શૂરવીર શિવાજી જયંતિ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

શ્રેણી
શેયર કરો

શૂરવીર શિવાજી જયંતિ

ભારત માતાના પનોતા પુત્ર અને માતા જીજાબાઈ ની કૂખ નું નામ સમગ્ર દેશમાં ઉજજવળ કરનાર, વીર યોદ્ધા, મરાઠા રાજ્યને સ્વતંત્રતા અપાવનાર એવા શિવાજી મહારાજે ભારતના ઇતિહાસમાં પોતાનો એક અનોખો ઇતિહાસ રચ્યો છે. આજે પણ ભારતની દરેક માતા પોતાના બાળકની આવા વીર સપૂત જેવો બનાવવા માટે આ હાલરડું જરૂર ગાય છે
' ધણ.ણ...ડુંગરા ડોલે,
શિવાજીને નીંદરું ના આ,
માતા જીજાબાઇ ઝુલાવે, શિવાજીને નીંદરું ના આવે... માતાના વીરતા ભર્યા સંસ્કારોને પૂર્ણ સ્વરૂપમાં પ્રગ ટેલા એવા પિતા શાહજી ભોંસલે નું વહાલ સોયું સંતાન હતા. 19 ફેબ્રુઆરી 1630 માં શિવનેરીના કિલ્લામાં જન્મેલા તેઓ બુદ્ધિ સાડી suryaveer અને દયાળુ શાસક હતા.
સૂફી સંતના આશીર્વાદ થી મળેલ આ સંતાન શિવનો અંશ હશે એવું તેમને કહેવામાં આવ્યું હતું.પિતાના ધર્મ મુજબ, બાળકનું નામ ઓલિયા શાહ શરીફના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પણ શિવાજીમાં અનેરી શ્રદ્ધા ધરાવનાર હિંદુ સ્ત્રી એવા માતા જીજાબાઈએ તેનું નામ શિવાજી રાખ્યું.તેમના પિતાના બીજા લગ્નને કારણે માતા શાહુ ભોંસલે થી અલગ થઈ ગયા અને બાળક શિવાજીની સર્વપ્રકારની તાલીમની વ્યવસ્થા કરવા અનુભવી અને વફાદાર દાદા કોંડદેવને શિવાજીના ગુરુપદે સ્થાપ્યા. ગુરૂજી ની યુદ્ધની સર્વ પ્રકારની તાલીમ અને માતા દ્વારા સંભળાવવામાં આવતી પરાક્રમી, શૌર્ય ભરી વાતોથી તેમનામાં નિર્ભયતા તથા આઝાદીની લડત અંગેનું ઘડતર થયું.ગુરુ એ તેમની સંરક્ષણને લગતી અને યુદ્ધ વિદ્યા માં નિપુણ થાયએવી તાલીમ આપી હતી. એ સાથે ધર્મ,સંસ્કૃતિ અને રાજનીતિની પણ ઉત્તમ શિક્ષા આપી. તે સમયમાં પરમ સંત રામદેવના સંપર્કમાં આવવાથી શિવાજી પૂર્ણપણે રાષ્ટ્રપ્રેમી,કર્તવ્ય પરાયણ અને કર્મઠ યોદ્ધા બની ગયા.તેમના લગ્ન 14મી મે 1640માં તેમના લગ્ન સાઈબાઈ નિંબાળકર સાથે થયા હતા.તેમના પુત્રનું નામ સંભાજી હતું. સંભાજી શિવાજી નો સૌથી મોટો પુત્ર અને ઉત્તરાધિકારી હતો કે જેણે 1680 થી 1689 સુધી રાજ્ય કર્યું.જો કે સંભાજીમાં પિતા જેવી કર્મઠતા અને દૃઢ સંકલ્પનો અભાવ હતો..સંભાજી ની પત્ની નું નામ યશુ બાય અને તેનો પુત્ર રાજારામહતું. શિવાજીના સમર્થ ગુરુ રામદાસ નું નામ ભારતના સાધુ-સંતો તથા વિદ્વાન સમાજમાં સુવિખ્યાત છે.
પિતા બીજાપુર દરબારમાં નોકરી કરતા હોવા છતાં શિવાજી કદી નવાબની નમન કરવામાં માનતા નહીં. પિતાજીને નવાબે જેલમાં પૂર્યા ત્યારે રાજનીતિયુક્ત બુદ્ધિ વાપરી, શાહજહાં દ્વારા નવાબને હુકમ કરાવી પિતાજીની તત્કાળ મુક્ત કરાવ્યા. શિવાજીને બંદી બનાવવા ફરતો અફઝલખાન શિવાજીના લોખંડના નખ વડે માર્યો ગયો. આવા વિવિધ પરાક્રમ દ્વારા ' મરાઠા ના સરદાર 'તરીકે જાણીતા થયેલા શિવાજી દિલ્હીના દરબારમાં હાજર થઈ જેલમાં ગયા પણ ત્યાં ચાલાકી વાપરી ચોકીદારોને છેતરી ને ભાગી નીકળ્યા.
બાદ નાના મોટા અનેક પ્રદેશો કબજે કરી, મુસ્લીમ સામ્રાજ્યની ઊંઘ હરામ કરાવે એવો નિયમ બનાવી, સતત લડતા રહ્યા માતાના સ્વપ્નને સાકાર કરવા રાયગઢ કિલ્લા ની રાજગાદીએ બેસી છત્રપતિ બન્યા.
ગૌ, બ્રાહ્મણ,પ્રતિપાળ, સ્ત્રી સન્માનની ભાવના ધરાવતા, વ્યક્તિગત કર્તવ્યોમાં શ્રેષ્ઠ, ધર્મ સહિષ્ણુતા.. એવા તેઓ ન્યાય પ્રિય શાસનઅધિકારી હતા. હીરા કણી ગોવાલણનું નામ તેમના કિલ્લાને આપી, તેઓ સ્ત્રી સન્માનના કેટલા કદરદાન હતા તે એ બાબતનો પ્રત્યક્ષ પુરાવો છે. રાત્રે પોતાના ગામ પાછા ફરતા મોડું થતાં હીરાકણી ગોવાલણ કિલ્લાની બહાર રહી ગઈ. પોતાના નાના બાળકોની ચિંતા માં રાજાના હુકમનું અનાદર કરી, સાડીનો કછોટો વાળી, કોર્ટ પર પગ ટેકવી ચડીને, બુરજ પાર કરી અડધી રાત્રે પોતાના દીકરાઓ પાસે પહોંચી ગઈ. શિવાજીને આ વાતની ખબર પડતાં, તેને દંડ આપવાને બદલે દરબારમાં બોલાવી,તેના માતૃત્વનું સન્માન કર્યું અને તે બુરજને 'હીરાકણી બુરજ' એવું નામ આપ્યું!!આ બનાવ થી તેઓ સ્ત્રી સન્માનના
કેટલાક કદરદાન હતા તે પુરવાર થાય છે.
મહારાષ્ટ્ર મરાઠાના સિંહ તરીકે ઓળખાતા,આજના સૈનિકો માટે વીરતાનું પ્રતિક એવા પ્રજાના સાચા રક્ષક, શૂરવીર છત્રપતિ શિવાજી અચાનક આવી પડેલી ગંભીર માંદગીના સકંજામાં ઝડપાઈ ગયા હતા. 3 એપ્રિલ 1680 ના મૃત્યુ પામ્યા, પણ હિન્દ સ્વરાજના સ્વામી શિવાજી છત્રપતિ આજે પણ દેશના લોકોના દિલમાં જીવે છે.