મન : સંબંધ મિત્રતા નો - 51 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 51




ઉત્તરાયણ પણ હવે પુરી થઈ ગઈ હતી અને પાછી કોલેજ રેગ્યુલર ચાલુ થઈ ગઈ હતી.

નિયા લોકો કેન ટીન માં બેસેલા હતા. આજે ગુરુવાર હતો કાલે તો કોલેજ આવવાનું નઈ હતું એટલે શાંતિ થી બેસેલા હતા.

નિયા તો ફોન મા કોઈ નોવેલ વાંચતી હતી. આદિત્ય, નિશાંત , મનન , તેજસ કઈક વાત કરતા હતા અને માનિક વચ્ચે વચ્ચે એના ઉચ્ચ વિચાર રજૂ કરતો હતો.



થોડી વાર પછી



" નિયા હવે તો ચાર મહીના છે પછી તો તું જતી રહીશ ને ?" મનન એ પૂછ્યું.

પણ મનન ની વાત સાંભળે કોન ?
નિયા તો નોવેલ માં પુરે પુરી ખોવાયેલી હતી.

તેજસ એ એને ફોન કાર્યો. સામે જ બેસેલા પણ નિયા સાંભળતી નઈ હતી એટલે એને ફોન કર્યો.

" હા બોલ ?" નિયા બોલી.

" શું કરતી હતી ?" નિશાંત એ પૂછ્યું.

" નોવેલ. શું સ્ટોરી છે યાર. " નિયા ખુશ થતા બોલી.

" કઈ સ્ટોરી છે મને પણ કહે ?" માનિક ને તો નિયા કરે એ બધું કરવું જ હોય એટલે એને પૂછ્યું.

" યારાના " નિયા બોલી.

" આવી કઇ સ્ટોરી છે ? " આદિત્ય એ નિયા ના ફૉન માં જોતાં કહ્યું.

" ઓહ્ આ તો તે લખેલી છે ?" આદિ બોલ્યો.

" યેસ " નિયા બોલી.

" મને કીધું પણ નઈ " માનિક ગુસ્સા માં હોય એ રીતે બોલ્યો અને પછી કહ્યું " મતલબ અમને કોઈ ને કીધું પણ નહિ "

" એને લખવાની સ્ટાર્ટ કરી ત્યારે મને મોકલી હતી " આદિ બોલ્યો.

" હા મે પણ વાંચી છે આદિ ના ફોન મા " તેજસ એ કહ્યું.


હવે માનિક નું મોઢું જોવા જેવું હતું. 😝


" તું પોસ્ટ કર ને તો કોઈ એપ પર." મનન એ કહ્યું.

" હા માતૃ ભારતી પર અપલોડ કરતી હતી. એટલે પેલાં વાંચતી હતી કોઈ મિસ્તેક તો નથી ને " નિયા બોલી.

" ઓહ એટલે તમે લેખક બની ગયા " તેજસ બોલ્યો.

" બધા હોય જ છે. પણ ક્યા અને કરી રીતે લખે છે એના પર ડીપેન્ડ છે " નિયા બોલી.

" સાચી વાત કિધી તે તો " તેજસ એ કહ્યું.


નિયા અને તેજસ વાત કરતા હોય અને માનિક ચુપ ચાપ બેસી રહે એવું તો બને જ નઈ. એટલે પણ વચ્ચે બોલવાનું ચાલું કર્યુ

" તું જલ્દી પોસ્ટ કર ને હું પણ વાંચું શું લખ્યું છે એ ?"

" આવતા વીક માં આવસે. " નિયા બોલી.

" લિંક ઈન સ્ટેટ્સ " નિશાંત મસ્તી માં બોલ્યો. 😅

" પણ માનિક તું ના વાંચીશ " તેજસ એ કહ્યું.

" કેમ ના વાંચું ? નિયા એ લખી છે એટલે વાંચવી જ પડે ને " માનિક બોલ્યો.

" હા પણ પછી તારા થી સહન નઈ થાય વાંચ્યા પછી " આદિત્ય બોલ્યો.

" શું બોલે છે આદિ ?" મનન એ પૂછ્યું.

" એ જ કે યારાના નોવેલ ટાઈપ લખી છે એમાં પંદર પાર્ટ છે. સ્ટોરી મા આપડા જેવા દોસ્ત ની વાત છે. નિયા એ એના બધા જ કેરેક્ટર આપડા જેવા જ રાખ્યા છે. એમાં નિયા ને ... " આદિ આગળ બોલતો હતો ત્યારે તેજસ એ કીધું.

" આ મને બોલવા દે. આટલો મોકો મને આપ "

" હા હા કેમ નઈ " આદિ હસતા હસતા બોલ્યો.

" એમાં નિયા નો ફ્રેન્ડ છે એક. એ નિયા પર પોતાનો હક બતાવે છે. " તેજસ બોલતા બોલતા માનિક ની સામે જોવે છે.

માનિક ને પણ ખબર પડી જાય છે કે આ હું જ હોવા.

" એ નિયા દોસ્તી તોડી નાખે છે પછી થોડા દિવસ તો કઈ બોલતો નથી પણ પછી નિયા ના બીજા ફ્રેન્ડ હોય છે એટલે કે આપડે ચાર એના માટે ખોટું ખોટું બોલે છે. એમના માટે ખોટી વાત નિયા ને કહે છે. અને એ એટલે એવું બધું કરે છે કે નિયા પાછી એની દોસ્ત બની જાય. પણ છેલ્લે તો નિયા ... " તેજસ એ બોલવાનું બંધ કર્યું.

" આગળ બોલ ને જાડિયા " માનિક બોલ્યો.

" એનું નામ તેજસ છે " નિયા બોલી.

" આગળ નું જ્યારે સ્ટોરી અપલોડ થાય ત્યારે જોઈ લેજે" તેજસ બોલ્યો.

" એ તો બધા કરતા પહેલા જોઈશ. અને આદિ એમ કેમ્ બોલ્યો કે મારા થી સહન નઈ થાય " માનિક એ પૂછ્યું.

નિયા ને લાગ્યું આદિત્ય એ નોવેલ નું વાંચ્યું હસે એટલે બોલ્યો હસે. પણ આદિત્ય બોલ્યો

" એ જ કે નિયા ને તું જે બધું કહે છે એ બંધ કરી દેજે "

" શું કર્યું પાછું તે ?" તેજસ એ માનિક સામે જોઈ ને પૂછ્યું.

" હું કઈ કરતો જ નથી " માનિક બોલ્યો.

" સારું અમે જ બધું કરીએ છીએ " આદિત્ય બોલ્યો.

" કરતા હસો મને શું ખબર ?" માનિક હસતા હસતા બોલ્યો.

" શું થયું આદિત્ય ?" નિયા એ પૂછ્યું.

" નિયા અમને ખબર છે માનિક શું બોલે છે અને શું વિચારે છે એ ? તું દોસ્તી બચાવવા માટે અને ઝગડો ના થાય એટલે કઇ અમને કહેતી નથી પણ તું તારી ડાયરી માં કોઈ દિવસ ખોટું નથી લખતી " આદિ બોલ્યો.

" આદિ ડાયરી લઈ જાય એ ચાલે. ઓહ સોરી લઈ જાય નઈ. આપી હસે. અને મારા બેગ મા ભૂલ માં આવી ગઈ હતી ત્યારે તો કેટલું સંભળાવ્યું હતું " માનિક બોલ્યો .

" મે ડાયરી કોઈ ને આપી પણ નથી અને લીધી પણ નથી " નિયા બોલી.

" એ તો આદિ ને બચાવવા અમારી સામે એવુ જ કહે તું. નઈ તેજસ ?"

" ના ના મને કઈક લોચો લાગે છે. સ્ટોરી મા શું થયું આદિ બોલ તો " તેજસ એ કહ્યું.

" હા " નિશાન અને મનન પણ બોલ્યા.

" નિયા એ યારાના લખી છે. એ આપડે ફ્રેન્ડ બન્યા ત્યાં થી લઇ ને હમણાં ઉત્તરાયણ ગઈ ત્યાં સુધી ની એટલે કે બે કે અઢી વર્ષ નું લખ્યું છે. એક એક વાત લખી છે જે આપડી જૉડે કરી છે એ. આપડી મસ્તી , મઝાક પણ લખી છે. મે આખી વાંચી એમાં એક પણ વસ્તુ એવી નઈ હતી કે જે ખોટી લખી હોય. ખાલી આપડા પાંચ ના નામ અને એનું નામ ચેન્જ કરી ને લખ્યું છે બાકી તો બધુ જે થયું એજ લખ્યું છે. પણ છેલ્લે લખ્યું છે એ તો આપડા કોઈ ને ખબર જ નઈ હતી... " આદિ બોલતો હતો ત્યાં તેજસ એ કહ્યું


" હા મારે છેલ્લો ભાગ વાંચવાનો બાકી છે. આગળ નું તો બધું આપડી સ્ટોરી જ છે. અને મારું નામ તો ગોલું રાખ્યું છે " 😂

" મારું નામ શું છે ?" નિશાંત એ પૂછ્યું.

" અયાન અને મનન નું અલેક્ષ " નિયા બોલી.

" મારું નામ જોરદાર છે નિક " આદિત્ય 🥳 બોલ્યો.

" મારુ શું છે ?" માનિક એ એની નામ જાણવાની ઉત્સુકતા બતાવી.

" વિવેક રાખ " તેજસ બોલ્યો.
આદિત્ય, નિશાંત, નિયા અને મનન હસવા લાગ્યા.

" શું ?" માનિક બોલ્યો.

" શાંતી રાખ નામ જાણવામાં એમ. વિવેક રાખ. તને શું લાગ્યુ ? તારું નામ વિવેક હસે એમ ?" તેજસ એ પૂછ્યું.

" હા અને રાખ સરનેમ્ "

" વિવેક નામ તને શૂટ નઈ થતુ. " નિયા બોલી.

" નામ જ્યારે આવે ત્યારે જોઈ લેજે. આદિ તું આગળ નું બોલ " તેજસ એ કહ્યુ.

" છેલ્લા માં નિયા આપડા થી દુર જતી રહે છે "

" વોટ? શું બોલે છે ?" મનન એક દમ બોલ્યો.

" માનિક એને આપડા વિશે બધુ ખોટું કહે છે. પણ નિયા આપડા ચાર ની દોસ્તી બચવવા માટે એ આપડા થી દુર જતી રહે છે. માનિક એને દરરોજ ફોન પર એક જ વસ્તુ બોલે છે તું જેટલો એમના પર વિશ્વાસ કરે છે એટલો એ લોકો નઈ કરતા. નિયા ને આ બધુ દરરોજ સંભાળવું બરાબર નઈ લાગતું એટલે એ આપડા થી દુર રહે છે. કેમકે માનિક આપડા માટે ખરાબ ના બોલે. પણ પછી ત્રણ વર્ષ પછી "

" શું થયું ? નિયા નો એક્સિડન્ટ ?" માનિક એ એનું દિમાગ ચલાવી ને કહ્યું.

" ના. એ આપડા ને મળવા આવે છે પણ એમાં માનિક નઈ હતો. ત્યારે એ આપડા ને સચ્ચાઈ કહે છે કેમ એ દુર જતી રહી હતી. અને આપડા પાછા ફ્રેન્ડ બની જઈએ છીએ." આદિ બોલ્યો.

" વાહ એન્ડ ખરાબ હતો પણ છેલ્લે સારો હતો " તેજસ બોલ્યો.

" વિવેક રાખ બોલ્યો ને તેજસ ત્યારે મને લાગ્યું રાખ એટલે પેલી લાકડા ને બાળી એ ત્યારે બને ને એ " નિશાંત બોલ્યો.

નિયા હસી રહી હતી આ વાત સાંભળી ને એટલે
માનિક બોલ્યો

" હું કોઈ ની દોસ્તી તોડવું એમ નથી. કોઈ મારા લીધે દોસ્ત બને તો મને સારું લાગશે "

" એટલે નિયા ને એમ કહે છે એ લોકો તને ચાર મહિના પછી યાદ નઈ કરે? " આદિત્ય બોલ્યો.

" મે એવું કીધુ જ નથી. અને હું કેમ એવું કહું ?" માનિક બોલ્યો.

" કેમકે તને પ્રોબ્લેમ છે અમારી દોસ્તી થી " મનન બોલ્યો.

" તમારી દોસ્તી થી મને શું પ્રોબ્લેમ હોય ?" માનિક હસતા હસતા બોલ્યો.

" કઈ બોલવાની જરૂર નથી હવે આ વસ્તુ " તેજસ બોલ્યો.

" સારું ના કહેવું હોય તો જાવ છું. " માનિક બેગ લઈ ને ઉભો થતા બોલ્યો.

" તો જા ને ના કોને પાડી છે " આદિ બોલ્યો.

" હા પણ જે તારા ફોન ના વોલપેપર માં મારો ફોટો મૂક્યો છે એ ડિલીટ કરી દેજે " નિયા બોલી.

આદિત્ય, નિશાંત , તેજસ અને મનન એક દમ આશ્ચર્ય થી નિયા ની સામે જોવા લાગ્યા. માનિક ગુસ્સા માં જોતો હતો.

" ખબર ના હોય તો નઈ બોલવાનું નિયા " માનિક બોલ્યો.

" હા તો આપ ફોન તારો ?" નિયા બોલી.

" હું કેમ મારો ફોન આપુ ?"

" અમારા ફોન લે છે ત્યારે અમે એવું નઈ કહેતા " નિયા બોલી.

માનિક ને એવુ લાગ્યુ બધા ની વચ્ચે ઈજ્જત ઓછી થઈ જસે એટલે લોક ખોલી ને નિયા ને ફોન આપ્યો. નિયા કોઈ ને દેખાય નઈ એમ ફોન મા કઈક કર્યું અને ફોન પાછો
માનિક ને આપી ને બેસી ગઈ એની જગ્યા એ.

" નિયા કેમ બધા ફોટો ડિલીટ કર્યા ?" માનિક એ પૂછ્યું.

" બધા નઈ મારા જ ડિલીટ કર્યા છે " નિયા એક દમ શાંતિ થી બોલી.

" નિયા શું બોલે છે ?" આદિત્ય એ પૂછ્યું.

" મારા ફોટો સ્ટોરી અને સ્ટેટ્સ પર થી સ્ક્રીન શોટ પાડી ને લોક ગેલેરી મા રાખવા એ સારી વાત નથી " નિયા બોલી.

" બસ નિયા. ઓછું જૂઠું બોલ "
માનિક ગુસ્સા માં બોલ્યો.

" જો માનિક શાંતિ થી કહું છું. મારા ફોટો તારા ફોન મા ના હોવો જોઈએ. "

" તું કઈ મોટી સેલિબ્રિટી નથી કે તારા ફોટો રાખું " માનિક ગુસ્સા માં બોલ્યો.

નિયા ને પણ આ વાત પર ગુસ્સો આવ્યો અને એ એના થી કન્ટ્રોલ ના રહ્યો એટલે બોલી

" ચુ** જા તું. કઈક વધારે બોલું એના કરતાં "

માનિક ને લાગ્યું હવે અહીંયા રહવું સારું નથી એટલે " મારે મોડું થાય છે " એમ કહી ને જતો રહ્યો.

" નિયા તને કેમ ખબર એના ફોન મા તારા ફોટો છે ?" મનન એ પૂછ્યું.

" મારો એક નો નહિ. પણ મારા તમારી સાથે જે સિંગલ ફોટો હતા જેમાં એ નઈ હતો એ બધા ફોટો એની લોક ગેલેરી મા હતા " નિયા બોલી.

" તને કેમની ખબર ?"

" થોડા દિવસ પહેલા આપડે અહીંયા બેસેલા હતા ત્યારે એ મારી બાજુ માં આવી ને બેઠો ત્યારે બધા ફોટો જોતો હતો. અને એ પેલા કોઈ પાસવર્ડ નાખ્યો પછી જોતો હતો એટલે " નિયા બોલી.

" ઓહ આંખ છે કે દૂરબીન " નિશાંત બોલ્યો.

" ભગવાને ચાર આંખ આપી છે તો ઉપયોગ તો કરવો પડે ને " નિયા આંખ મારતા બોલી.

" ચાલો ને મૂવી જૉવા જઈએ " તેજસ બોલ્યો.

" હા ચાલો " નિયા સિવાય બધા બોલ્યા.

" પેલું ભૂત નું આવ્યું છે એ જોવા જઈએ " આદિ બોલ્યો.

" નિયા ચાલો મૂવી જૉવા જઈએ " મનન બોલ્યો.

" ના મારે નઈ આવવું "

" કેમ ? એમ થોડી ચાલે " આદિ બોલ્યો.

" હા આવવું જ પડશે " તેજસ બોલ્યો.

" ના નઈ આવવું " નિયા એ કહ્યું.

" કેમ ? બીક લાગે છે " નિશાંત એ પૂછ્યું.

" હા "

" તો અમે મૂવી જોવા પણ નઈ જતા " આદિ બોલ્યો.

" તો શું કરવા કીધું હમણાં ? " નિયા બોલી.

" એ તો ચેક કરતા હતા તું હા પાડે છે કે ના " નિશાંત બોલ્યો.

" કેમ ? માનિક ની જેમ ?" નિયા બોલી.

"ના એના જેવુ તો ના કરીએ સાવ " બધા બોલ્યા.

થોડી વાર વાત કરી ને એ લોકો ઘરે ગયા.


નિયા હજી ફ્રેશ થઈ ને બેસી હતી ત્યાં ઈશા આવી

" બેબી આ કેવું બન્યું છે કેહ ને ?"

" હા "

" મસ્ત છે પણ છે શું ?" નિયા ચાખી ને બોલી.

" યાર છે તો પાસ્તા પણ મે કઈ બીજી રીતે બનાવ્યા છે " ઈશા બોલી.

" પણ મસ્ત છે "

" તો આ ખાવા માં મારી હેલ્પ કર "

નિયા અને ઈશા એ વાત કરતા કરતા ખાતા હતા.



એક અઠવાડિયા પછી


નિયા ના નોવેલ નો ફર્સ્ટ પાર્ટ અપલોડ થઈ ગયો હતો. એટલા સારા વ્યુ કે રીવ્યુ મળ્યા નઈ હતા પણ નિયા ખુશ હતી કેમકે એને લખવાનો ટ્રાય કર્યો એટલે.

થોડા દિવસ પછી માનિક નો ફોન આવ્યો.

" નિયા આ તું ખોટું કરે છે "

" શું બોલે છે તું ?" નિયા ને કઈ સમજ ના પડી એટલે પૂછ્યું.

" તારી યારા ના માં જે બધુ મારું ખોટું ખોટું લખ્યું છે એ સારું નઈ કર્યુ તે " એક દમ ગુસ્સા માં બોલ્યો.

" જો એ સ્ટોરી છે. મે કોઈ ને એવું નઈ કીધું કે એ રીયલ છે. તમે કઈ રીતે વાંચો એના પર છે " નિયા બોલી.

" તારી સાથે વાત કરવી જ બેકાર છે. અને જે તું સપનું જોવે છે એ તો કોઈ દિવસ પૂરું જ નઈ થવાનું " માનિક હસતા હસતા બોલ્યો.

" શું ?"

" માતૃ ભારતી પર બ્લૂ ટિક તારું સપનું છે ને એ પૂરું નઈ જ થાય "

" ઓકે "

" એક વાર આપડે મળીશું. એક ગિફ્ટ આપવી છે મારે " માનિક બોલ્યો.

" ના મારી પાસે ટાઈમ નથી "

" સારું બાય જ્યારે ટાઈમ હોય ત્યારે ફોન કરજે " માનિક બોલ્યો.

નિયા તો કોઈ ને કામ વગર ફોન જ નઈ કરતી એટલે ફોન કરવાનો તો કોઈ સવાલ જ નઈ હતો.


રાતે જ્યારે એ એની ડાયરી માં લખતી હતી ત્યારે આંખ મા પાણી આવી ગયું હતું.
એને લખ્યું હતું
" હાઈ
કેમ છો તું મસ્ત જ હસે ને 😛

યાર મને ખબર નથી હું ખોટી છું કે સાચી. પણ યારાના મે ના તો માનિક ને ખરાબ લગાડવા માટે લખી છે ના તો આદિત્ય લોકો ને સારું લગાડવા.

બસ દિલ થી લખી છે. જો તને પણ લાગતું હોય હું ખોટી નથી તો મને બ્લૂ ટિક લાવવામાં મદદ કરજે "


થોડાં દિવસ પછી ફેબ્રુઆરી મહિનો ચાલુ થવાનો હતો. એ લોકો ની કોલેજ નું એન્યુઅલ ફંકશન પણ હતું એ મહીના માં.


જાન્યુઆરી મહિનો પૂરો થવામાં હવે બે દિવસ બાકી હતાં. નિયા રાતે જમી ને શાંતિ થી લેપટોપ મા કામ કરતી હતી. ત્યાં એના ફોન ની રીંગ વાગી.

આદિ ? અત્યારે કેમ ? ડિસ્પ્લે પર નામ જોતા નિયા એ પોતાની સાથે વાત કરી.


" હેલ્લો મોહતરમાં " આદિ બોલ્યો.

" બોલો જનાબ "

" કાલે સવારે સાડા દસ વાગ્યે રેડી રહેજે "

" કેમ ?" નિયા એ પૂછ્યું.

" કામ છે મારે "

" સૂઈ જા મસ્તી ના કર તું " નિયા ને લાગ્યું આદિ મસ્તી કરે છે.

" અરે બેબ મસ્તી નઈ કરતો કામ છે કઈક. કાલે હું લેવા આવા રેડી રહેજે "

" જોઈશ "

" ઓ જોઈશ વાળી. રેડી થઈ ને રેજે ઓકે "

" હમ "

" ઓકે ગુડ નાઈટ "

" ગુડ નાઈટ " નિયા એ કહ્યું.


નિયા વિચારતા વિચારતા સૂઈ ગઈ કે આદિત્ય ને શું કામ હસે.


બીજે દિવસે

ઊઠી ને રેડી થઈ ને બેસેલી હતી.

નિયા એ આજે સ્કાય બ્લુ જીન્સ અને બ્લેક ક્રોપ ટોપ પહેર્યુ હતું. અને એની પર ડેનિમ. એની વોચ તો હોય જ જોડે. હાર્ટ 💓 વાળું પેન્ડલ પહેર્યુ હતું. પેંડલ નકલી હતું પણ નિયા ને બોવ ગમતું હતું એ. અને નક્ષ એ ગિફ્ટ માં આપેલી બ્લૂ આઇલાઈનર કરી હતી.

સાડા દસ થઈ ગયા હતા પણ હજી સુધી આદિત્ય આવ્યો નઈ હતો. ના એનો ફૉન આવ્યો હતો ના કોઈ મેસેજ.




શું આદિત્ય નિયા સાથે મસ્તી કરતો હસે ?

આદિત્ય આવસે કે નઈ ?