મન : સંબંધ મિત્રતા નો - 61 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 61




નિયા હજી નીંદ માં જ હતી.

" હેલ્લો " નિયા આટલું પન પરાણે બોલી એટલે નીંદ આવતી હતી એને.

" ઊઠ ને ઊઠ "

" અરે યાર સુવા દે ને થોડી વાર "

" અગિયાર વાગ્યા નિયા "

" હા તો ?"

" હા તો વાળી ઊઠ ને હવે કેટલુ સૂઇ જસે"

" યાર તું છે ને ફોન મુક. મને સુવા દે બાય " નિયા બોલી.

" ઓ... મેડમ... મૂકું વાળી વાત સાંભળ ને "

" શું ?"

" રેડી થઈ જા હું આવું છું અડધો કલાક મા "

" ઓ જનાબ... શાંતિ હજી એક કલાક મને સુવા દે ને "

" ના કહ્યું ને "

" તું જા યાર. સુવા દે ને "

" ના. પછી અમદાવાદ જઈ ને સુઈ રેજે "

" ના. "

" શું ના ?"

" કઈ નઈ " નિયા એ કહ્યું.

" સારું હું આવીશ થોડી વારમાં લેવા "

" બે કલાક વગર આવતો નહિ " નિયા ગુસ્સા માં બોલી થોડું.

" પેલા ગુસ્સો કરતાં શીખ થોડું "

" હા અત્યારે મને સુવા દે " નિયા બોલી.

" ઓકે "

પાંચ મિનિટ પછી પાછો એનો ફોન આવ્યો.

" હવે શું છે ?" નિયા ગુસ્સા માં બોલી.

" અત્યારે બપોર થઈ છે. ઊઠ ને તું "

" તને પ્રોબ્લેમ શું છે મારા સુવા થી ?" નિયા બોલી એ પરથી એનો ગુસ્સો સાફ દેખાતો હતો.

એ હસતો હતો આ સાંભળી ને પછી બોલ્યો, " મિયાન આટલું તો હેરાન કરી જ શકે ને નિયા ને ?"

" યાર પ્લીઝ સૂવા દે ને " નિયા બોલી.

" સારું સારું. એક કલાક પછી આવું છું હું પીજી પર"

" કેમ ? "

" કામ છે મારે " આદિ બોલ્યો.

" કોને કામ છે? આદિત્ય ને કે પછી મિયાન ને ?"

" તને નીંદ આવતી હતી ને સુઈ જા ગુડ નાઈટ" કહી ને આદિ એ ફોન મૂકી દીધો.

" લોકો સુવા પણ નઈ દેતા શાંતિ થી. હુહ... " નિયા એકલી એકલી બોલી.

એક કલાક પછી,

નિયા નાહી ને હજી આવી હતી. ત્યાં બેલ વાગ્યો.

" ઓહો તમે આવ્યા " આદિ ને જોઈ ને નિયા બોલી.

" હા પણ લોકો ને ફોન કરીએ તો પણ કઈ કદર નઈ "

" શું બોલે છે તું ?"

" સાડા અગિયાર વાગ્યા સુધી કોણ સૂવે નિયા ?" આદિ એ પૂછ્યું.

" નિયા સુરતી "

" શું થશે તારું ? સાસરે જઈશ ત્યારે ?"

" જ્યારે જઈશ ત્યારે કહીશ તને શું થયું એમ " નિયા બોલી.

" ચાલો જઈએ. "

" ક્યાં ?" નિયા ને તો જાણે કઈ ખબર જ ના હોય એમ બોલી.

" તેજસ ના ઘરે "

" તું જા. હું આવીશ અડધી કલાક પછી "

" કેમ ?"

" હજી હમણા જ નાહી ને આવી છું. મારા વાળ પણ હજી સુકાયા નથી. અને જમવાનું પણ બાકી છે "

" અરે રે... બોવ મોટો પ્રોબ્લેમ થઈ ગયો આ તો "

" હમ. તું મેગી ખાઈશ ?"

" કેમ ?"

" હા કે ના બોલ "

" હમ "

" સારું ના ખાઈશ તો. મને તો ખાવા દે" નિયા બોલી.


" તું મેગી બનાવતી હોવ તો હું ના નઈ પાડી શકું " આદિ એ કહ્યું.

" ઓકે "


પાંચ મિનિટ પછી,

નિયા કિચન માં મેગી બનાવતી હતી ત્યાં આદિ એ પૂછ્યું,

" નિયા તે દિવસે શું લખતી હતી તે કીધું નઈ મને ?"

" ક્યારે ?"

" તું બોવ ખુશ હતી ત્યારે "

" ઓહ્ એક મિનીટ "

પછી નિયા એ નવી ડાયરી આદિ ને આપી.

નિયા મેગી બનાવી રહી ત્યાં સુધી તો માં તો આદિત્ય એ વાંચી લીધું કેમકે નિયા એ એમાં બોવ નઈ પન થોડુક જ લખ્યું હતું.

અચાનક નિયા ને કઈ યાદ આવતા ડાયરી આદિ પાસે થી લઇ લીધી.

" નિયા લાસ્ટ બાકી હતું આપ ને "

" ના. "

" એક મિનિટ "

" ઓકે "


પાંચ મિનિટ પછી,

નિયા મેગી ખાતી હતી. આદિ ને લાસ્ટ પેજ બાકી હતું એ વંચાઈ ગયા પછી આદિ એ પૂછ્યું,

" કેમ તે ડાયરી લઈ લીધી હતી ?"

" મારી મરજી "ખાતાં ખાતાં નિયા બોલી.

" ના. કઈક તો હતું એવું "

" હમ. વિશ લીસ્ટ લખી છે લાસ્ટ પેજ માં. એટલે પન તે જોઈ નઈ હોય એટલે સારું. પણ તારું નક્કી નઈ જોઈ લે એટલે ડાયરી લઈ લીધી હતી " નિયા આદિ થી કઈ છૂપાવી પણ લે પણ મિયાન સામે તો એ સાચું જ બોલી.


" તો મને વિશ લીસ્ટ કહેવામાં શું પ્રોબ્લેમ છે ?" આદિ એ કહ્યું.

આમ તો આદિ ને બધી જ વાત ખબર હતી નિયા ની પણ હજી અમુક એવી વાત હતી જે નિયા એ કિધી નઈ હતી. કદાચ કોઈ દિવસ એવો ટાઈમ જ નઈ મળ્યો હસે કે શાંતિ થી એ વાત એ કહી શકે.


" કહેવામાં તો કઈ પ્રોબ્લેમ નથી. પણ અમુક વસ્તુ હું શેર નઈ કરતી "

" ઓકે. પણ મિયાન ને તો કહી શકે છે ને ?"

નિયા ચુપ રહી કેમકે એની પાસે જવાબ નઈ હતો.

" ઓય... શું વિચારે છે ?" નિયા કઈ બોલી નહિ એટલે આદિ એ પૂછ્યું.

" ફરી કોઈ વાર કહીશ. પણ અત્યારે નહિ "

" સારું"

બંને એ મેગી ખાતા ખાતા થોડી વાર વાતો કરી.


આજે પહેલી વખત એવું બન્યું હસે કે આદિ એક કલાક નિયા માં પીજી પર ગયો હસે. બાકી તો બધા ગ્રુપ મા જોડે જ જતાં હોય.


નિયા કઈક શોધતી હતી ત્યાં રિયા નો ફોન આવ્યો.

" નિયા આપડે પેલી ટી શર્ટ લાવ્યા હતા ને એનો ફોટો મોકલ ને ?"

" કઈ ?"

" તું આવી ત્યારે આપડે નઈ લીધી હતી. બ્લેક કલર ની એ "

"બ્લેક તો બોવ છે મારી પાસે" નિયા એ કહ્યું.

" ઓહ્... "

" એક મિનિટ. હું વિડિયો કોલ કરું"

" ઓકે "


નિયા એની પાસે જેટલી બ્લેક ટી શર્ટ હતી એ કાઢી ને એના બેડ પર મૂકી ને વિડિયો કોલ કરે છે.

" હા જો આ " રિયા એ કહ્યું.

ત્યાં આદિ બહાર માં રૂમ માંથી બોલ્યો, " નિયા કેટલી વાર" આદિ ને ખબર નઈ હતી કે નિયા કોઈ સાથે ફોન પર વાત કરે છે.

" નિયા કોણ આવ્યું છે?" રિયા એ પૂછ્યું.

" આદિ "

" ઓહ્ હાઈ આદિ " રિયા બોલી.

" એ હાઈ વાળી એ આગળ બેઠો છે " નિયા બોલી.

" જૂથ ના બોલ. કોણ છે કહે તો " રિયા એ કહ્યું.

" આદિ હાઈ કર. ભાભી ને " નિયા આગળ ની રૂમ માં આવતા બોલી.

" કોણ છે ?" આદિ એ પૂછ્યું.

" નિયા શું ભાભી "

" રિયા " નિયા આદિ ને ફોન આપતા બોલી.

" હાઈ આદિત્ય. ક્યારે આવે છે સુરત?" રિયા આદિ ને ઓળખતી હતી એટલે પૂછ્યું.

" હાઈ કેમ છે ?"

" મસ્ત. આ નિયા માટે છોકરો શોધ્યો કે નઈ " રિયા બોલી.

આદિ નિયા ની સામે જોઈ ને હસવા લાગ્યો.

નિયા આદિ ના હાથ માથી ફોન લેતા બોલી " રિયા તું બેસી રે ને શાંતિ થી. ખબર છે મળી ગયો છે "

" કોણ મળી ગયું ?" આદિ ને કઈ ખબર નઈ હતી એટલે પૂછ્યું.

" ભૌમિક " નિયા એ કહ્યું.

" આપડા વાલો ?" આદિ એ પૂછ્યું.

" હા એજ "

" પાર્ટી પાર્ટી " રિયા ને આદિ ઓળખતો હતો એટલે એને કહ્યું.

" આવ સુરત "

" ના. આવીને પણ શું હવે તો નિયા સુરત નથી ?" આદિ એ કહ્યું.

" કેમ અમે નથી ?" રિયા એ પૂછ્યું.

" હા છો તમે લોકો પણ. નિયા હસે ત્યારે આવીશું. પાક્કું " આદિ બોલ્યો.

"સારું ચાલો બાય. બાય નિયા " રિયા એ કહ્યું.

" બાય "

ફોન મુક્યા પછી આદિ એ પુછ્યુ,

" આ બંને નું ક્યારે થયું ?"

નિયા એ ભૌમિક અને રિયા ની લવ સ્ટોરી કીધું.

" ગજબ છે. બોવ ઓછા કેસ મા આવો લવ મળે " આદિ એ કહ્યું.

" હમ. તને મળશે આવો જ રાહ જો "

" એજ કરું છું "


નિયા અને આદિ થોડી વાત કરતા હતા. ત્યાં આદિ કઈક વિચારો મા ખોવાઈ ગયો. અને પછી,

" સાચે બે દિવસ પછી જવાની છે તું ?" આદિ બોલ્યો.

" હા પણ આમ કેમ પૂછે છે ?"

" કેમ એમજ ના પુછાય ?"

" મે એવું નઈ કીધું "

" ઓકે રડતો નહિ તું " નિયા બોલી.

" હું કેમ રડું ?"

" એ તને ખબર " નિયા બોલતા બોલતા અટકી ગઈ.

" બોવ સારું. પણ સાચે પેલું કાર્ડ જોવ ને ત્યારે તો આંખ માં પાણી આવી જ જાય છે " આદિ બોલ્યો.

" બસ બસ. મુક એ વાત. નઈ તો તું અત્યારે રડવા લાગીશ " નિયા એ કહ્યું.

" અને તું રડીશ તો ?"

" હું કેમ રડું ?" નિયા એ પૂછ્યું.

" કેમ અહીંયા ની યાદ નઈ આવે ?"

" યાદ તો આવસે પન લાઇફ ટાઈમ તો અહીંયા ના રેહવાય ને ?"

" હા. તારે તો તારા ડ્રીમ બોય પાસે જવાનું છે નઈ ?" આદિ એ મસ્તી માં પૂછ્યું.

નિયા કઈ જ બોલી નઈ.

પાંચ મિનિટ પછી,

" જઈએ હવે ?" આદિ એ પૂછ્યું.

" હા "

તેજસ ના ઘરે,

" આવો. બોવ સૂવે નિયા તું તો ?" તેજસ બોલ્યો.

" રજા એટલે તો આપે છે સુવા માટે "

એ લોકો વાત કરતા હતા ત્યાં નિશાંત બોલ્યો,

" ચાલો બોટલ ફેરવીએ "

" હે ?"

" ટ્રુથ એન્ડ ડેર " મનન એ કહ્યું.

બધા એ હા પાડી. એ પણ આજે એ લોકો પાસે કઈ કામ નઈ હતું.

પહેલી વાર જ બોટલ નિયા પાસે આવી ને ઊભી રહી.

" નિયા તને અમે ડેર આપીશું " તેજસ અને મનન એ કહ્યું.

" કેમ ? ટ્રુથ અને ડેર હોય તો ?" નિયા એ પૂછ્યું.

" પણ અમારે તો ડેર આપવી છે " નિશાંત એ કહ્યું.

" આમ થોડી ચાલે "

" અમારી મરજી "

" સારું. તમારી જોડે કોણ મગજ મારી કરી " નિયા બોલી.

મનન, આદિ, તેજસ અને નિશાંત એ કઈક અંદર અંદર નિયા ને સંભળાય નઈ એમ વાત કરી અને પછી હસવા લાગ્યા.

" નિયા ડેર એ છે કે તારે નક્ષ ને ફોન કરી ને આઇ લવ યુ કહેવાનું છે " આદિ બોલ્યો.

" પાગલ થઇ ગયા છો તમે લોકો ?" નિયા બોલી.

" ડેર છે હવે પૂરી તો કરવી પડશે " આદિ હસતાં હસતાં બોલ્યો.

નિયા એ કઈ વિચાર્યા વગર નક્ષ ને ફોન કર્યો.

" સ્પીકર પર ફોન કર " નિશાંત બોલ્યો.

" હેલ્લો " નક્ષ બોલ્યો.

" હાઈ " નિયા બોલી.

નિયા આગળ બોલવું કે નઈ વિચારતી હતી ત્યાં નક્ષ બોલ્યો,

" કેમ છે ?"

" મસ્ત. નક્ષ એક વાત કહેવી હતી " નિયા બોલી.

" હા બોલ ને તો "

" આઈ લવ યુ "

" ટ્રુથ એન્ડ ડેર રમે છે તું ?" નક્ષ એ પૂછ્યું.

નિયા એ આગળ શું બોલવું એ સમજ મા ના આવ્યું. પણ ફોન સ્પીકર પર હતો એટલે તેજસ બોલ્યો,

" હા ડેર હતી નિયા ની "

" ઓકે ઓકે રાતે ફોન કરું કામ માં છું " નક્ષ બોલ્યો.

ફોન મુક્યા પછી નિયા બોલી,

" હવે આ ડેર નો બદલો લેવામાં આવશે "

" જોઈએ "

આ ટોપિક પર થોડી મસ્તી કરી પછી પાછી બોટલ ફેરવી.

તેજસ પાસે બોટલ ઊભી રહી.

" ટ્રુથ કે ડેર ?" નિયા બોલી.

" તમે જે આપો એ મંજૂર છે " તેજસ એ કહ્યું.

નિશાંત, આદિ અને મનન ના માઈન્ડ માં કઈક બીજું ચાલતું હતું. એ તેજસ ને કઈક હાર્ડ ડેર આપવાનું વિચારતા હતા ત્યાં નિયા બોલી,

" કઈ મસ્ત વસ્તુ બોલી દે "

" નિયા સાવ આમ ? આટલુ ઇઝી કેમ આપ્યું ?" નિશાંત એ પૂછ્યું.

" બોવ ઈઝી છે ને તો તું બોલ ચલ. " નિયા એ કહ્યું.

" આજે તો અમને ખબર પડી જસે નિશાંત ના ઉચ્ચ વિચાર " મનન બોલ્યો.

"ના તેજસ તું બોવ હાર્ડ છે આ મારા માટે " નિશાંત એ કહ્યું.

" આવી ગયો ને લાઈન પર " મનન અને આદિ સાથે બોલ્યા.

" ઇંતજાર આજ તેરી આહત કા રહા
સુબહ આને વાલી તેરી મુસ્કુરાહત કા રહા
દિન ભી ધલને કો આયા હે બેખબર
આજ તું નઈ સાથ મેરે તો ક્યાં હુઆ ?
તેરા ઈંતજાર મેરે સાથ રહા... " તેજસ બોલ્યો.


" વાહ ભાઈ વાહ... " આદિ બોલ્યો.

" ટેલેન્ટ તો અહીંયા જ ભરેલું છે " મનન કહ્યું.

" હવે નિયા આ ત્રણ સાથે બદલો લેવાનો છે " તેજસ એ કહ્યું.

" હા બદલો તો લેવાશે " આદિ સામે જોઈ ને નિયા બોલી.

બોટલ ફેરવી પણ અફસોસ પાછી નિયા ની સામે આવી ને ઊભી રહી.

" હવે તો ટ્રુથ પૂછવું પડશે " આદિ બોલ્યો.

" નિયા સાચું બોલજે કોઈ તો એવું હસે જેના માટે કઈક સ્પેશિયલ લાગતું હસે. લવ વાળી ફીલ " આદિ બોલ્યો.

" નો લવ "

" કોઈ તો હસે યાર " તેજસ બોલ્યો.

" ના કોઈ જ નઈ " નિયા બોલી.

" સાચે. કોઈ જોઈ ને લાગ્યું જ નથી કે આ મારો હોવો જોઈએ ?" નિશાંત એ પૂછ્યું.

" ના. "

" ગ્રેટ " મનન બોલ્યો.

પાછી બોટલ ફેરવી. નિયા અને તેજસ બંને આદિ , નિશાંત અને મનન પાસે બોટલ ઊભી રહે. ત્યાં નિશાંત પાસે બોટલ ઊભી રહી.

" હવે ગયો તું નીશું " તેજસ બોલ્યો.

" આજે તો તુ રડશે હવે " નિયા બોલી.

" એટલે તું રાહ જોઈ ને બેઠી હતી. મને ડેર આપવની ?" નિશાંત એ પૂછ્યું.

" યેસ "


પાંચ મિનિટ પછી,


" ખાલી કેચ અપ ખાવાનો છે ?" નિશાંત બોલ્યો.

" હા બસ આટલું જ કરવાનું છે " નિયા બોલી.

પણ તેજસ , મનન અને આદિ હસતા હતા એટલે નિશાંત ને લાગ્યું કઈક તો કરેલું જ છે.

" ચલ નિશાંત હવે ડેર પૂરી કર જલ્દી જલ્દી " નિયા બોલી.


બે મિનીટ પછી,


" નિયા આમાં ચીલી સોસ નાખ્યો છે તે ?" નિશાંત એ પૂછ્યું.

" ના મે કઈ નઈ કર્યું "

" બસ. સમજી ગયો. આ લોકો હસતા હતા એટલે "

" ચલ ખાઈ લે. બોવ ઇજી છે તારા માટે " નિયા એ કહ્યું.


પાંચ મિનિટ પછી,


નિશાંત ગાલ એક દમ લાલ લાલ થઇ ગયા હતા અને આંખ પણ લાલ થઇ ગઇ હતી. અને હવે તો આંખ મા પન પાણી આવી ગયા હતા.

" બસ નિશાંત ના રડ બોવ " નિયા બોલી.

" હા જલ્દી મળી જસે અમારી ભાભી તું આમ ના રડ " તેજસ મસ્તી માં બોલ્યો.

" હા નિશું, મળી જશે છોકરી તું આમ ના રડ " આદિ મસ્તી મા બોલ્યો.

" તું અને મનન જ બાકી છો. હવે બદલો લેવામાં આવશે તમારી જૉડે " નિશાંત બોલ્યો.

" હા પણ પેલા તું મોઢું ધોઈ આવ " નિયા બોલી.


થોડી વાર પછી,


મનન ના ઘરે થી ફોન આવ્યો એને કઈ કામ હતું એ

ટલે એને ઘરે જવું પડ્યું. મનન તો બચી ગયો. પણ હવે આદિ બાકી હતો.

" હવે નઈ રમવી ટ્રુથ એન્ડ ડેર. મનન વગર મઝા નઈ આવે " આદિ બોલ્યો.

" ઓહ્... મઝા નઈ આવે " નિયા બોલી.

" હા. પોઈન્ટ નોટ કરો. મઝા નઈ આવતી " તેજસ બોલ્યો.

" હા મનન વગર " નિયા અને નિશાંત સાથે બોલ્યા.

" તમે બંને બસ કરો " આદિ થોડું ગુસ્સા માં બોલ્યો.

" મઝા નઈ આવે નઈ ? મનન વગર " નિયા બોલી.


કેમકે બોવ ઓછી વાત હસે કે આદિ ને હેરાન કરાય એવી. અને નિયા એવી વાત યાદ રાખતી. આદિ ને કોઈ વાત બ્લેક મેઈલ કરવામાં કામ લાગે એટલે.


" બસ નિયા "

" યાર આમ મનન ગયો એટલે તું રડીશ નહિ " નિયા મસ્તી માં બોલી.

ત્યાં તેજસ ના મમ્મી આવ્યા,

" કેમ આદિત્ય રડે છે ? શું થયું ? તેજસ ના મમ્મી એ પૂછ્યું.

" મનન જતો રહ્યો ને એટલે " નિશાંત હસતા હસતા બોલ્યો.

" આંટી આ લોકો ખોટે કામ નું હેરાન કરે છે " આદિ બોલ્યો.

" સારું. તમે લોકો જમવાના છો ને રાતે ?"

" ના આજે બહાર ?"

" કેમ ?"

" બસ. કોઈ બે દિવસ પછી અમને મૂકી ને જાય છે " નિશાંત નિયા ની સામે જોઈ ને બોલ્યો.

" બસ જવું જ છે નિયા ? " તેજસ ના મમ્મી એ પૂછ્યું.

" હા . બે દિવસ નઈ એક જ " નિયા બોલી.

" કેમ ? તું પરમ દિવસે જવાની હતી ને ?" આદિ બોલ્યો.

" હા પણ કાલે ફુઆ અને ખુશી સાંજે આવવાના છે લેવા હમણાં જ મેસેજ આવ્યો " નિયા એ કહ્યું.

" વાહ... "

થોડી વાર એ લોકો એ મસ્તી કરી. બોવ બધા ફોટો પાડ્યા. કઈક વાત ચાલતી હતી ત્યાં તેજસ બોલ્યો,

" નિયા માનિક હવે કઈ બોલે છે ?"

" ના. હું કોઈ સાથે બોલતી જ નથી "

" અમારી સાથે પણ નહિ ?" નિશાંત એક દમ માસુમ થઈ ને બોલ્યો.

" તમારા ચાર. રિયા રિયાન , નક્ષ અને ભૌમિક એના સિવાય કોઈ નઈ "

" સ્કૂલ ફ્રેન્ડ ?" તેજસ એ પૂછ્યું.

" ખાલી હાઈ હેલ્લો. મને ટાઈમ જ નઈ મળતો કોઈ ની સાથે વાત કરવાનો"

" એટલે તું થોડા દિવસ માં અમને પણ ભૂલી જસે ?" તેજસ એ પૂછ્યું.

" ના તમને થોડી ભુલાય "

" કેમ ?"


" મારી બુક ના ફેવરિટ કેરેક્ટર ને ના ભુલાય " નિયા બોલી.


" અરે અરે... રૂલાયેંગી ક્યાં " નિશાંત બોલ્યો.

" તે તો હમણાં રડી લીધું " હસતા હસતા નિયા બોલી.

" આદિ અને મનન તો બચી ગયા આજે. " નિશાંત એ કહ્યું.

" સ્વેગ જો તું આપડો " આદિ બોલ્યો.

" હા એટલે તો કોઈ છોકરી હા નઈ પાડતી " નિયા મસ્તી માં બોલી.

" છે શું આજે તારે ?" આદિ બોલ્યો.

" કેમ ?"

" ઝગડો કરવાનો મૂડ છે તો ઝગડો કરી લે. પણ આમ ના બોલ"

" કેમ ? કેમ ?" નિશાંત હસતા હસતા બોલ્યો.

" મનન વગર મઝા નઈ આવે. સમજ ને કઈક " નિયા બોલી.

" ઓહ્ હા... "

" નિયા બસ. મને ખબર છે તું બોવ ખુશ છે. પણ આ થોડુ વધારે બોલે છે તું "

" સમજી શકું છું. મનન ની યાદ આવે છે " નિયા બોલી.

નિયા ને એટલી હસી આવતી હતી કે એના થી હસવાનું રોકવું મુશ્કેલ હતું.

આદિ નિયા મોહ પર હાથ રાખતા બોલ્યો,

" બસ હવે નઈ "

નિયા હજી પણ હસી રહી હતી.

" ઓકે ઓકે. નઈ બોલું " નિયા આદિ નો હાથ હટાવતા બોલી.

" નિયા શું કીધું હતું કોઈ એ? મનન વગર મઝા નઈ આવે " નિશાંત બોલ્યો.

" બસ પણ. તમે લોકો એ તો બોવ કરી " આદિ બોલ્યો.

" અમે કઈક બોલ્યા જ નથી " તેજસ એ કહ્યું.

રાતે એ લોકો જમવા ગયા હતા ત્યારે તેજસ બોલ્યો,

" મનન તને ખબર છે કોઈ ને તારા વગર મઝા નઈ આવતી"

" હે... હે... શું બોલે છે તું ? " મનન ખાતા ખાતા બોલ્યો.

" આપ કિસી કી જાન ગયે હો " નિયા બોલી.

આદિ નિયા ની સામે ગુસ્સા મા જોતો હતો.

" નિયા શું બોલે છે તું ?" મનન ને તો કઈ સમજાતું નઈ હતું. આ શું બોલે છે એ. એટલે એને પૂછ્યું.

" કઈ નઈ મુક. પછી કોઈ ગુસ્સે થઈ જશે " તેજસ આદિ ની સામે જોઈ ને બોલ્યો.

થોડી વાર જમી ને એ લોકો ત્યાં બેઠા. અને પછી ઘરે ગયા.

નિયા સમાન પેક કરતી હતી ત્યાં એના મમ્મી નો ફોન આવ્યો.

" શું કરે છે બેટા ?"

" સામાન પેક કરું છું. "

" બધું યાદ કરી ને મૂકજે. "

" હા મમ્મી "

" બેટા તે અહીંયા જોબ શોધી હોત તો. મને નઈ ગમતું આખો દિવસ ઘરે "

" મમ્મી કેમ આમ બોલો છો આજે ?" નિયા એ પૂછ્યું.

" તું ચાર વર્ષ થી બહાર છે. અને હવે અમદાવાદ જીવ કરીશ. તો અમારી જોડે ક્યારે રહીશ ?"

" મમ્મી છ મહિના તો જોબ કરવી જ પડશે. પછી કઈક વિચારું"

" સારું. તું પેકિંગ કર શાંતિ થી "

" હા "

નિયા એનો સમાન કબાટ માંથી એના બેગ માં મુકતી હતી ત્યાં એને એક ડાયરી મળી.

ડાયરી નિયા ઓપન કરી. પણ આગળ કઈ વાંચવાં ને બદલે બંધ કરી ને મૂકી દીધી.


કેમકે એ ડાયરી માં નિયા એ એનું બાળપણ લખેલું હતું. અને એ કોઈ દિવસ યાદ કરવા નઈ માંગતી હતી એ દિવસ ને. કેમકે નિયા એ વાંચી ને હર્ટ થતી. એટલે એ ડાયરી બેગ માં એને એક દમ નીચે મુકી દીધી.


થોડી વાર પછી,

આદિત્ય નો ફોન આવ્યો.

" બોલો જનાબ " નિયા ફોન ઉંચકતા બોલી.

" નઈ બોલવું મારે કઈ "

" સારું બાય. "

" કાલે જાય છે અને કહેતી પન નથી તું "

" યાર તેજસ ના ઘરે તો કીધું હતું " નિયા બોલી.

" નઈ કીધું હતું "

" કેમ તું નઈ હતો ત્યાં ?" નિયા એ પૂછ્યું.

" હતો પણ મને એક કે તું પરમ દિવસે જવાની છે "

" હા તો "

" તો કઈ નઈ "

" આમ છે ને મુવી વાળા સીન જેવું ના કર. "

" મે શું કરું ?" આદિ બોલ્યો.

" તો શું કરે છે તું ?"

" હું જે કરતો હોવ એ. "

" ત્યાં સાંભળી ને સ્માઈલ કેમ ગાયબ થઈ ગયેલી ?" નિયા એ પૂછ્યું.

" કઈ નઈ થયેલી "

" જૂઠું બોલતા ના આવડતું હોય તો ના બોલ પ્લીઝ " નિયા બોલી.

" મે શું જૂથ બોલ્યો "

" કઈ નઈ. મુક એ વાત ને "

" ઓકે ઓકે .ફરી વાર ક્યારે આવસે ?"

" ક્યાં ?"

" આણંદ. અમને મળવા "

" તું અમદાવાદ આવી શકે છે. સુરત પણ "

" સુરત બોવ દૂર છે યાર "

" ઓહ રિયલી ?"

" ના હવે એમજ કહું છું. "

નિયા એ આદિ સાથે બે કલાક ફોન પર વાત કરી. બે કલાક ક્યારે થઈ ગયા એ બે માંથી એક પણ ને ખબર ના પડી.


એ બંને ની દરેક વાત માં કઈક અલગ મસ્તી છૂપાયેલી હોય છે. અમુક વાત એવી પન હતી કે એ બંને સિવાય કોઈ બીજા ને ખબર જ નઈ હતી.

કઈક અલગ હતું એમની દોસ્તી મા. જેના લીધે અમુક લોકો એમને સાથે જોઈ ને જલન અનુભવતા હતા.



બીજે દિવસે સવારે,
દસ વાગ્યે,

નિયા જે થોડું પેકિંગ બાકી હતું એ કરતી હતી. નાહી તો લીધુ હતું પણ લાગતું નઈ હતું.

બ્લૂ શોર્ટ્સ, યેલો ક્રોપ ટોપ , વાળ થોડા વિખરાયેલા હતા. કપડા તો પેક થઈ ગયેલા પન બધી બોક્સ આમ થી આમ કરતી હતી નિયા.

ઓપન માઈક માં જતી નિયા ત્યાં થી ગિફ્ટ માં મળેલી બોવ બધી બુક હતી. છેલ્લા બે વર્ષ થી તો એ રેગ્યુલર ઓપન માઇક માં જતી. અને ત્યાં થી ગિફ્ટ માં બુક આપતા.

ત્યાં એના ઘર ની ડોલ બેલ વાગી.

નિયા એ દરવાજો ખોલ્યો. સામે આદિ, નિશાંત , તેજસ અને મનન ઊભા હતા.

" તમે અહીંયા ?" નિયા બોલી.

" હા તું તો મળવા નઈ આવે એટલે અમે જ આવી ગયા. " મનન એ કહ્યું.

" ભૂલી ના જઈશ એ યાદ કરાવવા તો આવવું પડે ને" નિશાંત બોલ્યો.

" હા એવું જ કઈક " તેજસ બોલ્યો.

આદિત્ય હજી પણ કઈ બોલ્યો નઈ હતો.

" પેકિંગ થઈ ગયું ?" થોડી વાર પછી આદિ બોલ્યો.

" હા ના "

" આવું કેવું ?"

નિશાંત અંદર ની રૂમ માં જઈ ને આવ્યો પછી બોલ્યો,
" આટલી બધી બોક્સ ?"

" યેસ "

" કેમની લઈ જસે ?" મનન એ પૂછ્યું.

" દી અને ફુઆ આવવાના છે "

" અચ્છા ઓકે. પણ કાલે મને કોણ યાદ કરતું હતું. કઈ સમજાયું નઈ મને " મનન એ પૂછ્યું.

નિશાંત અને તેજસ નિયા ની સામે જોતા હતા.


એક મિનિટ માટે તો આદિ અને નિયા ની આંખ એક થઈ ગઈ.


મનન સિવાય ના બધાં એ જ વિચારતા હતા કે નિયા શું બોલશે.

" કઈ નઈ. હું તો એમજ મસ્તી માં બોલી હતી " નિયા બોલી.

" આમ કોણ કરે. હાર્ટ એટેક અપાવી દે તું તો "

" ના ના એવું નઈ કરું " નિયા એ કહ્યું.

" આપડે જે કામ માટે આવ્યા હતા એ તો બાકી રહી ગયું" મનન બોલ્યો.

" હા " કહી ને નિશાંત એ એક બોક્સ નિયા ની સામે રાખ્યું.

" આ શું છે ?" નિયા બોલી.

ત્યાં આદિ એ બોક્સ ઓપન કર્યું. એમાં ક્રેઝી એન્જિનિયર લખ્યુ હતું કેક પર.. જે એ લોકો ના ગ્રૂપ નું નામ હતું. અને કેક પર બે ચોકોલેટ હતી.

નિયા એ એક લઈ લીધી અને એક નિશાંત એ.

નિશાંત એ મનન અને તેજસ ને એમાં થી આપી.

" મને તો કોઈ આપો ?"

" આ લે " નિયા એ એના માથી હાલ્ફ ચોકોલેટ આદિ ને આપી.

થોડા ફોટા પાડ્યા. અને પછી એ લોકો એ કેક ખાધી.

એ લોકો મસ્તી કરતા હતા ત્યાં આદિ એ પૂછ્યું

" અમુક લોકો ને બોવ ગરમી લાગતી હોય એવું લાગે છે "

" કોને ?"

" નિયા ને " આદિ બોલ્યો.

" કેમ આમ બોલે છે ?" મનન એ પૂછ્યું.

" આજે શોર્ટ્સ માં છે એ ?"

" બધા કપડા બેગ માં મૂકી દીધા છે એટલે "

" અચ્છા અમને એવું લાગ્યું કે કોઈ મળવા આવવાનું હસે" નિશાંત એ કહ્યું.

" ના ના એવું કઈ નથી " નિયા બોલી.

બાર વાગ્યા સુધી એ લોકો બેઠા પછી ગયાં.

નિયા ને ભૂખ લાગી હતી એ આજે પણ મેગી બનાવતી હતી. મેગી પાછળ એ પાગલ હતી. આમ તો રિયાન વગર મેગી ના ખાતી પણ જ્યારે બોવ ખુશ હોય અને એની ખુશી કોઈ સાથે શેર ના કરવી હોય ત્યારે પણ મેગી, ચોકોલેટ , આઇસક્રીમ સાથે શેર કરી લેતી.


એક વાગ્યે,


નિયા સોંગ સાંભળતા સાંભળતા મેગી ખાતી હતી. ત્યાં કોઈ આવ્યું.

" કોણ હસે અત્યાર માં " નિયા એની જાત ને પૂછતી હતી.

ત્યાં પાછો ડોર બેલ વાગ્યો.

" ઓહ્ જનાબ તમે ?" આદિ ને જોતા નિયા બોલી.

" હા "

નિયા ની મેગી ની પ્લેટ જોતા આદિ બોલ્યો,

" નિયા કાલે તો ખાધી હતી આજે પાછી કેમ ?"

" મન થઇ ગયું મને. ચલ ખાવા "

" ના "

" કેમ ? એક પ્લેટ મા ખાવામાં કોઈ પ્રોબ્લેમ હોય તો બીજી પ્લેટ આપુ "

" ના એવુ કઈ નથી. પણ હું જમી ને આવ્યો છું. "

" મેગી થોડી તો ખવાય કઈ ના થાય "

" ઓકે "

" આમ આવા કપડા નઈ પહેરી ને સામે નઈ આવવાનું."

" કેમ ? દિલ આવી જસે " નિયા ખાતા ખાતા બોલી.

" મે એવું ક્યાં કીધું ?"

" તો "

" કઈ નઈ. પણ આવી શકે કોઈ નું "

" પણ શું ફાયદો ? મને કોઈ ના પર નઈ આવે "

" આવસે આવસે. શાંતિ રાખ " આદિ બોલ્યો.


થોડી વાર પછી,

" ચલ હું જાવ "

" જવું જ છે " નિયા એ કહ્યું.

" તારે રોકવો હોય તો રોકી લે "

" ના ના. જલ્દી મળીશું પાછા. "

" આઈ વિશ " નિયા ને એક ચોકોલેટ આપતા બોલ્યો આદિત્ય.

" હવે આને ખાઈ ને જવી પડશે "

" ના એ તારા માટે છે "

" પણ મારે શેર કરવી છે તો ?" નિયા બોલી.

" તો કઈ નઈ "

" ઓહ્ સાચે ?"

નિયા એ આદિ એ આપેલી ચોકોલેટ માંથી અડધી ચોકલેટ આપી.

" ભૂલી ના જતો " નિયા બોલી.

" હવે તો ભૂલી જ જાવ "

" બોવ જ શાંતિ "

" પછી મારે આઈસ ક્રીમ પાર્ટનર બીજો શોધવો પડશે. " નિયા બોલી.

" યે નઈ હો શકતા "

આદિ ને ખબર હતી નિયા આઈસ ક્રીમ અને ચોકોલેટ ખાલી અમુક લોકો સાથે જ શેર કરતી.

" પણ હવે શું ? દોસ્ત દોસ્ત ના રહા " નિયા બોલી.

" બસ. ચાલો બાય. જલ્દી મળીશું. "

" યેહ ..."

આદિ ના ગયા પછી નિયા એ બાકી નું બધું પેકિંગ પતાવી દીધું. અને પછી ફુઆ અને દી ની રાહ જોતી હતી.

ત્યાં એની ડાયરી માં આ બે દિવસ નું બાકી હતું એ લખ્યુ પન છેલ્લે આદિ મળવા આવ્યો એ લખતી હતી ત્યાં એની આંખ માં પાણી આવી ગયા.


નિયા ની લાઈફ મા આમ તો બોવ બધા દોસ્ત હતા પણ આદિત્ય સાથે ની દોસ્તી કઈક અલગ લેવલ ની હતી. હવે નિયા ને ડર હતો કે એ દોસ્ત પન દૂર થઈ જશે.


સાંજે નિયા ના ફુઆ અને ખુશી નિયા ને લેવા આવ્યા.

રાતે આઠ વાગ્યે,

નિયા અમદાવાદ પોહચી ગઈ હતી. બેગ ખુશી ના રૂમ માં મૂકી ને ફ્રેશ થઈ ને એ જમવા બેસી ગઈ.

જમતાં હતા ત્યારે એના ફોઈ એ કહ્યું,

" હવે સારું. ખુશી આવતા અઠવાડિયે જતી રેશે પન નિયા આવી ગઈ એટલે મને ટેન્શન નહિ "

" હા જાનવી ને પણ કંપની મળી રહેશે. એ પણ કાલે આવવાની છે "

" જાનું તો આવી ગયેલી ને ઘરે ?" નિયા એ પૂછ્યું.

" હા પણ ગયેલી કઈક પૂજા હતી એટલે કાલે આવસે પાછી "

થોડી વાર વાત કરી પછી ખુશી સાથે મસ્તી કરી.

નિયા રાતે બોવ જલ્દી સૂઈ ગઇ.


બીજે દિવસે,

સવારે દસ વાગ્યે,

જાનવી આવી ગયેલી એટલે નિયા એની સાથે વાત કરતી હતી. અને બપોરે જમી ને ખુશી સાથે શોપિંગ કરવા ગયેલી.


શું નિયા અને આદિત્ય ની દોસ્તી તૂટી જશે ?

એ લોકો પાછા મળશે ? હવે મળશે ત્યારે દોસ્તી મા કઈ ચેન્જ હસે ?