છ વાગ્યા ને દસ મિનિટ થવા આવી નિયા હજી દેખાઇ રહી નઈ હતી. માનિક બધા કરતા વધારે ચિંતા કરતો હતો. જ્યારે આદિત્ય , નિશાંત, મનન અને તેજસ ને એટલો વિશ્વાસ હતો કે હમણાં નિયા આવશે પણ ખાલી માનિક ને જ વિશ્વાસ નઈ હતો નિયા પર.
સવા છ વાગે નિયા આવી. બ્લેક જીન્સ , લાલ કલર નું ક્રોપ ટોપ, શૂઝ. એના વાળ એની આંખ માં આવતા હતાં. અને ભૌમિક એ આપેલું બેગ લટકાવેલું હતું.
"ક્યાં હતી? ઘરે પણ તાળું હતું? ફોન પણ સવિચ ઓફ હતો " માનિક એક પછી એક સવાલ કરવા લાગ્યો.
" નિયા આ નાના છોકરા નું ટોપ કેમ પહેર્યું છે ?" તેજસ બોલ્યો.
" ઓ ભાઈ એને ક્રોપ ટોપ કહેવાય " નિશાંત 😛 બોલ્યો.
" હા નિયા આમ અચાનક કેમ પાર્ટી " મનન એ પૂછ્યું.
" હા નિયા બોલ " આદિ એ પૂછ્યું.
" અહીંયા ઉભા ઉભા જ જવાબ આપું બધા કે અંદર જવાનું છે. " નિયા બોલી.
એ લોકો જ રેસ્ટોરન્ટ માં ગયા હતા ત્યાં એક નાનું ગાર્ડન હતું. ત્યાં બધી ખુરશી પણ ગોઠવેલી હતી. નિયા તો ત્યાં એક નાની મસ્ત ખુરશી હતી ત્યાં જઈ ને બેસી ગઈ.
"નિયા ત્યાં મારે બેસવું હતું " નિશાંત આવતા ની સાથે બોલ્યો.
"ઓહ હ્.... ઓહ હ.. " તેજસ અને મનન 😜 બોલ્યા.
"તું બેસીશ તો આ ખુરશી તૂટી જસે નિશાંત " નિયા બોલી.
" વધારે વજન નથી ખાલી 60 કા તો થોડું વધારે હસે " નિશાંત બોલ્યો.
"મારું તો 45 છે 🤭🤭 " નિયા હસતા હસતા બોલી.
" થોડી વાર પછી બેસી જજે બસ " નિયા એ નિશાંત ને કીધું.
"હવે તો બોલ કેમ પાર્ટી આપે છે ?" તેજસ એ પૂછ્યું.
" રિઝલ્ટ ની તમને શું લાગ્યું 🤨" નિયા બોલી.
" હું તો મસ્તી માં કહેતો હતો તને " મનન ને યાદ આવ્યું એને પાર્ટી નું કીધું એટલે એને કહ્યું.
" પણ હું મસ્તી નથી કરતી " નિયા બોલી.
"ચાલો સરસ પાર્ટી તો આપી તે " તેજસ બોલ્યો.
થોડી વાર સુધી એ લોકો એ વાત કરી પછી નિયા નાં બેગ પર અચાનક ધ્યાન જતા આદિ એ પૂછ્યું,
" પણ આ બેગ માં શું છે?"
"એક મિનિટ" નિયા બેગ ખોલતી હતી.
નિયા એ પહેલાં તો નિશાંત, મનન, તેજસ અને આદિ ને એક એક 5 સ્ટાર આપી. અને માનિક ને નઈ આપી.
"માનિક તને તો નથી ભાવતી ને ?" નિયા એ પૂછ્યું.
" ભાવે છે ને કોને કીધું નથી ભાવતી એવું" માનિક હસતા હસતા બોલ્યો.
નિયા એ કંઇક ગિફ્ટ જેવું પેક કર્યું હતું એ માનિકને આપ્યું. માનિક ખુશ થઈ ને એ ખોલતો હતો. આદિ, તેજસ , નિશાંત અને મનન ને સમજ માં નઈ આવતું હતું શું થાય છે એ.
" શું છે લા? આટલી બધી વાર થોડી લાગે ઓપન કરતા " તેજસ બોલ્યો.
" આ તો કિચન છે " માનિક કિચન બતાવતાં બોલ્યો.
પણ પછી એને કીધું , " નિયા આ તો એવું જ કિચન છે મે તને આપ્યું હતું "
" એવું જ નઈ એજ છે " નિયા બોલી અને બધા એની સામે જોતા હતા.
"પણ એ કેમ પાછું આપે છે ?" માનિક બોલ્યો.
" તારી વસ્તુ તારી પાસે જ સારી છે " નિયા બોલી.
" કોઈ ને ગિફ્ટ પાછી નાં અપાય. " માનિક બોલ્યો.
"એક મિનિટ " કહી ને નિયા એ એક સ્ક્રીન શોટ બતાવ્યો.
" વૉટ નિયા આ બધું શું છે ?" સ્ક્રીન શોટ માં જે હતું ને એ બધું વાંચી ને આદિ થોડો ગુસ્સો થયો હતો.
" તમે બધા એજ વિચારતા હસો આ શું છે. તો આ કિચન માનિક એ વિધિ ને આપ્યું હતું પણ વિધિ ને નાં ગમ્યું એટલે એને પાછું આપી દીધું. માનિક ઘરે રાખે તો કોઈ જોઈ જાય તો એને જવાબ નાં આપવો પડે એટલે એને મને આપી દીધું " નિયા બોલી. ત્યારે મનન અને તેજસ ને થોડો વધારે ગુસ્સો આવ્યો હતો.
" યાર સોરી હું બધા ને ખુશ કરવાની ટ્રાય કરું છું અને એ લોકો ને દુઃખી કરી દવ છું. નિયા તું બોવ ખાસ છે મારા માટે. હું તને રડતા નઈ જોઈ શકતો. " માનિક બોલતો બોલતો રડવા લાગ્યો.
" હુહ .... બોલવું બોવ જ સરળ છે માનિક. બોવ ટ્રાય કર્યો તને સમજાવવાનો શાંતિ થી. હવે મારા થી કંઇ સહન નથી થતું. " નિયા આ બોલી ને આદિ ને જેટલું નિયા એ એના ઘરે ગયો હતો એ બધું પાછું યાદ આવી ગયું.
" નિયા શું બોલે છે તું " તેજસ એ પૂછ્યું.
"એક મિનિટ " નિયા એ એની બેગ માં થી એક ગુલાબ કાઢ્યું અને બોલી, " હું કંઇ કહેવા માંગુ છું. "
ગુલાબ જોઇને તેજસ, મનન અને નિશાંત નાં મન માં બોવ બધા સવાલ આવી ગયા હતા. અને આદિ ને લાગતું હતું આજે કંઇક બોમ્બ ફોડશે નિયા.
" માનિક શું તું હંમેશા મારો સાથ આપીશ. " નિયા પ્રોપોસ કરતી હોય એમ ગુલાબ લઇ ને બેસી અને બોલી.
આદિત્ય ને તો શું બોલવું એ સમજાતું નઈ હતું. કેમકે એને એક ને જ ખબર હતી નિયા ને માનિક પર કેટલો ગુસ્સો આવે છે એ.
" હા કેમ નઈ " માનિક રડતો રડતો બોલ્યો અને જેવો એ નિયા નાં હાથ ને પકડવા ગયો એવું જ નિયા એ ગુલાબ ને ફેકી દીધું.
"જૂઠી પ્રોમિસ આપતા કોઈ તારી પાસે થી શીખે માનિક " નિયા એની જગ્યા એ બેસતા બોલી.
ગુલાબ નીચે પડ્યું ત્યારે આદિ નાં ચહેરા પર યુધ્ધ જીતી લીધું હોય એનાથી પણ વધારે ખુશી હતી.😍
" નિયા આ શું હતું ?" માનિક ગુસ્સે થતા બોલ્યો.
" એક મિનિટ માનિક આ સ્ક્રીન શોટ જો પછી તું મને કહે આ શું હતું ?" નિયા ફોન આપતા બોલી.
"હા તો એમાં ખોટું શું કીધું છે " માનિક હજી ગુસ્સા માં બોલતો હતો.
" નિયા આ શું બોલે છે " તેજસ એ પૂછ્યું.
" તેજસ એને મારા ફ્રેન્ડ ને એવું કીધું કે નિયા બોવ બદલાઈ ગઈ છે અને બીજું બધું તો કીધું જ. પણ છેલ્લે એવું પણ કીધું કે નિયા મારી છે એને કોઈ મારી પાસે થી છીનવી નઈ શકે. હવે તેજસ તું જ બોલ આમાં ખોટું કોણ છે ?" નિયા બોલી.
આદિત્ય એ નિયા નો ફોન લઈ ને સ્ક્રીન શોટ વાંચતો હતો.
માનિક રડતો હતો બધા ને બતાવવા કે એ દુઃખી છે.
" ભૂલ થઈ ગઈ મારી માફ નાં કરી શકે દોસ્ત ને " માનિક બોલ્યો.
"દોસ્ત. ક્યાં હક થી કહે છે જ્યારે તને મારા પર ભરોસો જ નથી. અને આજે પણ તું ચેક કરવા ઘરે આવ્યો હતો કે હું સાચું બોલું છું કે ખોટું " નિયા બોલી.
"નિયા શું થયું હતું સાચું બોલ" આદિ એ કહ્યું.
" ચાર વાગે માનિક નો ફોન આવ્યો હતો ત્યારે મે એને એવું કીધું હતું હું બાર છું. તો ત્યારે એને પર્સિસ ને મેસેજ કરી ને પૂછ્યું હતું કે નિયા ક્યાં છે. ચાલો આ વાત હું જવા દવ. પણ હમણાં સાડા પાંચ વાગ્યે જ્યારે એ અહીંયા આવ્યો ત્યારે કોઈ નઈ આવ્યું હસે કદાચ તો એ ઘરે આવ્યો હતો પણ ઘર લોક હતું એટલે એ જતો રહ્યો. મે બોવ વાર કીધું છે મને પૂછ્યા વગર પીજી માં આવવું નહિ પણ માનિક ને તો જ્યારે મન થાય ત્યારે ટાઈમ જોયા વગર જ આવી જાય છે. " નિયા બોલી.
" હા અમે કોઈ ફોન કર્યો વગર જતા નથી " આદિ એ કહ્યું.
" સોરી નિયા ભૂલ થઈ ગઈ. " માનિક બોલ્યો.
" સોરી તારું તારી પાસે જ રાખ અને મહેરબાની કરી નેં આવી બધી હરકતો મારી સામે નાં કરતો. " નિયા બોલી.
" હરકતો ? એટલું બધું તો શું કર્યું છે ? " મનન અને તેજસ બોલ્યા. કેમકે નિશાંત સુરત આવ્યો હતો એટલે એને થોડી થોડી તો ખબર જ હતી.
" હા માન્યું કે એ કાર્ડ મે વિધિ ને આપ્યું હતું. પણ એટલી વાત માં તું આટલું બધું નાં બોલી શકે. આ અહીંયા બધા ને બોલાવી ને કહેવા શું માંગે છે તું " માનિક ગુસ્સા માં બોલ્યો.
" તો તું છૂપાઈ ને અમે ક્યાં જઈએ છે એનું ધ્યાન કેમ રાખે છે. હું મનન જોડે જાવ એ તને નથી ગમતું. મનન સાથે વડાપાવ ખાવા ગયેલી તો પણ તને પ્રોબ્લેમ છે. આદિ સાથે જાવ તો તને નથી ગમતું. નિશાંત અને તેજસ સાથે મસ્તી કરું તો પણ તને નથી ગમતું. " નિયા બોલી.
"હા હવે કંઇ નઈ કહું તને " માનિક બોલ્યો.
" પણ આપડે વડા પાવ ખાવા ગયા એ એને કેમની ખબર" મનન એ પૂછ્યું.
" હું એ બાજુ થી જતો હતો એટલે જોયું " માનિક બોલ્યો.
"જતો હતો નઈ સાચું બોલ ને હું મનન સાથે ક્યાં જતી હતી એ જોવા ત્યાં આવ્યો હતો " નિયા આજે બોવ જ ગુસ્સા માં લાગતી હતી.
આદિત્ય અને નિશાંત શાંતિ થી મૂવી જોતા હતા આ શું ચાલે છે એ.
" હા જોવા જ આવ્યો હતો બસ " માનિક ગુસ્સા 😡🤬 માં બોલ્યો.
" માનિક તું મસ્તી માં નથી બોલ્યો એક પણ વાત. જ્યારે હોય ને ત્યારે મારું અને મનન નું નામ જોઇન્ટ કરે છે. મસ્તી માં કરતો હોય અને રિયલ માં કરતો હોય એમાં ફરક મને સમજાય છે " નિયા બોલી.
" શું ફરક સમજાય છે" માનિક ગુસ્સા માં 😡 બોલ્યો.
" તું મને અને મનન ને સાથે નથી જોઈ શકતો. મનન નઈ બીજા કોઈ ની સાથે મને નઈ જોઈ શકતો. " નિયા હવે ગુસ્સા માં બોલતી હતી. કેમકે માનિક ને તો એવું લાગતું હતું કે એની કોઈ ભૂલ જ નથી.
"ચુ** તું આવું જ વિચારે છે અને પછી બીજા ને કહે છે આ કેવું વિચારે છે પેલા પોતાના વિચાર જો પછી બીજા ને કેજે " મનન એકદમ ગુસ્સા 🤬 માં બોલ્યો.
" હું એવું વિચારતો જ નથી " માનિક હજી પણ કંઇ માનતો નઈ હતો.
"અપને બાપ કો મત સીખા " હવે મનન એક દમ ગુસ્સા માં 😡 આવી ગયેલો. તેજસ ને તો બીક હતી કે આ ઊભો થઈ ને મારી નાં દે.
"રિયાન પણ મારો બોયફ્રેન્ડ લાગે છે તને અને મનન, નિશાંત અને આદિ પણ. બોવ વાર ટ્રાય કર્યો તને અને તારી વાત ને ઈગનોર કરવાનો પણ તને તો છુટ મળી ગઈ હોય એમ ગમે એમ બોલવા વાગ્યો તું. " નિયા બોલતી હતી ત્યારે વચ્ચે તેજસ એ પૂછ્યું,
"નિયા બીજા કોઈ સાથે પણ જોઈ નથી શકતો એનો મતલબ શું છે "
" આ કંઇ પણ બોલે છે નિયા. મારે નઈ જોઈતી પાર્ટી ચાલો બધા " માનિક ને લાગ્યું કે હવે એની બધી પોલ ખુલી જસે એટલે એને કહ્યું.
"નાં અમારે નથી આવવું આજે તો બોલી દે નિયા શું બોલ્યો છે એ " અત્યાર સુધી શાંત બેસેલા નિશાંત એ કહ્યું.
" જેને જવું હોય એ જઈ શકે છે. " નિયા બોલી.
" પતાઈ દે તારી કથા. દરરોજ સાંભળવી એના કરતાં તો સારું આજે જ પતી જાય. " માનિક થોડું હસતા હસતા બોલ્યો.
નિયા ને હવે ગુસ્સો કન્ટ્રોલ નઈ થતો હતો અને એની બાજુ માં એક નાનો પથ્થર પડ્યો હતો એ લેવા જ જતી હતી પણ મનન એ એનો હાથ પકડી ને આંખ નાં ઈશારા માં કઈ દીધું આવું નાં કરીશ. એટલે નિયા એ પથ્થર નીચે મૂકી દીધો.
" ચાલ નિયા આજે તો બોલ તું અને અમે સંભાળી એ. અમને પણ ખબર પડે કોણ સાચું છે " તેજસ એ કીધું.
" હું જ સાચું બોલું છું. " માનિક ગર્વ થી બોલ્યો.
હજી પણ માનિકને એમ જ લાગતું હતું કે એ જ સાચો છે અને એક બાજુ તો ખુશ પણ થયો હતો કે જો એ સાચો હસે તો નિયા સાથે ની દોસ્તી આ લોકો તોડી નાખશે અને નિયા પછી એની સાથે બોલશે.
" નિયા બોલ " નિશાંત એ કહ્યું.
" એટલું બધું છે ને તો ક્યાંથી બોલવું એ સમજ માં નથી આવતું યાર " નિયા બોલી.
" એક કામ પેહલે થી ચાલુ કર. આજે તો આ વાત પતાવી જ પડશે બોવ વધી ગયું છે. " શાંત બેસેલો આદિ બોલ્યો.
" પેહલે થી એટલે " માનિક ને સમજ માં તો આવ્યું નઈ આવ્યું એટલે એને પૂછ્યું.
" એ બોલે ત્યારે જોઈ લેજે " મનન બોલ્યો.
" તમે સપોર્ટ માં કોના છો? આમ તો મારા જ હસો કેમકે નિયા કરતા હું વધારે જોડે હોવ છું તમારી એટલે " પછી આદિત્ય બાજુ જોઈ ને બોલ્યો, " હા અમુક હસે કે થોડા દિવસ ની નવી દોસ્તી ને લીધે બીજા ને સપોર્ટ કરશે. "
" હા હું નિયા નાં જ સપોર્ટ માં છું " આદિ બોલ્યો.
" હું પણ " મનન અને નિશાંત બોલ્યા.
" હું નિયા બોલે પછી વિચાર કરીશ " તેજસ બોલ્યો.
"નિયા તું બોલવાનું ચાલુ કર " તેજસ બોલ્યો.
" વાત એમ છે કે માનિક એ બધા ની સામે મતલબ કે તમારા પાંચ ની સામે એમ બતાવ્યું છે કે હું એની બેસ્ટ ફ્રેન્ડ છું. પણ એવું કંઇ છે જ નહિ. હા હું માનતી હતી પેલા એને કે ફ્રેન્ડ છે પણ એ છે અત્યારે હતો છે. એક વાર નઈ બોવ ટાઈમ વિશ્વાસ તોડ્યો છે અને જૂથ પણ બોવ બોલ્યું છે. બોવ ટાઈમ માનિક ને સમજાવવાનો ટ્રાય કર્યો. પેલા અઠવાડિયા માં એક વાર એ મારા પર ગુસ્સે થતો ગમે તેમ બોલતો. એક ફ્રેન્ડ છે એમ માની ને કંઇ નાં કીધું. પણ માનિક ને તો મારા પર વિશ્વાસ જ નઈ હતો. એને રિયા અને રિયાન સાથે ની મારી દોસ્તી તોડવાનો ટ્રાય કર્યો. " નિયા બોલતી હતી ત્યારે વચ્ચે તેજસ બોલ્યો,
" રિયા અને રિયાન તો તે દિવસ એ તારા ઘરે હતા એજ ને ?"
" હા એજ. " નિયા એ કહ્યું.
" તો મે કંઇ ખોટું નઈ કીધું હતું એ લોકો ને સાચું જ કીધું છે ને તું બોવ બદલાઈ ગઈ છે " માનિક એવી રીતે બોલતો હતો કે આજે બધા એની સાથે થઈ જાય.
" એક મિનિટ માનિક. એની લાઈફ છે એ જ કરે એ તું કંઇ નાં કહી શકે એને " મનન બોલ્યો.
"હા તો હું ક્યાં કહું છું હું કહું એ કરે પણ એને કોઈ ખોટું નાં બોલે એટલે મે કીધું હતું પણ ભલાઈ નો જમાનો જ નથી " માનિક બોલ્યો.
"ઓહ હેલ્લો હું કહું શું બોલ્યો છે તું એ " નિયા બોલી.
" નિયા બોલતા બધા ને જ આવડે પ્રૂફ છે તારી પાસે હું એવું કંઇ ખોટું બોલ્યો છું એ " માનિક ને હજી એવું જ લાગતું હતું કે એ સાચો છે.
" આપડે પેલે થી જ ચાલુ કરીએ એટલે બધા ને ખબર તો પડે " આદિ બોલ્યો.
" હા સાચી વાત " નિશાંત એ કહ્યું.
" પેલી વાત તું જૂઠું બોલ્યો કાર્ડ માટે. જે દિવસે આપ્યું હતું એજ દિવસે વિધિ લઇ ગઈ હતી અને તે એવું કીધું મમ્મી એ ક્યાંય મૂકી દીધું છે. રિયાન ને તે એવું કીધું એ હજી વિધિ પાસે જ છે અને મને એવું કીધું એ પાછું આપી દીધું છે. " નિયા આગળ કંઇ બોલે એ પેલા માનિક ગુસ્સા માં બોલ્યો
" એક કાર્ડ માટે આટલો બધો તમાસો કરે છે તું ?"
નિયા ને હવે એના ગુસ્સા માં કંટ્રોલ રાખવો એ બોવ હાર્ડ હતું પણ મનન એ એને ઈશારા માં નાં પાડી હતી.
" વાત કાર્ડ બીજા ને આપ્યું એની નથી વાત છે વિશ્વાસ ની અને સાચું બોલવાની " નિયા બોલી.
" ઓકે ભૂલ થઈ ગઈ મારી " માનિક વાત પતાવતો હોય એમ બોલ્યો.
" એક વાર થાય તો ભૂલ માની લેવાય દર વખતે થાય એ ભૂલ નાં કહેવાય " આદિ બોલ્યો.
" અને જ્યારે મારું બીજુ ઓપન માઇક હતું ત્યારે તું એ ચેક કરવા ત્યાં આવેલો કે હું સાચું ત્યાં જ છું કે બીજે ત્યાં. " નિયા બોલી.
" સાચું બોલ તો તું ત્યાં કેમ ગયેલો " તેજસ એ પૂછ્યું.
" હા જોવા જ ગયો હતો. મને નક્ષ અને ભૌમિક પર સેજ પણ વિશ્વાસ નથી " માનિક બોલ્યો.