સંક્રમણ - 12 Kirtipalsinh Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સંક્રમણ - 12

સવારથી જ પોલીસ સ્ટેશનમાં ફોન પર ફોન આવી રહ્યા છે. ફરિયાદો, અરજીઓ તેમજ મદદ માટેના ફોનથી પોલીસ સ્ટેશન ગુંજી રહ્યું છે. શહેરનો માહોલ તંગ જણાય છે. શાંત અને સુંદર શહેર અચાનક લોકોના કોલાહલથી હચમચી રહ્યું છે. ચારેતરફ પોલીસો તૈનાત થઈ ચૂકી છે. સુરક્ષાનો બંદોબસ્ત થઈ ચૂક્યો છે.

ઇન્સ્પેકટર ઢોલીરાજ પોલીસ સ્ટેશન આવી ચૂક્યા છે. તેમને આવેલા જોઈ તેમની ટીમ તેમની પાસે આવે છે.

"જલ્દી બોલો શું બાબત છે? શહેરમાં અચાનક આ કોલાહલ કેમ મચી ગયો?" ઇન્સ્પેકટર ઢોલીરાજ પૂછે છે.

"કાળી બિલાડીને લીધે." એક હવાલદાર બોલે છે.

"શું? કાળી બિલાડી? શું બોલી રહ્યા છો તમે?" ઇન્સ્પેકટર ઢોલીરાજે પૂછ્યું.

"સર, માહિતી મળી છે કે એક કાળી બિલાડીએ કોઈક નો રસ્તો કાપ્યો હશે તો કેટલાક લોકોએ અંધશ્રદ્ધા દઈ બેસાડી. જ્યારે બાકી ના લોકોએ આ પર વિરોધ કર્યો ને સમજાવવાનો પ્રયાસ કર્યો તો વાત મોટી થઈ ગઈ. અને આ માત્ર એક જ નહિ પણ શહેરની મોટા ભાગ ની ગલીઓમાં થયું છે. ઘણા બધા જૂથ ભેગા થઈને શહેરમાં અશાંતિનો માહોલ ઉભો કરી રહ્યા છે. અને આ જૂથોમાં તો મોટી ઉમરથી લઈને સ્કૂલના છાત્રોનો પણ સમાવેશ છે. બહુ અજીબ ઘટના છે આ. બહુ બધા ફરિયાદ માટે ના ફોન આવી રહ્યા છે. શું કરીએ ખબર નથી પડતી. શહેરના લોકોને શાંત કઈ રીતે કરીએ કેમકે કોઈની બહેન, વહુ, દીકરી, દીકરો, ભાઈ, પતિ, પત્ની તો નાના નાના બાળકો છે એ જૂથોમાં અને કોઈ કોઈનું સાંભળતાં નથી." એક અધિકારી જાણકારી આપે છે.

"જોકે અમે એ દરેક જૂથોને અલગ રાખીને નજર પર રાખેલા છે પણ બની શકે કે શહેર ના લોકો અને આ લોકો વચ્ચે કોઈ પણ પ્રકારની અથડામણ થઈ શકે છે." બીજો અધિકારી બોલે છે. બધાની વાત સાંભળીને ઇન્સ્પેકટર ઢોલીરાજ વિચારમાં પડે છે.

"આ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં બેમાં ત્રીજો ફાવે એવું કંઇક છે. તમને લોકોને કંઈ ખાસ એવું લાગ્યું એ જૂથોમાં?" ઇન્સ્પેકટર ઢોલીરાજ પૂછે છે.

"હા. બે જ વાત. એક તો સહુ કોઈ ' સંક્રમણ ' નો નારો લગાવી રહ્યા છે અને બીજું કે એ તમામના હાથ પર દિલ વાળું ટેટૂ છે જેમાં ' રટ્ટક ' દોરવેલું છે." અધિકારીની વાત સાંભળીને ઇન્સ્પેકટર ઢોલીરાજ અચાનક ચોંકી ઊઠે છે અને તરત બાજુ ના એક કબાટ માંથી એક ફાઈલ કાઢે છે અને તેમાં હોટલમાં મર્ડર થયેલ યુવતીનો ફોટો છે જેમાં એના એક હાથ પર દિલનું ટેટૂ અને ' રટ્ટક ' દોરેલ વાળો ફોટો જોઈને ઇન્સ્પેકટર ઢોલીરાજ નિસાસો નાખે છે.

"હું આ કઈ રીતે ભૂલી ગયો. આટલી મોટી વાત મારા દિમાગમાંથી કેવી રીતે નીકળી શકે!" ઇન્સ્પેકટર ઢોલીરાજ ને આવી રીતે બોલતા જોઈને તેમની ટીમ આશ્ચર્ય પામે છે.

"શું થયું સાહેબ?" એક અધિકારી પૂછે છે.

"તમામ પોલીસોને જાણ કરો કે કોઈપણ ને કશું જ ન કરે. કહી દો કે કોઈ પણ પ્રકારનો અવાજ ન કરે. અને મારા માટે એક લાઈવ વિડિયો બનાવો જે દરેક ના ઘરે અને મોબાઈલ પર જાય." ઇન્સ્પેકટર ઢોલીરાજની અજીબ વાતો સાંભળી સહુ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે.

"અરે જલદી કરો. સમય નથી." ઇન્સ્પેકટર ઢોલીરાજ ઊંચા અવાજે આદેશ કરે છે અને સહુ કોઈ તેમના આદેશનો પાલન કરે છે.

શહેરના દરેક ટીવી અને મોબાઈલમાં એકાએક ઇન્સ્પેકટર ઢોલીરાજ દેખાવા લાગે છે. સહુ કોઈ તે જોવા લાગે છે.

'મારા શહેરીજનો, હું ઇન્સ્પેકટર ઢોલીરાજ તમને બધાને એક પ્રાર્થના કરું છું કે પોત પોતાના ઘરે જ રહો. અને જો બહાર હોવ તો કંઈ પણ અવાજ કર્યા વગર ઘરે પરત ફરી જાઓ. વિરોધ કરી રહેલમાં તમારા જેટલા પણ સ્નેહીજનો છે તે પરત તમારી જોડે આપોઆપ આવી જશે. મારા પર વિશ્વાસ રાખો. હું કહું છું એટલું કરો. તમારા સ્નેહીજનો અત્યારે તેઓના કાબૂમાં નથી. તેઓ અત્યારે એક એવા વ્યક્તિના કાબૂમાં છે જે મનુષ્યના મુખોટામાં રાક્ષસ છે. તે આ દુનિયામાં ખરાબ માનસિકતાનું સંક્રમણ ફેલાવા આવ્યો છે. પણ ચિંતા ન કરશો. મારી પાસે એ રાક્ષસની કાટ છે. તે કોઈ ' રટ્ટક ' નથી. ધ્યાનથી આ નામને જુઓ તો તમને ખ્યાલ આવી જશે અને એક આસાન રસ્તો છે કે તેને પાછળ બાજુથી વાંચશો તો તમને ખબર પડી જશે. તોહ, મને થોડો સમય આપો. ઘરે રહો. તમારા સ્નેહીજનોને સહી સલામત લાવવાની જવાબદારી મારી છે. બસ જ્યાં સુધી અમે ન કહીએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો અવાજ ન થવા દેતા. ટીવી અને મોબાઈલ પણ આ વીડિયો જોયા બાદ બંધ કરી દેજો. આ એકજૂથ થવાનો સમય છે. આપણી જીત આપણા એકબીજાના સાથ થી નિશ્ચિત છે. તોહ, ચલો ભેગા મળીને આ દુષણ સંક્રમણ ને ફેલાવનાર મનુષ્ય રૂપી રાક્ષસ ને હરાવીએ. આભાર.'

શહેરના તમામ લોકો ઇન્સ્પેકટર ઢોલીરાજ નો વિડીઓ જોઈને તેમના વાતોના વજનને પારખીને તેમની વિનંતી પ્રમાણે ઘરે પરત ફરે છે. સહુ કોઈ ટીવી અને મોબાઈલ બંધ કરી દે છે. ટ્રાફિક માં તમામ વાહનો પણ તેમને તેમ ઊભા રહે છે. સહુ કોઈ પોતાના સાધનો બંધ કરી દે છે. એકાએક આખું શહેર શાંત થઈ જાય છે. આખું શહેર જાણે ખાલી થઈ ગયું હોય એમ જણાય છે. પોલીસો તેમજ તમામ શેહરીજનો ' રટ્ટક ' નામ ને પાછળ બાજુ થી વાંચે છે ને સહુ ને એક જ શબ્દ મળે છે: કટ્ટર.

* * *