મન : સંબંધ મિત્રતા નો - 35 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 35




બે દિવસ ની વાર હતી એક્ઝામ માં.

શુક્રવાર હતો આજે અને સોમવાર થી એક્ઝામ ચાલુ થવાની હતી.

નિયા અને પર્સિસ આજે વાંચી ને કંટાળી ગયા હતા એટલે હવે એમને વાંચવા નું મૂકી દીધું હતું. પર્સિસ ને જેનિસ નો ફોન આવતા એ એની સાથે વાત કરતી હતી અને નિયા મેડમ ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતાં હતાં.

ત્યાં માનિક નો ફોન આવ્યો.

"હાઈ કેટલું વાંચ્યું. " માનિક એ પૂછ્યું.

"વાંચ્યું તો છે હવે પેપર આવે પછી ખબર પડે " નિયા બોલી.

"રેંકર લોકો ને શું હોય. "

"હા બોવ સારું " નિયા બોલી.

"યાર કાલે રાતે તો મને ઊંઘ જ નથી આવી "

"કેમ ? એવું તો શું કરતો હતો તું 🤨" નિયા એ પૂછ્યું.

"પેટ માં દુખતું હતું "

"ઓહ બધાઈ હો " નિયા એની મસ્તી કરતા બોલી. 😅

"નાં હવે એવું નઈ. વધારે ખવાય ગયું હતું " માનિક બોલ્યો.

"ઓકે "


5 મિનિટ પછી,


"કાલે મળવું છે મારે. બોવ એકલું ફિલ થાય છે " માનિક એ કીધું.

"કેમ "

"બસ મળવું છે કીધું ને તને " માનિક થોડો ગુસ્સા માં બોલ્યો.

"સોમવાર થી એક્ઝામ છે. ખબર છે ને ?" નિયા એ પૂછ્યું.

"હા તો એક કલાક માં કંઇ નઈ થઈ જવાનું "

"હું નઈ આવી શકું " નિયા એ કહ્યું.

"એતો એવું જ ને. હમણાં બીજા કોઈ એ કીધું હોય તો તરત જ જાય "

"શું મતલબ છે તારો બીજા ને કીધું હોય એનો ?"

" ભૌમિક અને નક્ષ સાથે તો જાય જ છે ને. તું snap નાં મોકલું પણ એ બંને માંથી કોઈ નાં સ્ટેટ્સ પર હોય જ છે."

"તો " નિયા એ પૂછ્યું.

"એ બંને સાથે બહાર જવાય છે. છેલ્લે તો તમે ત્રણ બરોડા પણ ગયેલા અને મને કીધું પણ નઈ હતું એતો નક્ષ નાં ઈન્સ્ટાગ્રામ નાં સ્ટેટ્સ પર થી ખબર પડી તમે ત્યાં છો એમ "

"એટલે કહી ને જવાનું એમ તને ?" નિયા એ પૂછ્યું.

"હા તો કહી ને જતા શું થાય તને. અને એમ પણ નક્ષ અને ભૌમિક તો તારા શું છે એ બધી ખબર છે મને ?"

"શું ખબર છે મને પણ કહે. મને પણ ખબર પડે " નિયા એ પૂછ્યું.

"કંઇ વધારે જ ફ્રેન્ડ છે જ્યારે હોય ત્યારે જોડે જ હોય. રીડિંગ વેકેશન માં પણ તમે કેટલી વાર મળ્યા છો. અને મે કીધું ત્યારે એક્ઝામ છે " માનિક પાછો ગુસ્સા માં બોલ્યો.

"ઓકે બીજું કંઈ "

"બાકી શું રાખ્યું છે બોલવા જેવું તે. મળવું નથી, ટાઈમ નથી બધા બહાના તારી પાસે તૈયાર જ હોય છે" માનિક વધારે પડતો ગુસ્સો કરી ને બોલતો હતો.

"ઓકે "

"તારું અને મનન નું શું ચાલે છે ને એ બધી ખબર છે મને "

"ખબર છે તો રાખ ને મને શું કેહ છે " નિયા બોલી.

"તમે બંને ક્લાસ માં એક બીજા ની સામે જોવો છો અમુક વાર. અને અમુક વાર ઈશારા માં વાત કરો છો. બધી ખબર છે મને. " માનિક એ કંઇ મોટી વાત કરી હોય એમ ખુશ થઈ ને બોલ્યો.

"હા મને પણ ખબર છે કોણ મારી સામે જોવે છે એ? "

"કોણ બોલ તો ?" માનિક નામ જાણવામાં કંઇ વધારે જ આતુર હોય એમ બોલ્યો.

"તું ? તારું લેક્ચર માં સર યા મેમ ભણાવે એના કરતાં તો હું શું કરું છું એમાં ધ્યાન હોય છે "નિયા બોલી.

"ખોટું બોલતા તો કોઈ તારી પાસે થી શીખે " માનિક બોલ્યો.

પણ નીયા જૂથ નઈ સાચું બોલતી હતી કેમકે માનિક એવું જ કરતો હતો. નિયા એ કહ્યું, " ઓકે હું જૂઠું બોલતી હોવા પણ જ્યારે બહાર આવશે ત્યારે ખબર પડી જસે કોણ જૂથ બોલે છે"

"નિયા બોલતા તો બધા ને આવડે. તું પણ એમાંથી એજ છે. પ્રૂફ હોય પછી બોલજે બધું. "

"ઓકે. પણ તું જે કપડાં નો કલર મેચ કરે છે એનું શું?" નિયા એ પૂછ્યું.

"મનન સાથે મેચ થાય ત્યારે તને ગમે અને મારી સાથે મેચ થાય એ નઈ ગમતું. " માનિક બોલ્યો.

"મેચ થઈ જાય અને મેચ કર્યું એ બંને અલગ છે " નિયા બોલી.

"હા તારી ચોપડા ની લાઈન તારી પાસે જ રાખ "

"ઓકે તું પણ તારી હદ માં જ રેજે તો " નિયા કંઇ ક બોલવાનો ટ્રાય કર્યો પણ આગળ નાં બોલાયું.

"હું હદ માં જ છું. તારી જેમ બધા ને લઈ ને નઈ ફરતો "

હવે નિયા એ જે કંટ્રોલ રાખ્યો હતો એ પતી ગયો એટલે એ બોલી , " હું કોઈ ને લઈ ને નથી ફરતી "

"મનન તો ફિક્સ જ છે ને "

"તને તો બધા ફિક્સ જ લાગે ને. પેલા આદિ સાથે નામ જોઇન્ટ કર્યું હવે મનન સાથે "

"એ દિવસે તો ગુસ્સા માં હતો એટલે બોલી ગયો " માનિક બોલ્યો.

"મને નઈ લાગતું હવે. "

"ઓકે હસે કાલે આવીશ મળવા આવી જજે " માનિક ઓર્ડર આપી રહ્યો હોય એ રીતે બોલ્યો.

"હું નઈ જ આવું " નિયા એ બોલી ને ફોન કટ કરી નાખ્યો.



રાતે જમી ને નિયા અને પર્સિસ બાલ્કની માં ઉભા હતા ત્યારે પર્સિસ એ પૂછ્યું,
"કંઇ થયું છે તને ?"

"નાં કંઇ નઈ થયું " નિયા એ કહ્યું.

"ઓકે. તો સારું "


બીજે દિવસે

સવાર થી નિયા અને પર્સિસ એક્ઝામ નું વાંચતા હતા. બપોરે જમી ને પણ તરત જ વાંચવા બેસી ગયેલા.

3 વાગ્યા હસે. હવે બંને ને કાંટાળો આવવા લાગ્યો.
ત્યાં પર્સિસ બોલી, " નિયા તારું વંચાઈ ગયું હોય તો થોડી વાર બહાર આવશે "

"હા ક્યાં જવું છે?" નિયા એ પૂછ્યું.

"ફોટો ફ્રેમ લેવા. જેનિસ માટે. એ કેનેડા જાય છે એટલે એક્ઝામ પછી સુરત જઈશ ત્યારે એ છેલ્લી વાર મળશે એટલે "

"ઓકે જઈએ થોડી વારમાં "

બંને જણા બહાર ગયા. જે લેવાનું હતું એ લઈ ને આવ્યા. આમ એ લોકો થોડા ફ્રેશ પણ થઈ ગયા.


સોમવારે,
બપોરે 3.30


પેપર પત્યા પછી નિયા નીચે આવી.
"કેમ આજે ફેસ આવો છે ?" મનન એ પૂછ્યું.

"કંઇ થયું તો નથી ને ? " આદિત્ય એ પૂછ્યું.

"નાં પણ પેપર સારું નઈ ગયું " નિયા બોલી.

"અરે એમાં શું ? મારા તો બધા એવા જ જાય છે " તેજસ મસ્તી માં બોલ્યો.

થોડી વાર એ લોકો વાત કરી પછી નિયા બોલી, " ચાલો જઈએ "

"હા હું મૂકી જાવ તને ચાલ " માનિક બોલ્યો.

"મનન આવે મને મૂકવા માટે. ચાલ મનન " નિયા એ મનન ને કીધું.


હવે નિયા એ માનિક થી જેમ બને એમ દૂર રેહવાનો ટ્રાય કરતી કેમકે માનિક જ્યારે હોય ત્યારે એના પર ગુસ્સો કરતો અને ગમેતેમ બોલતો એટલે.



આજે ત્રીજું પેપર પત્યું હતું અને નિયા હજી પેપર આપી ની ક્લાસ ની બહાર આવી હતી ત્યાં મનન એ કીધું, "ચાલ હવે બોવ લખ્યું પેપર તે "


"કેમ તું એકલો અહીંયા. બીજા બધા ક્યાં છે ?" નિયા એ પૂછ્યું.

"એ બધા નીચે તારી રાહ જોવે છે " મનન એ કહ્યું.

નિયા અને મનન બંને વાત કરતા કરતા નીચે આવ્યા. ત્યાં બધા બેઠા હતા પણ એની સાથે કોઈ નવી છોકરી પણ હતી જેને નિયા નઈ ઓળખતી હતી.

"જો આ છે નિયા. " તેજસ પેલી છોકરી ને કહેતા બોલ્યો.

નિયા આદિત્ય અને મનન ની સામે જોઈ ને ઈશારા માં પૂછ્યું. "કોણ છે આ ?"

મનન હસવા લાગ્યો. પણ નિયા ને કંઇ સમજ નાં પડી. ત્યાં પેલી છોકરી એ કહ્યું, "હાઈ "

"હાઈ " નિયા એ પણ કહ્યું.

"આ દિવ્યા છે તેજસ ની... " આદિત્ય આગળ કંઇ બોલે એ પેલા નિશાંત વચ્ચે બોલ્યો.
"ભાભી છે "

"ઓહ હાઈ " નિયા એ પાછું હાઈ કીધું.

"હજી એવું કંઇ ફિક્સ નથી " તેજસ બોલ્યો.

આમ એ લોકો હસી મઝાક કરતા હતા ત્યાં નિયા ને ફોન આવ્યો કોઈ નો અને નામ જોઈ ને નિયા નાં ફેસ પર મસ્ત સ્માઈલ 😊આવી ગઈ.


"ઓહ નિયા કોણ છે ?" તેજસ એ પૂછ્યું.

ત્યાં તો માનિક એ ફોન એના હાથ માંથી લઈ લીધો અને બોલ્યો , "રિયાન છે "

"લાવ ને b* ફોન " નિયા બોલી.

"આ સુરતી છે એટલે આવું તો બોલતી જ હોય છે " તેજસ દિવ્યા ને કહેતો હતો.

નિયા એ માનિક પાસે થી ફોન લઇ લીધો અને થોડે દૂર જઈ ને બેસી ગઈ.
"હાઈ નિયા યાર આજે બોવ ખુશ છું હું. કેમનું કહું તને એ સમજ માં નઈ આવતું " રિયાન કંઇ વધારે ખુશ થઈ ને બોલ્યો.

"મને તો બોલ શું થયું એ " નિયા એ પૂછ્યું.

"નીયું મારી જોબ લાગી ગઈ " રિયાન એટલો ખુશ હતો કે એના થી બોલતું પણ નઈ હતું.

"ઓહ congratulations 🎉🎉 " નિયા એ પૂછ્યું.

"LNT માં. સાડા ત્રણ લાખ નું પેકેજ મળ્યું છે. " રિયાન બોલ્યો.

"ચાલો સરસ કંઇ તો સારું કર્યું તે. પાર્ટી ક્યારે આપે છે હવે " નિયા એ પૂછ્યું.

"તને જ્યાં જોઈ તી હોય ત્યાં આપા. ચાલ પછી વાત કરું " રિયાન બોલ્યો.

ઓકે કહી ને નિયા આ લોકો બેઠા હતા ત્યાં આવી.

"ઓહ નિયા કેમ આટલી બધી ખુશ છે " તેજસ એ પૂછ્યું.

" રિયાન ને જોબ મળી ગઈ " નિયા બોલી.

"ઓહ પાર્ટી "આદિત્ય બોલ્યો.

"સુરત આવવું પડે " નિયા એ કહ્યું.

"જોઈએ તો " નિયા બોલી.

આમ એ લોકો નાં એક પછી એક પેપર મસ્ત જતા હતા. નિયા ની પેલું પેપર થોડું ખરાબ ગયું હતું બાકી નાં બધા મસ્ત ગયા હતા. હવે કાલે છેલ્લું પેપર હતું.

નિયા આવી ને થોડી વાર પછી વાંચવા બેસી ગઈ હતી. રાતે જમવાના ટાઈમ પર પર્સિસ એને બોલાવવા આવી. જમી ને નિયા હજી ઉભી જ થઈ હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

"હા બોલ " નિયા બોલી.

"કાલે પેપર પછી કંઇક જઈશું. તું, હું ને આદિ " માનિક બોલ્યો.

"ઓકે જોઈએ " નિયા એ કહ્યું.

"આદિ આવવાનો છે એટલે હા. હમણાં એવું કીધું હોત ને આપડે બંને એકલા જઈએ તો નાં કેશે નઈ. "

"હા એવું જ કંઇક " નિયા બોલી.

"હા એ તો બધું દેખાય છે. મનન ને સ્પેશિયલ કેહવાય છે મૂકવા આવવા માટે નું. એટલે એટલો ટાઈમ સાથે રહી શકાય ને "

"ઓકે તું વિચારે છે ને તો એવું જ હસે " નિયા વાત ને આગળ વધારવા માંગતી નઈ હતી.

"હસે નઈ છે જ.કાલે મલ ને બધું કહું લાઈવ માં જ . આદિત્ય ને પણ ખબર પડે ને "

"ઓકે " કહીંને નિયા એ ફોન મૂકી દીધો.


બીજે દિવસે,

નિયા પેપર પતાવી ને નીચે આવી હતી. આ પેપર પણ મસ્ત ગયું હતું. ત્યાં આદિત્ય અને માનિક ઉભા હતા.

"જવું છે કઈક કે નઈ ?" આદિ એ પૂછ્યું.

"નાં મારે નઈ આવવું આજે " નિયા એ કીધું.

"સારું તો પછી જઈશું " માનિક બોલ્યો.

નિયા ઘરે આવી ને પછી પર્સિસ ને મૂકવા સ્ટેશન ગઈ. ત્યાં થી આવી ત્યારે 5 વાગી ગયા હતા ત્યાં માનિક નો ફોન આવ્યો.

"તમે આવું જ કરો. મારી તો કોઈ ને કઈ પડી જ નથી ને "
માનિક રડતો રડતો 😭 બોલતો હતો.

"કોણ શું કર્યું ? ક્યાં છે તું ?" નિયા એ પૂછ્યું.

"હું જ્યાં હોવ ત્યાં. ઘરે બધા બોલ બોલ કરે. અને તારે મળવું પણ નથી " માનિક ગુસ્સા માં બોલ્યો.

"ત્યાં બોલાય ને તારે જવું છે એમ " નિયા એ કહ્યું.

"હું મરી જાવ છું. બાય " કહી ને ગુસ્સા માં ફોન મૂકી દીધો.

નિયા ટેન્શન માં આવી ગઈ એટલે એને આદિ ને ફોન કર્યો.
"આદિ માનિક ને ફોન કર અને બોલ ઘરે જાય. ખબર નઈ ક્યાં છે એ. પણ રડતા રડતા બોલ્યો. અને મરી જાવ છું એવું કહે છે. મને ગમે તેમ બોલે છે એટલે હું ફોન નઈ કરવાની તું કર. બાય " આટલુું કહી ને નિયા એ ફોન મૂકી દીધો.


થોડી વાર પછી,


આદિ એ કૉલ કર્યો નિયા ને.
"એને બહાર જવું હતું અને આપડે નાં પડી એટલે ગુસ્સે હતો. " આદિ બોલ્યો.

"તો ત્યાં જ કેહવાય ને એને" નિયા એ કીધું.

"હા. બરાબર છે ત્યાં કેહવુ હતું ને " આદિ એ કહ્યું.

"હવે તો એવું થાય છે આ દોસ્તી તૂટી જાય તો સારી. ઝગડા સિવાય કંઇ થતું નથી. " નિયા બોલી.

"બધું બરાબર થઈ જસે. ટેન્શન નાં લે તું " આદિ એ નિયા ને કહ્યું.

"ઓકે"

"આપડે જવું છે ને પોલો ફોરેસ્ટ?" આદિ એ પૂછ્યું.

"હા અત્યારે એટલેકે આ અઠવાડિયા માં જવું હોય તો હું આવીશ. એપ્રિલ માં તો નઈ અવાય. " નિયા એ કહ્યું.

"કેમ ? એપ્રિલ માં શું છે ?"

"સુરત જવાનું છે ઘર શિફ્ટ કરવાનું છે નવા ઘરે એટલે. મમ્મી એકલી કેટલું કરે એટલે જવાની છું હું " નિયા એ કહ્યું.

"ઓહ congratulations 🎉 પાર્ટી ક્યારે આપે છે ?" આદિત્ય એ પૂછ્યું.

"શેની ?"

"નવા ઘર ની. તારે શેની આપવી છે " આદિ એ 😉 પૂછ્યું.

"સુરત આવજે તો. નવા ઘરે ત્યાં જ આપીશ. " નિયા એ કહ્યું.

થોડી વાર બંને એ વાત કરી પછી નિયા ઈશા પાસે ગઈ.





એ લોકો જસે કે નઈ પોલો ફોરેસ્ટ ?

નિયા દોસ્તી તોડી નાખશે મન ની ?

માનિક પોલો ફોરેસ્ટ આવશે કે નહીં ?