈ. લીધી અને બંને અંદર આવ્યા.

વિશાલ સોફા પર બેઠો અને મેધા તેની માટે પાણી લઈને આવી. ત્યારબાદ વિશાલ ફ્રેશ થવા માટે જતો રહ્યો અને મેધા ડાઇનિંગ ટેબલ પર જમવાનું મૂકવામાં લાગી ગઇ. વિશાલ આવ્યો અને જમવા બેસી ગયો. તેની બાજુમાં જ મેધા બેઠી. કારણકે, લગ્ન થયાં ત્યારથી બંને એક જ થાળીમાં જમતાં હતાં.

જમતી વખતે મૌન તોડતા મેઘાએ પૂછ્યું, " કેવો રહ્યો આજનો દિવસ?" એટલે વિશાલે જવાબ આપતાં પોતાની આખી દિનચર્યા જણાવી દિધી. ત્યારબાદ વિશાલે પણ મેઘાને પૂછ્યું કે, "તે શું કર્યું આખો દિવસ?", જવાબમાં મેઘાએ કહ્યું ,'કંઈ ખાસ નહિ'. આવો નીરસ જવાબ આપ્યા બાદ એને તરત જ થયું કે વિશાલ કંઈ પૂછે અને સાચું બોલાઇ જાય તેના પહેલા તેને સામેથી જ કહી દીધું કે,"મારા માથામાં દુખાવો થાય છે."

આ સંભાળીને વિશાલના ચેહરા પર તંગ રેખાઓ આવી ગઈ. વિશાલે મેઘાને કહ્યું કે," તું બધું જ કામ મૂકીને પેનકીલર લઈને સૂઈ જા." મેઘાએ કહ્યું , "પણ બધું કામ કોણ કરશે?" તો વિશાલે મજાકનાં અંદાજમાં કહ્યું," "આપનો સેવક". મેધા સમજી ગઈ અને તેના ચેહરા પર હાસ્ય પણ આવી ગયું.

તેને ઉપરનાં બેડરૂમમાં જઈને સૂવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ આવી જ નહિ. એકાદ કલાકમાં બધું જ કામ પતાવીને વિશાલ ઉપર બેડરૂમમાં આવ્યો. તેને ધીમેથી દરવાજો ખોલ્યો અને જોયું તો મેધા હજી જાગતી જ હતી. તે આવીને બેડ પર બેસી ગયો અને હળવે હાથે મેઘાનું માથું દબાવવા લાગી ગયો.

મેઘાને વિશાલનાં હાથના સ્પર્શથી તરત જ ઊંઘ પણ આવી ગઈ. સવારે મેધા થોડી મોડી ઊઠી તેને જોયું તો વિશાલ ઑફીસે જવા માટે નીકળી ગયો હતો. મેઘાએ ઊઠીને બધું જ કામ પતાવી દીધું અને ફ્રેશ થઈને સોફા પર બેઠી. ત્યાં જ વિશાલનો મેસેજ આવી ગયો કે,"નાસ્તો કરી લે જે અને આજે પણ જો વધારે માથું દુખે કે તબિયત સારી ના લાગે તો ડોક્ટર પાસે જઈને આવજે." મેઘાએ આનો જવાબ ફકત એક "ok" મા આપી દીધો. ફોન મૂકીને એ પાછી પરમદિવસનાં વિચારોમાં ખોવાઈ ગઈ.

ત્યાં ફોનની રીંગ વાગી. જોયું તો અંકિતાનો કૉલ હતો. તેને થયું કે કૉલ રિસિવ જ નથી કરવો પરંતુ છેલ્લી રિંગમાં તેને કૉલ રિસિવ કર્યો. સામેથી અંકિતા બોલી, ' કેમ છે?,મજામાં?'. આના જવાબમાં મેધા બોલી,તને તો ખબર જ છે કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે..! તો કેવી રીતે મજામાં હોવાની!' ત્યારબાદ અંકિતા બોલી તારી સમસ્યાનો ઈલાજ મારી પાસે છે.' આ વાક્ય સાંભળતા જ મેઘાની આંખોમાં ચમક આવી ગઈ.

અંકિતાએ મજાકના અંદાજમાં કહ્યું કે, "તું જાતે જ પૂછી લે ને વિશાલને, કે હજી પણ તેને સૌમ્યા માટે લાગણી છે કે નથી?" અંકિતાનાં આવા મજાકથી મેધા થોડી ગુસ્સે થઈને બોલી, " જો અંકિતા! તને જણાવું કે વિશાલે જ્યારે મને એ કહ્યું કે , ' જ્યારે તું જીવનમાં આવી ન હતી, તેના પહેલા સૌમ્યા મારા માટે સર્વસ્વ હતી, વિશાલના આટલું કહ્યાં પાછી મારા મનમાં ઘણાં પ્રશ્નો ઉભા થયાં હતા પરંતુ વિશાલે મને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે હવે આના વિશે મને કોઈ જ ચર્ચા કરવી નથી,' અને મે પહેલી વાર વિશાલને આટલો લાગણીશીલ જોયો હતો. તેથી હું વિશાલને આ પૂછું એ તો વાત જ જવા દે , અને હા હું તારી સાથે પછી વાત કરીશ માટે થોડું કામ છે." આટલું કહીને મેઘાએ ફોન મૂકી દીધો.
મેધા જમવાનું બનાવવામાં લાગી ગઈ. એક વાગ્યે ટિફિન તૈયાર કરીને રાખવાનુ હતું. તેને ફટાફટ ટિફિન તૈયાર કરી દીધું. એક વાગ્યે ઑફિસનો માણસ આવીને ટિફિન લઈને ગયો. એના ગયા પછી મેધા જમવા બેઠી પણ જમવામાં મન લાગતું ન હતું. તેને જમવાનું અધુરું મૂકી દીધું. તે બધું કામ પતાવીને ઉપર બેડરૂમમાં આવી અને બેસીને પાછી વિચારવા લાગી ગઈ.

તેને વિચાર્યું કે, "જો મારે એ જાણવું હોય કે વિશાલ હજી પણ સૌમ્યા માટે લાગણી ધરાવે છે કે નહિ તો મારે આ સૌમ્યા કોણ છે એની માહિતી શોધવી પડશે,પરંતુ મને આ કાર્યમાં કોઈકની મદદની જરૂર પડે એમ છે,પણ મને મદદ કરશે કોણ?" આ પ્રશ્ર્ન એને આખો દિવસ તેના મનમાં ચાલ્યા કર્યો. રાત્રે વિશાલ આવ્યો. બંને એ જમી લીધું. ત્યારબાદ વિશાલ ટી.વી જોવામાં લાગી ગયો અને મેધા કામમાં વ્યસ્ત થઈ ગઈ.

એકાદ કલાક પછી બંને ઉપર બેડરૂમમાં આવ્યાં. વિશાલ આજે સારા મૂડમાં હતો. મેધા આવીને બેડ પર ફૉન લઈને બેસી ગઈ. વિશાલ મેઘાની નજીક આવીને તેના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. મેધા તેના વાળમાં ધીમે - ધીમે હાથ ફેરવવા લાગી. અચાનક વિશાલનાં ચેહરા પર પાણી જેવું કંઇક પડ્યું. તેણે જોયું તો મેઘાનાં આંખમાં આંસુ હતા.

વિશાલ ઊભો થઈ ગયો અને મેઘાના બંને હાથ પોતાના હાથમાં લીધા અને પૂછ્યું , "શું થયું? કેમ અચાનક આંસુ?, મારી પરમદિવસની વાતનું કંઈ....?!" તેને વચ્ચેથી જ અટકાવીને મેઘાએ કીધું , "અરે! ના...! એ વાત તો હું ત્યારે જ ભૂલી ગઈ હતી, આ તો મમ્મી - પપ્પાને ઘણાં સમયથી મળી નથી એટલે યાદ આવી ગઈ." વિશાલે કહ્યું , "અરે..! તો તું રહીને આવ થોડા દિવસ તેમની પાસે".
મેઘાએ કહ્યું, "સારું તો હું સવારે નીકળી જઈશ,પણ તારું જમવાનું ને એ બધું?" વિશાલે મેઘાને સમજાવતા કહ્યું કે, " એ તો બપોરે હું ઑફિસની કેન્ટીનમાં જમી લઈશ અને સાંજે હું બહાર જમી લઈશ,તું શાંતિથી રહીને આવ મમ્મી - પપ્પા પાસે". મેઘાએ કહયું, " સારું તો હું કાલે સવારે નીકળી જઈશ,તું મારી ટ્રેનની ટિકિટનું રજિસ્ટ્રેશન કરી દે" આટલું કહીને મેધા સૂઈ ગઈ અને વિશાલ પણ ટિકિટનું રજિસ્ટ્રેશન કરીને સૂઈ ગયો.

બીજા દિવસે સવારે મેઘાએ વહેલાં ઊઠીને બધું કામ પતાવીને નાસ્તો બનાવી દીધો અને પોતે પણ તૈયાર થઈને ઉપર બેડરૂમમાં વિશાલને કહેવા માટે ગઈ કે હું નીકળું છું. પણ વિશાલની ઊંઘ એટલે જ્યાં સુધી એનું મન ન હોય ત્યાં સુધી ન ઊઠે,એટલે મેધા ખાલી એને દૂરથી જોઈને બૅગ લઈને બહાર નીકળી ગઈ. તે બાંદ્રા ટર્મિનસ પહોંચી ગઈ. મેધા પ્લેટફોર્મ પર બેસીને ટ્રેનની રાહ જોવા લાગી. તેની ટિકિટનું રજિસ્ટ્રેશન તો કાલે જ વિશાલે કરાવી દીધું હતું એટલે વાંધો ન હતો.

દસ વાગ્યે ટ્રેન આવીને ઊભી રહી.થોડી ભીડ હતી પણ મેઘાને આનો અનુભવ હતો એટલે તેને તેનો સીટ નંબર મળી ગયો.તે બૅગ રાખીને બેસી ગઈ. ટ્રેન ચાલુ થતાંની સાથે જ જે વિચારોને મેધા નજરઅંદાજ કરતી હતી તેવા વિશાલ અને સૌમ્યાનાં વિચારો પાછાં ચાલુ થઈ ગયાં.

ત્યાં જ તેને યાદ આવ્યું કે વિશાલને મેસેજ કરવાનો છે કે ટ્રેનમાં બેસી ગઈ છું. તેણે વિશાલને મેસેજ કરીને એના મનને બીજી તરફ વાળવા માટે પોતાનાં કૉલેજ કાળનાં મિત્રોનાં ગ્રુપમાં ચેટિંગ કરવાનું ચાલું કર્યું.ઘણાં દિવસ બાદ આજે મેઘાએ ગ્રુપમાં મેસેજ કર્યો. ત્યાં જ તેને જોયું તો એક અજાણ્યો નંબર ગ્રુપમાં થોડા દિવસ પેહલા એડ થયેલો હતો.

મેઘાએ તેના પર ખાસ કંઇ ધ્યાન ન આપ્યું.તેને એમ કે હશે કોઈ કૉલેજ ગ્રુપનું જ. મેઘાએ ત્યારબાદ ગ્રુપમાં મેસેજ કર્યો,"Hii". ત્યારે પેલા અજાણ્યાં નંબર પરથી સૌથી પહેલાં રીપ્લાય આવ્યો.તેને ખાસ ધ્યાન ના આપ્યું. તેના બીજા ફ્રેન્ડ્સનાં મેસેજ આવી ગયાં.એટલે મેધા તેમની સાથે વાત કરવા લાગી ગઈ. થોડી વાર થઈ તો પેલા અજાણ્યાં નંબર પરથી મેસેજ આવ્યો, " Hiiii! I Am Rohan........!" આ મેસેજ જોતા જ મેઘાનાં ચેહરાની રેખાઓ તંગ થઇ ગઈ. *______________________________*
કોણ છે આ રોહન?!!!.....*_______* મેઘાનાં ચહેરાની રેખાઓ કેમ તંગ થઇ ગઈ____??? જાણો આગળનાં ભાગમાં......*________**___Next part coming soon___*


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED