મન : સંબંધ મિત્રતા નો - 46 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 46





માનિક નાં ગયા પછી આદિ બોલ્યો,
"થોડી વાર બેસી એ અહીંયા પછી જઈએ. "


અત્યારે આદિત્ય નાં મગજ માં કઈ બીજું ચાલતું હતું અને ગુસ્સે પણ હતો એ.


" નિયા આવું કંઇ થશે એ તો વિચાર્યું પણ નઈ હતું " તેજસ બોલ્યો.

" વિચારીએ એના થી ઊંધું જ થાય. " નિયા શાંતિ થી બોલી.

" નિયા બોલતી હતી ને ત્યારે એવું લાગતું હતું ઉભી થઇ ને મારી નાં દે " નિશાંત બોલ્યો.

" ઓહ હેલ્લો તું એવું નાં બોલ. એને પથ્થર હાથ માં લીધો જ હતો. " મનન બોલ્યો.

" સારું થયું બચી ગયો બિચારો " તેજસ બોલ્યો.

" બિચારો નથી એ " નિયા બોલી અને બધા ને હસુ આવી ગયું.

" નિયા મને એ નઈ ખબર પડતી કે એ ક્યાં ગયો હતો એ તને કેમની ખબર પડી. " તેજસ એ પૂછ્યું.

" હા નિયા એવું તો ચેટ માં પણ નઈ હતું. આપડે મળવાનું છે એવું જ લખ્યું હતું. " આદિ બોલ્યો.

" 🤭🤭 નક્ષ અને ભૌમિક એ કીધું હતું. એ લોકો તો ફરતા જ હોય ને એટલે. એ લોકો ત્યાં ખાવા ગયા હતા અને આ નંગ દેખાયો. માનિક તો આ બંને ને ઓળખતો જ નાં હોય એ રીતે જોતો હતો. " નિયા બોલી.

" આઇટમ છો તમે સુરત વાળા " તેજસ બોલ્યો.

"હીરા છે એકો એક. ફેરવેલ માં ખબર ને નક્ષ એ નિયા માટે ડાન્સ કર્યો હતો મારા માટે તો આજ સુધી કોઈ એ નઈ કર્યો " નિશાંત બોલ્યો.

"હા મારા માટે પણ. ડાન્સ શું કોઈ એટલું સરસ બોલ્યું પણ નથી અને લખ્યું પણ નથી. " આદિત્ય બોલ્યો.

નક્ષ ની વાત ચાલતી હતી અને નિયા ને કોઈ નો ફોન આવ્યો.
"જો તો આદિ કોનો ફોન છે " નિયા ની સ્માઈલ જોઈ ને તેજસ બોલ્યો.

"નક્ષ " આદિ બોલ્યો.

"ઓહ.... ઓહ... " બધા બોલવા લાગ્યા.


નિયા એ ચૂપ રહેવાનો ઈશારો કરી ને ફોન ઉપાડ્યો.

"હેય " નિયા ને એટલું હસુ આવતું હતું કે રોકી નઈ શકતી હતી.

" ઓહ આટલી બધી ખુશ કેમ છે " નક્ષ એ પૂછ્યું.

"કંઇ નઈ તું બોલ ને કેમ ફોન કર્યો " નિયા એ પૂછ્યું.

" અરે કામ છે એક ભૌમિક નું કંઇ સમજ માં નઈ આવતું ?"

"વૉટ? કોઈ ગમી ગઈ કે બીજું કંઈ થઈ ગયું " નિયા બોલી.

"ઓય તારા રીએકશન ને થોડો શ્વાસ તો લેવા દે. કંઇ જરૂરી નથી વાત તો આટલા બધા રીએકશન આપી દીધા."

"ઓકે તો ઘરે જઈ ને ફોન કરું " નિયા બોલી.

"ઓહ બાર કોની સાથે છે " નક્ષ એ પૂછ્યું.

"ફ્રેન્ડ સાથે એક મિનિટ સ્પીકર પર કરું " નિયા ફોન સ્પીકર પર કરતા બોલી.

"હેલ્લો " નક્ષ બોલ્યો.

" તું તો ભૂલી ગયો અમને કોલેજ પૂરી થઈ એટલે. ખાલી નિયા જ યાદ આવે નઈ તને " તેજસ બોલ્યો.

"નાં હવે કામ હતું એટલે એને ફોન કર્યો. તમે કેમ છો મઝા આવે છે ને કોલેજ માં" નક્ષ એ પૂછ્યું.

"અમને તો મઝા આવે છે પણ આ નિયા ને તારા વગર નથી ગમતું એ કોલેજ પણ નઈ આવતી હવે તો " નિશાંત બોલ્યો.

"છેલ્લા વર્ષ માં ચાલે એતો " નક્ષ બોલ્યો.


થોડી વાર વાત કરી પછી ફોન મૂકી દીધો. થોડી વાર બધા ત્યાં જ બેઠા હતા. ફોટો પાડતા હતા. નિયા અને નિશાંત રોઝ ને લઇ ને મસ્તી કરતા હતા ત્યારે આદિ એ બંને નો ફોટો પાડી લીધો હતો. થોડી વાર પછી નિયા બોલી,
"ચાલો આઈસ્ક્રીમ ખાવા જઈએ "


"નાં મને શરદી થઈ ગઈ છે " મનન બોલ્યો.

" તો તું જોજે અમે ખાઈશું " તેજસ મસ્તી માં બોલ્યો.

" નાં ખાઈ લેવાનો શરદી મટી જાય " નિયા બોલી.


થોડી વાર પછી,


બધા આઈસ્ક્રીમ ખાતાં ખાતાં વાત કરતા હતા પણ નિયા નું ધ્યાન તો ખાલી ખાવા માં જ હતું.

"નિયા કેવું ફિલ થાય છે ?" મનન એ પૂછ્યું.

"શેના માટે નું" નિયા એ પૂછ્યું.

" માનિક એ આવું કર્યું એના માટે નું " તેજસ બોલ્યો.

" એમાં શું. બધા આવા જ હોય બોલે શું અને કરે શું. અને કોઈ પણ આપણી સાથે લાઈફ ટાઈમ થોડું રહેવાનું છે. લાઈફ ની બુક નાં નવા ચેપતર માં નવા માણસો નવા ફ્રેન્ડ એડ થાય કરે છે. " નિયા બોલી.

" એટલે તને કંઇ ફરક જ નઈ પડતો એમ ને " નિશાંત એ પૂછ્યું.

"ફરક પડવાની વાત નથી નિશાંત. જ્યારે મન એટલે કે હું, આદિ અને માનિક જોડે હતા એ મસ્તી અને વાત કોઈ દિવસ પછી આવવાની નથી. પણ હું એને કંઇ પણ કરું એને ભુલાવી તો નથી શકવાની. " નિયા બોલી.

" મને કેમ એવું લાગે છે તું કંઇ વધારે જ હર્ટ થઈ છે " આદિત્ય એ પૂછ્યું.

"વધારે નઈ પણ હા થોડી હર્ટ તો થઈ છું. એટલા માટે કે હવે જે મને કોઈ ની પર જલ્દી દયા આવી જતી હતી એ નઈ આવે. અને વિશ્વાસ પણ નઈ રહે " નિયા એક દમ શાંતિ થી બોલી.

"હા એ તો છે " આદિ બોલ્યો.

" પણ મને એક વાત હજી ખબર નઈ પડતી કે તું ઓપન માઇક માં બોલે છે એ કોના માટે બોલે છે " નિશાંત એ પૂછ્યું.

" બસ ખાલી મારા માટે. " નિયા બોલી.

"ઓકે " હવે કોઈ આગળ બોલે એ પેલા નિયા બોલી, "જઈએ હવે સાડા દસ થવા આવ્યા છે "

"હા હું તને મૂકી જાવ. " મનન બોલ્યો.

"હા "


બે દિવસ પછી,


નિયા એ નક્ષ ને ફોન કર્યો કેમકે તે દિવસ પછી નિયા એને ફોન કરવાનો જ ભૂલી ગઈ હતી.

"બોવ જલ્દી ફોન કર્યો તે " નક્ષ બોલ્યો.

" સોરી યાર ભૂલી ગઇ હતી. " નિયા કોઈ ને મનાવતી હોય એમ બોલી.

"ઓકે ઓકે " બંને બોવ ટાઈમ પછી વાત કરતા હતા એટલે વાત નો સ્ટોક પણ સારો એવો હતો.

પછી અચાનક નક્ષ બોલ્યો, " નિયા ભૌમિક રિયા ને લવ કરે છે "

"વૉટ? કંઇ રિયા મારી ફ્રેન્ડ કે બીજી કોઈ "

" હા તારી ફ્રેન્ડ જ "

" તને કેમની ખબર ?" નિયા એ પૂછ્યું.

" મે તને ફોન કર્યો ત્યારે હું સુરત હતો. ભૌમિક જવાનો હતો બીજે દિવસે કેનેડા એટલે મળવા ગયો હતો ત્યારે ખબર પડી "

"ઓહ એને રિયા ને કીધું " નિયા ખુશ થતા બોલી.

"ઓ મેડમ હજી એને કોઈ ને પણ નઈ કીધું. અને મને પણ નઈ તો પણ મને ખબર પડી ગઈ. " નક્ષ બોલ્યો.

"ઓહ હવે તો એ બે વર્ષ પછી આવશે ને?" નિયા એ પૂછ્યું.

"હા. પણ એ આવે એ પેલા તારે એક કામ કરવું પડશે "

"શું?" નિયા ને ખબર ના પડતા પૂછ્યું.

" રિયા ના મગજ માં શું ચાલે છે એ. મતલબ એ ભૌમિક માટે શું વિચારે છે એ "

"ઓકે બીજું કંઈ " નિયા બોલી.

"હા તું ક્યારે મળવા આવે છે મને ?" નક્ષ એ પૂછ્યું.

"જોઈશું ક્યારે આવવું એ "

"ઓકે. ઓપન માઇક કેવું ચાલે " નક્ષ એ પૂછ્યું.

"હમણાં થી નઈ જવાયું. પણ છેલ્લી વખતે ગઈ હતી ત્યારે મેમ તારું પૂછતા હતા ક્યાં છે ને શું કરે છે એ બધું "

" ઓકે. નિયા એક વાત કહું " નક્ષ બોલ્યો.

" હા બોલ ને તને નાં થોડી બોલવાની "

" મમ્મી ને એક છોકરી ગમે છે મારા માટે. અને જોવા જવાનું કહે છે "

"ઓહ સરસ " નિયા બોલી.

"સરસ શું. યાર હમણાં મારે મેરેજ નથી કરવા " નક્ષ થોડું ચિડાઈ ને બોલ્યો.

"યાર આંટી એ મેરેજ કરવાનું ક્યાં કીધું છે ખાલી છોકરી જોવાનું કીધું છે. "

" ઓકે તો મે કેવા શું એને જઈને "

" તારે જે કહેવું હોય એ." નિયા બોલી.

" નિયા મારે કોઈ ને લાઈફ માં નઈ આવવા દેવું હમણાં " નક્ષ બોલ્યો.

" નક્ષ કોઈ ને કોઈ દિવસ તો કોક આવવાનું જ છે ને. આજે નઈ તો બે વર્ષ પછી "

"હા "

" તો પછી" નિયા બોલી.

"સારું મળી આવા એને. તારે શું પ્લાન છે " નક્ષ એ પૂછ્યું.

"શેનો"

" મેરેજ કરવાનો "

" તું એક જ બાકી હતો આ પૂછવામાં. હજી વાર છે બે ત્રણ વર્ષ ની "

"ઓકે. સારું ચલ પછી વાત કરું. મમ્મી બોલાવે છે "

" હા ઓકે " કહી ને નિયા એ ફોન મૂક્યો.

ત્યાં ડોરબેલ વાગી. ટ્રીન... ટ્રીન...


" ઓહ પર્સિસ. કેમ આટલી જલ્દી આવી. બધું બરાબર છે ને ?" નિયા બોલી.

" નાં યાર બોવ અજીબ ફિલ થાય છે. કંઇ ખાવ છું તો પણ ભાવતું નથી " પર્સિસ ધીમા અવાજે બોલી.

"ઓય તને તો તાવ આવે છે " નિયા પર્સિસ નાં માંથા પર હાથ મૂકી ને ચેક કરતા બોલી.

" અરે રે " ત્યાં તો નિયા દવા લઈ ને આવી ને પર્સિસ ને આપતા બોલી,
" આ પી લે અને શું જા. રાત સુધી માં તો સારું થઈ જશે."

"નિયા ક્યાં થી દવા લઈ આવી તું " પર્સિસ દવા પીતાં પીતાં બોલી.

"છે મારી પાસે અમુક દવા" નિયા એ કહ્યું.

પછી પર્સિસ સૂઈ ગઈ અને નિયા એનું લેપટોપ લઇ ને કામ કરવા લાગી.

રાતે આઠ વાગ્યે પર્સિસ એ ઊઠી ને આગળ નાં રૂમ માં નિયા જ્યાં બેઠી હતી ત્યાં આવી.

" Thank you નિયા. હવે બોવ જ સારું લાગે છે સવાર કરતા " પર્સિસ બોલી.

"મેન્શન નોટ બેબી. " 😉

પછી બંને જમી ને ઘરે વાત કરી ને બાલ્કની માં બેઠા હતા. નિયા તો દરરોજ બાલ્કની માં બેસતી પણ આજે પર્સિસ પણ એનો સાથ આપવા બેઠી હતી.

બંને વાતો કરતા હતા. પર્સિસ જેનિસ નું બધું કહેતી હતી. પછી અચાનક કંઇ યાદ આવતા પર્સિસ બોલી,
" નિયા તારો અને નિશાંત નો પેલો પિક મસ્ત હતો. રોઝ વાલો "

"હે.. ક્યો પિક ?" નિયા બોલી.

" નિશાંત નાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ને એમાં છેલ્લે મૂક્યો છે એ. "

"નઈ જોયો મે " નિયા બોલી.

થોડી વાર વાત કરી બંને સૂઈ ગયા.


રાત નો એક વાગ્યો હતો. ત્યાં નિયા નાં ફોન માં રિંગ વાગી. ફોન રિયા નો હતો એટલે નિયા પર્સિસ ને ડિસ્ટર્બ નાં થાય એટલે આગળ ની રૂમ માં જતી રહી.


થોડી વાર પછી

"ઓય રિયા કેમ તારી આંખ આટલી બધી લાલ થઈ ગઈ છે. તું રડી હતી. "

"રિયા શું થયું બોલ ને યાર "



શું થયું હસે રિયા ને ?

કેમ એને રાત ના એક વાગે નિયા ને ફોન કર્યો ?

નિયા અને માનિક પહેલા જેવા દોસ્ત બનશે?