મન : સંબંધ મિત્રતા નો - 54 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 54




નિયા મેસેજ જોઈ ને વિચારવા લાગી. આદિત્ય એ કેમ આવો મેસેજ કર્યો છે.

નિયા પાછો મેસેજ વાંચ્યો,
" હેય બેબ
મને કામ છે તો પાર્કિંગ મા આવ
પણ પ્લીઝ કોઈ ને કહેતી નહિ
જલ્દી આવ
હું રાહ જોવ છું. "


નિયા એ આ છેલ્લી બે લાઈન બે કે ત્રણ વાર વાંચી અને આદિ ને મળવા પાર્કિંગ માં જવાં ને બદલે મનન લોકો કેન ટીન માં હતા ત્યાં એ ગઈ.

નિયા શોક હતી ત્યાં જઈને કેમકે આદિ પણ ત્યાં જ બેસેલો હતો.

નિયા એ આદિ સિવાય બધા ને હાઈ કહ્યું પણ આદિત્ય ને સ્માઈલ પણ ના આપી અને ફોન મા કઈક જોતી હતી.
નિયા સિવાય ના બધાં ને નવાઈ લાગી કે નિયા એ આદિત્ય ને હાઈ ના કહ્યું પણ એની સામે જોયું પણ નહિ. આવું કેમ ?

" નિયા નિશાંત એમ કહે છે ટ્રુથ એન્ડ ડે ર રમીએ " આદિત્ય બોલ્યો.

" તમે રમો મારે નઈ રમવી " નિયા બોલી.

" ચાલો તો અમારે પણ નઈ રમવી " તેજસ બોલ્યો.

ત્યાં માનિક આવ્યો.
બધા વાત કરતા પણ આજે નિયા ચુપ હતી એટ્લે માનિક મોકા નો ફાયદો ઉઠાવી ને બોલ્યો
" આજે કેટલી શાંતિ લાગે છે ને "

" અમને શાંતિ નઈ લાગતી " નિશાંત બોલ્યો.

" આજે તો ઝગડો થયો લાગે છે લવર સાથે નઈ " માનિક હસતાં હસતાં બોલ્યો.

નિયા નો મગજ પહેલે થી જ ગયેલો હતો અને ઉપર થી આ માનિક બોલ્યો એટલે વધારે ગુસ્સે થઈ.

" તું ચુપ બેસ નઈ તો જતો રહે " નિયા ગુસ્સા માં બોલી.

" તારો બોય ફ્રેન્ડ ઓહ સોરી બોય ફ્રેન્ડસ્ સાથે ઝઘડો થાય તો અમારા પર કેમ ગુસ્સો ઉતારે છે " માનિક બોલ્યો.

નિયા ઊભી થઈ ને જવા જ જતી હતી ત્યાં આદિત્ય બોલ્યો,
" નિયા કેમ આજે આમ ?"

" પછી વાત કરું " નિયા જતી જ હતી ત્યાં નિશાંત એ કહ્યું

" તુસી જા રહે હો "

નિશાંત અત્યાર સુધી મા કોઈ દિવસ ક્યુટ નઈ બોલ્યો જેટલું આ બોલ્યો હતો એ.

" નિશાંત લોકો દોસ્તી તોડવા જ બેસેલા જ છે. અને પછી આવી ને તમારી સામે તો એવી રીતે કહે છે જાણે કઈક મહાન કામ કરી ને આવ્યા હોય " નિયા માનિક સામે ગુસ્સા મા જોઈ ને બોલી.

" તમારો ઝઘડો થાય એમાં અમારી સામે ગુસ્સા મા જોઈ ને કેમ બોલે છે " માનિક હસતાં હસતાં બોલ્યો.

" એક મિનીટ " નિયા એ પાણી પીધું અને પછી બોલી

" આદિ તારો ફોન આપ ને એક મિનીટ "

" હું જાવ છું તમે તમારી વાતો કરો " માનિક ઊભો થતાં બોલ્યો.

બધા ને હાસ થઈ કે માનિક જશે પણ નિયા બોલી
" બસ જવું જ છે. મને દુઃખી થતી નઈ જોવી તને ?"

" શું બોલે છે તું " માનિક બોલ્યો.

" માનિક જરૂરી કામ હોય તો જા. પણ બેસસે તો સારું થશે. આદિ ને પ્રોપોસ કરવાની છું એટલે " નિયા એક સ્માઈલ સાથે બોલી.

આદિ ને તો શું બોલવું એ સમજ મા જ નઈ આવતું હતું. મનન, નિશાંત અને તેજસ પણ એ જ વિચારતા હતા આ નિયા શું બોલે છે.

" મેં કીધું હતું ને નિયા આદિ ને લવ કરે છે " માનિક હસતા હસતા બોલ્યો.

" આદિત્ય તે થોડી વાર પહેલા મેસેજ કર્યો હતો મને ?" નિયા એ પૂછ્યું. પણ એ દર વખતે પૂછે એના કરતાં થોડી અલગ રીતે બોલી હતી.

" ના. આજે તો મેસેજ જ નઈ કર્યો. " તો પણ આદિ એ એક વાર એનું વોટ્સ એપ ખોલી ને જોયું કે મેસેજ કર્યો નથી ને.

માનિક ના તો હોશ જ ઉડી ગયા આ સાંભળી ને.
" શું થયું માનિક ?" નિયા એ પૂછ્યું.

" મને શું થવાનું ?" માનિક બોલ્યો.

" તો સારું. " નિયા એ ફેક સ્માઈલ સાથે કહ્યું.

" માનિક તને શું લાગ્યુ આદિ ના ફોન માંથી મેસેજ કરીશ અને હું માની લઈશ કે આદિ એ કર્યો છે એવું તે વિચાર્યું હતું બરાબર ?" નિયા એ માનિક સામે જોતાં કહ્યું.

" આ નિયા પાગલ થઇ ગઇ છે. કઈ પણ બોલે છે. ના આવતાં એની વાત મા સાચે કહું છું. તમને ફસાવસે આ છોકરી" માનિક બોલ્યો.

" આદિ થોડી વાર પહેલાં તારો ફૉન કોઈ ને આપ્યો હતો ?" નિયા એ પૂછ્યું.

" હા માનિક એનાં મમ્મી ને ફોન કરવા લઈ ગયેલો "

" મારા ફોન મા બેલેન્સ નઈ હતું એટલે " માનિક બોલ્યો.

" વોટ્સ એપ માં પણ નઈ હતું બેલેન્સ નઈ " નિયા બોલી. પણ એના બોલવામાં એનો ગુસ્સો સાફ દેખાતો હતો.

" નિયા શું થયું ?" આદિત્ય એ શાંતિ થી પૂછ્યું.

" જો " નિયા એ ફોન આપતાં કહ્યું.

" નિયા આ મેસેજ મે નઈ કર્યો " આદિ બોલ્યો.

" હા મને ખબર છે માનિક એ કર્યો છે " નિયા એ કહ્યું.

" નિયા હું કેમ મેસેજ કરું એ પણ તને આદિ ના ફોન માથી " માનિક હસતા હસતા બોલ્યો.

" સફાઇ આપવાની જરૂર નથી હવે. ચોર એની કંઇક તો નિશાની છોડી ને જાય છે "

" નિયા શું મેસેજ કર્યો છે માનિક એ ?" મનન એ પૂછ્યું.

"હેય બેબ
મને કામ છે તો પાર્કિંગ મા આવ
પણ પ્લીઝ કોઈ ને કહેતી નહિ
જલ્દી આવ
હું રાહ જોવ છું. " આદિત્ય મેસેજ વાંચતા બોલ્યો.

" તો આદિ એ જ કર્યો હસે મને કેમ્ કહે છે " માનિક બોલ્યો.

" માનિક. તારી રાહ જોવ છું. આવા મેસેજ આદિ કરી જ ના શકે " નિયા બોલી.

" તો મને શું કહે છે આદિ ને કેહ તારા " માનિક ગુસ્સા 😡માં બોલ્યો.

" ઓહ્ નિયા નો આદિ. અમારો પણ ફ્રેન્ડ છે એ " તેજસ બોલ્યો.

" તે મારા ફોન માથી કેમ નિયા ને મેસેજ કર્યો ?" આદિ એ ગુસ્સા માં પૂછ્યું.

" એમજ. મસ્તી કરતો હતો હું તો " માનિક હસતા હસતા બોલ્યો.

" ચું** બધા માં મસ્તી ના હોય " મનન એ કહ્યું.

" નિયા ને મારા મેસેજ નો જવાબ નઈ આપવો એટલે ચેક કરતો હતો આદિ નો મેસેજ જોવે છે કે નઈ એ " માનિક બોલ્યો.

" એ અમારા ચાર સિવાય બોવ ખાસ કોઈ ને જવાબ નઈ આપતી " નિશાંત બોલ્યો.

" તું પણ નિયા ની જેમ બોલતો થઈ ગયો " માનિક બોલ્યો.

" માનિક પ્લીઝ હવે તારી હરકતો બંધ કર. બે મહિના પણ નથી. ખોટું તું બધા ને ગુસ્સો ના અપાવ " નિયા એ કહ્યું.

" તો તું એક વાર સરખી રીતે વાત કર. તો હું હેરાન નઈ કરું. "

" મારે કોઈ સાથે વાત નઈ કરવી " નિયા ગુસ્સા માં બોલી.

" એક મિનીટ નિયા " આદિ બોલ્યો.

" હવે આને શુ છે ?" માનિક મન માં બોલવા જતો હતો પણ થોડું મોટે થી બોલાઇ ગયું.

" હવે ફોન શું કઈ ના આપુ તને. બધી વસ્તુ નો મિસ યુઝ કરે છે. કોઈ હેલ્પ કરે તો પણ એનો ફાયદો ઉઠાવે છે તું " આદિ બોલ્યો.

" આદિ તું તો આવું ના બોલ. તમારા સિવાય કોઈ નથી મારા ફ્રેન્ડ. હું ખાલી મસ્તી કરતો હતો. "માનિક બોલ્યો.

" બધા માં મસ્તી ના હોય " મનન પણ થોડુ ગુસ્સા માં બોલ્યો.

" કેમ નિયા ને હેરાન કરે છે તું ?" આદિ ગુસ્સા મા બોલ્યો.

" હું કઈ તમારી નિયા ને હેરાન નથી કરતો " માનિક ગુસ્સા માં બોલ્યો.

" યાદ રાખજે માનિક. અમારી નિયા કહી છે તે તો હવે એના થી દુર રેહજે" નિશાંત ગુસ્સા મા બોલ્યો.

" કેમ તને નિયા નું આટલું બધું લાગી આવે છે ?" માનિક બોલ્યો ગુસ્સા મા.

" માનિક તને પ્રોબ્લેમ શું છે ?" તેજસ એ બોલવાનું સ્ટાર્ટ કર્યું.

" નિયા ને શું પ્રોબ્લેમ છે મારા થી ? માનિક ફરી થી 😡ગુસ્સા માં બોલ્યો.

" કઈ પ્રોબ્લેમ નથી. પ્લીઝ અત્યારે મગજ ની ... " નિયા આગળ કઈ બોલે એ પેલા મનન એ કહ્યું,

" માનિક તને લેટ થતું હસે જઈ શકે છે તું "

માનિક એક મિનિટ પણ ઉભો રહ્યા વગર જતો રહ્યો.

માનિક ના ગયા પછી પણ આદિત્ય કઈ વિચારતો હતો. ત્યાં તેજસ બોલ્યો

" આપડા મગજ માં તો એવું આવે પણ નહિ કે કોઈ બીજા નો ફોન લઈ ને મેસેજ કરીએ "

" એજ ને. એના મગજ મા તો બધું જ આવે. " નિશાંત એ કહ્યું.

આદિત્ય હજી ચુપ હતો.

" તમારે આજે અહીંયા જ રેહવાનો વિચાર છે " નિયા બોલી.

"ના ચાલો " મનન એ કહ્યું.

નિયા આવી ને સુઈ ગઈ હતી. ઊઠી ને લેપટોપ મા કઈક વાંચતી હતી ત્યાં ભૌમિક નો વિડિયો કૉલ આવ્યો .

" બોલો "

" તું બોલ કેમ છે ? મને યાદ પણ નઈ કરતી " ભૌમિક એ કહ્યું

થોડી આમ તેમ વાત કરી પણ પછી નિયા ને એવું લાગ્યું આજ મોકો છે ભૌમિક પાસે થી વાત કઢાવવાનો કે એ પણ રિયા ને લવ કરે છે.

થોડી વાર વાત ચાલતી હતી ત્યાં નિયા એ કહ્યું

" ભૂમિ મારી ફ્રેન્ડ છે ને રિયા "

રિયા નું નામ સાંભળી ને ભૌમિક ના રીએકશન જોવા જેવા હતા.

" શું થયું એને ?"

" કઈ થયું નથી પણ... "

" પણ શું નિયા " ભૌમિક એ પૂછ્યું.

" કઈ નઈ મુક એ વાત "

" ના મને કેહ "

ભૌમિક ને તો સંભાળવું હતું શું થયું છે રિયા ને.

" કઈ નઈ પણ "

" નિયા કેહ તો " ભૌમિક બોલ્યો.

" પણ તું રિયા ને ના કહીશ "

" કેમ ?"

" તો મારે નઈ કહેવું. તું રિયા ને કેહવાનો હોય તો " નિયા બોલી.

" સારું નઈ કહીશ. તું બોલ "

" સાચે ને ?"

" હા સાચે નઈ કહું "

" મને એવું લાગે છે રિયા ને કોઈ ગમે છે પણ એ કેહતી નથી "

" મતલબ "

" લવ સમજ ને થોડું ડોબા "

લવ સાંભળી ને ભૌમિક બીજા વિચારો મા ખોવાઈ ગયો.

" શું થયું ભૌમિક ?" નિયા ભૌમિક ને વિચાર કરતો જોઈને બોલી.

" કઈ નઈ. તને કેમની ખબર રિયા ને કોઈ ગમે છે ? "

" લાગ્યું એટલે કીધું ?"

" કોણ છે એ ?"

" એ મને નઈ ખબર"

" સારું "

કહી ને ભૌમિક એ ફોન મૂકી દીધો.

ભૌમિક ને પણ રિયા સ્કૂલ માં જ્યારે જોડે હતા ત્યાર થી ગમતી હતી પણ ભૌમિક એ સ્ટડી ના લીધે એ વાત પર બોવ વિચાર્યું નઈ હતું. પણ આજે નિયા એ કહ્યું એ પરથી ભૌમિક પાછો રિયા ના વિચારમાં પડી ગયો.

રિયા ને પણ ભૌમિક ગમતો હતો જ્યારે સ્કૂલ મા હતા ત્યારે. પણ રિયા એ કઈ કહ્યું નહિ કેમકે એને એવું લાગતું હતું કે આ ખાલી આકર્ષણ છે પણ એવું નઈ હતું.

રિયા ને જ્યારે ખબર પડી કે ભૌમિક કેનેડા જવાનો છે ત્યાર થી એ થોડી વધારે ચુપ થઈ ગઈ. સ્કૂલ પછી અમુક કારણો ને લીધે એમની દોસ્તી તૂટી ગઈ હતી. પણ નિયા ને લીધે એ લોકો પાછા દોસ્ત બન્યા હતા.

રિયા ને કહી દેવું હતું ભૌમિક ને કે હું તને લવ કરું છું પણ એને દોસ્તી તૂટવાની બીક હતી. હજી પણ એ બીતી હતી.

રિયા આમ તો નિયા ને બધી જ વાત કહેતી પણ આ વાત કહેવી કે નઈ એ વિચારતી હતી.

બીજે દિવસે,

ભૌમિક એ રિયા ને મેસેજ કર્યો.

રિયા તો જાણે એના જ મેસેજ ની રાહ જોતી હોય એમ એક મિનિટ માં જ ઓનલાઇન થઈ ગઈ.

થોડી વાર પછી

ભૌમિક ની આંખ રડી રડી ને લાલ થઈ ગઈ હતી.

" પછી વાત કરું રિયા "

" હમ. ધ્યાન રાખજે"

" હમ " કહી ને ભૌમિક એ નેટ ઓફ કરી દીધું.




એવું તો રિયા એ શું કહ્યું હસે કે ભૌમિક રડ્યો હસે ?