મન : સંબંધ મિત્રતા નો - 48 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 48




નિયા લોકો ડાન્સ કરવાના છે એ વાત હજી સુધી માનિક ને ખબર નઈ હતી.

એ લોકો કોલેજ જતા પણ પ્રેક્ટિસ તો છૂટી ને તેજસ ના ઘરે જઈ ને કરતા એટલે કોઈ ને ખબર ના હોય.

આમ ને આમ દિવસો જતા ગયા અને ફાઇનલ એ દિવસ આવી ગયો જે ની એ લોકો રાહ જોતા હતા.

સવાર મા તેજસ ના ઘરે પ્રેક્ટિસ કરી ને આવી ને નિયા સૂઈ ગઈ હતી. છ વાગે જવાનું હતું એટલે નિયા શાંતિ થી સૂઈ ગઇ.

હજી નિયા ને સુઈ ગયે એક કલાક થયો ત્યા તો માનિક નો ફોન આવ્યો

" આજે આપડે ફોટો પડાવશું જોડે "

" જોઈએ "

" જોઈએ નઈ નિયા બધા માં તારી મરજી નઈ ચાલવાની "
ગુસ્સા માં બોલ્યો.

" ત્યાર ની વાત ત્યારે અત્યારે શું છે ? " નિયા ને સુવું હતું એટલે ગુસ્સા મા બોલી.

" આજે તો તુ ડાન્સ નઈ કરવાની મઝા આવશે " માનિક એક દમ ખુશ થઈ ને બોલ્યો.

" એમાં સેની મઝા ?" નિયા એ પૂછ્યું.

" આજે તું પણ અમારી જોડે બેસી ને બીજા ના પરફોર્મન્સ જોશે એટલે "

" ઓકે"

" આમ પણ સ્ટેજ પર છોકરા ઓ જૉડે ડાન્સ કરવો એ સારું ના લાગે " માનિક બોલ્યો.

" હા સારું " નિયા એ ફોન કટ કરી નાખ્યો.



થોડી વાર થઈ ત્યાં પર્સિસ એ નિયા ને ઉઠાડી.

" સુવા દેને " નિયા એ કહ્યું.

" યાર મને ભૂખ લાગી છે બોવ જ "

" તો હું શું કરું ?"

" કઈક બનાવીએ "

" સારું મેગી બનાવીએ. " નિયા બોલી.

" બેબી મેગી નથી "

" ઉપમા બનાવીએ "

"હા તું ઊઠ "


નિયા એ ઉપમા બનાવ્યો અને પછી એ ખાતાં ખાતા વાત કરતા હતા ત્યાં સાડા ચાર વાગી ગયા. પર્સિસ એ આજે મસ્ત બ્લેક કલર નું પાર્ટી ટાઈપ ગાઉન પહેર્યું હતું.

અને નિયા આજે બેબી પિંક કલર નું લોંગ ગાઉન પહેર્યું હતું એમાં ઉપર બ્લૂ કલર નું વર્ક હતું. અને નક્ષ એ ગિફ્ટ માં આપેલી બ્લૂ આઇલાઈનર કરી હતી. મેક અપ બોવ નઈ પણ થોડો એવો કર્યો હતી અને હાથ માં એક નાનું બેસ્લેટ પહેર્યુ હતું. અને હાઈ હિલ્સ.


નિયા રેડી થઈ ગઈ હતી. ત્યાં પર્સિસ એ કહ્યું

" બાર્બી ડોલ લાગે છે આજે તુ "

" ઓહ તું પણ મસ્ત લાગતી છે " નિયા એ કહ્યું.

" હા પણ તને નઝર ના લાગે કોઈ ને "


બંને એ થોડા ફોટા પાડ્યા પછી એ લોકો ક્યાં fresher's પાર્ટી હતી ત્યાં પોહચી ગયા. એ લોકો ના ક્લાસ મેટ તો ત્યાં આવી જ ગયા હતા.

નિયા એ બધા સાથે ફોટો પાડ્યા અને વાત કરતી હતી ત્યાં કોઈ જુનિયર એ કહ્યું

" નિયા તને બેક સ્ટેજ બોલાવે છે તેજસ "

" હા "

નિયા બેક સ્ટેજ ગઈ. ત્યાં આદિ, તેજસ , નિશાંત , મનન હતા. માનિક ને એમ કે એ લોકો હમણાં ત્યાં આવે છે એટલે એ બધા ની એની આજુ બાજુ જગ્યા રાખી ને બેઠો હતો.


" આજે તો નક્ષ ને અહીંયા આવવું જોઈતું હતું " નિયા ને જોઈ ને તેજસ બોલ્યો.

" હા નક્ષ ને બોલાવવાનો હતો " નિશાંત એ કહ્યું.

" સ્માર્ટ થાવ બાળકો. વિડિયો કૉલ ની સુવિધા છે. " મનન 😜 બોલ્યો.

" હા એ કેમનો ભૂલી ગયો હું " તેજસ બોલ્યો.

નિશાંત કોઈ ને ફોન લગાવવાની કોશિશ કરતો હતો.

" આજે કોઈ ની જાન લેવાનો ઈરાદો છે ?" આદિ નિયા ની બાજુ માં જઈ ને ધીમે થી બોલ્યો.


ત્યાં નિશાંત બોલ્યો

" યાર આજે તારે અહીંયા આવવાનું હતું "

"કેમ ?"

આ અવાજ સંભાળી ને જ નિયા એ માંથા પર હાથ મૂકતા મન માં બોલી
" આજે તો ગઈ હું "

" કોઈ તારી રાહ જોવે છે નક્ષ " તેજસ બોલ્યો.

" કોણ ?" નક્ષ એ પૂછ્યું.

હજી કોઈ કઈક બોલે એ પેલા માનિક ત્યાં આવ્યો અને બોલ્યો.

" ક્યારની રાહ જોવ છું તમારી બોવ વાર કરી"

" હું શું કહેતો હતો
આજે નિયા તને કઈક કહેવાની છે " નિશાંત બોલ્યો.

નિયા ગુસ્સા માં નિશાંત સામે જોવા લાગી પણ પછી નિશાંત એ ઈશારા મા કીધું એ મસ્તી કરે છે એટલે નિયા એ કઈ ના કહ્યું.


" નિયા છે ક્યાં પણ ?" નક્ષ એ પૂછ્યું.

" એક મિનિટ " તેજસ એ કહ્યું.

" ઓહ આજે જાન લેવાનો ઈરાદો છે કે શું તારો ?" નક્ષ નિયા ને જોતા બોલ્યો.

" ના "

" બેસ્ટ ઓફ લક તમને બધાને ડાન્સ માટે મને વિડિયો મોકલજો" નક્ષ એ કહ્યું.

" ના નઈ મોકલવાના કોઈ "

" સારું તેજસ મોકલી દેજે બાય "

ફોન મુક્યા પછી નિશાંત બોલ્યો

" હવે તો ડાન્સ મસ્ત જ થશે. જીજુ જોડે વાત થઈ ગઈ ને એટલે "

" નિશાંત એને હિલ્સ પહેરી છે યાદ છે ને " મનન બોલ્યો.

માનિક આ બધા ની વાત સાંભળતો હતો પણ એને કઈ સમજ ના પડી એટલે બોલ્યો

" તમારે આવવું હોય તો આવો હું તો જાવ છું " માનિક ને એમ બધા એની પાછળ આવસે. પણ એવુ થોડી થાય.

બધા ત્યાં જ ઉભા હતા.

" આવો ને આવું શું કરો "

" જા તું અમે આવીશું " મનન એ કહ્યું.

મનન કહે એટલે માનિક જતો રહ્યો.

એ લોકો ત્યાં બેક સ્ટેજ જ હતા કેમકે થોડી વારમાં એમનો ડાન્સ હતો.

પણ હજી સુધી માનિક ને તો એમ જ હતું કે એ લોકો ડાન્સ નઈ કરવાના...

ત્યાં થોડી વારમાં સ્ટેજ પર થી એ લોકો નું નામ બોલ્યા.

માનિક આ સાંભળી ને શોક હતો. એને હજી યકીન નઈ હતો ત્યાં સ્ટેજ પર પેલા નિયા અને નિશાંત ડાન્સ હતો એ જોઈ ને માનિક નો ગુસ્સો દૂર ઊભેલો મનન જોઈ રહ્યો હતો.

પછી નિયા અને તેજસ નો ડાન્સ હતો એટલે માનિક થોડો વધારે શોક થઈ ગયો. અને તેજસ સ્ટેજ પર થી નીચે ઉતરી ગયો એટલે માનિક ને લાગ્યું પતી ગયો ડાન્સ. એ ઊભો રહી ને બહાર જતો હતો ત્યાં સોંગ વાગ્યું.

तेरे बिन अब ना लेंगे इक भी दम🎼🎶🎶
तुझे कितना चाहने लगे हम 🎵🎶




અને આદિત્ય ની સ્ટેજ પર એન્ટ્રી થઈ. જેટલા આવ્યા હતા પાર્ટી મા એ બધા બૂમ પાડતા હતા પણ માનિક તો એક દમ ગુસ્સા માં હતો.

ગુસ્સો એ વાત નો હતો કે આદિત્ય અને નિયા બંને ને એ આમ જોઈ ના શકતો હતો.

નિયા અને આદિત્ય નો ડાન્સ ચાલતો હતો એક પછી એક સ્ટેપ્સ જોઈ ને માનિક નો ગુસ્સો કઈ વધારે જ વધતો હતો એ દૂર ઉભેલા નિશાંત , મનન અને તેજસ જોઈ શકતા હતા.


तेरे बिन अब ना लेंगे इक भी दम 🎵

तुझे कितना चाहने लगे हम🎶🎵

तेरे साथ हो जाएँगे ख़तम🎼🎵

तुझे कितना चाहने लगे हम 🎶🎵
🎶🎵



આ લાઈન સાથે એમનો ડાન્સ પત્યો. આદિ અને નિયા હજી સ્ટેજ પર થી નીચે આવ્યા હતા.

નિયા ને સ્ટેજ પર તો કઈ નઈ પણ નીચે આવી ને થોડો પરસેવો થતો હતો એટલે એ સાઇડ માં બેસી ને પાણી પીતી હતી.

ત્યાં રાક્ષસ એટલે કે માનિક આવ્યો.

" ક્યાં છે પેલી ?" ગુસ્સા માં બોલ્યો.

"કોણ ?" મનન એ એક દમ શાંતિ થી પૂછ્યું.

" તમારી ફ્રેન્ડ ?"

" ના અહીંયા નથી " મનન એ કહ્યું.

માનિક આમ તેમ જોતો હતો ત્યાં એને નિયા દેખાઈ ગઈ.

" અહીંયા બેઠી તો છે. શું નથી મનન ?" ગુસ્સા માં બોલ્યો.

" તું નિયા ની વાત કરતો હતો એમ. મને એમ કે બીજા ની વાત કરતો હસે એટલે મે કીધું એ નથી અહીંયા " મનન બોલ્યો.

" તમારી ફ્રેન્ડ ક્યાં છે એવું તો પૂછ્યું ?" માનિક બોલ્યો.

" પણ એ અમારી ફ્રેન્ડ નથી બેસ્ટ ફ્રેન્ડ છે " તેજસ બોલ્યો.

" એતો એવું જ ને હવે "
માનિક બોલ્યો.

" આમ મને કહેતી હતી તું જૂથ બોલે છે. આમ કરે છે. તેમ કરે છે. તો કેમ કીધું નઈ ડાન્સ માં રહી છે ?"
માનિક ગુસ્સા માં નિયા ને કહેતો હતો.

" તને કેમ કહું ?"

" હા. મને કેમ કહુ વાળી આવી મોટી " માનિક બોલ્યો.

" અને તમે બધા પણ એની સાથે જોડાઈ ગયા. મને કીધું પણ નઈ ડાન્સ કરવાના છો એમ ?" તેજસ ની સામે જોતા માનિક ગુસ્સા માં બોલ્યો.

" કેમ તું પણ કરત ડાન્સ ?" નિશાંત મસ્તી માં બોલ્યો.

" હા મારે કરવો હતો આ ટાઈમ. છેલ્લું વર્ષ છે તો "

" તો કરાય ને સોલો " મનન એ કહ્યું.

" ના એમ નઈ. બધા જોડે. ગ્રુપ ડાન્સ "

" અમે કોઈ એ ગ્રુપ ડાન્સ કાર્યો જ નથી " નિયા બોલી.

આ સાંભળી ને માનિક સિવાય ના બધાં હસવા લાગ્યા.

" તો ત્યાં સ્ટેજ પર શું ગરબા રમતા હતા ?"
માનિક 😡 બોલ્યો.

" હા એવું જ કઈક " નિયા વાત ને આગળ વધારવા નઈ માંગતી હતી.

" મને ખબર છે કપલ ડાન્સ હતો મને ના સમજાવો "

" કપલ નઈ કપલ લીરિકલ " નિયા બોલી.

" આપડા ને જેનું નોલેજ ના હોય ને એ બોવ ના બોલવું જોઈએ " મનન એ કહ્યું.

માનિક ને ગુસ્સો આવ્યો આ સાંભળી ને પણ મનન સામે કઈ બોલાય થોડુ? એટલે એ ત્યાં થી જતો રહ્યો.

આ બાજુ આ લોકો ફોટો પાડી ને જમવા ગયા. જમી ને નીકળતા હતા ત્યારે માનિક એ કહ્યું

" નિયા ફોટો તો બાકી રહ્યો "

નિયા કઈ જવાબ આપે એ પેલા પર્સિસ એની એક્ટિવા લઈ ને ત્યાં આવી

" નિયા ચલ જલદી મોડું થાય છે "

" હા "

" બાય " કહી ને નિયા જતી રહી.

આ બાજુ માનિક નિયા ને કઈક વધારેજ ગુસ્સા માં જોતો હતો.


નિયા તો ઘરે જઈને ફ્રેશ થઈ ને થોડી વાર માં સુઈ ગઈ. અને બીજે દિવસે રવિવાર હતો એટલે કોલેજ જવાનું નઈ હતું.


આ બાજુ બધા તેજસ ના ઘરે રાત રહેવાના હતા.
માનિક સિવાય 😅


એ બધા પણ ફ્રેશ થઈ ને મસ્તી મઝાક કરતાં હતાં.

ત્યાં તેજસ બોલ્યો

" શું જબર રીએકશન હતા માનિકના આદિ અને નિયા ને સાથે જોઈ ને "

" મારે એ જોવાનું મિસ થઈ ગયું " આદિ બોલ્યો.

" મે તો બધા મૂવમેન્ટ એન્જોય કરતા. એટલે તો તમારો ડાન્સ આજે સવારે જોઈ લીધો હતો. " મનન ખુશ થતા બોલ્યો.


" બધા એટલે ?" નિશાંત એ પૂછ્યું.


" નિયા અને તું , નિયા અને તેજસ, અને આદિ અને નિયા એમ બધા " મનન એ કહ્યું.

" અને એમાં પણ
તેરે બિન અબ ના લેંગે એક ભી દમ
તુજે કિતના ચાહને લાગે હમ

આ લાઈન જ્યારે આવી. અને આદિ અને નિયા એક બીજા ની આંખ મા આંખ નાખી ને જોતા હતા એ વાળો સ્ટેપ હતો ને

ત્યારે તો ભાઈ ને પસીનો આવી ગયો હતો એ જોઈ ને " તેજસ બોલ્યો.

" મને તો બોવ મઝા આવી આજે " મનન બોલ્યો.

" મને પણ " તેજસ અને આદિ બોલ્યા.

" હા મને પણ " નિશાન એ કહ્યું.

" તને શેની મઝા આવી ?" મનન એ પૂછ્યું.

" ડાન્સ કરવા માં કે રીએકશન જોવામાં ?" તેજસ એ પૂછ્યું.

" બંને માં. પણ મને તો બીક લાગતી હતી " નિશાન બોલ્યો.

" શેની ?"

" સ્ટેજ પર ડાન્સ કરવાની. સામે પબ્લિક કેટલો હતી " નિશાંત બોલ્યો.

" હા એ તો છે " તેજસ એ પણ કહ્યું.

" પણ નિયા એ કીધું એ બધા ની સામે ના જો એટલે પછી બીક ઓછો થઈ ગઈ " નિશાંત બોલ્યો.

" ઓહો "

" પણ મને એક વાત સમજ મા નઈ આવતી ?" નિશાંત એ પૂછ્યું.

" કઈ ?"

" નિયા આટલી મસ્ત ડાન્સર છે તો પછી એ એમાં આગળ કેમ નઈ જતી. મતલબ કે ડાન્સ ક્લાસ કે બીજું કંઈ ?" નિશાંત એ પૂછ્યું.

" વાત મા દમ છે તારી " મનન બોલ્યો. 😅

" આદિ તને તો ખબર હસે ને ?" તેજસ એ પૂછ્યું.

" મને ક્યાં થી ખબર હોવાની ?" આદિ એ કહ્યું.

" કીધું હોય તને એને કોઈ વાત મા " મનન એ કહ્યું.

" ના એવી કોઈ વાત તો નઈ થઈ. પણ એના ઘરે પણ એના રૂમ માં બધા ડાન્સ ર અને એવા કોઈ જ ફોટો લગાવેલા છે નઈ નિશાંત ?" આદિ એ કહ્યું.

" હા અને એનું ફોન નું વોલપેપર પણ ડાન્સ કરતી છોકરી નું જ છે " નિશાંત એ કહ્યું.

બધા નિશાંત ની સામે જોવા લાગ્યા કેમકે આ વસ્તુ તો કોઈ ને ખબર નઈ હતી.

" તને કેમની ખબર ?" મનન એ પૂછ્યું.

" આજે સવારે જોયું હતુ. એના ફોન મા ટાઈમ જોવા માટે લીધો ત્યારે " નિશાંત એ કહ્યું.

" ઓકે "

" કોઈ વાર પૂછીએ નિયા ને જ એ કહી દેશે " આદિ એ કહ્યું.

" હા "

" પણ આ માનિક નું તો બોવ થયું હવે " તેજસ બોલ્યો.

" એવા બધા તો આવ્યા કરે બોવ ધ્યાન નઈ આપવાનું " મનન એ બધા ને સમજાવતા કહ્યું 😅



થોડી વાર વાતો કરી. મસ્તી કરી . મૂવી કોઈને સવાર ના ચાર પણ એમની માટે તો રાત ના ચાર. એટલા વાગે એ લોકો સૂઈ ગયા.